વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 287 ) ભગવાનનું અસ્તિત્વ ………એક વિચાર મંથન……

ભગવાન છે ? છે તો ક્યાં છે ? કોણે જોયો છે ? આવા અનેક પ્રશ્નો ઘણા માણસોના મનમાં વણ ઉકલ્યા રમ્યા કરતા હોય છે .

માણસો  બે પ્રકારના હોય છે .ભગવાનમાં જે માનતા હોય એવા આસ્તિકો અને ભગવાનને માનતા ન હોય એવા નાસ્તિકો .

નાસ્તિક અથવા રેશનાલીસ્ટ માણસો જે બાબત વિજ્ઞાનના સિદ્ધાંતો લાગુ પાડીને સાબિત કરી ન શકાય એને માનવા તૈયાર નથી હોતા . આસ્તિકો ધર્મને પાયામાં રાખી એમાં શ્રધા અને આસ્થા રાખી ભગવાન એક પરમતત્વ છે એમ માનીને એની હસ્તીને સ્વીકારી એને ભજે છે . કહેવાતા નાસ્તિક લોકો અને આસ્તિક લોકોની  વિચારવાની દ્રષ્ટિમાં ફેર છે . નાસ્તિક બાહ્ય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જુએ છે જ્યારે આસ્તિક પોતાના અંતરની ધાર્મિક પરંપરા પ્રમાણે ઘડાયેલી આંતર દ્રષ્ટિથી જુએ છે અને વિચારે છે . .

ભગવાન છે કે નથી એ વિશેની ચર્ચા અંગે મને અંગ્રેજીમાં વાંચેલી એક રમુજ કથા અત્રે યાદ આવે છે  .

અમેરિકાની એક શાળામાં ભગવાનમાં ન માનતાં એવાં એક શિક્ષિકા વર્ગમાં પૃથ્વીની ઉત્ક્રાંતિનો સિધાંત અને ભગવાન અંગે બાળકોને સમજાવી રહ્યાં હતાં .આ વર્ગમાં એક સાત વર્ષની ચબરાક છોકરી પણ હતી .

શિક્ષિકાએ એક કેવન નામના છોકરાને ઉભો કર્યો અને એને પૂછ્યું .

” કેવન, બારી બહાર  નજર કર , તને ત્યાં એક ઝાડ દેખાય છે ?”

કેવન – હા .

શિક્ષિકા – તને બહાર લોનનું ઘાસ દેખાય છે ?

કેવન- હા

શિક્ષિકા – હવે ઉંચે નજર જોઈને કહે ઉપર આકાશ દેખાય છે ?

કેવન- હા બેન, મને આકાશ દેખાય છે .

શિક્ષિકા- કેવન ઉપર આકાશમાં જોયું ત્યારે ત્યાં તને ભગવાન દેખાયા ?

કેવન- ના બેન , ન દેખાયા .

શિક્ષિકા- બાળકો મારે તમને  સમજાવવાનો આ જ મુદ્દો છે કે કે આપણે ભગવાનને જોઈ નથી શકતા કારણ કે એ ત્યાં છે જ નહિ . જેનું  અસ્તિત્વ જ નથી એ ક્યાંથી દેખાય ?

આ સાંભળીને સાત વર્ષની પેલી ચબરાક છોકરી લ્યુસી ઉભી થઇને શિક્ષિકાને કહે છે  –

” બેન , હું  આ કેવનને  થોડા પ્રશ્નો પૂછી શકું ?”

શિક્ષિકા –  હા જરૂર એને પુછ .

લ્યુસી- બોલ કેવન ,બહાર તને ઝાડ દેખાય છે ?

કેવન – હા .

લ્યુસી- બહાર આકાશ દેખાય છે ?

કેવન – હા .

લ્યુસી- કેવન, તને આપણા આ  શિક્ષિકાબેનનું માથું દેખાય છે ?

કેવન – હા, દેખાય છે .

લ્યુસી- તને એમનું મગજ દેખાય છે ?

કેવન- ના નથી દેખાતું .

લ્યુસી- તો આપણને આ બેને આજે વર્ગમાં જે શીખવ્યો એ ન દેખાય એ હોઈ જ ન શકે એ નિયમને આધારે એમનામાં મગજ હોઈ જ ન શકે !

આ વાત ઉપરથી મને સ્વામી વિવેકાનંદના ગુરુ  શ્રી રામકૃષ્ણ પરમહંસનું આ અવતરણ ટાંકવાનું મન થાય છે .

“દહીમાં માખણ છે એ સૌ જાણે છે , હું પણ જાણું છું , તમે પણ જાણો છો .દહીને ધીરજથી વલોવવાથી જ માખણની પ્રાપ્તિ થાય છે .દહીમાં માખણ છે એમ પોકારવાથી કે એનું રટણ કરવાથી એ નહી મળે .એક બાળક લાંબા વખતથી વિખુટી પડેલી એની માતાની ગોદમાં જવાને માટે જેટલી આતુરતાથી ઝંખે છે એટલી જ આતુરતાથી ભગવાનની પ્રાપ્તિ માટેની ઈચ્છા સેવતા રહો અને એને ભજતા રહો .”- શ્રી રામકૃષ્ણ પરમહંસ

ભગવાન કઈ એવી હસ્તી નથી કે એને નરી આંખે જોઈ શકાય . આપણું આ શરીર એક મંદિર છે અને એ મંદીરમાં જ ભગવાન બિરાજમાન છે .

આપણે ભારતીયો જ્યારે એક બીજાને મળીએ છીએ ત્યારે બે હાથ જોડી નમસ્તે કરીએ છીએ .આ નમસ્તે  એટલે નમઃ + તે  એટલે કે હું તારામાં રહેલા ભગવાનને નમન કરું છું . 

આત્મા એ જ પરમાત્મા . એ અદ્રશ્ય શક્તિ જ આપણને ચલાવી રહી છે . મોટા વૈજ્ઞાનિકો અને ડોક્ટરોએ પણ એ અદ્રશ્ય શક્તિને પીછાણી છે .

આઈન્સ્ટાઈન જેવા પ્રખર વૈજ્ઞાનિક પણ એવી માન્યતા ધરાવતા હતા કે વિજ્ઞાન અને ધર્મ એક બીજાથી જુદા નથી પરંતુ એક બીજાના પુરક છે .

” SCIENCE WITHOUT RELIGION IS LAME , RELIGION WITHOUT SCIENCE IS BLIND “

—  Albert Einstein

મોટું ઓપરેશન કર્યાં પછી નિષ્ણાત ડોક્ટર કહેતા હોય છે કે મારા મેડીકલ જ્ઞાનનો બધો ઉપયોગ કરીને મેં મારાથી બનતું બધું કર્યું છે હવે દર્દીના જીવન કે મરણનો આધાર ઉપર ભગવાન ઉપર છે .

દરેક મનુષ્યની અંદર આ પરમ તત્વ કે પરમ શક્તિનો વાસ હોય છે પણ આપણે એને બરાબર ઓળખી નથી શકતા .

 ”મારા નયણાની આળસ રે ન નિરખ્યા હરિને જરી,

એક મટકુ ન માર્યુ રે નજરીયા ઝાખી કરી.”

આપણી બધી જ ઇન્દ્રીઓનું ચાલક બળ આ પરમ શક્તિ કે પરમાત્મા છે . એની હોવા કે ન હોવાની ચર્ચા  અસ્થાને છે .

આજે તો પરિસ્થિતિ એવી છે કે ભગવાને જેમને બનાવ્યા એ જ માણસો ભગવાનને બનાવી રહ્યાં છે !

પરવરદીગારે જીભ દઈ તને બોલતો કર્યો

ત્યારે પૂછ્યું એ જીભથી ,પરવરદિગાર ક્યાં છે ?

— શાયર શાહબાજ

પરમ તત્વની કૃપા કોઈ કાર્યને પાર પાડવા માટેની  પહેલી શરત છે.પરમ તત્વની આપણા ઉપરની અસીમ કૃપાને કદી ન વિસરીએ.

One who meditates, all his knots of his heart, the bondages are opened; all the doubts are eliminated and one becomes gradually free from the fetters of action with ego.      ~Mundak Upanishad

 

વિનોદ પટેલ

——————————————————-

ભગવાન છે ? છે તો ક્યાં છે ? કોણે જોયો છે ?   આવા બધા છુલ્લ્ક પ્રશ્નોનો જવાબ નીચે મુકેલ વિડીયોમાં તમને જોવા મળશે .

“જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની -એક અદભૂત વિડીયો

નીચેનો વિડીયો જોઈને તમને જરૂર અનુભૂતિ થશે કે જગતમાં વિખરાયેલી પડેલી નયન રમ્ય  કુદરતી

સૃષ્ટિને બનાવનાર કોઈ પરમ તત્વ છે ખરું .

છોડ છોડમાં રણછોડ અને દેરક જીવમાં શિવનો વાસ છે .

 

આ અદભૂત વિડીયોમાં ગવાતા Brian Doerksen રચિત સુંદર અંગ્રેજી ગીત  “Creation Calls”
 
માં આવો જ સંદેશ છે .
 

The Magnificent
 
 

આ વીડીઓ જોઈને મને જે કાવ્ય રચના માટેની પ્રેરણા થઇ એને નીચે પ્રસ્તુત કરું છું .

જ્યાં જ્યાં નજર મારી ઠરે,…

જગતપતિની અગણિત અગમ્ય લીલાઓ થકી

આ સચરાચર ભર્યું ભર્યું દિશે ચોપાસ ,

ઓ અગમ સર્જનહાર તારી અદભૂત કલાકૃતિઓ

અને મનોરમ સૃષ્ટિ જોવાનો મને આનંદ અપાર

 આ વાતા પવનો અને વહેતા જળનું સંગીત,

 વિશાલ જલધિ ,ઉડતાં પંખીનો નીડર સમૂહ,

 ગુલાબની સુગંધ અને નવજાત બાળ રુદન,

 લીલાછમ મેદાન,પર્વતો અને ઊંડી ખીણો

એક જોઈએ અને બીજી ભૂલીએ એવી અનેક

તારી રચેલી સૌન્દર્ય અપાર લીલાઓ જોઈને

એક બાળક બનીને હું પણ અવશ્ય માનું , પ્રભુ ,

આ નજરે દેખાઈ રહેલી તારી હયાતીને !

અને હર્ષોલ્લાસે આ ગીતની પંક્તિ ગાઈ ઉઠું ,

જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની.

 વિનોદ આર. પટેલ

———————————

 

Grandpa-Grand daughter

18 responses to “( 287 ) ભગવાનનું અસ્તિત્વ ………એક વિચાર મંથન……

 1. Gajendra Patel ઓગસ્ટ 10, 2013 પર 2:08 એ એમ (AM)

  It’s a really very nice way to express the existence of Divine power.

  Like

 2. પ્રા. દિનેશ પાઠક ઓગસ્ટ 10, 2013 પર 2:47 એ એમ (AM)

  ઉદાહરણ સાથે વિવરણ ઘણું સરસ લાગ્યું.

  Like

 3. pravinshastri ઓગસ્ટ 10, 2013 પર 4:12 એ એમ (AM)

  God is no where.
  connect W to NO
  God is now here.
  મારું જ્ઞાન કે વિજ્ઞાન નહીં પણ મારી માન્યતા.
  આજે રેશનાલિસ્ટો જે વિજ્ઞાનને આધારે ભગવાન જેવું કંઈ નથી, તેજ વિજ્ઞાન ભવિષ્યમાં સાબિત કરશે કે ભગવાનનું અસ્તિત્વ છે. આપણો સૂર્ય માત્ર એક તારો….આપણા મિલ્કી વે માં અનેક તારાઓ. અને એવી તો બ્રહ્માંડમાં અનેલ ગેલેક્ષીઓ એક કેન્દ્રની ફરતે પ્રદક્ષિણા કરતી રહે છે. એ કેન્દ્ર એજ ભગવાન છે.

  આપણો વિકશીત દેહ એક સમયે માતાના ગર્ભમાં હતો. તે પહેલા આપણું વિભાજન માતાના અંડ અને પિતાના શુક્રાણુંમાં હતું. વિર્યના અનેક શુક્રાણુંમાંથી એક ચોક્કસ શુક્રાણુંમાંથી ચોક્કસ સમયે અંડભેદન અને આપણું સર્જન થયું. બસ એમાંજ ભગવાન છે.
  એનેક તત્વોના ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનમાં ભગવાન છે.
  સમગ્ર સૃષ્ટિ ના પોઝિટિવ અને નેગેટિવ ચાર્જના સંયોજનમાં ભગવાનનું અસ્તિત્વ છે.
  પ્રાણી જગતના શુક્રાણું અને અંડમાં ભગવાન છે.
  વિચારો…..પૃથ્વી પરના એક રેશનાલિષ્ટનું મગજ ક્યાં સૂધી પહોંચે….ગ્રહો અને સૂર્ય સુધી? ગેલેક્ષીઓ અને બ્રહ્માંડ
  સૂધી? પછી આગળ શું? શાને માટે આ ધમપછાડા?

  રેશનાલિસ્ટોનુ વિજ્ઞાન હજુ ‘પાશેરાની પહેલી પૂણી” છે. દશ પેઢી પછી એનાજ સંતાનોનું વિજ્ઞાન સાબિત કરશે કે ભગવાનનું અસ્તિત્વ છે. કદાચ સ્વરૂપ જુદું હશે.

  પૌરાણિક પાત્રોના ભગવાન જેવાકે રામ, કૃષ્ણ,માત્ર વિશિષ્ટ શક્તિ ધરાવનાર માનવોજ હશે.
  એક શ્લોક છે,
  न ते रूपं, नचाकारो, नायुधानी, न चास्पदम
  तथापी पुरुषाकारं भक्तानाम त्वं प्रकाश्शे.
  શક્ય છે કે કદાચ યાદ શક્તિના અભાવે કંઈ શબ્દોમાં ભુલ પણ હોય
  સામાન્ય અર્થ એ છે કે ભગવાનને રૂપ-સ્વરૂપ નથી, આકાર નથી, હાથમાં કોઈ શસ્ત્ર્ પણ નથી પગો નથી, છતાં પણ ભક્તોને માટે જ તે પુરૂષ એટલે કે માનવના આકારમાં અસિત્વ ધરાવે છે.

  હું પોતે ૩૦% રેશનાલિસ્ટ છું, (પરીક્ષામાં નાપાસ) ભગવાનમાં માનું છું. સામાજિક કુરિવાજોમાં માનતો નથી. પરસાદિયો ભક્ત પણ છું.

  Like

 4. pravina ઓગસ્ટ 10, 2013 પર 6:59 એ એમ (AM)

  હવા જોઈ છે? વિજળી જોઈ છે ? પછી ભગવાન વિશે વિચારીએ.

  જય શ્રી કૃષ્ણ

  Like

 5. aataawaani ઓગસ્ટ 10, 2013 પર 9:34 એ એમ (AM)

  પ્રિય વિનોદભાઈ
  બૃહસ્પતિ એક વાક્ય એવું બોલ્યાકે જીવોની એના કર્મો પ્રમાને માફી આપવી કે સજા કરવી એ ન્યાય કરનાર ન્યાયાધીશ છે। પરમેશ્વર નથી.આ વાક્યને પકડી પાડી તિલાં ટપકા કરી લોકોને ઉઠા ભણાવી રોટલા રળી ખાનારા આળસુ લોકોએ એવું કીધું કે બૃહસ્પતિ પરમેશ્વરના અ સ્તિત્વને સ્વીકારતો નથી.માટે એ નાસ્તિક છે.એટલે લોકો ઉશ્કેરાયા અને એનું પુસ્તક બાલી નાખ્યું। બૃહસ્પતિના કહેવા પ્રમાણે
  અખિલ બ્રહ્માંડ નો રચનાર અને એનું સંચાલન કરનાર પરમેશ્વર એક છે। તે સર્વ વ્યાપી સર્વશક્તિમાન સર્વજ્ઞ નિરાકાર છે તે સ્તુતિ નિંદાથી પર છે તેકોઈનું સંતાન નથી તેમજ તેને કોઈ સંતાન નથી તે જદ ચેતન સર્વને સ્વયં પ્રેરણા આપે છે તેને કોઈ સહાયકની આવશ્યકતા નથી।

  Like

 6. chandravadan ઓગસ્ટ 10, 2013 પર 1:21 પી એમ(PM)

  આ નજરે દેખાઈ રહેલી તારી હયાતીને !

  અને હર્ષોલ્લાસે આ ગીતની પંક્તિ ગાઈ ઉઠું ,

  જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની.

  વિનોદ આર. પટેલ
  Vinodbhai,
  A Post with lots of Info….The existance of the Creator…seeing Him in His Creation.
  Also your Poem…enjoyed !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 7. jjkishor ઓગસ્ટ 10, 2013 પર 2:07 પી એમ(PM)

  દેખાય તે જ સાચું અને લેબોરેટરીમાં સાબિત થાય તે જ સાચુંચાળી વાત પણ એક જાતની અંધશ્રદ્ધા જ કહેવાય. માણસની પંચેન્દ્રીયોથી પર કેટલુંય હજી વણખેડાયેલું ને વણશોધાયેલું બાકી છે……તેમાંનું થોડું ક પણ જ્યારે શોધાશે ત્યારે વિજ્ઞાન પેનેસિલિનની દવાની જેમ પાછલું સુધારશે !!

  તમારી કવિતામાં સરસ યાદી મૂકી છે, ભગવાનને ‘જોઈ શકવા’ માટે.

  Like

 8. jagdish48 ઓગસ્ટ 10, 2013 પર 3:49 પી એમ(PM)

  ભગવાનના અસ્તિત્વની ચિંતા અને ચર્ચા લગભગ બધાજ કરતા હોય છે. ‘ચર્ચાસ્પદ’ અસ્તિત્વ લાગે છે ? 🙂
  મારા બ્લોગ પર પણ ‘ઉપરવાળા’ ની ખબર પુછી છે. નાસ્તિક-આસ્તિક અને વિજ્ઞાન-ધર્મ-વિવેક ની વાતો પણ કરી છે. મને લાગે છે કે બધાનો ‘નજરીયો’ જુદો જુદો છે. નિરીશ્વર, એકેશ્વર… એવા જાત જાતના વાદ પણ પુરાણકાળથી ચાલતા આવ્યા છે. શાસ્ત્રોને ન જાણનાર અને વિજ્ઞાનના એક વિદ્યાર્થી તરીકે મેં અંતમાં એવી રીતે મન મનાવી લીધું કે ‘કોસ્મીક એનર્જી’નું અસ્તિત્વ બધાયે – ધર્મમાં ચેતના અને વિજ્ઞાનમાં કોસ્મીક એનર્જી, આમ બંને એ – સ્વીકાર્યું છે, તો આ એનર્જીને ભગવાનનું નામ આપી ચલાવવું. આપણું શરીર પણ એક મશીનની જેમ ‘એનર્જી’ પર જ ચાલે છે ને !
  આપે મુકેલી ‘રમુજ’માં મજા આવી. વિજ્ઞાનીઓ પણ સુધરશે અને ‘નાસ્તિ, નાસ્તિ’ વાળા પણ સુધરશે. ત્યાંસુધી ..’જય ભગવાન (શક્તિ)’..

  Like

 9. La' Kant ઓગસ્ટ 10, 2013 પર 4:58 પી એમ(PM)

  ‘ઈશ્વર=ભગવાન=ગોડ=ખુદા=અલ્લાહ ‘ના અસ્તિત્વ અંગે વાત સરસ રીતે મુકાઇ છે “.ન દેખાય એ ન જ હોય”,એવું તો નથી જ. પણ,”ફીલ” તો કરી જ શકાય છે ને ? પવન,ગરમી-ઠંડીની અસર ની જેમ !
  કુદરત- નિસર્ગ તો છે જ !તેમ તેમાં, અનેક અસંખ્ય જીવો-પ્રાણીઓ,પદાર્થો,તત્ત્વો, ,અસ્તિત્વો છે … દરેકમાં સ્વભાવ-ગુણ-મર્યાદા સહિત કૈંક શક્તિ પણ છે.આ સમગ્ર “એકત્વ” માં સમાહિત છે, ‘એક સ્વયમ-સંચાલિત’ વ્યવસ્થા [ઓટોમેશન] છે, અને અલબત્ત, એક અદીઠ કામ કરતી ‘શક્તિ’ ના પરિણામો-અસરો-પ્રભાવો પ્રત્યક્શ દેખાય જ છે..હા ,આપણી મર્યાદાના દાયરા બહારનું,- બધ્ધુ જ ના સમજાય ,એવું બને!
  આપણા સંતોશ ખાતર આપણી ભૂમિકા-કક્શા અને લેવલ મુજબ જે કાંઇ પણ નામ આપીએ એ આપણી નીજી
  અંગત બાબત. હા, એક સામાન્ય વાત પર આપણે સમ્મત થઈએ તો સારું જ .બાકી, વિવાદ-ઝગડા-મત-મતાંતર્
  માં અટવાવાનો કંઇ અર્થ ખરો?
  -લા’કાંત/ 10-8-13

  Like

 10. dadimanipotli ઓગસ્ટ 10, 2013 પર 9:21 પી એમ(PM)

  આદરણીય શ્રી વિનોદભાઈ,

  ભગવાન અને તેના અસ્તિત્વ બાબત ખૂબજ સુંદર અને સચોટ રજૂઆત કરવાની આપે કોશિશ કરેલ છે. રેશનાલીસ્ટ – કે નાસ્તિક પોતાની ઓળખાણ અલગ આપી ગર્વ અનુભવે છે પરંતુ બીજી સાઈડ તપાસીએ કે જોઈએ તો ભગવાન નું અસ્તિત્વ છે તે તેઓ પણ માને છે, અને માટે જ તેને કેન્દ્રમાં રાખી પોતાની ઠોકી બેસેલી ગેરસમજ ને એક માન્યતા સ્વરૂપ ઓળખાવા નિર્થક કોશિશ તેઓ કરતાં રહે છે. ઈશ્વર સૌને સદ્દ બુદ્ધિ અર્પે.

  Like

 11. Pingback: ( 288 ) શુક્રાણું અને અંડમાંથી મનુષ્યનું સર્જન – ભગવાનની અકળ લીલાની અનુભૂતિ કરાવતો એક અદભૂત વિડીય

 12. shirish dave ઓગસ્ટ 11, 2013 પર 9:30 પી એમ(PM)

  આપણે આપણને જોઇએ છીએ? જો હા, તો તેનો અર્થ એ થયો કે આપણે આપણા શરીરને જોઈ શકીએ છીએ. તો પછી એક બીજો પ્રશ્ન થાય કે આપણે આપણા શરીરની બહાર છીએ કે આપણા શરીરની અંદર? જો આપણે આપણા શરીરની અંદર હોઇએ તો આપણે શરીરની અંદરની બધી વસ્તુઓ કેમ જોઇ શકતા નથી? આપણે શરીરની અંદર ક્યાં છીએ? કેવડા છીએ? શું આપણે આપણા શરીરની અંદર આંટા ફેરા મારી શકીએ છીએ? વાસ્તવમાં આપણે આપણા શરીરમાં ક્યાં છીએ, કેવડા છીએ, કે કશું જ જાણતા નથી. આપણે ફક્ત વિશ્વના સાવ નાના હિસ્સાને આપણા શરીરની બહાર જોઇએ છીએ. આ વિશ્વ એજ ઈશ્વરનું શરીર છે. એટલે તો ઈશ્વરનું એક નામ છે વિશ્વમૂર્તિ. આ વિશ્વમૂર્તિમાં બધી જ દૈવી શક્તિઓ (દેવો), આકાશગંગાઓ, નિહારિકાઓ, તારાઓ, સૂર્યમંડળો, ગ્રહો, ઉપગ્રહો, વિગેરે બધાજ આકાશીય પદાર્થો, અને આકાશ પણ તેમાં સમાયેલું છે. એટલે વિશ્વમૂર્તિ એવા શિવને આપણે એક શિવલિંગના સ્વરુપમાં પૂજીએ છીએ. વાસ્તવામાં આપણે ઈશ્વર સિવાય કોઈને જોતા નથી. આપણને પણ નહીં.
  વધુમાટે વાંચો અદ્વૈતની માયાજાળ treenetram.wordpress.com ઉપર. અને સવાલ પૂછો.

  Like

 13. nabhakashdeep ઓગસ્ટ 12, 2013 પર 11:06 એ એમ (AM)

  પદાર્થની અવસ્થા..ઘન, પ્રવાહી..નરી આંખે દેખાય. વાયુ..ના દેખાય પણ અનુભવ જગતથી પરખાય..કદ છે, શક્તિ છે છતાં ના દેખાય. એવી જ રીતે પદાર્થની ચોથી અવસ્થા એટલે ..વિજભારવાળી..’પ્લાઝમા’ અવસ્થા. ના દેખાય પણ તેના કણો પ્રકાશની ગતિ પકડી હજારો માઈલ દોડી શકે. તમારી સંચાર પ્રણાલી તોડી શકે. કોસ્મિક એનર્જીની શક્તિ તો અમાપ જેવી લાગે. તો આવી શક્તિનું નિયમન કરનારને એક તમારી કલ્પનાના રૂપમાં જોવાને બદલે અનુભવવો જ પડે. તમે જીવો છો ..જાઓ છો..કેમ પેદા થાવ છો..એય સમજી શકતા નથી, પછી એ પરમ શક્તિને નકારવાની ધૃષ્ટતા કેમ કરી થાય?.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 14. bipin desai ઓગસ્ટ 12, 2013 પર 10:59 પી એમ(PM)

  સુંદર વેબ સાઈટ…..

  Like

 15. સુરેશ ઓગસ્ટ 13, 2013 પર 3:15 એ એમ (AM)

  એમ કેમ કે, ઈશ્વર વિશેની વાત આવે અને સરસ ચર્ચા જામી જાય? !!
  —-
  ચાર પરિમાણ સિવાયનું કોઈ પરિમાણ ન હોય – એ અજ્ઞાન છે.

  Like

  • shirish dave ઓગસ્ટ 13, 2013 પર 3:35 એ એમ (AM)

   સાચી વાત છે. વીસમી સદીના શરુઆતના દશકામાં રામાનુજમે એક ૧૧+૧૧+૪ ના પરિમાણો ને જોડતું એક સંઘટકોનું સમીકરણ પ્રયોજેલ. આઈનસ્ટાઈને યુનીફાઈડ ફીલ્ડ થીયેરી હોવી જોઇએ એવું સૂચવેલ. પણ રામાનુજમની ફોર્મ્યુલા તેનો ઉકેલ છે તે વાત ખ્યાલમાં આવેલ નહીં. પણ વીસમી સદીના અંતના દશકામાં અમુક વૈજ્ઞાનિકોના ખ્યાલમાં આ વાત આવેલ. વધુ માટે વાંચો અદ્વૈતની માયાજાળ treenetram.wordpress.com ઉપર.

   Like

  • Vinod R. Patel ઓગસ્ટ 13, 2013 પર 8:29 એ એમ (AM)

   ” ચાર પરિમાણ સિવાયનું કોઈ પરિમાણ ન હોય – એ અજ્ઞાન છે.”

   શ્રી સુરેશભાઈના પ્રતિભાવની આ લાઈનની મારી વિનંતીથી એમણે એમના ઈ-મેલમાં અંગ્રેજીમાં આ પ્રમાણે સ્પષ્ટતા કરી છે .

   The so called rationalists say that four dimensions (પરિમાણ ) – three of space and fourth of time- are the only dimensions that science uses.

   What is the dimension of consciousness?

   Like

 16. vkvora Atheist Rationalist ઓગસ્ટ 27, 2013 પર 6:42 પી એમ(PM)

  આ મુર્ખ ભગવાને સ્ત્રીની રચના કરી. પછી પુરુષની શી જરુર હતી?

  સીતાની જેમ જન્મ આપ્યા પછી ધરતીમાં સમાઈ જતાં રામ અને રાવણની રામાયણ કરવાની શા માટે જરુર પડી?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: