વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 18, 2013

( 292 ) એક પૂતળામાં કેદ ગાંધી બાપુનો મહિલાઓને સંદેશ

મારા એક નેટ મિત્ર તરફથી એક પૂતળામાં ઉભેલા ગાંધી બાપુ વાંકા વળીને પોતાની લાકડી એક બાળાને
 
આપી રહયા છે એમ દર્શાવતું એક ચિત્ર મને એમના ઈ-મેલમાં મળ્યું .
 
આ ચિત્ર અને એનો સંદેશ મને ગમ્યો .
 
કેટલાંક ચિત્રો એવાં હોય છે જે મુંગા રહીને પણ અનેક શબ્દો બોલતાં હોય છે .
 
ગાંધી બાપુનું નીચેનું ચિત્ર જોતાં મારા મનમાં જે વિચાર મંથનો રચાયાં એમાંથી જન્મી મારી
 
એક અપદ્યાગદ્ય રચના રૂપી નવનીત જેને આજની પોસ્ટમાં પીરસતાં આનંદ થાય છે .
 
આશા છે વાચકોને એનો આસ્વાદ લેવાનું ગમશે .
 
વિનોદ પટેલ
—————————————————
 
પુતળામાં કેદ ગાંધી બાપુ શું કહે છે ?
 

Gandhiji in statue and a Girl -stick

હે બાળા , નજીક આવ , લઇ લે મારી લાકડી ,
આ સમય છે સીધા કરવાનો સૌ દુષ્ટોને ,
જે મહિલાઓને રોજે રોજ પજવી રહ્યા .
 
ઠેર ઠેર મારા નામે, મારા જતાં ,
ઉભાં કર્યાં તમોએ મારાં પુતળા ને રસ્તાઓ
કામ જાણે પતી ગયું હવે એમ માની ,
મારુ નામ વટાવી ખુરશી પર ચઢી બેઠા .
સત્ય ,અહિંસા ,રામરાજ્યની મારી શીખ ,
હવામાં જાણે ઉડી ગઈ !
 
રહેવાતું નથી અને સહેવાતું નથી મારાથી ,
રોજ બરોજ ચાલતું આ બખડજંતર જોઈ ,
દુષ્ટો બહું વધી ગયા અને એમના દ્વારા ,
નારીઓ પરના અત્યાચારો  કેટલા વધી ગયા!
ઓ નારીઓ , મારી સાથે રહી, બહાદુર બની ,
સત્યાગ્રહની તમોએ લડત લડી , જીતી ,
એ શું બધું ભૂલી ગયાં ?
 
પહેલાં જેમ, હવે નથી રહી તું અબળા ,
નારી તું તો છે એક નારાયણી ,
રાણી લક્ષ્મીબાઈ , દુર્ગા અને ચંડિકા.
અવકાશમાં ઉડતી જે એ શું દુષ્ટોથી ડરે !
જે કર જુલાવે પારણું એ
જગ પર શાશન કરે એ વાત કેમ ભૂલે !
 
દુષ્ટોને સીધા કરવામાં નથી હિંસા ,
મને ન ખપે નબળાઓની અહિંસા !
માટે સબળા થઇ જા , બહાદુર બની જા ,
સોટી મારી આ વાગશે ત્યારે જ
એ દુષ્ટો , અત્યાચારીઓ , ભ્રષ્ટાચારીઓ ,
દેશને વગોવતા સૌ લોકો શાનમાં આવશે .
 
માટે ફરી કહું , ઓ બાળા,લઈ લે મારી લાકડી ,
 સીધા કર એ સૌ દુષ્ટોને , રોજ તને પજવતા .
 
— વિનોદ પટેલ