વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 282 ) લોસ એન્જેલસ , કેલિફોર્નીયાના ચાર સાહિત્ય પ્રેમી મિત્રોનું પુન: મિલન

Radha Raman temple Idol photo

Radha Raman temple Idol photo

 

જીવનમાં કેટલાક શુભ સંજોગ અણધાર્યા અને અનાયાસે જ બનતા હોય છે .
આવો જ એક શુભ સંજોગ તારીખ ૧૪મી જુલાઈ ૨૦૧૩ની રવિવારની ઢળતા દિવસની રમણીય સાંજે  લોસ એન્જેલસના પ્લેસેન્સીયા ખાતે આવેલ શ્રી રાધા રમણ વેદિક મંદિરના પવિત્ર વાતાવરણમાં બની ગયો .
હું જુન ૨૨, ૨૦૧૩ થી જુલાઈ ૧૯,૨૦૧૩ દરમ્યાન ઉનાળાની રજાઓમાં સાન ડીયેગોથી લોસ એન્જેલસ મારી દીકરીને ત્યાં રહેવા ગયો હતો .
લોસ એન્જેલસ ,એનેહેમમાં  રહેતાં મારી દીકરી અને જમાઈ ઘણીવાર એમની નજીક પ્લેસેન્સીયા ખાતે આવેલ શ્રી રાધા રમણ વેદિક મંદિરમાં મંદિરની મૂર્તિઓને શણગારવા માટે ફ્લાવર સેવા અને રવિવારે મંદિરમાં એકત્રિત થતા લગભગ ૪૦૦ હરી ભક્તો માટેની રસોઈ (પ્રસાદ ) એમના તરફથી સેવા તરીકે આપતાં હોય છે . આવો પ્રસાદ એમના તરફથી તારીખ ૧૪મી જુલાઈના રોજ આપવાનો નક્કી કર્યો હતો .
આ પ્રસંગે મને વિચાર સુજ્યો કે લોસ એન્જેલસમાં રહેતા શ્રી આનંદરાવ લિંગાયત(સંપાદક – ગુંજન ), શ્રી
ગોવિંદભાઈ  (ગોદડીયો ચોરો )  અને નજીકમાં જ કોરોના રહેતા શ્રી
રમેશભાઈ (આકાશદીપ )   ને આ દિવસે રાધા રમણ મંદીરમાં સહ કુટુંબ પધારવા માટે આમંત્રિત કર્યા હોય તો
આ બહું સરસ તક છે .
આ શુભ વિચારની પૂર્તિ રૂપે મારા આમંત્રણને માન આપી શ્રી આનંદરાવ , શ્રી ગોવિંદભાઈ , શ્રી રમેશભાઈ ( સહ કુટુંબ ) શ્રી રાધા રમણ વેદિક મંદિર ખાતે પધાર્યા અને એ દિવસની સાંજની મંદિરની બધી ધાર્મિક પ્રક્રિયામાં ઉલટભેર ભાગ લીધો એ બદલ એમનો આ પોસ્ટ દ્વારા આભાર માનું છું.
આ પ્રસંગે કેલીફોર્નીયા, લોસ એન્જેલસમાં રહેતા શ્રી નરેન્દ્રભાઈ ફણસે ( જીપ્સીની ડાયરી ) અને ડો. ચંદ્રવદનભાઈ ( ચંદ્ર પુકાર ) ને પણ આમંત્રણ આપ્યું હતું પણ એમને અનુકુળ ન હોઈ હાજર રહી શક્યા ન હતા .
આ રીતે આ ચાર સાહિત્ય રસિક ચાર મિત્રોનું મંદિરના પવિત્ર વાતાવરણમાં ફરી મિલન અને સહ ભોજનનો એક યાદગાર સંજોગ બની ગયો એ કેવું કહેવાય !
આ પ્રસંગે આ ચાર સાહિત્ય રસિક મિત્રોના પુનઃ સ્નેહ મિલનની યાદગીરી રૂપે શ્રી રમેશભાઈના જમાઈએ કેમેરામાં કેદ કરેલી તસ્વીરોમાંની બે તસ્વીરો આ રહી .ઉપર પોસ્ટને મથાળે મુકેલ રાધા-કૃષ્ણની સુંદર તસ્વીર એમણે જ લીધી છે જે માટે એમનો આભાર માનું છું .
From left- Rameshbhai , Anandrao , Vinodbhai, Govindbhai

From left- Rameshbhai , Anandrao , Vinodbhai, Govindbhai

4 Bloggers- Friends- Half Photo

અમારા આ મધુર મિલનને ગોદડિયા ચોરા ફેઈમ શ્રી ગોવિંદભાઈ પટેલે એમના  પરાર્થે સમર્પણ બ્લોગમાં તારીખ ૨૦મી જુલાઈ ૨૦૧૩ની એમની પોસ્ટમાં સુંદર રીતે એમની આ કાવ્ય  રચનામાં   આ રીતે મઢી લીધેલ છે .
આકાશદીપ અજવાળે આનંદ વિનોદ…કાવ્ય
હેજી અમે ગયાતા રાધા રમણ કેરા આંગણે રે લોલ
નીરખી એનું રુપ મનમંદિરીયું આનંદ માણે રે લોલ
અષાઢ સુદી ચોથ ને જુલાઇ ચોદ રવિવાર રે લોલ
જાગૃતિ અને સંજય કેરી ભક્તિ ભાવનાં પુર રે લોલ
પધાર્યા આકાશદીપ પ્રેમ થકી એ પ્રકાશતા રે લોલ
ને  હરખથી આનંદ-વિનોદ મિત્રો મહાલતા રે લોલ
આ ગોદડિયે વડિલોને નમી પામી ધન્યતા રે લોલ
બ્લોગ જગતની ચર્ચા ને પ્રસાદી આરોગતા રે લોલ
  સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ ) પરાર્થે સમર્પણ બ્લોગ
આ અગાઉ  ત્રણ સાહિત્ય પ્રેમી મિત્રોનું  પ્રથમવાર લોસ એન્જેલસમાં જ સ્નેહ મિલન થયેલું એની વિગતો
નીચેની લિંકથી તમોને મળશે .
——————————————-
Radha Raman Vedic Temple 
1022 N. BradFord Ave Placentia, CA 92870
 
આ મંદિર વિષે વધુ માહિતી એની  આ વેબ સાઈટ  ઉપર વાંચો .
આ મંદિરની ખુબ જ આકર્ષક મૂર્તિઓ અને ૪૦૦ થી ય વધુ હરિભક્તો માટે પ્રસાદ આપનાર અને એમના કુટુંબીજનો અને મિત્રો મંદીરના જ પટાંગણમાં માં જ એ દિવસે કેવી રીતે સાંજ માટેની રસોઈ -પ્રસાદ જાતે બનાવે છે એ દર્શાવતો વિડીયો ભજનની ધૂન સાથે નીચે જુઓ . 
 
Radha Raman Mandir and Cooking at the Mandir 
 
આ મંદિરની વેબ સાઈટની  આ લિંક ઉપર કેટલાંક સુંદર ભજનોના વિડીયો મુક્યા છે એ સાંભળો અને માણો .
 

7 responses to “( 282 ) લોસ એન્જેલસ , કેલિફોર્નીયાના ચાર સાહિત્ય પ્રેમી મિત્રોનું પુન: મિલન

 1. pravinshastri જુલાઇ 27, 2013 પર 9:59 એ એમ (AM)

  વિનોદભાઈ, સાહિત્યકાર ભક્તોના સાનિધ્યમાં ભક્તિ અને પ્રસાદનો લાહવો કોઈ અનેરો જ હોય છે. જો કે અંગત રીતે મને પ્રસાદમાં ખૂબ જ રસ છે. પ્રસાદની પ્રિપેરેશન અને જગજીતનું સંગીત…વાહ. બધું જ મને મુકીને!!!!!!!

  Like

 2. હિમ્મતલાલ જુલાઇ 27, 2013 પર 8:58 પી એમ(PM)

  પ્રિય વિનોદભાઈ
  લોસેનજ્લસમાં જે ચાર સાહીત્ય્પ્રેમીયોનું મિલન થયું . એ પ્રસંગે મને એવું સમજીને આમંત્રણ નહીં આપવામાં આવ્યું હોય કે આવડી બધી મોટી ઉમરના માણસને મુસાફરી કરવામાં તકલીફ પડે એટલે એ નો આવી શકે એટલે આમંત્રણ આપવાનો ખોટો વિવેક કરવો નહી ગમ્યો હોય .
  મારી શક્તિને અને ઉમરને કંઈ લેવા દેવા જેવું હોય એવું હું માનતો નથી .

  Like

 3. dadimanipotli જુલાઇ 28, 2013 પર 7:57 પી એમ(PM)

  ચાર સાહિત્ય પ્રેમીઓનું શુભગ મિલન ની તસ્વીર જોઈ ખુશી થઇ. આવો લાહવો લેતા રહો છો અને પ્રસાદ નો લાહવો માણતા રહો તેવી શુભકામના |

  Like

 4. chandravadan જુલાઇ 29, 2013 પર 12:42 એ એમ (AM)

  પધાર્યા આકાશદીપ પ્રેમ થકી એ પ્રકાશતા રે લોલ

  ને હરખથી આનંદ-વિનોદ મિત્રો મહાલતા રે લોલ

  આ ગોદડિયે વડિલોને નમી પામી ધન્યતા રે લોલ

  બ્લોગ જગતની ચર્ચા ને પ્રસાદી આરોગતા રે લોલ
  Vinodbhai,
  It was nice of you 4 to meet.
  I wish I was there too !
  Nice to see your Photo.
  Dr, Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 5. Pingback: ( 447 ) ”કુતરાનું ગુમડું” ……( વાર્તા ) ……. લેખક શ્રી આનંદરાવ લિંગાયત | વિનોદ વિહાર

 6. M.D.Gandhi, U.S.A. ઓક્ટોબર 3, 2014 પર 9:51 પી એમ(PM)

  આજે આ વીડિયો જોયો. બહુ સુંદર સેવાકાર્ય બતાવ્યું છે.

  ંમનસુખલાલ ગાંધી
  Corona, CA

  Like

 7. Pingback: આજે ૨૯ નવેમ્બર…વસંતે કલશોર કર્યો ભાઈ……રમેશ પટેલ(આકાશદીપ) | આકાશદીપ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: