વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જુલાઇ 29, 2013

( 283 ) પિતા -પુત્રીના અદભૂત પ્રેમ સંબંધની એક સંવેદનશીલ કથા – Dying Father’s last Dance .

Father-Daughter Dance

 
એક પિતા અને એમને વ્હાલી પુત્રી વચ્ચેનો પ્રેમ સંબંધ તો જેણે
 
જીવનમાં એને અનુભવ્યો હોય એ જ એને જાણી અને માણી શકે .
 
 
આજની પોસ્ટમાં આવા એક પિતા અને એની પુત્રીના જીવનની
 
એક દિલ હલાવી નાખે એવી સત્ય ઘટના આલેખી છે  .
 
 
આ વાર્તાનું મુખ્ય પાત્ર ૨૫ વર્ષની ઉંમરની યુવતી રીચેલ વુલ્ફ
 
અને એના પિતા ડો. જેમ્સ વુલ્ફ છે .
 
પિતા ડો. જેમ્સ વુલ્ફ પેન્ક્રીયાટીક કેન્સરથી પીડિત છે અને હોસ્પિટલની
 
પથારીમાં જીવનના છેલ્લા દિવસો પસાર કરી રહયા છે . ડોક્ટરોના
 
અભિપ્રાય પ્રમાણે એ માંડ ત્રણ મહિનાના આ જગતના મહેમાન છે .
 
 
દીકરી રીચેલ પિતાની સ્થિતિ જોઈને મનમાં ખુબ દુખી છે . એ મનમાં
 
વિચાર કરે છે કે મારાં જ્યારે લગ્ન લેવાશે ત્યારે મારા પિતા મને વિદાય
 
આપવા અને લગ્ન પ્રસંગે મારી સાથે ડાન્સ કરવા હાજર નહી હોય .
 
હજુ રીચેલની સગાઈ પણ થઇ નથી .
 
 
રીચેલ મનમાં એક નિર્ણય લઇ લે છે . જાણે આજે એના લગ્નનો જ
 
દિવસ હોય એમ એ લગ્નનો કિંમતી સિન્ડ્રેલા જેવો ડ્રેસ પહેરીને લીમોમાં
 
બેસી મુકરર કરેલા સ્થળે આવે છે .રીચેલે પિતાને એના નિર્ણય બાબતે
 
કોઈ વાત કરી નથી .એમના માટે આ એક આશ્ચર્ય છે .
 
 
સગાં સ્નેહીઓની હાજરીમાં રીચેલ માંડ ચાલી શકતા એના
 
પિતા સાથે ડાન્સ કરે છે .
 
થોડા સમય માટેના આ જગતના મહેમાન એવા એના પિતાના માટે
 
એમના જીવનનો આ છેલ્લો ડાન્સ બનશે .
 
આ રેકોર્ડ કરેલ ડાન્સની ફિલ્મ જ્યારે રીચેલનાં હકીકતમાં લગ્ન લેવાશે
 
ત્યારે ત્યાં રજુ કરવામાં આવશે .
 
 
આ રીતે એ વખતે આ કોડીલી કન્યા રીચેલ જાણે પિતા એના લગ્નમાં
 
હાજર છે એવો અહેસાસ કરશે. પિતાની યાદને આ રીતે તાજી રાખીને
 
એમના મુક આશીર્વાદ પ્રાપ્ત કરશે .
 
 
નીચેના વિડીયોમા એક પુત્રીના એના પિતા પ્રત્યેના અદભૂત પ્રેમની આ
 
આખી સવેદનશીલ કથા નિહાળો .
 
આ વિડીયો તમે જોશો ત્યારે તમારી આંખો ભીની જો ન બને તો જ
 
નવાઈ !
 
Daughter Surprises Dying Father With Special Father Daughter Wedding