વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 1, 2013

(284 ) મૈત્રી સંબંધ એટલે ઈશ્વરે માનવીને દીધેલી શ્રેષ્ઠતમ બક્ષીસ – ફ્રેન્ડશીપ ડે નિમિત્તે કેટલુંક વિચાર મંથન

Friendship-day_Happy F.Day.

આ ઓગસ્ટ મહિનો એ “ફ્રેન્ડશીપ” નો મહિનો ગણાય છે. સને ૧૯૩૫થી અમેરિકાની કોન્ગ્રેસમાં પસાર થયેલ ઠરાવ પ્રમાણે દર વર્ષે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર અમેરિકામાં Friendship Day તરીકે મનાવવામાં આવે છે.
 
હવે અન્ય દેશોમાં પણ આ મહિનામાં  મિત્રોને યાદ કરીને મિત્રતાને  નવાજવામાં આવે છે.
 
માણસની જીવન યાત્રાના ભિન્ન ભિન્ન તબક્કે મિત્રો આવી મળે છે.
 
કેટલાક મિત્રોની મૈત્રી સવારના ઝાકળની જેમ કામ ચલાઉ હોઈ  થોડા સમયમાં અલોપ થઇ જાય છે ,જ્યારે ઘણા મિત્રો જીવન ભરના કાયમી મિત્રો બની રહે છે.
સાચી મૈત્રી હંમેશાં સરખા સ્વભાવ અને સરખાં સુખ દુખ તેમ જ સરખી વિચારસરણી ધરાવનારી વ્યક્તિઓ સાથે ટકતી હોય છે.
 
બે શરીર સાથે એક મન જ્યારે મળી જાય છે ત્યારે એમાંથી મૈત્રીનું  રસાયણ નીપજતું હોય છે. 
 
કહે છે ને કે-
 
મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,
સુખમાં પાછળ જે રહે, દુઃખમાં આગળ હોય.
 
સજ્જન-મિલાપી બહોત હય, તાલી મિત્ર અનેક,
જો દેખી છાતી ઠરે, સો લાખનમેં એક.
 
મૈત્રી એ તો ઈશ્વરે માનવીને દીધેલી શ્રેષ્ઠતમ બક્ષીસ છે.
 
સાચો મૈત્રી સંબંધ ભગવાને જોવા માટે આપણને જે બે આંખોની અમુલ્ય ભેટ ધરી છે એના જેવો હોય છે .
 
બન્ને આંખો સાથે જ અલ્પ ઝલપ મટકે છે ,
 
બન્ને સાથે ડાબેથી જમણે ,જમણેથી ડાબે , ઉપરથી નીચે, નીચેથી ઉપર એમ બધી દિશાઓમાં
સાથે જ ફરતી હોય છે.
 
જ્યારે તમારા ઉપર કોઈ દુખ આવી પડે તો એ બે આંખો સાથે જ રડે છે . સારાં કે ખોટાં
દ્રશ્યોને સાથે જ જુએ છે .
 
એમ છતાં ખૂબી એ છે કે બન્ને આંખો કદાપી એક બીજાને જોઈ શક્તિ નથી .
 
તમારી મૈત્રી પણ તમારી બે આંખો જેવી જ હોય છે .
 
મારા હાઈસ્કુલ કાળના શિકાગો નિવાસી મિત્ર ડો. દિનેશ સરૈયાએ એમના ઈ-મેલમાં મિત્ર અને મૈત્રી અંગે
 
બહું જ સુંદર અને પ્રેરક અવતરણો મોકલેલ છે એને એમના આભાર સાથે નીચે આપું છું .
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,  
‘કોઈકના’ પગલાં કાયમ માટે યાદ રહી જાયછે!
ઝીંદગી મળવી એ નસીબની વાત છે
મોત મળવું એ સમયની વાત છે
પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રહેવું 
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.
પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.
મોકલું છું મીઠી યાદ
ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે એ યાદ રાખજો.
તડકામાં છાંયો
ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે મિત્ર તમારી સાથે જ ચાલશે
એ યાદ રાખજો.
જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,
જે નામંજુર હોય તે પણ કરવું પડેછે,
રોવાનો અધિકાર પણ
નથી આપતું આ જગત,
ક્યારેક લોકોને બતાવવા માટે
હસવું પણ પડે છે. . .
આંસુ સુકાયા પછી જે મળવા આવે… એ “સંબંધછે”, ને…
આંસુ પહેલાં મળવા આવે…., એ મિત્ર છે .
દરેક ઘરનું સરનામું તો હોય…પણ..
ગમતા સરનામે ઘર બની જાય….. એ જીવન છે!
 
Life is like hell without FRIENDS.
 
———————————————————
 
આ મૈત્રી દિન નિમિત્તે જાણીતાં લેખિકા શ્રીમતી નીલમબેન દોશીની એક સરસ મને ગમેલી વાર્તા ગ્લોબલ
ગુજરાત અને લેખિકાના આભાર સાથે પ્રસ્તુત છે .
  

આનું જ નામ સાચી દોસ્તી…!   લેખિકા- શ્રીમતી નીલમ હરીશ દોશી

Friendship - Shakehand

દોસ્તી, મિત્રતા વિશે કેટકેટલું લખાતું આવ્યું છે.  મિત્રતાના દાવાઓ થતાં રહે છે. પરંતુ આવી
કોઇ મૈત્રી જેને જીવનમાં મળી છે એને નસીબદાર જ કહી શકાય ને? આજે અત્તરગલીમાં
એક સાચુકલી વાત. વાર્તાસ્વરૂપે…
 
કેતનભાઈની ક્વોલિસ સામેથી પૂરપાટ દોડી આવતાં ટ્રક સાથે અથડાઇ…અને એક જોરદાર અકસ્માત…
કેતનભાઇ ક્યાંય ફંગોળાઇ ગયા.સાથે સોહમ પણ ફંગોળાયો. બંનેમાંથી કોઇને કશું સમજાય
તે પહેલાં બંને બેભાન થયા હતા.
 
કેતનભાઇ અને પરાગભાઇ બંને લંગોટિયા મિત્રો હતા.
 
__________________________________________
 
 માણસ અને કુતરા જેવા અબુધ પ્રાણી વચ્ચે પણ કેવી મૈત્રી , કેવો પ્રેમ સંબંધ હોય છે એ જોવા માટે તમારે
નીચેનો વિડીયો જોવો રહ્યો .
 
યુધ્ધના મોરચેથી ઘણા સમય પછી રજાઓમાં ઘેર આવેલા એક સૈનિકનો પ્રેમાળ મિત્ર જેવો મોટો કાળો
લેબ્રેડોર કુતરો જ્યારે પ્રથમ વાર એને ઘેર આવેલો જુએ છે ત્યારે આનંદથી એટલો લાગણીશીલ
બની જાય છે કે સૈનિકના ખોળામાં ધસી આવીને રડવા લાગે છે , એક મનુષ્યની જેમ જ .
 
એટલે તો અમેરિકનો કુતરાને એની વફાદારીના ગુણને લીધે એક કુટુંબીજન તરીકે પ્રેમ કરતા હોય છે .
 
નીચેના  સંવેદનશીલ વિડીયોમાં  નિહાળો
એક કુતરાની એના સૈનિક માલિક સાથેની મૈત્રી અને પ્રેમ સંબંધનો પુરાવો .  
Sweet Dog Cries for Joy in His Soldier Daddy’s Lap
After a Long Deployment
 

 

 

 
————————————————————————————————————
 
આ ફ્રેન્ડશીપ ડે- મૈત્રી દિવસ – ઉપર આ દત્તક લીધેલા દેશ અમેરિકામાં જીવનના છેલ્લા તબક્કામાં અનેક નેટ
જગતના ભગવાનની ભેટ જેવા આવી મળેલ સૌ મિત્રો અને ભૂતકાળના મિત્રો જેમનો  સતત તાજો રહેતો
અમુલ્ય મૈત્રી સંબંધ-સંપર્ક ,પ્રેમ અને વિચાર વિનિમય મારા જીવનના રાહમાં પ્રકાશ પાથરતો રહે છે અને હૃદયમાં આનંદ,સંતોષ અને
શાંતિનો અહેસાસ કરાવે છે એ સૌને યાદ કરી એમનો આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું .
 
HAPPY FRIENDSHIP DAY.
 
 
વિનોદ પટેલ
 
 
 
 
 
 
FRIENDSHIP

FRIENDSHIP