વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 283 ) પિતા -પુત્રીના અદભૂત પ્રેમ સંબંધની એક સંવેદનશીલ કથા – Dying Father’s last Dance .

Father-Daughter Dance

 
એક પિતા અને એમને વ્હાલી પુત્રી વચ્ચેનો પ્રેમ સંબંધ તો જેણે
 
જીવનમાં એને અનુભવ્યો હોય એ જ એને જાણી અને માણી શકે .
 
 
આજની પોસ્ટમાં આવા એક પિતા અને એની પુત્રીના જીવનની
 
એક દિલ હલાવી નાખે એવી સત્ય ઘટના આલેખી છે  .
 
 
આ વાર્તાનું મુખ્ય પાત્ર ૨૫ વર્ષની ઉંમરની યુવતી રીચેલ વુલ્ફ
 
અને એના પિતા ડો. જેમ્સ વુલ્ફ છે .
 
પિતા ડો. જેમ્સ વુલ્ફ પેન્ક્રીયાટીક કેન્સરથી પીડિત છે અને હોસ્પિટલની
 
પથારીમાં જીવનના છેલ્લા દિવસો પસાર કરી રહયા છે . ડોક્ટરોના
 
અભિપ્રાય પ્રમાણે એ માંડ ત્રણ મહિનાના આ જગતના મહેમાન છે .
 
 
દીકરી રીચેલ પિતાની સ્થિતિ જોઈને મનમાં ખુબ દુખી છે . એ મનમાં
 
વિચાર કરે છે કે મારાં જ્યારે લગ્ન લેવાશે ત્યારે મારા પિતા મને વિદાય
 
આપવા અને લગ્ન પ્રસંગે મારી સાથે ડાન્સ કરવા હાજર નહી હોય .
 
હજુ રીચેલની સગાઈ પણ થઇ નથી .
 
 
રીચેલ મનમાં એક નિર્ણય લઇ લે છે . જાણે આજે એના લગ્નનો જ
 
દિવસ હોય એમ એ લગ્નનો કિંમતી સિન્ડ્રેલા જેવો ડ્રેસ પહેરીને લીમોમાં
 
બેસી મુકરર કરેલા સ્થળે આવે છે .રીચેલે પિતાને એના નિર્ણય બાબતે
 
કોઈ વાત કરી નથી .એમના માટે આ એક આશ્ચર્ય છે .
 
 
સગાં સ્નેહીઓની હાજરીમાં રીચેલ માંડ ચાલી શકતા એના
 
પિતા સાથે ડાન્સ કરે છે .
 
થોડા સમય માટેના આ જગતના મહેમાન એવા એના પિતાના માટે
 
એમના જીવનનો આ છેલ્લો ડાન્સ બનશે .
 
આ રેકોર્ડ કરેલ ડાન્સની ફિલ્મ જ્યારે રીચેલનાં હકીકતમાં લગ્ન લેવાશે
 
ત્યારે ત્યાં રજુ કરવામાં આવશે .
 
 
આ રીતે એ વખતે આ કોડીલી કન્યા રીચેલ જાણે પિતા એના લગ્નમાં
 
હાજર છે એવો અહેસાસ કરશે. પિતાની યાદને આ રીતે તાજી રાખીને
 
એમના મુક આશીર્વાદ પ્રાપ્ત કરશે .
 
 
નીચેના વિડીયોમા એક પુત્રીના એના પિતા પ્રત્યેના અદભૂત પ્રેમની આ
 
આખી સવેદનશીલ કથા નિહાળો .
 
આ વિડીયો તમે જોશો ત્યારે તમારી આંખો ભીની જો ન બને તો જ
 
નવાઈ !
 
Daughter Surprises Dying Father With Special Father Daughter Wedding
 
 
 
 
 
 
 
 
 
 
 

5 responses to “( 283 ) પિતા -પુત્રીના અદભૂત પ્રેમ સંબંધની એક સંવેદનશીલ કથા – Dying Father’s last Dance .

 1. chandravadan જુલાઇ 31, 2013 પર 1:47 પી એમ(PM)

  Vinodbhai,
  Really a touching video.
  Some tears in my eyes too.
  AND….

  પરણી નથી તો શું ? રીચેલ પ્રષ્ન રીચેલ પુછે છે,

  પિતા સંગે “વેડીંગ ડેન્સ” કરવાની ખુબ ઈચ્છા છે,

  પિતા તો કેન્સરથી પીડાતા, મરણ બેડ પર તો શું ?

  ઉચ્ચ વિચારે, રીચેલ તો આજે હતી શિખરે તેનું શુ?

  વેડીંગડ્રેસમાં તૈયાર રીચેલ આવી પિતા સંગે ડાન્સ કરવા,

  પિતા પણ ખુશી સાથે છે સુટ બોટાઈમાં તૈતાર ડાન્સ કરવા,

  આજે પિતા છે, કાલે કદાચ એ પ્રભુધામે હશે,

  તો, શું ? જ્યારે પણ રીચેલના લગ્ન હશે,

  એક વાત તો પુર્ણ સત્ય છે કે રીચેલ આજે કે સૌ દિવસે ખુશ હશે,

  જાણે છે એ કે, લગ્ન સમયે, વેડીંગડેન્સમાં વીડીઓરૂપે પિતા હાજર હશે !

  >>>ચંદ્રવદ્દન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 2. jjkishor જુલાઇ 31, 2013 પર 2:22 પી એમ(PM)

  આ એક મજાનો ઉકેલ છે. તે ફક્ત કરવા ખાતર કરાયો નથી…. તેની નક્કર અસરો છે…બાપદીકરી બન્ને પક્ષે તે ફ7દાયી છે. સરસ વારતા.

  Like

 3. હિમ્મતલાલ જુલાઇ 31, 2013 પર 4:03 પી એમ(PM)

  ભીની આંખની તમે વાત કરો છો .મારી આંખમાં થીતો આંસુ હાલી નીકળ્યા ,દીકરીનો પિતા પ્રત્યેનો પ્રેમ અદભુત હોય છે ..વિનોદભાઈએ બહુ સરસ વિડીયો દેખાડ્યો .
  વર્ષો પહેલાની વાત છે .ફૂલચંદ મીઠાલાલ નામના એક ક્રિશ્ચિયન હેડ કોન્સ્ટેબલ પોલીસ હતા .તેની દીકરીએ પોતાના વિધુર બાપની કંપની આપવા ફૂલચંદ ભાઈ જીવ્યા ત્યાં સુધી લગ્ન નો કર્યા .બીજા એક વૃદ્ધ અમદાવાદ પાસેના રાણીપ ગામના ખેડૂતની દીકરીએ વિધુર પિતાની મદદ કરવા લગ્ન નો કર્યા .તે મને વાત કરતો હતો કે મારી દિકરીએ મારા માટે ભ વ બાળ્યો . ધન્ય છે આવી દીકરીઓને

  Like

 4. Balwant sing P rathod ઓગસ્ટ 6, 2013 પર 5:17 પી એમ(PM)

  Bhu sari vart che jemo pita putri ni ea adbhut kahani che

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: