વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 297 ) ભારતીય દેશ નેતાઓની રમુજી વાતો- પેરડી ( હાસ્ય યાત્રા)

ભારતના હાલના વડા પ્રધાન મનમોહનસિંહ  લોકસભાની એક પણ ચૂંટણી લડ્યા  સિવાય મે ૨૦૦૪ થી

દેશના વડા પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળી રહ્યા છે . તેઓ એક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી છે અને એમનો બાયોડેટા 

ખુબ આકર્ષક છે .

આમ હોવા છતાં એક મોટા લોકશાહી દેશ  ભારતના વડા પ્રધાન તરીકેની એમની કામગીરીનો ગ્રાફ દેશમાં કે

વિદેશમાં એટલો  બધો આકર્ષક જણાતો નથી .

દેશના રીઢા રાજકારણી વ્યક્તિઓના ઢાંચામાં એ બહું ફીટ થતા હોય એમ નથી લાગતું .કઈક અતડા પડે છે .

ભારતના વડા પ્રધાન શ્રી મનમોહનસિંહની  આજ સુધી જે વડા પ્રધાનો થયા એમાં બહું ઓછું બોલવાનો વિક્રમ

ધરાવતા હોય એમ જણાય છે . લોકોમાં એમની એક મુગા વડા પ્રધાન તરીકેની છાપ છે .

ભારત અને અમેરિકા એ દુનિયાના બે મોટા લોકશાહી દેશો છે .આ બે દેશના બંધારણમાં જે કેટલાક નાગરિક

હક્કો આપેલા છે એમાં વાણી સ્વાતંત્ર્યનો હક્ક મુખ્ય છે .  આ હક્કની રૂએ આ બન્ને દેશોમાં લોકો એમના દેશના

નેતાઓ અને રાજકારણીયો ઉપર એમના લેખોમાં , ટી. વી .કાર્યક્રમોમાં અને કાર્ટુનોમાં રમુજ કરતા રહે છે .

નેટ મિત્રો એમના ઈ-મેલમાં વિવિધ પ્રકારની સાહિત્યની વાચન સામગ્રી તો મોકલતા હોય છે એની સાથે સાથે

કોઈવાર ભારતના રાજકારણ સાથે જોડાયેલી રમુજી લેખો -કાર્ટુન, વિડીયો લીંક વિગેરે પણ મોકલે છે .

ભારતથી હજારો માઈલ દુર અહીં અમેરિકામાં રહીને દેશ નેતાઓ ઉપરની આવી રમુજો માણવી ગમે છે .

આજની પોસ્ટમાં ભારતના વડા પ્રધાન શ્રી મનમોહનસિંહ સાથે જોડાયેલી કેટલીક મિત્રોના ઈ-મેલમાંથી  અને

નેટ જગતમાંથી પ્રાપ્ત કેટલીક રમુજો પ્રસ્તુત કરી છે .

આશા છે અગાઉના ચિંતનાત્મક ભારે લેખો વાંચ્યા પછી તમને થોડા હળવા થવામાં આ પોસ્ટ થોડી મદદરૂપ

થશે .

મનમોહનસિંહ અને ગાંધીજીના ત્રણ વાંદરા ઉપર આધારિત આ છે એક રમુજ રાષ્ટ્રભાષા  હિન્દીમાં — 

स्वर्ग मे गांधीजी चित्रगुप्त से मिले तब ….गांधीजी ने अपने धरती के तीन बंदरोन्का हाल पुछा .

चित्रगुप्त जी बोले  “वो तीनो बडे मजेमें है ….जो अंधा था, वो कानून बन गया है ,

जो बहिरा था , वो सरकार बन गया है

और … जो गुंगा था वो सबसे मस्त है ,वो P.M. बन गया है !

બુધવારની બપોરે ફેઈમ જાણીતા હાસ્ય લેખક શ્રી અશોક દવેએ એમના   ચેહરા… ચેહરા …. નામના લેખ

માં વિવિધ પ્રકારના ચેહરાઓ માં એક પ્રકાર મનમોહન ચેહરા કેવા હોય એ વિષે આ પ્રમાણે લખ્યું છે .

“મનમોહન ચેહરા :

આ પ્રકારના ચેહરાઓમાં અન્ય કોઇ ખુલાસાની જરૂર જ નથી. મરી જાઓ તો ય કોઇ હાવભાવ ન આવે.જન્મ વખતે ચેહરા પર જે માલ મૂકાયો હોય, એ આજ સુધી બદલાયો નથી. ઉપરથી જ ડીઝાઇન આવી હોય છે.નામ ‘મનમોહન’ પણ આપણા મનને કે તનને મોહી લે, એવો એકે ય વળાંક ચેહરામાં ઉમેરાતો નથી. આવા ચેહરાને અવાજ સાથે સીધો સંબંધ હોવાથી એ ય નીકળતો નથી. અલબત્ત, કહેવાય છે કે, આવા ચેહરાઓ બેસણાંમાં વાપરવાના બહુ કામમાં આવે છે,તમે રડો કે મરો, મનમોહન ચેહરાઓમાં લાઈફટાઈમની વૉરન્ટી હોય. હોઠ પણ જમવા ટાણે ખુલે. “

ગાંધીજીના ત્રણ વાંદરા અને મનમોહનસિંહ — સોનિયાજી 

બુરા મત દેખો …..બુરા મત સુનો  …. બુરા મત બોલો

manmohan -3 monkeys

સુપર સ્ટાર અમિતાભ બચ્ચનનો ” કોન બનેગા કરોડપતિ ” ટી.વી.પ્રોગ્રામ બહું લોકપ્રિય છે . આ પ્રોગ્રામ ઉપરથી એક પેરડી ” કોન બનેગા રોડ પતિ ” નીચેના વિડીયોમાં મુગા વડા પ્રધાન મનમોહનસિંહને  હોટ સીટમાં બેસાડીને કરવામાં આવી છે એ ખુબ મજાની છે .

Kaun Banega Roadpati – Mr. PM Singh 

આપણે જાણીએ છીએ કે ૨૦૦૪માં કોંગ્રેસના નેતાઓએ ઈટાલીમાં જન્મેલ સોનિયા ગાંધીની આ દેશના વડા પ્રધાન તરીકે પસંદગી કરી હતી . પરંતુ સોનિયાજીએ મનમોહનસિંહને આ પદ સોંપ્યું હતું .કોંગ્રેસના આ નેતા સોનિયાજીને હજુ હિન્દીમાં બોલવું બહું ફાવતું નથી અને કોઈવાર એમનું પ્રવચન હાસ્ય ઉપજાવતું હોય છે .

ભારતમાં એક જાણીતા હાસ્યના ટી.વી. પ્રોગ્રામમાં મનમોહનસિંહ અને સોન્યાજી વચ્ચે થયેલ જે રમુજી સંવાદ રજુ કર્યો છે એનો હાસ્યથી ભરપુર નીચેનો વિડીયો માણો .

PM Tujhe Banaya –PM and Soniya Gandhi  

9 responses to “( 297 ) ભારતીય દેશ નેતાઓની રમુજી વાતો- પેરડી ( હાસ્ય યાત્રા)

 1. aataawaani ઓગસ્ટ 25, 2013 પર 4:03 પી એમ(PM)

  પ્રિય વિનોદભાઈ
  મોંન સિંગ અને સોનિયા ગાંડી ની વિડીયો જોઈ અબી તાપ અન અબી ઠ ન્દ્દક જોઈ બહુ મજા આવી રાત્રે મને સોનિયાજી સ્વપ્નામાં નો આવે તો સારું હે મારા ભગવાન

  Like

 2. pravina ઓગસ્ટ 26, 2013 પર 2:29 એ એમ (AM)

  He hardly opens his mouth when he visits Dentist.

  ha ha ha ha

  Like

 3. chandravadan ઓગસ્ટ 27, 2013 પર 6:01 એ એમ (AM)

  ભારતમાં એક જાણીતા હાસ્યના ટી.વી. પ્રોગ્રામમાં મનમોહનસિંહ અને સોન્યાજી વચ્ચે થયેલ જે રમુજી સંવાદ રજુ કર્યો છે એનો હાસ્યથી ભરપુર નીચેનો વિડીયો માણો………………
  Video. Joyo….Maza Avi Gai !
  Manmohan Pachhi Rahul Nahi…..Koi Biju Aave !
  This is the Wish for 2014 !
  Have CongressThi Thaki Gaya Chhie.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar !

  Like

 4. vkvora Atheist Rationalist ઓગસ્ટ 27, 2013 પર 6:30 પી એમ(PM)

  અન્ન સુરક્ષા બીલ સોમવારે રાત્રે લોકસભામાં પાસ થઈ ગયું.

  રાજ્યસભામાં પણ આજ કાલમાં પાસ થઈ જશે અને રાષ્ટ્રપતી સહી કરે એટલે

  ખાઓ, પીઓ અને જલસા કરો.

  જન્માષ્ટમીની ફળશ્રુતી સમજો….

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: