વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 277 ) સોનાના દાગીના – ચીમન પટેલ ‘ચમન’નું એક ચિત્ર હાઈકુ

સોને મઢેલી અને એના ભારથી લદાયેલી આ કેરાલાની કન્યાને જોઇને કોણ કહેશે કે ભારત એક ગરીબ દેશ છે ?

ચિત્ર હાઈકુમાં કોઈ ચિત્ર જોયા પછી તમારા દિલ અને દિમાગમાં જે  વિચારો અને કલ્પનાઓ જન્મી હોય એને

ત્રણ લીટીની હાઈકુ કાવ્ય રચનામાં એના બંધારણના નિયમની મર્યાદામાં રજુ કરવાના હોય છે .

 

ઉપરના પાંચ કિલોથી એ અધિક વજનના દાગીનાઓથી  લદાયેલી કેરાલાની લગ્નોત્સુક કન્યાના ચિત્રોને

જોઈને હ્યુસ્ટનના જાણીતા હાસ્ય લેખક અને કવિ શ્રી ચીમન પટેલ  ‘ચમન’ એ નીચેની એમની હાઈકુ રચના

ઈ-મેલથી મોકલી આપી છે એને એમના આભાર સાથે આજની પોસ્ટમાં મુકતાં આનંદ થાય છે .
 

એક હાઇકુ!

મુખ મલકે,

પહેરી આ દાગીના;

બાપ રડતો !

 ચીમન પટેલ ‘ચમન’ (૨૦જુલાઇ’૧૩)

• હાઇકુનું બંધારણ • (મૂળ જાપાનીઝ-હાઇકુ ત્રણ લીટીનું કાવ્ય છે. દરેક લીટીના અનુક્રમે અક્ષ્રરો ૫,૭,૫ હોય છે, અડધો અક્ષર ગણાતો નથી)

 

Gold ladden Bride from Kerala, India

Gold ladden Bride from Kerala, India

આ ચિત્ર જોઈને મેં પણ એક હાઈકુ પર હાથ અજમાવ્યો છે એ નીચે પ્રસ્તુત છે .

 

સોનાનો ભાર

ન લાગે નવોઢાને

લાગે બાપને !

વિનોદ પટેલ

 

આ અગાઉ શ્રી ચીમન પટેલના ઘણી હાઈકુ રચનાઓનો  વિનોદ વિહારની તારીખ ૧૩મી જુન ૨૦૧૩ની ની

પોસ્ટમાં વાચકોને આસ્વાદ કરાવવામાં આવ્યો હતો એને વાંચવા માટે અહીં ક્લિક કરો .

 

આના અનુસંધાનમાં હાસ્ય હાઈકુ અંગેની નીચેની પોસ્ટ પણ વાચવા યોગ્ય છે .

 

261 ) હાસ્ય હાઈકુ — ઈ-પુસ્તક ” વિલિયમનાં હાસ્ય હાઈકુ – (પ્રસ્તાવના) – પ્રજ્ઞાબેન વ્યાસ

 

ઉપરના ચિત્ર ઉપર વાચકોને પણ પોતાની હાઈકુ રચના કોમેન્ટ બોક્ષમાં લખવા માટે આમંત્રણ છે .

 

વિનોદ પટેલ   

 

 

 

______________________________________________

( આ પોસ્ટમાં મુકેલી તસ્વીરો ગુગલ ઈમેજ ના સૌજન્યથી છે .)

12 responses to “( 277 ) સોનાના દાગીના – ચીમન પટેલ ‘ચમન’નું એક ચિત્ર હાઈકુ

 1. chaman જુલાઇ 15, 2013 પર 5:55 એ એમ (AM)

  Thanks.Now we are together on your web.chaman

  Date: Sun, 14 Jul 2013 17:08:42 +0000
  To: chiman_patel@hotmail.com

  Like

 2. Vinod R. Patel જુલાઇ 15, 2013 પર 7:45 એ એમ (AM)

  Thanks to Dr. Kanak Raval , for his following comments by e-mail — Vinod Patel

  આપનો ખુબ આભાર , ડો .કનકભાઈ -વી .પ .
  ________________________

  વિનોદભાઈ:

  કોમેંટ સેક્શનમાં મુકવામાં મુશ્કેલી પડી એટલે તમને પાઠવું છું

  હાઈકુના બીજા નિયમો તો ખબર નથી પણ ત્રણ લિટીમાં મારી એક પૈ (એક રુપિયાની 92 પૈ)

  મુખ મલકે

  જમાઈરાજ ખુશ

  દાગીના જોઈ

  -કનક્ભાઈ

  Visit my father Kalaguru Ravishankar Raval’s web site:

  http://ravishankarmraval.org/

  Like

 3. aataawaani જુલાઇ 15, 2013 પર 8:25 એ એમ (AM)

  નવોઢાને ન લાગે સોના નો ભાર એના બાપને લાગે સોનાના ભારનો માર

  Like

 4. aataawaani જુલાઇ 15, 2013 પર 8:28 એ એમ (AM)

  નવોઢાને ન લાગે સોનાનો ભાર પણ એના બાપને લાગે સોનાનો માર

  Like

 5. nabhakashdeep જુલાઇ 15, 2013 પર 9:13 એ એમ (AM)

  મલકાટ આ

  સોનાને મુખ તણો

  લાડ કન્યાને

  રમેશ પટેલ(આકાશદીપ)

  હોય ને આપે તો લાખેણું નહીં તો કરજે વધેરાયેલું.

  Like

 6. Anila Patel જુલાઇ 15, 2013 પર 9:16 એ એમ (AM)

  લો ત્યારે મે પણ કોશીષ કરી—
  સોને મઢેલી
  ભારતની આ કન્યા
  ગરીબ દેશ?

  Like

 7. pragnaju જુલાઇ 15, 2013 પર 11:19 એ એમ (AM)

  ચમકે સોનું
  નવોઢા ભરખાઈ
  દહેજ આગે !

  Like

 8. jagdish48 જુલાઇ 15, 2013 પર 3:13 પી એમ(PM)

  વિનોદભાઈ,
  આપણે હાઈકુ બનાવી આનંદ લઈએ, પણ ઘરેણાનું પ્રદર્શન એ ભારતની ગરીબીની હાંસી છે. આવી ‘સુ’કન્યાઓ મીનીસ્ટરોની દીકરીઓ છે. ‘બાપા’ને કોઈ ભાર નથી, ફક્ત વૈભવનું પ્રદર્શન માત્ર છે.

  Like

 9. mdgandhi21, U.S.A. જુલાઇ 15, 2013 પર 4:57 પી એમ(PM)

  આ છોકરીનો બાપ એક ફાઈનાન્સ કંપનીનો માલિક છે, જે સોનુ ગીરવી રાખીને કિંમતના ૫૦/૬૦% જેટલું ધીરાણ કરે છે, અને જેઓ ન છોડાવી શકે તેનું સોનુ જપ્ત કરતો હશે, પછી આ સોનાનું ક્યાંક તો પ્રદર્શન કરવું જોઈએને……લોકોને ખબર કેમ પડે…..????? બાકી દેશ ગરીબ છે તેતો હકીકત છે, હા, બધા પ્રધાનો, એમપીઓ, વિધાનસભ્યો, મોટા ઓફીસરો, આવા લબાડ ચીટરો અને ઉધ્યોગપતિઓ પાસેજ પૈસા છે, બાકી દેશ ગરીબ છે, પણ આવા લોકોના દેખાડાથીજ દેશની છાપ બગડે છે…..

  Like

 10. DR. CHANDRAVADAN MISTRY જુલાઇ 16, 2013 પર 1:26 એ એમ (AM)

  Vinodbhai,
  Read your Post & then via the Link I visited Chimanbhai’s Blog & posted my Comments.
  Thanks for the Link !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 11. pami66 જુલાઇ 17, 2013 પર 2:52 એ એમ (AM)

  સોને મઢેલી

  હૈયુ હેતે ભરેલું

  પિયુને મળવા

  બાપને ભાર ક્યારે લાગે ? જ્યારે પૈસાનો અભાવ હોય. બાકી બાપ સોને શું દીકરીને હીરે મઢે !

  જ્યાં વાંકડો કે દાયજો ફરજીયાત ન હોય.. હા, ત્યાં જરૂર બાપને ભાર લાગે. એ સહુએ સમજ્વું રહ્યું.

  Like

 12. masteryogita જુલાઇ 18, 2013 પર 7:05 એ એમ (AM)

  Saras Lakyu chhe..

  Kindly Follow, comments, lIke on my blog masteryogita.wordpress.com

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: