વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: જુલાઇ 2013

( 277 ) સોનાના દાગીના – ચીમન પટેલ ‘ચમન’નું એક ચિત્ર હાઈકુ

સોને મઢેલી અને એના ભારથી લદાયેલી આ કેરાલાની કન્યાને જોઇને કોણ કહેશે કે ભારત એક ગરીબ દેશ છે ?

ચિત્ર હાઈકુમાં કોઈ ચિત્ર જોયા પછી તમારા દિલ અને દિમાગમાં જે  વિચારો અને કલ્પનાઓ જન્મી હોય એને

ત્રણ લીટીની હાઈકુ કાવ્ય રચનામાં એના બંધારણના નિયમની મર્યાદામાં રજુ કરવાના હોય છે .

 

ઉપરના પાંચ કિલોથી એ અધિક વજનના દાગીનાઓથી  લદાયેલી કેરાલાની લગ્નોત્સુક કન્યાના ચિત્રોને

જોઈને હ્યુસ્ટનના જાણીતા હાસ્ય લેખક અને કવિ શ્રી ચીમન પટેલ  ‘ચમન’ એ નીચેની એમની હાઈકુ રચના

ઈ-મેલથી મોકલી આપી છે એને એમના આભાર સાથે આજની પોસ્ટમાં મુકતાં આનંદ થાય છે .
 

એક હાઇકુ!

મુખ મલકે,

પહેરી આ દાગીના;

બાપ રડતો !

 ચીમન પટેલ ‘ચમન’ (૨૦જુલાઇ’૧૩)

• હાઇકુનું બંધારણ • (મૂળ જાપાનીઝ-હાઇકુ ત્રણ લીટીનું કાવ્ય છે. દરેક લીટીના અનુક્રમે અક્ષ્રરો ૫,૭,૫ હોય છે, અડધો અક્ષર ગણાતો નથી)

 

Gold ladden Bride from Kerala, India

Gold ladden Bride from Kerala, India

આ ચિત્ર જોઈને મેં પણ એક હાઈકુ પર હાથ અજમાવ્યો છે એ નીચે પ્રસ્તુત છે .

 

સોનાનો ભાર

ન લાગે નવોઢાને

લાગે બાપને !

વિનોદ પટેલ

 

આ અગાઉ શ્રી ચીમન પટેલના ઘણી હાઈકુ રચનાઓનો  વિનોદ વિહારની તારીખ ૧૩મી જુન ૨૦૧૩ની ની

પોસ્ટમાં વાચકોને આસ્વાદ કરાવવામાં આવ્યો હતો એને વાંચવા માટે અહીં ક્લિક કરો .

 

આના અનુસંધાનમાં હાસ્ય હાઈકુ અંગેની નીચેની પોસ્ટ પણ વાચવા યોગ્ય છે .

 

261 ) હાસ્ય હાઈકુ — ઈ-પુસ્તક ” વિલિયમનાં હાસ્ય હાઈકુ – (પ્રસ્તાવના) – પ્રજ્ઞાબેન વ્યાસ

 

ઉપરના ચિત્ર ઉપર વાચકોને પણ પોતાની હાઈકુ રચના કોમેન્ટ બોક્ષમાં લખવા માટે આમંત્રણ છે .

 

વિનોદ પટેલ   

 

 

 

______________________________________________

( આ પોસ્ટમાં મુકેલી તસ્વીરો ગુગલ ઈમેજ ના સૌજન્યથી છે .)

( 276 ) Disciplined diabetics live longer, better

Diabetes

Doctors always tell diabetics that it is important to maintain sugar , blood and cholesterol levels for better quality of life. Now, a study pinpoints how keeping these parameters under control ensures a long and quality life for people with type- 2 diabetes .

A study by Madras Diabetes Research Foundation, published in medical journal Diabetes Carerecently shows that diabetics with better glycemic , blood pressure control and more favorable lipid profiles lived longer when compared to others . “Most non-survivors died due to heart attacks (46.4%) and renal failure (16.6%). Some of the long-term survivors also developed complications like problems of the eye, kidneys, heart, nerves and blood vessels,” said senior diabetologist Dr V Mohan.

Although there have been many studies across the globe on long-term survivors with type-1 , there has been very limited studies on people with type-2 . “That is possibly because in mostcountries people get the disorder very late in life. But in India , many people are pre-disposed to the disorder because we have certain genes that put us at a higher risk of diabetes . Central obesity , decreased physical activity and food habits have increased the incidence of diabetes in India ,” said diabetologist Dr Anjana Mohan Ranjit .

From the database of the Dr Mohan’s Diabetes Centre , the research team identified 238 patients with type-2 diabetes who had survived with 40 years of documented duration of diabetes . They also obtained data on 307 people who had died of various causes before 40 years of duration . Medical records of both the groups were reviewed and the biochemical and clinical data were recorded along with age , duration of diabetes , age and duration of diabetes and time of death . They also collected information about the family and smoking history , besides details of medications.

The results did not come as a surprise. “But it confirmed what we already knew . Diabetes with obesity and hypertension kills,” said epidemiologist Shanthi Rani . The results showed that obesity was present in 37 % of the non-survivors compared with 33.6% of long-term survivors . The mean BMI was also lesser among survivors . Most non-surviours died due to myocardial infarction and renal disease . Infections and cancer contributed the rest . “It appears reasonable to conclude that if T2DM patients do not die of Coronary Artery Disease (CAD) or nephropathy within the first 20-30 years of T2DM, then they tend to live longer and die of other causes , including cancer ,” she said . The long-term survivors were using more statin and insulin . However , data on the prevalence of complications among survivors were high , possibly due to longer duration of diabetes . Doctors say this made them slightly sick. For instance retinopathy was present in 76% of the survivors in this study . Microabluminuria was present in 8.4% and only one patient among the survivors required dialysis . “So the progression to end-stage renal disease appears to be uncommon . But the incidence of prevalence of renal disease was higher among the nonsurvivors ,” said Dr Mohan.

The most common complication among survivors was neuropathy (problems of the nerves ), which was reported in 86 .5% of the patients apart from peripheral vascular (blood vessels ) disease in 23 .1% of the survivors . Cardiac disease was diagnosed in 45% of patients . “The study is a reassurance that better control will lead to better quality of lifestyle ,” he said .  

 

Source:http://timesofindia.indiatimes.com/city/chennai/Disciplined-diabetics-live-longer-better/articleshow/20905318.cms

 

Thanks- Mr. Jaganathanmadhavan- From his E-mail

જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો ……….. લેખક- શ્રી દિનેશ પાંચાલ

 

( આ ગાઉની પોસ્ટ નમ્બર ( 274 ) અપમાનિત થતા વડિલો અંગેનો જટિલ પ્રશ્ન   -એક સર્વેક્ષણ ના

અનુસંધાનમાં એ જ વિષયને સ્પર્શતી  શ્રી દિનેશ પાંચાલ લીખિત એક સરસ વાર્તા ખુબ જાણીતા

મારા મિત્ર શ્રી ગોવિંદભાઈના બ્લોગ અભિવ્યક્તિમાં મેં વાંચી .

 શ્રી ગોવિંદભાઈનો જીવન મંત્ર :  જીવનમાં વૈજ્ઞાનીક તેમજ માનવીય અભીગમ દાખવવો છે .

શ્રી ગોવિંદભાઈ અને વાર્તા લેખકના આભાર સાથે આ બોધ દાયક પ્રેરક વાર્તાને આજની પોસ્ટમાં  

મુકેલ છે .આશા છે આગલી પોસ્ટની જેમ વાચકો એને આવકારશે .– વિનોદ પટેલ )

______________________________

 

એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે- ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.’ મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી જ હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યાં. મેં મીત્રના બરડે ધબ્બો લગાવતા પુછ્યું- ‘ભલા માણસ, આ શી મજાક માંડી છે…! માજી તો આ રહ્યાં તારી બાજુમાં…!’ મીત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યું: ‘દીનેશભાઈ, વાત એમ છે કે માના મર્યા બાદ ગાય- કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હું માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માગું છું. હું માનું છું કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ જ સાચું શ્રાદ્ધ ગણાય!’

 

એમણે આગળ કહ્યું: ‘માને ડાયાબીટીઝ છે; પણ એમને સોશીયો બહુ ભાવે છે. હું એમને માટે સોશીયો હંમેશાં ફ્રીઝમાં રાખું છું. ખાજલી, સફેદ જાંબુ, કેરી વગેરે એમની ભાવતી આઈટેમ છે. તે બધું જ હું એમને ખવડાવું છું. શ્રદ્ધાળુઓ મંદીરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મંદીરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માનાં ચશ્માં જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મુર્તી સાફ કરવા કરતા ઘરડી માનાં ચશ્માં સાફ કરવાથી વધુ પુણ્ય મળે છે !’

 

મીત્રની વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજુદ છે. આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ–દુધપાકનું જમણ જમાડીએ છીએ. રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું; પણ યાદ રહે ગાય – કાગડાને ખવડાવેલું કદી ઉપર પહોંચતું નથી. અમેરીકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ ‘ટીફીનસેવા’ હજી શરુ થઈ નથી. માવતરને જીવતાજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.

 

એક સત્ય સમજી લેવા જેવું છે. દીકરાઓ ગમે તેટલા શાણા, સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી, પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતું બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે. એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતાં ટેકાની વધુ જરુર પડે છે. આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ તરેહ તરેહના ટેન્શનો અને જવાબદારીનું ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓને કંઈકે માફ કરી શકાય. પરંતુ કેટલાક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડાં માબાપોની નથી લેતા. સમાજના મોટાભાગના વૃદ્ધો અનેક પ્રકારની અવહેલના ઝીલી (હોઠ ભીડીને) જીવે છે. એવા દીકરાઓ માબાપને પાશેર ખમણ ખવડાવતાં નથી અને મર્યા બાદ હજારો રુપીયા ખર્ચીને જ્ઞાતીને જમાડે છે. ભાતમાં વહુ અડધી પળી ઘી મુકી નથી આપતી; પણ સ્મશાને ચીતા પર તેના શરીરે કીલો ઘી ચોળવામાં આવે છે. મર્યા બાદ બ્રાહ્મણોને દાન આપવામાં આવે… તીર્થસ્થળોએ જઈ શ્રાદ્ધ કરવામાં આવે. આ બધી અનપ્રોડક્ટીવ એક્ટીવીટી છે. જુની પેઢીના લોકોની એ જર્જરીત મનોદશામાં કોઈ પરીવર્તન આવવાનું નથી. પરંતુ આજના યુવાનો એવા ખોખલા રીવાજને તીલાંજલી આપે તે જરુરી છે.

 

હમણાં જાણીતા શાયર દેવદાસ – ‘અમીર’ની એક પુસ્તીકા હાથે ચડી ગઈ. એમાં રમેશ જોશીનું એક વાક્ય વાંચવા મળ્યું- ‘જયારે હું નાનો હતો અને આંખમાં આંસુ આવતા ત્યારે મા યાદ આવતી. આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે…!” સંતો કહે છે, ‘નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે માબાપ આપણી આંગળી ઝાલતા. હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે તેમનો હાથ ઝાલવો જોઈએ !’

 

વારંવાર એક વાત સમજાય છે. ઘરડાં માબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે; પણ તેમનો હાથ ઝાલીને આદરપુર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તીર્થનું પુણ્ય મળશે. કહે છે માબાપ બે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે… અને બીજું દીકરા તરછોડે ત્યારે. પણ માએ તો જીન્દગીભર રડવાનું જ હોય છે. છોકરાં નાનાં હોય અને જમે નહીં એટલે મા રડે અને એ છોકરાં મોટા થઈને જમાડે નહીં ત્યારે મા રડે છે ! સંજોગોની એ વીચીત્ર વીટંબણા છે કે જે બાળકને માએ બોલતાં શીખવ્યું હોય એ દીકરો મોટો થઈને માને ચુપ રહેવાનું કહે છે. (જો કે વ્યવહારુતા એમાં છે કે સંતાનો પુછે નહીં ત્યાં સુધી તેમને કોઈ સલાહ જ ના આપવી. એમ કરવું એ ઘડપણની શોભા પણ છે અને જરુરીયાત પણ)

 

માતૃપ્રેમ વીશે લોકકવીઓએ ઘણું લખ્યું છે. કવી ધરમશીએ લખ્યું છે- ‘પહેલાં રે માતા… પછી રે પીતા… પછી લેવું પ્રભુનું નામ… મારે નથી જાવું તીરથધામ…!’ પણ હવે સમય અને સમાજ બન્ને બદલાયાં છે. લોકોનાં વાણી, વર્તન અને જીવનશૈલી પર પશ્વીમની અસર થઈ છે. જે મા દીકરાને ગર્ભમાં રાખે છે તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. કવી ગુલાબદાન કહે છે: ‘ગરીબ માની ઝુંપડીમાં કોઈ દી’ સાંકડ નહોતી થાતી… આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી… તો શરમ, મરજાદ અને સંસ્કૃતી ક્યાં ગઈ જે ગૌરવ આપણું ગણાતી…? આલીશાન બંગલામાં પોસાય આલ્સેશીયન… એક માવડી નથી પોસાતી…!

 

અમારા બચુભાઈ કહે છે: ‘આણંદના ગોટા અમદાવાદ સ્ટેશને ખાવા મળતા નથી. તેમ જુવાનીના સ્ટેશન પર ઘડપણનાં દુ:ખોનો અંદાજ આવી શકતો નથી. નર્કની પીડા આપણે અનુભવી નથી; પરંતુ નર્કની ભયાનકતાથી બચવા આપણે નીયમીત ભગવાનની ભક્તી કરીએ છીએ, તેમ ઘડપણની યાતનાનો ખ્યાલ ભલે આજે ન આવે પણ તે દુ:ખોની કલ્પના કરીને આપણે વૃદ્ધોની પ્રેમથી સાર સંભાળ રાખવી જોઈએ. માર્ગ પરથી કોઈનું મૈયત જઈ રહ્યું હોય ત્યારે ઘણા રાહદારીઓ હાથ જોડીને પગે લાગે છે. તેઓ મરનારને ઓળખતા હોતા નથી. પણ મૃત્યુની અદબ જાળવવા નમન કરે છે. સંસારનો દરેક વૃદ્ધ આદરને પાત્ર હોય કે ન હોય પણ વૃદ્ધાવસ્થા એ જીવનયાત્રાનું અંતીમ સ્ટેશન છે. જીવનભરનાં તમામ કર્મોનો હીસાબ કરીને માણસ અનંતની યાત્રાએ ઉપડી જાય છે. એથી પ્રત્યેક દીકરાએ માબાપની પુરી કાળજી લેવી જોઈએ. લોકકવી ભીખુદાન ગઢવી લખે છે- ‘અંતવેળા જેના માબાપ ના ઠર્યાં… સાત જનમ તેના બુરા ઠર્યા…!

 

ધુંપછાંવ

 

દીકરાઓ દુનીયાની દોડમાં હાંફી રહ્યા છે. તેમની પાસે સમય નથી. ઘરડાં માબાપ એ વાત સમજે છે. છતાં ઘડપણમાં તેમને દીકરા જોડે બેસીને વાત કરવાની ઈચ્છા થતી હોય છે. ઘડપણની આ પણ એક જરુરીયાત છે, ઘરડા થયા વીના એ સમજી શકાતી નથી. વીદેશમાં એક મા દીકરાને પુછે છે: ‘બેટા, તું એક કલાક નોકરી પર મોડો જાય તો તારો કેટલો પગાર કપાય ?’ દીકરો કહે છે: ‘એક કલાક મોડો જાઉં તો મારા પચાસ ડૉલર કપાઈ જાય !’ મા કહે છે: ‘બેટા, મેં થોડા દીવસ મહેનત કરીને પચાસ ડૉલર ભેગા કર્યા છે. તું પચાસ ડૉલર લઈ લે અને મને તારો એક કલાક આપ…!

-દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર’,દૈનીક, સુરતની તા.6 સપ્ટેમ્બર, 2009ની રવીવારીય પુર્તીમાં વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતાને તીરે’ના સૌજન્યથી સાભાર…

સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ,

સી-12, મજુર મહાજન સોસાયટી,

ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396445

ફોન: (026370 242 098) સેલફોન: 94281 60508

 

સૌજન્ય- શ્રી ગોવિંદભાઈ મારૂ , બ્લોગ અભિવ્યક્તિ  

( 274 ) અપમાનિત થતા વડિલો અંગેનો જટિલ પ્રશ્ન -એક સર્વેક્ષણ

Old COUPLE-1

 
ફ્રિમોન્ટ, કેલીફોર્નીયા નિવાસી ૭૬ વર્ષના મિત્ર શ્રી પી.કે. દાવડા તરફથી “અપમાનિત થતા વડિલો ” એ નામે મુંબઈ સમાચારમાં પ્રગટ એક સમાચારને ટાંકીને કેટલાક આંખ ખોલી નાખે એવા આંકડાઓ રજુ કરતો એક વિચાર પ્રેરક ઈ-મેલ પ્રાપ્ત થયો છે .
 
આ ઈ-મેલને એમના આભાર સાથે નીચે અક્ષરસઃ નીચે ટાંકુ છું .
 
ઈ-મેલમાં આંકડાઓને અંતે એમણે એમના અંગત વિચારો પણ રજુ કર્યાં છે  જે મનનીય છે .
 
અપમાનિત થતા વડિલો
 
૮મી જુલાઈ,૨૦૧૩ માં મુંબઈ સમાચારમાં એક સર્વેક્ષણના આંકડા પ્રગટ થયા છે.
 
આ સર્વેક્ષણ મુજબ ૬૦ વર્ષથી વધારે ઉમ્મરના વડિલોને અપમાનિત કરવાની વૄતિ કુટુંબોમાં વધતિ જાય છે.
 
સર્વેમાં જણાયું છે કે અપમાન કરવામા ૫૯ % પુત્રવધુઓ હોય છે, જ્યારે ૪૧ % પુત્ર હોય છે.
 
અપમાનિત થતા વડિલોમાંથી ૨૦ % નું રોજ અપમાન થાય છે, ૨૯ % નું અઠવાડિયે એકવાર, ૨૫ % નું
 
મહિને એકવાર અપમાન થાય છે. બાકીના ૨૬ % નું ક્યારેક ક્યારેક અપમાન થાય છે.
 
જ્યારે પુછવામાં આવ્યું કે ફરિયાદ શા માટે કરતા નથી, તો ૪૬ % લોકોએ કહ્યું કે કુટુંબની વાત બહાર કેમ
 
કહેવાય? જ્યારે ૫૪ % એ કહ્યું, કોને ફરિયાદ કરીએ?
 
સર્વેમાં ૬૫ % વૃધ્ધોએ કબુલ કર્યું હતું કે હા વૃધ્ધોનું અપમાન થાય છે, પણ પોતાનું અપમાન
 
થાય છે એમ કબુલ કરનારામાં
 
મુંબઈમાં ૧૧ %,
હૈદ્રાબાદમાં ૩૭.૫ %
કલકતામાં ૨૮ %
દિલ્હીમાં ૨૦ % અને
ચન્નઈમાં ૯.૬૪ % લોકો જ હતા.
 
આમ સરેરાશ ૨૦ % વૃધ્ધોએ તો કબુલ કર્યું કે તેઓ અપમાનિત થાય છે.
 
૧૫મી જૂને ‘વિશ્ર્વ વૃદ્ધ અત્યાચાર વિરોધી જાગૃતિ દિન’ હતો. એ નિમિત્તે એક બિનસરકારી સંસ્થાએ કરેલા
 
૨૪ શહેરોમાં ૬,૭૪૮ જયેષ્ઠ વય (૬૦ વર્ષથી વધુ)ના વડીલોના સર્વેક્ષણનાં પરિણામો ચિંતા કરાવે એવાં
 
અને ચોંકાવી મૂકે એવા છે.
 
લાંબો સમય કુટુંબના સંચાલનની દોર પોતાના હાથમાં રાખી હોવાના પરિણામે ચોક્કસ માન-આદર-આધિપત્યથી ટેવાઈ ગયેલા વૃદ્ધોને આ વયે એથી વિરુદ્ધનો અનુભવ બહુ આકરો લાગે છે. આત્મસન્માન તૂટે, ઈચ્છાનો અમલ ન થાય, અપમાન થાય, હડધૂત થવાય, ઝઘડા થાય, ન કર્યાં હોય એવાં કામો કરવાની ફરજ પડે કે એવી અસહ્ય અને તદ્દન અસ્વીકાર્ય સ્થિતિ અનેક ઘરોમાં પ્રવર્તતી હોય છે. માત્ર અભણ ગરીબ કે ચોક્કસ સામાજિક માળખાનાં કુટુંબોમાં વૃદ્ધોની આ હાલત હોય છે એવું નથી, ભણેલા-ગણેલા, આર્થિક રીતે સમૃદ્ધ અને ચોક્કસ સામાજિક દરજ્જો ધરાવતાં કુટુંબોમાં પણ વૃદ્ધોની આવી સ્થિતિ છે.
 
૨૧મી સદીમાં માનવ અનેકવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યો છે, ભૌતિક સુખ-સગવડો વધી રહી છે, આધ્યાત્મિક દૃષ્ટિએ પણ આગળ વધવા ફાંફાં મારતો થયો છે, શિક્ષણનો વ્યાપ વધવા સાથે એના સામાજિક લાભો મળતા થયા છે. આ સ્થિતિમાં એનું હૃદય સંકોચાઈ રહ્યું હોવાનું તારણ ચિંતા ઉપજાવે છે. વૃદ્ધો સાથેનો આવો રુક્ષ વ્યવહાર અને વૃદ્ધો પ્રત્યેનો આવો કઠોર અભિગમ, માણસ તરીકેની
આપણી શરમ જ લેખાવી જોઈએ.
 
આ માટેનાં કારણો હોય તો પણ સમજાવટ, આગ્રહ, કે લાગણીના દબાણથી પરિસ્થિતિ બદલી શકાય.
 
મૂળ સવાલ એ છે કે આવી પરિસ્થિતિ કેમ નિર્માણ થઈ?
 
અમે નાના હતા ત્યારે છેક નાની વયથી જ અમને શિખવવામાં આવતું,
 
“કહ્યું કરો મા બાપનું, દયો મોટાને માન,
 ગુરૂને બાપ સમા ગણો, મળસે સારૂં જ્ઞાન.”
 
અને
 
મીઠાં મધુ ને મીઠાં મેહુલા રે લોલ
એથી મીઠી તો મોરી માત રે,
જનનીની જોડ જગે નહિં જડે રે લોલ..
 
અને
 
છડો હું હતો છોકરો છેક છોટો
પિતા પાળી પોષી મને કીધી મોટો
રૂડી રીતથી રાખતા રાજી રાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી
 
અને

ભૂલો ભલે બીજું બધું, માબાપ ને ભૂલશો નહિ,

અગણિત છે ઉપકાર એના, વાત વીસરશો નહિ.

“લાખો કમાતા હો ભલે, માબાપ જેથી ના ઠર્યાં,

એ લાખ નહિ પણ રાખ છે એ માનવું ભૂલશો નહિ.”

 

(273 ) શ્રી આનંદરાવ લિંગાયતની બે ધ્યેયલક્ષી અને હૃદય સ્પર્શી વાર્તાઓ ——- (૧) ઉકાભાની હોટેલ ….અને …. (૨) આંધળો પ્રેમ

શ્રી આનદરાવ લિંગાયત -ગીત ગુંજન કાર્યક્રમમાં પ્રવચન કરતાં

શ્રી આનદરાવ લિંગાયત -ગીત ગુંજન કાર્યક્રમમાં પ્રવચન કરતાં

આ અગાઉ વિનોદ વિહારમાં લોસ એન્જેલસ રહેતા મારા મિત્ર શ્રી આનંદરાવ લિંગાયત અને એમની

વાર્તાઓનો પરિચય આ લિંક ઉપર  કરાવવામાં આવ્યો છે .

 

એ પોસ્ટમાં જણાવ્યું છે એ  પ્રમાણે આનંદરાવે ઇન્ડો-અમેરિકન જીવનને સ્પર્શતી ઘણી ટૂંકી વાર્તાઓ લખી છે .

 

ઇન્ડો-અમેરિકન જીવનના તાણાવાણાને એમની આગવી શૈલીમાં બાખુબી રજુ કરતી હ્રદય સ્પર્શી વાર્તાઓના

આજ સુધીમાં ત્રણ પુસ્તકો- ૧.કંકુ ખર્યું..(૨)….ને સુરજ ઉગ્યો (૩) થવાકાળ… બહાર પડી ચુક્યા છે જેને

ગુજરાતી સાહિત્યના ટોચના સાહિત્યકારોએ વખાણ્યા  છે.

 

તેઓ ઘણા વર્ષોથી ઉત્તર અમેરિકામાં વસતા ગુર્જર ભાષીઓના સામયિક “ગુંજન “નું સંપાદન કરી એ દ્વારા 

ગુજરાતી ભાષાનો પ્રસાર  કરી સાથોસાથ ઘણા લેખકોને લખવા માટેની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે .હજુ ગયા 

મહીને જ તેઓએ ગીત ગુંજન કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું એમાં ઘણા નવોદિત લેખકો અને કવિઓએ

પોતની રચનાઓ વાંચી હતી .

 

શ્રી આનંદરાવ માત્ર સાહિત્ય ક્ષેત્રે જ નહીં પણ એમણે સ્થાપેલ મહાત્મા ગાંધી લેપ્રસી ફાઉંડેશન મારફતે

ગુજરાતમાં રક્તપિત્તથી પીડિત લોકો તથા અપંગજનો માટે ઉમદા સેવા પણ બજાવી રહ્યા છે.

 

અમેરિકામાં ચાર દાયકા ઉપરાંતનો વસવાટ છતાં તેઓ  વતનના લોકોને ભૂલ્યા નથી.

 

લગભગ દર વર્ષે વતનની મુલાકાત લે છે અને ગુજરાતના દુરના ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતી સેવા

સંસ્થાઓની મુલાકાતો લે છે અને લોકસેવા માટે સમય ફાળવે છે .

 

આજની પોસ્ટમાં એમની બે વાર્તાઓ– ” ઉકાભાની હોટેલ ” અને ” આંધળો પ્રેમ ”  મૂકી છે .

 

આ બન્ને વાર્તાઓમાં શ્રી આનંદ રાવની સેવા પરસ્તીની ભાવના અને ગ્રામ્ય વિસ્તારના એમના અનુભવોના

નિચોડની પ્રતીતિ તમોને થશે .

 

એમાં ગામડાના અબુધ માણસોની હૃદયની માનવતા અને એક ડોક્ટરની સેવા ભાવનાનું સરસ આલેખન

તમને વાંચવા મળશે .

 

 (૧) ઉકાભાની હોટેલ    લેખક- શ્રી  આનંદરાવ લિંગાયત

 

આ હૃદય સ્પર્શી અને માનવતાનાં મૂલ્યોને ઉજાગર કરતી વાર્તા નીચેની લિંક ઉપર ક્લિક કરીને વાંચો .

Ukabha’s Hotel -Story- Anand Rao Lingayat</a

 

  (૨) આંધળો પ્રેમ                લેખક- શ્રી  આનંદરાવ લિંગાયત

 

નીચેની લિંક ઉપર ક્લિક કરી આ વાર્તા વાંચો અને માણો .

andrao Lingayat -Story

શ્રી આનંદરાવની વાંર્તાઓ થોડી લાંબી હોવાં છતાં જો ધીરજ રાખી વાંચશો તો તમોને એના અંત સુધી

વાંચવાનું મન થશે એવી આ લેખકની આગવી સ્ટાઈલ છે .

આ બે વાર્તાઓ અંગેના આપના પ્રતિભાવો  જરૂરથી જણાવશો .

 

વિનોદ પટેલ

 

 

 

 

 

___________________________________________________________

Grandma’s Court, an English drama written and directed by Anand Rao.

Based on the original story by Kumud Parikh.

Performed Sunday, March 31st, 2013 at the Claremont Lincoln University Garrison Theater. Presented by The Indic Foundation.

Starring:

Sonal Shah (Grandmother), Puja Bhakta (Girl), Axay Shah (Sardarji), Rai Marwah (Father), Mahesh Jain (Gunda)

Additional Direction: Anandrao Lingayat

“Grandma’s Court” | March 31st 2013, Garrison Theater

( 272 ) એક હૃદયસ્પર્શી વાર્તા ”મારા ex-Husband” — લેખિકા શ્રીમતી કુમુદબેન પરીખ

 મારા મિત્ર અને જાણીતા વાર્તા લેખક શ્રી આનંદરાવ લિંગાયતએ એમના ઈ-મેલમાં શ્રીમતી કુમુદબેન પરીખ લિખિત એક વેદના અને સંવેદના સભર વાર્તા  ”મારા ex-Husband” મને વાચવા માટે મોકલી આપી છે .
આ વાર્તા મને ખુબ ગમતાં એને આજની પોસ્ટમાં વિનોદ વિહારના વાચકોને વાચવા માટે મુકતાં ખુબ આનંદ થાય છે .

શ્રીમતી કુમુદબેન પરીખ અને એમના પતિ શ્રી ભૂપેશભાઈ પરીખ લગભગ ૪૦ વર્ષ ઉપરાંતથી કેલીફોર્નીયા , લોસ એન્જેલસમાં નિવાસ કરે છે .શ્રી ભુપેશભાઈ  પરીખ જ્યાં મેં હાઈસ્કુલનો વિદ્યાભ્યાસ પુરો કર્યો હતો એ કડી શહેરના મૂળ વતની છે .

અમેરિકામાં લાંબા વસવાટ દરમ્યાન તેઓ સારું નામ અને દામ કમાયા છે. આ ઉદાર દિલ દંપતીએ કેળવણીની સંસ્થાઓમાં દાન કરીને એમના ધનનો સદુપયોગ કર્યો છે .શ્રી ભૂપેશભાઈ જે કોલેજમાં અભ્યાસ કરીને આગળ વધ્યા એ  Glendale Community College ને એમણે એક મિલિયન ડોલરનું દાન કરીને  એમણે માતૃ સંસ્થા પ્રત્યેના પ્રેમનાં  દર્શન કરાવ્યાં છે .વતન ભારતમાં પણ સામાજિક સંસ્થાઓમાં તેઓએ ઉદારતાથી દાન આપ્યું છે .

આ પરીખ દંપતીના  Glendale Community Collegeના દાન વિષે વધુ અંગ્રેજીમાં અહીં વાચો..

 શ્રી આનંદરાવ લિંગાયત ઘણા વર્ષોથી ખુબ જહેમતથી એકલે હાથે “ગુંજન ” નામનું ગુજરાતી સામયિક ચલાવીને  ગુજરાતી ભાષાની અસ્મિતા માટે એમની ૮૨ વર્ષની જૈફ ઉંમરે પણ ઉત્સાહ પૂર્વક ખુબ જ અગત્યનું કામ કરી રહયા છે .આ સામયિકના માધ્યમથી એમણે ઘણા ઉગતા લેખકોને પ્રોત્સાહિત કર્યાં છે, એમાંનાં શ્રીમતી કુમુદબેન પરીખ પણ એક છે .

શ્રીમતી કુમુદબેનની વાર્તાઓમાં આનંદરાવની વાર્તાઓની શૈલી અને કુશળ માવજતની અસર જણાઈ આવે છે .

શ્રીમતી કુમુદબેનની વાર્તાઓ અવારનવાર “ગુંજન ” સામયિકમાં પ્રગટ થતી રહે છે .તેઓએ આજદિન સુધીમાં બે વાર્તા સંગ્રહો – ”પ્રકૃતિનાં  પગલે ” અને ” અમે ચાલ્યાં ” એ નામોથી બહાર પાડ્યા છે .

( આનંદરાવના પ્રથમ બે વાર્તા સંગ્રહોના નામો એમણે  ” કંકુ ખર્યું ” અને  “સુરજ ઉગ્યો ” રાખ્યાં છે ! આ નામોનું સાતત્ય  કેટલું સુચક છે ! )  

લેખિકા કુમુદબેન પરીખની આ વાર્તા ”મારા ex-Husband” એમના પ્રથમ વાર્તા સંગ્રહ ”પ્રકૃતિનાં  પગલે ” માંથી લેવામાં આવી છે .

આ વાર્તાનાં ત્રણે પાત્રોની માનવ સહજ મનોવેદના અને લાગણીઓ વચ્ચે  ભીસાયાની એક નારીની વ્યથા લેખિકાએ બહુ દ્રાવક રીતે , છતાં બહુ જ નાજુકાઈથી આલેખી છે .

આ વાર્તામાં એક નવીન વિષયને પકડીને લેખિકાએ અમેરિકાના વાતાવરણના   માહોલમાં જે બ-ખુબીથી કલમ ચલાવી છે એ અસરકારક અને આકર્ષક છે .

એક જ ઘરમાં રહેતા એક ભારતીય એક્સ હસબન્ડ ગોપાલ ,  નવા અમેરિકન પતિ માઈક અને બે દીકરીઓની લાગણીઓના વમળમાં એના જીવનના સંજોગોએ ફસાવેલી છતાં ધીરજ રાખી બધાં પ્રત્યે પ્રેમ વરસાવતી એક નેક દિલ નારીના જીવનની વેદનાઓની આ સંવેદનશીલ વાર્તા તમને જરૂર ગમશે .

માનવીનું મન અને સમયે સમયે બદલાતા એના મનોવિચારોનો  તાગ મેળવવો ઘણો મુશ્કેલ હોય છે એ આ વાર્તામાં સરસ રીતે આલેખાયું છે .

વિનોદ પટેલ

એક હૃદયસ્પર્શી વાર્તા 
”મારા ex-Husband”  —   લેખિકા શ્રીમતી કુમુદબેન પરીખ
નીચેની લિંક ઉપર ક્લિક કરી આ વાર્તા વાંચો અને માણો .
( હવે પછીની પોસ્ટમાં સિદ્ધ હસ્ત વાર્તાકાર શ્રી આનંદરાવ લિંગાયતની
એક ધ્યેયલક્ષી અને હૃદય સ્પર્શી વાર્તા ” ઉકાભાની હોટલ ” માટે રાહ
જોવા વિનંતી છે .)
 
__________________________________
 
 
JUST BELIEVE ( INSPIRING QUOTES IN VIDEO )