વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 19, 2013

( 293 ) એક બાંયનું રંગીન સ્વેટર – એક યુવાન યુગલના અદભૂત પ્રેમની સત્ય કથાનો વિડીયો

 

આ અગાઉની પોસ્ટ નંબર ૨૯૦ માં આપણે પ્રેમ અને પ્રેમની વ્યાખ્યા વિષે વાંચ્યું  અને વિચાર્યું .

એ પોસ્ટના અનુસંધાનમાં આજની પોસ્ટમાં એક સુંદર અને યુવાન પતી-પત્નીના પ્રેમની કથા કહેતો વિડીયો નીચે મુકેલ છે .

મુંબઈ શહેરમાં બનેલી એક સત્ય ઘટના ઉપર આધારિત આ વિડીયો છે .પુસ્તકોના પાનાઓમાં અને નેટ ઉપર આપણે ઘણી કાલ્પનિક પ્રેમ કથાઓ વાંચીએ છીએ પરંતુ આ વિડીયોમાં જે દંપતીની વાત કહેવાઈ છે એ પુસ્તકોમાંની કાલ્પનિક વાર્તાઓ કરતાં વિશેષ એવી એક સંવેદનશીલ સત્ય કથા છે .

પતિ અને પત્ની લગ્નના પવિત્ર સંબંધથી જ્યારે જોડાય છે ત્યારે એકબીજાને સુખમાં અને દુઃખમાં સાથ આપવાની પ્રતિજ્ઞા લેતાં હોય છે .

લગ્નથી જોડાઈ એક બીજાને સહારે સંસારની યાત્રા શરુ કરે છે અને નવા અને ઉજળા ભવિષ્યનાં સ્વપ્નાં સેવતાં હોય છે .

પરંતુ સજોડે લાંબા સમય સુધી સુખ ભોગવવાનું  બધાના નશીબમાં એક સરખું લખ્યું નથી હોતું .

આ વિડીયોમાં કહેવાયું છે એમ એક સુંદર અને યુવાન પતી-પત્નીની જીવન યાત્રા આનંદથી ચાલી રહી હતી ત્યાં જ એની પત્ની કમનશીબે કેન્સરના જીવલેણ રોગમાં સપડાઈ જાય છે .પત્નીની આ દશામાં પણ ઘરનો ખર્ચ કાઢવા માટે પતિને એની નોકરી માટે ગાડીમાં જવું જ પડે એ સ્વાભાવિક છે .

પત્ની જાણે છે કે હવે એના જીવનના ગણતરીના જ દિવસો  બાકી રહ્યા છે . આ પરિસ્થિતિમાં પતિનો જેટલો બની શકે એટલો વધુ સહેવાસ મળી રહે એટલા માટે એ પતિની સાથે રોજ ગાડીમાં એને છેલ્લા સ્ટેશન સુધી મુકવા જાય છે અને વળતી ટ્રેનમાં પાછી આવે છે .

આ ટ્રેનની મુસાફરી દરમ્યાન એ એના પતિ સાથે વાતચીત કરતાં કરતાં પતિને પહેરવા માટે ગરમ લાલ રંગનું  સ્વેટર ગૂંથતી રહે છે .

આ પ્રમાણે લગભગ સ્વેટર ગૂંથવાનું પુરું કરવામાં એની એક જમણી બાજુની બોય બાકી રહે છે અને એની પત્ની કેન્સરના રોગનો ભોગ બનીને છેવટે મોતને ભેટે છે .

આ યુવાન પતિનો વિદાય થયેલ પત્ની માટેનો પ્રેમ એટલો ઉચ્ચ કક્ષાનો છે કે પત્નીની યાદગીરીમાં પત્નીએ અધૂરું છોડેલું એક બોયનું સ્વેટર પહેરીને જ એ ઓફિસમાં ટ્રેનમાં નોકરી કરવા જાય છે . લોકો એ જોઈને શું કહેશે એની એને પરવા નથી .

એની પત્નીની નાજુક આંગળીયો વડે પ્રેમથી ગુન્થાયેંલું સ્વેટર એના શરીરને જાણે કે કોઈ અજબ પ્રકારની હુંફ આપતું ન હોય !

સુખી દામ્પત્યની જીવન યાત્રાની સફર આનંદથી ચાલી રહી હોય ત્યારે જ એકાએક કોઈ વિપરીત સંજોગોનો શાપ આ સુખી જોડાને આભડી જતાં એક પાત્ર આ જગતમાંથી જ્યારે એકાએક વિદાય લઇ લે છે ત્યારે જીવિત પાત્રના જીવનમાં એક પ્રકારનો પૂરી ન શકાય એવો શૂન્યાવકાશ વ્યાપી જતો હોય છે .

જીવનની આ કરુણ વાસ્તવિકતાનો જીવિત પાત્રને એની બાકીની જિંદગીના અંત સુધી સામનો કરવો જ પડે છે .That cannot be cured ,should be endured એટલે કે જેનો બીજો કોઈ ઉપાય નથી એને સહન કર્યે જ છુટકો એવું મન સાથે સમાધાન કરવું જ પડે છે .

દિવંગત થયેલ પત્ની સાથે વીતાવેલી એક એક પળની કિંમત શું હોય છે તેનો અહેસાસ તો પતિને પત્નીની દુખદ વિદાય પછી જ આવતો હોય છે .જેને રામબાણ વાગ્યા હોય એ જ એકાએક આવી પડેલા અને પૂરી ન શકાય એવા શૂન્યવકાશને પૂરી રીતે પરખી શકે !  

મુહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા,

અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા;

મળે છે કોઇ એક જ પ્રેમીને સાચી લગન દિલની,

બધાયે ઝેર પીનારા કંઇ શંકર નથી હોતા.

– શેખાદમ આબુવાલા

આવા એક આદર્શ પ્રેમની મિશાલ રજુ કરતા એક યુવાન યુગલની  કરુણ પ્રેમ કહાનીને એક પ્રવક્તાના

શબ્દોમાં નીચેના વિડીયોમાં સાંભળો અને જુઓ . 

———————————————————————————————-

લય સ્તરો બ્લોગમાં પ્રગટ  શ્રી જયંત પાઠકનું એક સોનેટ “વિખૂટું ”  આજની આ પોસ્ટના

વિષય ઉપર વધુ પ્રકાશ પાડે એવું છે .

 વિખૂટું – જયન્ત પાઠક ( સૉનેટ )

લય સ્તરોના સૌજન્યથી આ આખું કાવ્ય અહીં વાંચો 

————————————————–

પોસ્ટને અંતે ૧૯૭૮ ની ફિલ્મ સાજન બિન સુહાગન નું ગાયક યસુદાસના મધુર કંઠે

ગવાયેલ એક ભાવવાહી પ્રેમ-ગીત સાંભળો અને કશિશ અનુભવો .

આ ગીત એ વખતના પ્રખ્યાત અભિનેતા રાજેન્ર્કુમાર અને અભિનેત્રી નુતન ઉપર ફીલ્માયું છે .

Sajan Bina Suhagan – Madhuban Khushboo Deta Hai – Yesudas