વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 279 ) ત્રિવાયુ ( જ્ઞાન સાથે ચિંતનનો લેખ ) લેખક- શ્રી સુરેશ જાની

Sureshbhai Jani

Sureshbhai Jani

ગુજરાતી બ્લોગ જગતમાં એમના ચિંતનશીલ લેખોથી જાણીતા સૂર સાધના અને અન્ય બ્લોગોનું કુશળતાથી સંપાદન કરતા મારા સહૃદયી મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ  લંડનના શ્રી વિપુલ ક્લ્યાણીના ખુબ વંચાતા સામયિક ઓપીનીયન(Opinion Online) માં પ્રગટ થયેલો  ત્રિવાયુ નામનો એમનો લેખ મને વાંચવા માટે ઈ-મેલથી મોકલી આપ્યો છે .

આ લેખ વાંચતાં જ મને ગમી ગયો એટલે એને આજની પોસ્ટમાં શ્રી સુરેશભાઈ અને શ્રી વિપુલભાઈના આભાર સાથે વિનોદ વિહારના વાચકોને પહોંચાડતાં આનંદ અનુભવું છું .

આ લેખમાં ત્રિવાયુ એટલે કે નાઈટ્રોજન , હાઈડ્રોજન અને ઓક્ક્ષિજન ઉપરની જ્ઞાન વાર્તા તો છે જ પણ એને ખૂબીપૂર્વક રજુ કરી છે . આ લેખમાં એમની કલ્પનાઓને એમની કલમના જાદુનો સરસ સાથ મળ્યો છે .

શ્રી સુરેશભાઈ આ લેખ અંગે સ્પષ્ટતા કરતાં લખે છે કે –

“પહેલી નજરે બાળવાર્તા લાગે તેવો આ લેખ માનવ સ્વભાવના

ત્રણ  પાસાંઓને ઉજાગર કરતું રૂપક છે-

•ગુરૂતા ગ્રન્થિ

•લઘુતા ગ્રન્થિ

•સમતાભાવ

એ છેલ્લા પાસામાં માનવ ચેતનામાં કયો વળાંક અને ઉત્ક્રાન્તિ શક્ય છે- એ તરફ અંગુલિનિર્દેશ છે.”

 

આ ત્રિવાયુ લેખનો અંત પણ જુઓ કેટલો સુચક છે !

 

” પણ આ શું?  એ શ્વાસ/ ઉચ્છ્વાસની સાથે જ આ શેનો નાદ ચાલુ થઈ ગયો?

सोsहम्……. सोsहम्……. सोsहम्……. सोsहम्…….

રોમે રોમમાં આ શેની ઝણઝણાટી? શરીરનો એકે એક કોશ રૂમઝુમ નાચતો શીદ ભાળું? હા! હવે ગેડ બેસી.તારો વાયરો બધે ય ફરી વળ્યો. કોશે કોશને તેં તો ભઈલા નવપલ્લવિત કરી દીધો. મારો હજાર હાથવાળો બેલી તો ભાઈલા તું જ. તું જ આ ઘડીનો મારો પરમેશ્વર.”

છેને જ્ઞાનની વાતો સાથો સાથ પણ એમને હ્મ્મેશનું ગમતું “સૂર સાધના ” મય ચિંતન !

 

વિનોદ પટેલ

________________________________________________________________

   ત્રિવાયુ   ( જ્ઞાન સાથે ચિંતનનો લેખ )    લેખક- શ્રી સુરેશ જાની

નાઈટ્રોજન

ઘનઘોર કાળાં વાદળ ઘેરાયેલાં હતાં. આભ જાણે હમણાં જ ટૂટી પડશે તેવો માહોલ સર્જાયો હતો. કાંઈક અવનવું આજે બનવાનું છે, તેવો ભયજનક ઓથાર વાતાવરણમાં ઝળુંબી રહ્યો હતો.

નાઈટ્રોજન મહાશય પાણીની થયેલી દુર્દશા જોઈ મુખમાં મલકાતા હતા. કેવું એ ક્ષુદ્ર ! સહેજ તાપ અડ્યો અને બાષ્પીભવન થઈ જાય. વાયરો તેને ક્યાંયથી ક્યાંય ખેંચી જાય. બિચારું પાણી! જો ને, પૃથ્વીના ચુંબકત્વની પણ તેની ઉપર અસર થઈ જાય અને સાથે કાળઝાળ વિજભાર વેંઢારવો પડે. ધૂળના રજકણ પણ તેને ચોંટીને મલીન બનાવી દે. બીજા વાયુઓ ય પાણીમાં ભાડવાત તરીકે રહી જાય. શું વસવાયાં જેવી પાણીની જિંદગી?

( આગળ પુરો લેખ અહીં ઓપીનીયન ઓન લાઈનની આ લિંક   ઉપર વાંચો .)

3 responses to “( 279 ) ત્રિવાયુ ( જ્ઞાન સાથે ચિંતનનો લેખ ) લેખક- શ્રી સુરેશ જાની

 1. Ramesh Patel જુલાઇ 23, 2013 પર 11:16 એ એમ (AM)

  ખૂબ જ રસાળ શૈલીમાં વૈજ્ઞાનિક સત દર્શન.શ્રી સુરેશભાઈની ચકોર દ્ર્ષ્ટિ ઘણા ખજાના ધરે જ જાય છે અને આપ થકી લાખેણું ઓપીનીઅન માણ્યું.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. mdgandhi21, U.S.A. જુલાઇ 23, 2013 પર 3:52 પી એમ(PM)

  આ કાંઈ બાળવાર્તા થોડીજ છે…??? આ તો અફલતૂન વિજ્ઞાનવાર્તા છે, બહુ સુંદર રીતે આલેખી છે……

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: