વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 291 ) શ્રી પ્રવીણ શાસ્ત્રીની એક હાસ્ય રસિક વાર્તા – ગુજરાતીઓને ગમતું શ્રીમાન બલ્લુભાઈનું સ્વપ્ન….

શ્રી પ્રવીણ શાસ્ત્રી

શ્રી પ્રવીણ શાસ્ત્રી

ગુજરાતી સાહિત્યકારો કોશ -૨૦૧૩માં અન્ય સાહિત્યકારો સાથે જેમનું નામ પણ સામેલ છે એવા એક નીવડેલ લેખક અને સાહિત્યકાર મારા મિત્ર  શ્રી પ્રવીણ શાસ્ત્રીનો વાર્તાના આ બ્લોગ  ની  તાજી વાર્તા # ૫૯  “ગુજરાતીઓને ગમતું શ્રીમાન બલ્લુભાઈનું સ્વપ્ન..”એમણે મને ઈ-મેલથી મોકલી .આ વાર્તા વાંચતા જ મને ગમી ગઈ .
 
શ્રી પ્રવીણભાઈ મૂળ સુરતી લાલા છે એટલે એમનામાં હાસ્ય રસ ભરપેટે ભર્યો છે . એમનો આ અનુભવ આધારિત હાસ્ય રસ એમની ઘણી વાર્તાઓમાં દેખાઈ આવે છે .
 
આ વાર્તામાં પણ શ્રી પ્રવીણભાઈ એક હાસ્ય લેખક બની ગયા છે . એમાં હાલની રાજકીય રીતિનીતિ ઉપર કટાક્ષ પણ  છે .
 
આજે પોસ્ટ કરવામાં આવેલી એમની ઉપરોક્ત વાર્તામાં એક પાત્ર શ્રીમાન બલ્લુભાઈને આવેલ એક સ્વપ્ન મારફતે લેખકના કટાક્ષનો જુઓ આ એક નમુનો :
 
‘ઠેર ઠેર મોદી મંદિરો બંધાયા હતા. તેમાં બધા સંત બાપુઓ મોદીપુરાણની કથા કરતા હતા. બધા ભક્ત જનોને ચાવાલા ફેમિલી તરફથી શીરાને બદલે સુરતી ખમણનોલોચો પ્રસાદમાં અપાતો હતો. અમદાવાદમાં ગાંધીજીના આશ્રમમાં બકરીના દૂધની મોટી ડેરી ખોલવામાં આવી હતી. બકરીને દોહવાનું કામ સોનિયાદેવીની દેખરેખ હેઠળ મનમોહનજી કરતા હતા. બકરીના દૂધમાં આરોગ્યને નુકસાન કરનાર ચરબીયુક્ત ભેંસનુ દૂધ ભેળવવાનો ભ્રષ્ટાચાર ન થાય તે માટે અન્ના કમીશન એના પર સતત નજર રાખતું હતું.’
 
ભારતના ૬૭મા સ્વાતંત્ર્ય દિવસના આ શુભ દિવસે વિનોદ વિહારના વાચકો આ હાસ્ય અને કટાક્ષ મિશ્રિત રસિક વાર્તા વાંચવાનો આનંદ લેશે એવી આશા છે .
 
નીચેની લીંક ઉપર ક્લિક કરીને શ્રી પ્રવીણભાઈ શાસ્ત્રીના આ હાસ્ય-કટાક્ષમય લેખનો આનંદ માણો .
 
 
વિનોદ વિહારના વાચકોને ભારતના  ૬૭મા સ્વતંત્રતા દિને હાર્દિક અભિનંદન અને અનેક શુભેચ્છાઓ .
 
વિનોદ પટેલ
___________________________________________________

Happy Independence Day

 
ઉપરની વાર્તામાં જેમનો ઉલ્લેખ કરાયો છે એવાં ગુજરાત અને હવે તો ભારતના  લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્ર
 
મોદીએ ભારતના ૬૭મા સ્વાતંત્ર્ય દિવસે ત્રિરંગો ધ્વજ ફરકાવ્યા પછી લાલન કોલેજ , ભુજ, કચ્છ ખાતે કરેલ
 
ઉદબોધનને નીચેના વિડીયોમાં સાંભળો .
 
There is a need to change the status quo-ist mindset for the progress of the country:
 
Shri Modi’s address while unfurling Tricolour at Lalan College, Bhuj
 
 
 
( શ્રી નરેન્દ્ર મોદીના બ્લોગની આ લીંક ઉપર આ દિવસની ઉજવણીના સમાચાર તસ્વીરો  સાથે જોવા મળશે .)
 
 
 
 
 
 

4 responses to “( 291 ) શ્રી પ્રવીણ શાસ્ત્રીની એક હાસ્ય રસિક વાર્તા – ગુજરાતીઓને ગમતું શ્રીમાન બલ્લુભાઈનું સ્વપ્ન….

 1. Dr.rajnikantpatel ઓગસ્ટ 16, 2013 પર 9:13 એ એમ (AM)

  Congratulations I am highly impressed at your work I liked tahuko readgujarati ranker mavjibhai forsvsamelan of course there are still many good web sites thanks

  Like

 2. DR. CHANDRAVADAN MISTRY ઓગસ્ટ 16, 2013 પર 12:55 પી એમ(PM)

  બલ્લુભાઈએ મોટે અવાજે જયઘોષ કયો. નરેન્દ્ર મોદી જીંદાબાદ. અમારી આજુબાજુનુું ટોળ પ્રનર્ઘોષ કરે ર્ેટલામાું બુમ પડી કોઈકે બુમ પાડી કે લુંચ માટેની લાઈન શરુ થઈ ગઈ છે. ટોળું નવખેરાઈ ગ્ુું…..
  Vinodbhai,
  Read Pravinbhai’s Varta via your Blog.
  Ballubhai’s voice ” Modi Zindabad” but the crowd moved to the Lunch Line.
  And..finally telling Shastriji to publish a story on GUJARAT as BHARAT….but Shastriji replied that by saying “he writes ONLY imagined Vartao & not the REAL ones”
  Nice imaginary picture of the possible NARENDRA MODI as the next PM of India.
  Liked it !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to Chandrapukar !

  Like

 3. Vinod R. Patel ઓગસ્ટ 16, 2013 પર 2:14 પી એમ(PM)

  આદરણીય શ્રી આતાજીએ એમના ઈ-મેલમાં મોકલેલ પ્રતિભાવ એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે .

  વિનોદભાઈ

  તમે પ્રવીણ શાસ્ત્રીની ગજબની હાસ્ય કથા વાંચવા આપી.

  આ હાસ્ય કથા તેમણે મોદી પુરાણમાંથી ગોતી કે બલ્લુભાઈના સ્વપ્નામાંથી ગોતી ?

  ગમે ત્યાથી ગોતી હોય પણ બહુ હાસ્ય રસ ફેલાવે એવી હતી.

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta

  Like

 4. Pingback: ( 446 ) શ્રી બલ્લુભાઈની જિજીવિષા……..હાસ્ય લેખ ………… લેખક- શ્રી પ્રવીણ શાસ્ત્રી | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: