વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જુલાઇ 17, 2013

( 278 ) જૂની પેઢી અને નવી યુવા પેઢી અંગે એક વિચાર વિનિમય

 A young  man offering drugs to others. (Photo courtesy- Google image )

A young man offering drugs to others.
(Photo courtesy- Google image )

 

ફ્રિમોન્ટ , કેલીફોર્નીયામાં વસતા અને નિવૃતિનો આનંદ માણતા ૭૬ વર્ષીય મિત્ર શ્રી પી.કે.દાવડા અનેક

વિષયોમાં એમના મનમાં જાગતા વિચારોને મિત્રોને વિચારવા માટે એમના ઈ-મેલમાં ગદ્ય કે પદ્ય સ્વરૂપે

અવાર નવાર વહેંચતા રહે છે .

નવી યુવા પેઢી અને જૂની પેઢીના પેચીદા પ્રશ્ન અંગે એમના વિચારો એમણે એમના એક ઈ-મેલમાં નીચે

પ્રમાણે જણાવ્યા છે .

 

સેપોમા

 

સેક્સ-પોકેટ મની-માદક દ્ર્વ્યો  યુવાનોની નવી સંસ્કૃતિ બની ગઈ છે.

આ કરુણકથની એક ઘરની નથી, ઈંગ્લેંડ-અમેરિકાના અનેક ઘરની છે. અહીં બાર વર્ષની વયના છોકરા

-છોકરીઓય સેક્સ ભોગવી ચૂક્યાં હોય છે, પૉકેટમની માટે મમ્મી પપ્પા સામે રાડો પાડતાં હોય છે,  ડ્રગ્સ અને

ડ્રીંક્સ તો તેમને માટે શોખ બની ગયાં છે.

 

આવી સેપોમા ની બીમારી ભારતની કિશોર-યુવા પેઢીમાં પણ પ્રવેશ કરી ચૂકી છે. 

પારિવારિક જીવનમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે. છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું છે. આપણા ઘણાં ગુજરાતી

પરિવારોમાં કાં તો પરણેલી દીકરી પિયરમાં પાછી ફરી છે અથવા પુત્રવધૂ તેને પિયર જતી રહી છે. કોઈને

ક્યાંય સમાધાન કરવું નથી. મુક્ત અને સ્વચ્છંદી જીવન જીવવું છે.

 

વડિલોનું માન રાખવાનું ખુબ જ ઓછું જોવા મળે છે. ફેમેલી એટલે માત્ર પતિ-પત્ની અને એમનાં બાળકો .

પહેલાની જેમ કુટુંબની વ્યાખ્યામાં માતા-પિતા, સાસુ-સસરા, દાદા-દાદી,ભાઈ-બહેન આમાં આવતાં જ નથી.

અહીં સાસુ કે નણંદ નામની ચીજનું મહત્વ જ નથી. 

 

હવે વડિલો માટે ટ્રેનિંગ સ્કૂલો, કે જેમાં તેમને નવી પેઢીનાં પુત્રો, વહુઓ અને પૌત્રો સાથે કેમ વર્તવું તેની

તાલીમ અપાય તે જરૂરી છે.

 

-પી. કે. દાવડા

_________________

 

આજની આ પોસ્ટ એ મિત્ર શ્રી દાવડાજીનો ઉપરનો ટૂંકો પણ અગત્યનો લેખ વાંચીને મારા મનમાં જે વિચાર

વમળો ઉત્પન્ન થયાં એની  એક નીપજ છે .

 

કોઇપણ સાહિત્ય -ગદ્ય કે પદ્ય – એ વિચારોને સુંદર રીતે શબ્દોમાં ઢાળીને રજુ કરવાની કળા છે !

વિચાર વલોણામાંથી શબ્દ સ્વરૂપે સુપેરે નીપજેલું મધુરું નવનીત  એટલે જ સાહિત્ય . 

 

શ્રી દાવડાજીએ એમના ઉપરના ટૂંકા લેખમાં  એક ચિંતન માંગતા વિષયને છેડ્યો છે .

 

એમણે આધુનિક કુટુંબ વ્યવસ્થા અને નવી પેઢી અંગેનો જે ચિતાર રજુ કર્યો છે એ બદલાતાં જતાં સામાજિક

મૂલ્યો અને વલણોની તાસીર છે .

 

જૂની પેઢીને એમની જૂની આંખે આ “ગુગલ જનરેશન ” ની બદલાતી જતી રીતિ નીતિ જોઈને દુખ થાય એ

સ્વાભાવિક છે .

 

આજની ગુગલ જનરેશન એમના પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે પહેલાંની જેમ  જૂની પેઢી પાસે દોડી જતી નથી

પણ નવી ટેકનોલોજી અપનાવી કોમ્પ્યુટરને પૂછીને જવાબ મેળવે છે .

 

આજે અમેરિકામાં વસતાં ઘણા કુટુંબોમાં સંસ્કાર બળે વડીલોની આમન્યા રાખતી નવી પેઢી પણ

એક રણ દ્વીપની જેમ ઉછરી રહી છે એ જોઈને  આંખ ઠરે છે .

 

કેટલાંક મા-બાપો પોતાનાં સંતાનોને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંસ્કાર આપી નવી પેઢીને દુષણોથી

બચાવવા માટે પ્રયત્ન કરતાં હોય છે .

 

દાવડાજીએ કહેલાં નવી પેઢીમાં વ્યાપક બનેલ દુષણો અંગે વડીલોને સતત ચિતા રહેતી હોય

જ છે.

 

અહીંની જે સારી વસ્તુ છે તેનો સહજ સ્વીકાર કરી ,જે બદલી ન શકાય એની સાથે સમજુતી કરી લઇને શક્ય

હોય એને બદલવા પ્રયત્નો કરતાં જોવા મળે છે.

 

એમના આ પ્રયત્નોમાં જ્યારે એમને નિષ્ફળતા મળે છે ત્યારે તેઓ ખુબ દુખી થતાં હોય છે .

 

પુ. પ્રમુખ સ્વામીની સંસ્થા બાસ્પ અને શ્રી પાંડુરંગ શાસ્ત્રીની સ્વાધ્યાય જેવી સંસ્થાઓ અમેરિકામાં નવી

ઉછરતી પેઢીમાં ભારતીય સંસ્કારો ઉતરે એ માટે યોજનાપૂર્વક ખુબ પ્રયત્નશીલ છે .

 

એમની આ અગત્યની સેવા બદલ આવી ધાર્મિક સંસ્થાઓને ધન્યવાદ ઘટે છે .

___________________

 

 જૂની અને નવી પેઢીના વિષયે લેખિકા શ્રીમતી કાજલ ઓઝાનો એક મનનીય લેખ

 

એમની આધુનિક વિચાર સમૃદ્ધિથી યુવાનોમાં ખુબ લોકપ્રિય લેખિકા શ્રીમતી કાજલ ઓઝા-વૈદ્યએ

રીડ ગુજરાતી .કોમમાં પ્રગટ એમના નીચેના લેખમાં જૂની પેઢી અને નવી પેઢીના વિષયે

ખુબ જ મનનીય અને પેટ છુટ્ટી વાત કરી છે. એમનું આ રસિક વિશ્લેષણ વાંચવા અને વિચારવા જેવુ છે .

લેખિકા  શ્રીમતી કાજલ ઓઝા અને રીડ ગુજરાતી બ્લોગના શ્રી સુભાષ શાહ ના આભાર  સાથે આ સુંદર

લેખને  નીચેની લિંક ઉપર વાંચો

 

આઈ ડોન્ટ લાઈક ઈટ – કાજલ ઓઝા વૈદ્ય

 

નવી પેઢી અને જૂની પેઢીનો કલેશ અને પડકાર તો ચાલતો જ રહેવાનો . બન્ને પક્ષે એક

તંદુરસ્ત સમાજ વ્યવસ્થા માટે ફેરફાર જરૂરી બને છે .

 

નવી પેઢી અને જૂની પેઢીના સતત ચાલતા કલેશનો પ્રશ્ન માત્ર ચિંતા નહી પણ એક

ચિંતન માંગતો વિષય છે .

 

મહાત્મા ગાંધીજી માનતા હતા કે સમાજમાં જે બદલાવ તમારે લાવવો હોય એની શરૂઆત તમારાથી જ કરો .

સ્વ દોષ પરીક્ષણ અને અંદરની જાગૃતિ વિના માત્ર ઉપદેશથી બદલાવ  શક્ય બનતો નથી એ ખરું છતાં

સમાજમાં એની બીમારીઓ અંગે જાગૃતિ લાવવા માટે ચર્ચા અને ચિંતન કરવું પણ જરૂરી બને છે .  

આ અંગે આપ શું વિચારો છો ? આપના વિચારોને પ્રતિભાવ સ્વરૂપે જણાવવા વિનંતી છે .

 

વિનોદ પટેલ  

 

______________________________________________
 
 
 લેખિકા શ્રીમતી કાજલ ઓઝા-વૈદ્યનો એક બીજો સરસ લેખ અને પરિચય વિનોદ વિહારની
 
આ પોસ્ટમાં વાંચો.   
 
 
શ્રી પી.કે.દાવડાના વિનોદ વિહારમાં આજ દિન સુધી પોસ્ટ થયેલા લેખો/કાવ્યો