તારીખ સપ્ટેમ્બર ૧ ,૨૦૧૧ના રોજ મારી ૭૫ વર્ષની ઉંમરે આ ગુજરાતી બ્લોગ વિનોદ વિહારની એની પ્રથમ પોસ્ટમાં જણાવેલ ઉદ્દેશ્યથી શુભ શરૂઆત કરી હતી .
ત્યારબાદ જોત જોતામાં બે વર્ષની આનંદમય યાત્રા પૂરી કરીને વિનોદ વિહાર આ સપ્ટેમ્બરની ૧ લી તારીખે ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે .
આ બે વર્ષો દરમ્યાન બ્લોગર તરીકેનો મારો અનુભવ આનંદદાયક રહ્યો છે .
નેટ જગતના આટલા બધા બ્લોગોની વણઝારમાં જે સત્વશીલ સાહિત્ય હોય છે એ ટકે છે ,બાકીનું બધું સમયના પ્રવાહમાં વિલીન થઇ જાય છે.
આ બે વર્ષો દરમ્યાન મારી અલ્પબુદ્ધિ પ્રમાણે આ બ્લોગમાં મુકેલ મારા સ્વ-રચિત કે પછી વાચનમાંથી મને ગમ્યું હોય એવું મારી પસંદગીનું પ્રેરણાદાયી સત્વશીલ સાહિત્ય પીરસીને વાચકોને રસમય આનંદ યાત્રા કરાવી સંતોષવાનો શક્ય એટલો બધો મેં પ્રયત્ન કર્યો છે .
મારા આ પ્રયત્નને વાચક મિત્રો તરફથી જે પ્રોત્સાહન જનક પ્રતિસાત સાંપડ્યો છે એનો મને સંતોષ અને ખુશી છે .
મેં તો અકેલા ચલા થા ,
જાનીબે મંઝિલ મગર …
લોગ સાથ આતે ગયે .
ઔર કારવાં બનતા ગયા !
વિનોદ વિહાર – બે વર્ષને અંતે- કેટલાંક પ્રગતિસુચક આંકડાઓ
.
1.વિનોદ વિહાર બ્લોગની શરૂઆતથી આજ સુધીના મુલાકાતીઓની સંખ્યા 97200+ સુધી
પહોંચી ગઈ છે .( એક વર્ષને અંતે ૨૩૦૦૦ હતી.)
2.બે વર્ષમાં આજદિન સુધી ૩૦૧ પોસ્ટ મુકવામાં આવી છે( એક વર્ષને અંતે ૮૫ પોસ્ટ મૂકી હતી )
3. બે વર્ષમાં બ્લોગને ફોલો કરતા મિત્રોની સંખ્યા ૧૯૮ થઈ છે. જે એક વર્ષને અંતે ૫૭ ની જ હતી .
સપ્ટેમબર ૨૦૧૧માં વિનોદ વિહારની શરૂઆત થઇ તે પછી બે વર્ષમાં મહીનાવાર વાચકોની સંખ્યામાં જે
વધારો થયો એ નીચેના ગ્રાફમાં દર્શાવ્યું છે .
શરૂઆતથી આજ સુધીની વિનોદ વિહારની આગેકૂચનો ગ્રાફ …
મિત્રોનો અને સ્નેહી જનોનો સાથ,સહકાર, પ્રેમ અને ઉષ્માભર્યો પ્રતિભાવ મારા માટે લખવા માટેની પ્રેરણા બને છે .
અનેક ખાટા મીઠાં સ્મરણોની વણઝાર પાછળ છોડીને હવે મોટા ભાગની જિંદગી તો વહી ગઈ છે . બહોત ગઈ છે થોડી રહી છે .
હવે જે કઈ જિંદગીના દિવસો બચ્યા છે એમાં બને એટલો મહત્તમ આનંદ કેવી રીતે પ્રાપ્ત કરી લેવો એના રસ્તા શોધીને જિંદગીના દિવસોને સમજીને માણવાના આ દિવસો છે .
બ્લોગની પ્રવૃત્તિ આંતરિક આનંદ સાથે સદ સાહિત્ય વહેંચવા માટેનું ઉત્તમ સાધન છે . એની મારફતે ઘરની ચાર દીવાલો વચ્ચે રહીને પણ અનેક મિત્રો અને સ્નેહીઓના સંપર્કમાં રહી શકાય છે એનો આનંદ અનેરો હોય છે .
બ્લોગીંગમાં જ્યારે ધ્યાન પરોવાય છે ત્યારે એ એક મેડીટેશન બની જાય છે . માંહલો મલકી ઉઠે છે .
માણસ રોજ નવું નવું શીખતો જ રહે છે.સર્વ દિશાઓથી પ્રાપ્ત થતી એની જ્ઞાનયાત્રા સતત ચાલતી જ રહેતી હોય છે.
અનેક સહૃદયી મિત્રો સાથેનો ઈ-મેલ સંપર્ક તેમ જ એમના બ્લોગોની મુલાકાતો અને વિચાર વિનિમય તેમ જ નેટમાં પરિભ્રમણ કરવાથી જ્ઞાનની વધુ દિશાઓ ખુલી જાય છે .આજ સુધીના વહી ગયેલા જીવન દરમ્યાનના વાંચનથી મનમાં સંગ્રહિત અનુભવના ભાથામાં સંગ્રહાએલ વિચારોને બ્લોગના માધ્યમથી સૌમાં વહેંચવાનો આનંદ અનેરો હોય છે .
આ બ્લોગની બે વર્ષની સફરમાં કોઇ પણ સ્વરૂપે સાથી બનનારા સૌ મિત્રો અને સ્નેહીજનોનો હું હૃદયથી
આભાર માનું છું.મને આશા છે કે આવતા દિવસોમાં પણ એમનો સુંદર સહકાર મળતો રહેશે જ।
માઈલોના માઈલોનું અંતર ખરી પડે
જ્યાં અંતરના પ્રેમનો સેતુ નિરંતર.
શ્રી સુરેશ જાની ( સહ તંત્રી)
સુરેશ જાની
આ પ્રસંગે , જેમના બ્લોગો વાંચીને મને આ બ્લોગ શરુ કરવાની પ્રેરણા મળી હતી એ વર્ષોના અનુભવી બ્લોગર મિત્ર શ્રી સુરેશભાઈ જાની તરફથી મળેલ પ્રેમભર્યા સહકારને કેમ ભૂલી શકાય .
શ્રી સુરેશભાઈના માર્ગદર્શન અને ટેકનીકલ સહાય હેઠળ પોસ્ટમાં વિડિયો અને ફોટા અપલોડ કરી શકવા જેવી બ્લોગીંગ માટેની કેટલીક અટપટી ટેકનીકો હું એમની પાસેથી શીખ્યો છું.આ વિદ્વાન મિત્ર સાથે અને અન્ય મિત્રો સાથે મારો ઈ-મેલ વિચાર વિનિમય લગભગ રોજ ચાલતો રહે છે એનો આનંદ અવર્ણનીય છે.
વિનોદ વિહારની બીજી વર્ષ ગાંઠ પ્રસંગે શ્રી સુરેશભાઈ જાનીએ નીચેનો પ્રેરક સંદેશ મોકલી આપ્યો છે .
વિનોદભાઈ સાથે મારો સંબંધ બહુ આશ્રર્યજનક રીતે શરૂ થયો. તેમણે મને પહેલી વાર ફોન કર્યો; ત્યારે હું એમ જ માનતો હતો કે,અમારા આ જ નામના એક કૌટુમ્બિક મિત્રનો ફોન છે. પણ વાત આગળ ચાલતાં રહસ્યોદ્ઘાટન થયું કે, આ તો બીજા જ કોઈ વિનોદભાઈ છે !
પણ પછી તો એ સંબંધ ગાઢ થતો ચાલ્યો – અલબત્ત રૂબરૂ મુલાકાત વિના જ – મોટા ભાગના નેટ સંબંધોની જેમ વર્ચ્યુઅલ મિત્રતા જ.આશા રાખું કે, કદીક મળવાનું પણ થશે જ.
વિનોદભાઈ સામાન્ય માણસ છે ; અને નથી ! એમને પોતાની સામાન્યતા સહજ પણે સ્વીકાર્ય છે. અને આ જ મારી એમની સાથેની મિત્રતા ટકી રહ્યાનું રહસ્ય છે. સાહિત્યરસિક જીવ; પણ હળવી મજાકનો કોઈ છોછ નહીં. એમની મજાક ઉડાવો , તો પણ એમને માઠું ન લાગે – એટલા એ સરળ જીવ. ને આમ છતાં એમનો વાંચનરસ ઉચ્ચ કોટિનો રહ્યો છે. ૭૬ વર્ષની ઉમ્મરે પણ એમનો લર્નિંગ કર્વ ઠીક ઠીક ઉપર જતો જાય છે.
બ્લોગિંગનો કક્કો પણ આવડતો ન હોય; એવો આ નિવૃત્ત એકાઉન્ટન્ટ વિડિયો અને ફોટા અપલોડ કરી શકવા જેવી ક્ષમતા હાંસલ કરી શક્યો છે – અને એ પણ એક જ હાથના જોરે – એ એમની અસામાન્યતાનો બીજો પુરાવો છે.
ખેર, આ નવા વર્ષમાં આપણી એમની સાથેની મિત્રતા નવા પરિમાણો હાંસલ કરે; વધારે ગાઢ બને- એવી પરમ તત્વ પાસે અભ્યર્થના.
સુરેશભાઈની આવી પ્રેમસભર શુભેચ્છા માટે અને ટેકનીકલ સહાય માટે ખુબ ખુબ આભાર .
———————————————
વિનોદ વિહારના વાચકો ક્યા ક્યા દેશમાં અને કેટલી સંખ્યામાં પથરાયેલા છે એની માહિતી નીચેના દુનિયાના
૨૮મી ઓગસ્ટ , ૧૯૬૩ના દિવસે અમેરિકાના પાટનગર વોશિંગ્ટન (ડીસી) માં અશ્વેતોની સિવિલ રાઈટ્સ મુવમેંટના નેતા માર્ટીન લ્યુથર કિંગ જુનીયર એ આખા અમેરિકામાંથી જે વાહન હાથ લાગ્યું એમાં બેસીને એકત્રિત થયેલી ૨૫૦૦૦૦ની જંગી રેલી સમક્ષ એક યાદગાર પ્રવચન કર્યું હતું .
ગાંધીજીની ૧૯૩૧ની દાંડીકુચ માફક માર્ટીન લ્યુથર કિંગની આગેવાની હેઠળની આ લડત March On Wahington તરીકે ઇતિહાસમાં વખણાઈ ગઈ .
આ પ્રવચનમાં માર્ટીન લ્યુથર કિંગે લિંકન મેમોરીયલના પગથિયેથી લલકાર્યું કે –
“When we let freedom ring, when we let it ring from every village and every hamlet, from every state and every city, we will be able to speed up that day when all of God’s children, black men and white men, Jews and Gentiles, Protestants and Catholics, will be able to join hands and sing in the words of the old Negro spiritual, “Free at last! free at last! thank God Almighty, we are free at last!”
અમેરિકાએ ૪થી જુલાઈ ૧૭૭૬ના દિવસે ડેકલેરેશન ઓફ ઇન્ડીપેન્ડન્સના દસ્તાવેજ અનુસાર પોતાને ‘યુ.એસ. એ’ તરીકે સ્વતંત્ર દેશ ઘોષિત કર્યો.
દેશ સ્વતંત્ર તો બન્યો પરંતુ તે પછી લગભગ બસો વર્ષ સુધી અમેરિકાની અશ્વેત પ્રજા અને ખાસ કરીને દક્ષિણ અમેરિકાનાના રાજ્યોમાં શ્વેત પ્રજા દ્વારા સામાજિક અન્યાય અને રંગભેદની શરમજનક નીતિઓનો અને ઉપેક્ષાઓનો ભોગ બનતી રહી.
ચાર પાંચ દાયકા પહેલાં જ અમેરિકામાં અશ્વેતોની સ્થિતિ સાચા અર્થમાં સુધરતી દેખાઈ.
અમેરિકામાં સિવિલ રાઈટ્સ મુવમેન્ટ માટેની અગત્યની તવારીખો ઉપર નજર નાખીએ તો –
૧૯૫૪- અમેરિકાની સુપ્રિમ કોર્ટ દ્વારા પબ્લિક સ્કુલોમાં જાંતિભેદ/વર્ણભેદ આધારિત વ્યવસ્થા રેશિયલ સેગ્રીગેશન (Racial segregation) ને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી.
ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ રંગીન ચિત્રોનું દર્શન કરતાં કરતાં સંપૂર્ણ ગીતા સરળ માતૃભાષા ગુજરાતીમાં
નીચેના વિડીયોમાં સાંભળવાનો ધર્મ લાભ લો .
.
Thanks to Mr. Hasmukh Kothari ,U.K. /Mr. B.J.Mistri Houston
for sending this useful link in e-mail with this message –
Friends,
Shreemad Bhagavad Gita in Gujarati in mp3 format (Full) for
your listening pleasure.
Listen to what Krishna said in the attached simple commentary of the
Bhagavad Gita in mp3 format .
Gujarati ones are about 3:00 hours
with beautiful pictures without interruptions.
You can download it and save it to your pc to listen it again.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
SHRIMAD BHAGVAD GITA IN GUJARATI (FULL ):
<
અગાઉની મારી એક પોસ્ટમાં શ્રીમદ ભગવદ ગીતાનો સંદેશ સંક્ષેપમાં મૂળ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને મુક્યો હતો .આ જન્માષ્ટમી પર્વ પ્રસંગે એને અહીં ફરી અહીં રજુ કરવાનું ઉચિત રહેશે..
માં વિવિધ પ્રકારના ચેહરાઓ માં એક પ્રકાર મનમોહન ચેહરા કેવા હોય એ વિષે આ પ્રમાણે લખ્યું છે .
“મનમોહન ચેહરા :
આ પ્રકારના ચેહરાઓમાં અન્ય કોઇ ખુલાસાની જરૂર જ નથી. મરી જાઓ તો ય કોઇ હાવભાવ ન આવે.જન્મ વખતે ચેહરા પર જે માલ મૂકાયો હોય, એ આજ સુધી બદલાયો નથી. ઉપરથી જ ડીઝાઇન આવી હોય છે.નામ ‘મનમોહન’ પણ આપણા મનને કે તનને મોહી લે, એવો એકે ય વળાંક ચેહરામાં ઉમેરાતો નથી. આવા ચેહરાને અવાજ સાથે સીધો સંબંધ હોવાથી એ ય નીકળતો નથી. અલબત્ત, કહેવાય છે કે, આવા ચેહરાઓ બેસણાંમાં વાપરવાના બહુ કામમાં આવે છે,તમે રડો કે મરો, મનમોહન ચેહરાઓમાં લાઈફટાઈમની વૉરન્ટી હોય. હોઠ પણ જમવા ટાણે ખુલે. “
ગાંધીજીના ત્રણ વાંદરા અને મનમોહનસિંહ —સોનિયાજી
બુરા મત દેખો …..બુરા મત સુનો …. બુરા મત બોલો
સુપર સ્ટાર અમિતાભ બચ્ચનનો ” કોન બનેગા કરોડપતિ ” ટી.વી.પ્રોગ્રામ બહું લોકપ્રિય છે . આ પ્રોગ્રામ ઉપરથી એક પેરડી ” કોન બનેગા રોડ પતિ ” નીચેના વિડીયોમાં મુગા વડા પ્રધાન મનમોહનસિંહને હોટ સીટમાં બેસાડીને કરવામાં આવી છે એ ખુબ મજાની છે .
Kaun Banega Roadpati – Mr. PM Singh
આપણે જાણીએ છીએ કે ૨૦૦૪માં કોંગ્રેસના નેતાઓએ ઈટાલીમાં જન્મેલ સોનિયા ગાંધીની આ દેશના વડા પ્રધાન તરીકે પસંદગી કરી હતી . પરંતુ સોનિયાજીએ મનમોહનસિંહને આ પદ સોંપ્યું હતું .કોંગ્રેસના આ નેતા સોનિયાજીને હજુ હિન્દીમાં બોલવું બહું ફાવતું નથી અને કોઈવાર એમનું પ્રવચન હાસ્ય ઉપજાવતું હોય છે .
ભારતમાં એક જાણીતા હાસ્યના ટી.વી. પ્રોગ્રામમાં મનમોહનસિંહ અને સોન્યાજી વચ્ચે થયેલ જે રમુજી સંવાદ રજુ કર્યો છે એનો હાસ્યથી ભરપુર નીચેનો વિડીયો માણો .
સત્યયુગમાં શ્રવણ કાવડમાં
પોતાના માતા પિતાને
યાત્રા કરવા લઈ ગયો હતો.
આ વાત તો બધા જાણે છે.
પણ આ હડહડતા કળિયુગમાં ૫૨ વર્ષના શ્રવણને એના માબાપ સાચવે; બહાર લઈ જાય – એ વાત માનવા જેવી લાગે છે?
મિત્ર શ્રી સુરેશભાઈ જાનીના બ્લોગ સૂર સાધનામાં આ પ્રેરક વાત વાંચી જે દિલને સ્પર્શી ગઈ .
સુરેશભાઈના આભાર સાથે વિ.વિ .ના વાચકો માટે એને રી-બ્લોગ કરતાં આનંદ થાય છે .
સત્યયુગમાં શ્રવણ કાવડમાં
પોતાના માતા પિતાને
યાત્રા કરવા લઈ ગયો હતો.
આ વાત તો બધા જાણે છે.
પણ આ હડહડતા કળિયુગમાં ૫૨ વર્ષના શ્રવણને એના માબાપ સાચવે; બહાર લઈ જાય – એ વાત માનવા જેવી લાગે છે?
શ્રી. અને શ્રીમતિ દલાલનો ૫૨ વર્ષનો પુત્ર જન્મથી ‘સેરેબ્રલ પાલ્સી’ નામના અસાધ્ય રોગનો ભોગ અનેલો છે. આવા બાળકને મા બાપ મોટી ઉમર સુધી પાળે; એ આ યુગમાં માની ન શકાય એવી વાત તો છે જ.
પણ એનાથી વધારે પ્રશંસનીય હકીકત એ છે કે, જયંતિભાઈ મુંબાઈના એક સફળ ઉદ્યોગપતિ અને જાણીતા સાહિત્યકાર છે. આ દીકરાની ચાકરી માટે ખાસ નર્સ/ નોકર રાખી શકે તેમ છે. પણ એ દીકરાને તેઓ સહેજ પણ અવગણતા નથી – એને બાજુએ હડસેલી દીધો નથી.
માનવતાના આ અમૂલ્ય ઉદાહરણ માટે વસુમતીબેન અને જયંતિ ભાઈને સો સલામ.
વાચકોના પ્રતિભાવ