દર વર્ષની જેમ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ-વદ ના આઠમા દિવસને વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી
કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાસ્ટમી તરીકે ઉજવવામાં આવે છે .
આ જન્માષ્ટમી પર્વને દેશ વિદેશમાં શ્રી કૃષ્ણ ભક્તો ધામ ધુમથી ઉજવી આ પર્વને વધાવે છે .
મંદિરોમાં નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી….હાથી ઘોડા પાલખી ,જય કનૈયા લાલ કી નો નાદ ગુંજી
રહે છે .
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વ અને શ્રી કૃષ્ણ મહિમા
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વ અને શ્રી કૃષ્ણ મહિમા વિષે અગાઉની વિનોદ વિહારની આ પોસ્ટ નંબર ૭૬ ની
મુલાકાત લઈને આ પર્વની અંગેની વિવિધ માહિતી, ભજનના વિડીયો વિગેરે સાથે માણો .
HAPPY JANMASTMI TO ALL
વિનોદ પટેલ
——————————————————————
આ જન્માષ્ટમી પર્વ નિમિત્તે સંપૂર્ણ શ્રીમદ ભગવદ ગીતા (અધ્યાય ૧થી ૧૮ ) -વિડીયોમાં
ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ રંગીન ચિત્રોનું દર્શન કરતાં કરતાં સંપૂર્ણ ગીતા સરળ માતૃભાષા ગુજરાતીમાં
નીચેના વિડીયોમાં સાંભળવાનો ધર્મ લાભ લો .
.
Thanks to Mr. Hasmukh Kothari ,U.K. /Mr. B.J.Mistri Houston
for sending this useful link in e-mail with this message –
Friends,
Shreemad Bhagavad Gita in Gujarati in mp3 format (Full) for
your listening pleasure.
Listen to what Krishna said in the attached simple commentary of the
Bhagavad Gita in mp3 format .
Gujarati ones are about 3:00 hours
with beautiful pictures without interruptions.
You can download it and save it to your pc to listen it again.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
SHRIMAD BHAGVAD GITA IN GUJARATI (FULL ):
VIDEO
<
અગાઉની મારી એક પોસ્ટમાં શ્રીમદ ભગવદ ગીતાનો સંદેશ સંક્ષેપમાં મૂળ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને મુક્યો હતો .આ જન્માષ્ટમી પર્વ પ્રસંગે એને અહીં ફરી અહીં રજુ કરવાનું ઉચિત રહેશે. .
શ્રીમદ ભગવદ ગીતાનો સંદેશ સંક્ષેપમાં
ચિંતા માથે લઇ કેમ વ્યર્થ ફરી રહ્યો છે તું.
કોની લાગી રહી છે બીક બિન કારણ તને.
કોઈ તને મારી નાખશે એવી બીક છે તને?
આત્મા નથી મરતો કે નથી જન્મ લેતો કદી.
ભૂતકાળે જે થયું એ બધું થયું સારા માટે
જે બની રહ્યું વર્તમાને એ છે સારા માટે
જે થશે ભાવિમાં પણ હશે એ સારા જ માટે
બન્યું જે ભૂતકાળે એનો અફસોસ કરવો નહીં
ભાવિની ચિંતા કરવાની પણ તારે શી જરૂર?
વર્તમાને થઇ રહ્યું જે એનું જ તું રાખ ધ્યાન.
શું ગુમાવ્યું છે તેં કે રડી રહ્યો છું તું.
શું લાવ્યો હતો સાથે જે છે તેં ગુમાવ્યું હવે,
શું પેદા કર્યું જે નાશ પામ્યું એમ માની રહ્યો
ખાલી હાથે જ આવ્યો તું જગમાં હતો
જે કંઇ છે બધું તારી પાસે, પ્રાપ્ત કર્યું છે અહીં.
દાન જે કર્યું એ બધું, અહીંથી જ તો છે આપ્યું
તારું પ્રાપ્ત કર્યું એ બધું પરમેશ્વરની દેન છે
જે તેં આપ્યું હશે એ, એને જ અર્પણ છે બધું.
ખાલી જ હાથે આવ્યો હતો જગમાં તું
ખાલી હાથે જ વિદાય થવાનો છે તું.
જે કંઇ આજ છે તારું,કાલે કોઈ અન્યનું હતું
થાશે એ બીજાનું આવતી કાલે અને પછી.
બધું તારું જ છે એમ વ્યર્થ મનમાં રાચી રહ્યો
સુખના જુઠ્ઠા ખ્યાલો તારી ચિંતાઓનું મૂળ છે.
જે પ્રાપ્ત થયું વિશ્વે,પ્રભુ એ જ આપ્યું છે તને
જે તેં આપ્યું એ બધું,પ્રભુ ને જ અર્પણ છે કર્યું.
ખાલી હાથે આવ્યો હતો,જવાનો છે ખાલી હાથે.
પરિવર્તન એ જ જગતનો અચલ નિયમ છે
માને છે તું મોત જેને,વાસ્તવમાં એક જીવન છે.
એક ક્ષણે ભલે બને તું લાખોપતિ કે કરોડપતિ
બીજી ક્ષણે પડવાનો છે તું ગરીબાઈની ખીણમાં.
મારું, તારું,મોટું,નાનું, વ્યર્થ છે એ ખ્યાલો બધા
ભૂસી જ નાખ એ ખ્યાલો તારા મનમાંથી સદા
એમ માને તો,બધું છે તારું,ને તું બધાનો પછી.
આ દેહ તારો જે કહે છે એ તારો કદી છે જ નહીં
અને “તું” છે એમ કહે છે,એ તારો દેહ કદી નથી.
દેહ બન્યો અગ્નિ,પાણી,હવા,જમીન અને આકાશથી
દેહ જ્યારે પડશે ત્યારે આ પંચ તત્વમાં જશે ભળી.
કિન્તુ આત્મા અવિનાશી છે , તો પછી “તું” કોણ છું ?
સમજી આ સત્યને,ન્યોછાવર કર પ્રભુને તારી જાતને
અંતેતો એ જ છે એક વિભૂતિ જે વિશ્વાસને પાત્ર છે.
પ્રભુની અપાર કૃપા અને સહાયની જે લોકોને જાણ છે
શોક, ભય અને ચિંતાઓથી તેઓ,સદાને માટે મુક્ત છે.
જે કરે તું એ બધું,કર પ્રભુચરણે અર્પણ ધરવાને કાજ
જો પછી કેવી સદાને માટે—-
આનંદ અને જીવન-મુક્તિની અજબ અનુભૂતિ થાય છે .
(મૂળ અંગ્રેજીમાંથી ભાવાનુવાદ)
– વિનોદ આર. પટેલ
વાચકોના પ્રતિભાવ