વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જુલાઇ 14, 2013

( 277 ) સોનાના દાગીના – ચીમન પટેલ ‘ચમન’નું એક ચિત્ર હાઈકુ

સોને મઢેલી અને એના ભારથી લદાયેલી આ કેરાલાની કન્યાને જોઇને કોણ કહેશે કે ભારત એક ગરીબ દેશ છે ?

ચિત્ર હાઈકુમાં કોઈ ચિત્ર જોયા પછી તમારા દિલ અને દિમાગમાં જે  વિચારો અને કલ્પનાઓ જન્મી હોય એને

ત્રણ લીટીની હાઈકુ કાવ્ય રચનામાં એના બંધારણના નિયમની મર્યાદામાં રજુ કરવાના હોય છે .

 

ઉપરના પાંચ કિલોથી એ અધિક વજનના દાગીનાઓથી  લદાયેલી કેરાલાની લગ્નોત્સુક કન્યાના ચિત્રોને

જોઈને હ્યુસ્ટનના જાણીતા હાસ્ય લેખક અને કવિ શ્રી ચીમન પટેલ  ‘ચમન’ એ નીચેની એમની હાઈકુ રચના

ઈ-મેલથી મોકલી આપી છે એને એમના આભાર સાથે આજની પોસ્ટમાં મુકતાં આનંદ થાય છે .
 

એક હાઇકુ!

મુખ મલકે,

પહેરી આ દાગીના;

બાપ રડતો !

 ચીમન પટેલ ‘ચમન’ (૨૦જુલાઇ’૧૩)

• હાઇકુનું બંધારણ • (મૂળ જાપાનીઝ-હાઇકુ ત્રણ લીટીનું કાવ્ય છે. દરેક લીટીના અનુક્રમે અક્ષ્રરો ૫,૭,૫ હોય છે, અડધો અક્ષર ગણાતો નથી)

 

Gold ladden Bride from Kerala, India

Gold ladden Bride from Kerala, India

આ ચિત્ર જોઈને મેં પણ એક હાઈકુ પર હાથ અજમાવ્યો છે એ નીચે પ્રસ્તુત છે .

 

સોનાનો ભાર

ન લાગે નવોઢાને

લાગે બાપને !

વિનોદ પટેલ

 

આ અગાઉ શ્રી ચીમન પટેલના ઘણી હાઈકુ રચનાઓનો  વિનોદ વિહારની તારીખ ૧૩મી જુન ૨૦૧૩ની ની

પોસ્ટમાં વાચકોને આસ્વાદ કરાવવામાં આવ્યો હતો એને વાંચવા માટે અહીં ક્લિક કરો .

 

આના અનુસંધાનમાં હાસ્ય હાઈકુ અંગેની નીચેની પોસ્ટ પણ વાચવા યોગ્ય છે .

 

261 ) હાસ્ય હાઈકુ — ઈ-પુસ્તક ” વિલિયમનાં હાસ્ય હાઈકુ – (પ્રસ્તાવના) – પ્રજ્ઞાબેન વ્યાસ

 

ઉપરના ચિત્ર ઉપર વાચકોને પણ પોતાની હાઈકુ રચના કોમેન્ટ બોક્ષમાં લખવા માટે આમંત્રણ છે .

 

વિનોદ પટેલ   

 

 

 

______________________________________________

( આ પોસ્ટમાં મુકેલી તસ્વીરો ગુગલ ઈમેજ ના સૌજન્યથી છે .)