વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 292 ) એક પૂતળામાં કેદ ગાંધી બાપુનો મહિલાઓને સંદેશ

મારા એક નેટ મિત્ર તરફથી એક પૂતળામાં ઉભેલા ગાંધી બાપુ વાંકા વળીને પોતાની લાકડી એક બાળાને
 
આપી રહયા છે એમ દર્શાવતું એક ચિત્ર મને એમના ઈ-મેલમાં મળ્યું .
 
આ ચિત્ર અને એનો સંદેશ મને ગમ્યો .
 
કેટલાંક ચિત્રો એવાં હોય છે જે મુંગા રહીને પણ અનેક શબ્દો બોલતાં હોય છે .
 
ગાંધી બાપુનું નીચેનું ચિત્ર જોતાં મારા મનમાં જે વિચાર મંથનો રચાયાં એમાંથી જન્મી મારી
 
એક અપદ્યાગદ્ય રચના રૂપી નવનીત જેને આજની પોસ્ટમાં પીરસતાં આનંદ થાય છે .
 
આશા છે વાચકોને એનો આસ્વાદ લેવાનું ગમશે .
 
વિનોદ પટેલ
—————————————————
 
પુતળામાં કેદ ગાંધી બાપુ શું કહે છે ?
 

Gandhiji in statue and a Girl -stick

હે બાળા , નજીક આવ , લઇ લે મારી લાકડી ,
આ સમય છે સીધા કરવાનો સૌ દુષ્ટોને ,
જે મહિલાઓને રોજે રોજ પજવી રહ્યા .
 
ઠેર ઠેર મારા નામે, મારા જતાં ,
ઉભાં કર્યાં તમોએ મારાં પુતળા ને રસ્તાઓ
કામ જાણે પતી ગયું હવે એમ માની ,
મારુ નામ વટાવી ખુરશી પર ચઢી બેઠા .
સત્ય ,અહિંસા ,રામરાજ્યની મારી શીખ ,
હવામાં જાણે ઉડી ગઈ !
 
રહેવાતું નથી અને સહેવાતું નથી મારાથી ,
રોજ બરોજ ચાલતું આ બખડજંતર જોઈ ,
દુષ્ટો બહું વધી ગયા અને એમના દ્વારા ,
નારીઓ પરના અત્યાચારો  કેટલા વધી ગયા!
ઓ નારીઓ , મારી સાથે રહી, બહાદુર બની ,
સત્યાગ્રહની તમોએ લડત લડી , જીતી ,
એ શું બધું ભૂલી ગયાં ?
 
પહેલાં જેમ, હવે નથી રહી તું અબળા ,
નારી તું તો છે એક નારાયણી ,
રાણી લક્ષ્મીબાઈ , દુર્ગા અને ચંડિકા.
અવકાશમાં ઉડતી જે એ શું દુષ્ટોથી ડરે !
જે કર જુલાવે પારણું એ
જગ પર શાશન કરે એ વાત કેમ ભૂલે !
 
દુષ્ટોને સીધા કરવામાં નથી હિંસા ,
મને ન ખપે નબળાઓની અહિંસા !
માટે સબળા થઇ જા , બહાદુર બની જા ,
સોટી મારી આ વાગશે ત્યારે જ
એ દુષ્ટો , અત્યાચારીઓ , ભ્રષ્ટાચારીઓ ,
દેશને વગોવતા સૌ લોકો શાનમાં આવશે .
 
માટે ફરી કહું , ઓ બાળા,લઈ લે મારી લાકડી ,
 સીધા કર એ સૌ દુષ્ટોને , રોજ તને પજવતા .
 
— વિનોદ પટેલ
 

6 responses to “( 292 ) એક પૂતળામાં કેદ ગાંધી બાપુનો મહિલાઓને સંદેશ

 1. dee35 ઓગસ્ટ 19, 2013 પર 10:36 એ એમ (AM)

  બાપુની લાકડીથી કોઈને સીધા કરી શકાય તેમ નથી. પણ જે ગોળી બાપુએ ખાધી હતી તવી ગોળીએ દેવા મંડો તોજ કંઈ રસ્તો થાય.રામઘુનમાં કોઈ ગાંઠે નહી.

  Like

 2. હિમ્મતલાલ ઓગસ્ટ 19, 2013 પર 5:43 પી એમ(PM)

  મૂંગો સંદેશો પણ ઘણો સમજવા જેઓ સંદેશો

  Like

 3. pravinshastri ઓગસ્ટ 19, 2013 પર 10:21 પી એમ(PM)

  બાપુના હાથમાં એ-કે ૪૭ હોત તો બાળાને તે આપતે, પણ એ તો સંજુબાબાએ સંતાડી દીધી હતી.

  Like

 4. P.K.Davda ઓગસ્ટ 20, 2013 પર 1:41 એ એમ (AM)

  ખરેખર સુંદર રચના. વિચારોની નવીનતા ખાસ ધ્યાન ખેંચે છે. અભિનંદન.

  Like

 5. સુરેશ ઓગસ્ટ 20, 2013 પર 2:18 એ એમ (AM)

  અમદાવાદમાં ઈન્કમટેક્સ સર્કલ પાસેના ગાંધી પૂતળા અંગેની જોક યાદ આવી ગઈ.

  Like

 6. DR. CHANDRAVADAN MISTRY ઓગસ્ટ 21, 2013 પર 12:47 એ એમ (AM)

  માટે ફરી કહું , ઓ બાળા,લઈ લે મારી લાકડી ,

  સીધા કર એ સૌ દુષ્ટોને , રોજ તને પજવતા .

  — વિનોદ પટેલ
  Vinodbhai,
  Nice Rachana !
  A BALA….a Sister of Someone !
  HAPPY RAXABANDHAN DAY to ALL !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting all to my Blog !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: