વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 288 ) શુક્રાણું અને અંડમાંથી મનુષ્યનું સર્જન – ભગવાનની અકળ લીલાની અનુભૂતિ કરાવતો એક અદભૂત વિડીયો

આ  અગાઉની વિનોદ વિહારની પોસ્ટ નંબર ( 287 ) ભગવાનનું અસ્તિત્વ …એક વિચાર મંથન…

વાંચીને મારા ઘણા વિદ્વાન મિત્રોએ એમના સુંદર પ્રતિભાવો આપ્યા છે એ બદલ એ સૌનો હું આભારી છું .

જાણીતા વાર્તાકાર અને લેખક મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રીએ એમના સુંદર પ્રતિભાવમાં આ પ્રમાણે જણાવ્યું છે —

“જે વિજ્ઞાનને આધારે ભગવાન જેવું કંઈ નથી, તેજ વિજ્ઞાન ભવિષ્યમાં સાબિત કરશે કે ભગવાનનું અસ્તિત્વ છે.

આપણો સૂર્ય માત્ર એક તારો….આપણા મિલ્કી વે માં અનેક તારાઓ. અને એવી તો બ્રહ્માંડમાં અનેક 

ગેલેક્ષીઓ એક કેન્દ્રની ફરતે પ્રદક્ષિણા કરતી રહે છે. એ કેન્દ્ર એ જ ભગવાન છે.

આપણો વિકશીત દેહ એક સમયે માતાના ગર્ભમાં હતો. તે પહેલા આપણું વિભાજન માતાના

અંડ અને પિતાના  શુક્રાણુંમાં હતું. વિર્યના અનેક શુક્રાણુંમાંથી એક ચોક્કસ શુક્રાણુંમાંથી ચોક્કસ

સમયે અંડભેદન અને આપણું  સર્જન થયું. બસ એમાંજ ભગવાન છે.

એનેક તત્વોના ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનમાં ભગવાન છે.સમગ્ર સૃષ્ટિ ના પોઝિટિવ અને નેગેટિવ

ચાર્જના  સંયોજનમાં ભગવાનનું અસ્તિત્વ છે. પ્રાણી જગતના શુક્રાણું અને અંડમાં ભગવાન છે.”

 

“વિર્યના અનેક શુક્રાણુંમાંથી એક ચોક્કસ શુક્રાણુંમાંથી ચોક્કસ સમયે અંડભેદન અને આપણું સર્જન થયું. બસ

એમાંજ ભગવાન છે.”

શ્રી શાસ્ત્રીની આ વાતને અનુમોદન આપતો એક સુંદર વિડીયો આજની પોસ્ટમાં મુક્યો છે .

 

આ વિડીયોમાં  માતાના ઉદરમાં તબક્કાવાર કેવી રીતે સર્જનની પ્રક્રિયા થાય છે અને નવ માસને અંતે સંપૂર્ણ

મનુષ્ય રૂપે જન્મી આ જગતમાં આવે છે એ તમે જોશો એટલે એ જોઈને તમે તાજુબ થઇ જશો . 

માના ઉદરમાં મનુષ્યની conception to birth ની ચમત્કારી પ્રક્રિયા અજબ છે .

વિડીયોમાં પ્રવક્તા નોબેલ પ્રાઈઝ વૈજ્ઞાનિકે પણ કબુલ્યું છે કે

THIS IS REALLY BEYOND HUMAN COMPREHENSION !

This is an amazing video on human life from conception to birth using the newest x-ray scanning technology that won its two inventors the Nobel Peace Prize.

Conception to Birth

A Remarkable VIDEO ON HUMAN LIFE / FASCINATING!

—————————

Courtesy-Mr. Yogesh kanakia

Courtesy-Mr. Yogesh kanakia

Faith is taking the first step even when you don’t see the staircase.

Martin Luther King, Jr.

GOD IS NO WHERE , connect W to NO , GOD IS NOW HERE

GOD  એટલે GENERATOR , OPERATER and DESTROYER – બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ .
The_holy_trinity_-_brahma_vishnu_mahesh_cd

બ્રહ્મા – સર્જન કરે, વિષ્ણુ- સંચાલન કરે અને મહેશ- નાશ કરે .

 

 

 

 

 

7 responses to “( 288 ) શુક્રાણું અને અંડમાંથી મનુષ્યનું સર્જન – ભગવાનની અકળ લીલાની અનુભૂતિ કરાવતો એક અદભૂત વિડીયો

 1. Hemant ઓગસ્ટ 11, 2013 પર 2:55 પી એમ(PM)

  amazing , speechless , …..Thank you for sharing incredible god story …..Hemant

  Like

 2. aataawaani ઓગસ્ટ 11, 2013 પર 7:24 પી એમ(PM)

  પ્રિય વિનોદભાઈ
  બહુજ અદ્ભુત વિડીયો તમે દેખાડ્યો પરમેશ્વરનું અસ્તિત્વ છેજ કોઈ ડંફાશ મેવા કહે કે હું પરમેશ્વરનું અસ્તિત્વસ્તાસ્તીસ્વ સ્વીકારતો નથી .બધું એની મેળે થાય છે .એ “એની મેળે શું છે “એજ ભગવાન છે પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ નું ભજન છે કે
  અણુમાં આખો વડ સંકેલ્યો ,ઇના મુખ ઊંધા મોરારજી .એક શ્લોક છે એમાં પરમેશ્વરની કળા ઓનું રહસ્ય કોઈ પામી શક્યું નથી .यम ब्रह्मा वरुनेंद्र रूद्र मरुत: स्तुन्वती दिव्ये सतवे .वेदोय्सान्ख्य पद:कर्मो प्निषद गायंत्री यम सां मगा એનો મતલબ એવો છે કે પરમેશ્વરની કળા નો કોઈ પાર પામી શક્યું નથી .આપણે વિડીઓ જોયો એમાં કેવી કમાલ દેખાય છે .આવી રચનાનું વર્ણન છ માના એકેય શાસ્ત્રમાં નથી કીધું .એટલેજ આજથી 2600 કરતા વધુ વર્ષે ભારતમાં થઇ ગએલા સમર્થ તત્વ વેત્તા બૃહસ્પતિને કહેવું પડ્યું છે કે कोई शाश्त्र यकीन करनेके काबिल नहीं है सिर्फ इन्सानकी जहन (बुध्धि )यकीन के काबिल है

  Like

 3. Vipul Desai ઓગસ્ટ 11, 2013 પર 10:43 પી એમ(PM)

  ખુબ જ સરસ વિડીયો છે. ભગવાન એક શ્રદ્ધાનો અને વિશ્વાસનો વિષય છે. જેનો ઘણા વર્ષોથી બાવાઓ/કથાકારો/મહારાજો અને ભૂવાઓ જેવા લોકોએ ગેરલાભ લઈને જે ધતિંગો કર્યા છે તેને લઈને વિશ્વાસ ડગમગી ગયો. નાસ્તિક લોકો કેવી રીતે ડી.એન.એ.ટેસ્ટ વગર કહી શકે કે એ એના બાપનું જ સર્જન છે? એ એક વિશ્વાસ અને શ્રદ્ધા નથી તો બીજું શું છે?

  Like

 4. chandravadan ઓગસ્ટ 12, 2013 પર 12:49 એ એમ (AM)

  The Video is EXCELLENT.
  No WORDS to express the FEELINGS.
  One who sees the VIDEO can not say it is ALL SCIENCE..as the Presenter had admitted “impossible to understand” & trying to understand MORE from what is already known now…is the PATH that SCIENCE can take.
  There will still be SO MUCH UNKNOWN and the RESEARCHES will go on.
  At the END…HUMANS will admit that there is an ENERGY/SOMETHING/SOMEONE beyond the UNIVERSAL as visualised.The NASTIKS in the difiance do not admit but in their HEARTS carry the SECRETS of their INNER TRUTHS.
  From the Comment of Ataji I take>>>

  નથી .બધું એની મેળે થાય છે .એ “એની મેળે શું છે “એજ ભગવાન છે પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ નું ભજન છે કે
  અણુમાં આખો વડ સંકેલ્યો ,ઇના મુખ ઊંધા મોરારજી .એક શ્લોક છે એમાં પરમેશ્વરની કળા ઓનું રહસ્ય કોઈ પામી શક્યું
  The CREATION EXISTS…of this CREATION, the HUMANS who can think may FORGET the CREATOR, but the CREATOR do EXIST too.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to my Blog !

  Like

 5. nabhakashdeep ઓગસ્ટ 12, 2013 પર 10:26 એ એમ (AM)

  આદરણીય શ્રી વિનોદભાઈ..લાખેણી પોષ્ટ. આજના વિજ્ઞાન થકી ..વિધાતાની આ અદભૂત લીલાનાં દર્શન થયાં. સર્જનની પ્રક્રિયા કેટલી જટીલ છે, છતાં કેટલી સહજતાથી વિધવિધ પ્રકારે આ સર્જન ચાલે છે. અનંત શક્તિવાળો તું ,

  અનંત દર્શનવાળો તું, ના સમજે એ તોલે કેંમ? ભમભમ ભોલે તું.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 6. vkvora Atheist Rationalist ઓગસ્ટ 12, 2013 પર 3:05 પી એમ(PM)

  પૃથ્વી, તારા, ગેલેક્ષી-આકાશગંગા, બ્રહ્માંડ કે બ્રહ્માંડોની બધી વીગતો હવે સામાન્ય માણસને ખબર પડવા લાગી છે.

  ૨૦૦-૪૦૦ વરસ અગાઉ જ્યારથી આ વીગતો ખબર પડવા લાગી ત્યારે પણ ભારતમાં લોકો આતો અમારા શાસ્ત્રોમાં બધું લખેલ છે એવું કહેતા અને કોને ખબર હજી કેટલા વરસો સુધી કહેતા રહેશે.

  Like

 7. pravinshastri ઓગસ્ટ 13, 2013 પર 2:50 એ એમ (AM)

  मातृ देवो भव…पितृ देवो भव.
  આપણા શાસ્ત્રમાં કહેવાય છે કે પ્રત્યક્ષ પ્રભુ અહીં જ છે. આપણા સૂર્યદેવ અને સર્જનહાર માતાપિતા. આપણે નહીં પણ ૧૦૦૦ વર્ષ પછીનું વિજ્ઞાન સાબિત કરશે કે આપણા જેવીજ માનવ અને પ્રાણી સૃષ્ટિ બીજી અનેક ગેલેક્ષીઓમાં અસ્તિત્વ ધરાવે છે. બસ એજ વિજ્ઞાન કહેશે કે આલોક અને પરલોક છે.
  અને વિનોદભાઈ આ વિડિયો મુકવા બદલ આભાર અને ધન્યવાદ.
  આપણું અસ્તિતવ અને સર્જન એજ ઈશ્વર છે.
  વિડિયો…અદ્ભુત…..અદ્ભુત…અદ્ભુત….

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: