વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 10, 2013

( 288 ) શુક્રાણું અને અંડમાંથી મનુષ્યનું સર્જન – ભગવાનની અકળ લીલાની અનુભૂતિ કરાવતો એક અદભૂત વિડીયો

આ  અગાઉની વિનોદ વિહારની પોસ્ટ નંબર ( 287 ) ભગવાનનું અસ્તિત્વ …એક વિચાર મંથન…

વાંચીને મારા ઘણા વિદ્વાન મિત્રોએ એમના સુંદર પ્રતિભાવો આપ્યા છે એ બદલ એ સૌનો હું આભારી છું .

જાણીતા વાર્તાકાર અને લેખક મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રીએ એમના સુંદર પ્રતિભાવમાં આ પ્રમાણે જણાવ્યું છે —

“જે વિજ્ઞાનને આધારે ભગવાન જેવું કંઈ નથી, તેજ વિજ્ઞાન ભવિષ્યમાં સાબિત કરશે કે ભગવાનનું અસ્તિત્વ છે.

આપણો સૂર્ય માત્ર એક તારો….આપણા મિલ્કી વે માં અનેક તારાઓ. અને એવી તો બ્રહ્માંડમાં અનેક 

ગેલેક્ષીઓ એક કેન્દ્રની ફરતે પ્રદક્ષિણા કરતી રહે છે. એ કેન્દ્ર એ જ ભગવાન છે.

આપણો વિકશીત દેહ એક સમયે માતાના ગર્ભમાં હતો. તે પહેલા આપણું વિભાજન માતાના

અંડ અને પિતાના  શુક્રાણુંમાં હતું. વિર્યના અનેક શુક્રાણુંમાંથી એક ચોક્કસ શુક્રાણુંમાંથી ચોક્કસ

સમયે અંડભેદન અને આપણું  સર્જન થયું. બસ એમાંજ ભગવાન છે.

એનેક તત્વોના ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનમાં ભગવાન છે.સમગ્ર સૃષ્ટિ ના પોઝિટિવ અને નેગેટિવ

ચાર્જના  સંયોજનમાં ભગવાનનું અસ્તિત્વ છે. પ્રાણી જગતના શુક્રાણું અને અંડમાં ભગવાન છે.”

 

“વિર્યના અનેક શુક્રાણુંમાંથી એક ચોક્કસ શુક્રાણુંમાંથી ચોક્કસ સમયે અંડભેદન અને આપણું સર્જન થયું. બસ

એમાંજ ભગવાન છે.”

શ્રી શાસ્ત્રીની આ વાતને અનુમોદન આપતો એક સુંદર વિડીયો આજની પોસ્ટમાં મુક્યો છે .

 

આ વિડીયોમાં  માતાના ઉદરમાં તબક્કાવાર કેવી રીતે સર્જનની પ્રક્રિયા થાય છે અને નવ માસને અંતે સંપૂર્ણ

મનુષ્ય રૂપે જન્મી આ જગતમાં આવે છે એ તમે જોશો એટલે એ જોઈને તમે તાજુબ થઇ જશો . 

માના ઉદરમાં મનુષ્યની conception to birth ની ચમત્કારી પ્રક્રિયા અજબ છે .

વિડીયોમાં પ્રવક્તા નોબેલ પ્રાઈઝ વૈજ્ઞાનિકે પણ કબુલ્યું છે કે

THIS IS REALLY BEYOND HUMAN COMPREHENSION !

This is an amazing video on human life from conception to birth using the newest x-ray scanning technology that won its two inventors the Nobel Peace Prize.

Conception to Birth

A Remarkable VIDEO ON HUMAN LIFE / FASCINATING!

—————————

Courtesy-Mr. Yogesh  kanakia

Courtesy-Mr. Yogesh kanakia

Faith is taking the first step even when you don’t see the staircase.

Martin Luther King, Jr.

GOD IS NO WHERE , connect W to NO , GOD IS NOW HERE

GOD  એટલે GENERATOR , OPERATER and DESTROYER – બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ .
The_holy_trinity_-_brahma_vishnu_mahesh_cd

બ્રહ્મા – સર્જન કરે, વિષ્ણુ- સંચાલન કરે અને મહેશ- નાશ કરે .