વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 29, 2013

( 300 ) અમેરિકામાં સિવિલ રાઈટ્સ મુવમેન્ટ – માર્ટીન લ્યુથર કિંગ,જુનીયર થી પ્રેસીડન્ટ બરાક ઓબામા

Martin Luther King- Speech

૨૮મી  ઓગસ્ટ , ૧૯૬૩ના દિવસે અમેરિકાના પાટનગર વોશિંગ્ટન (ડીસી) માં અશ્વેતોની સિવિલ રાઈટ્સ મુવમેંટના નેતા માર્ટીન લ્યુથર કિંગ જુનીયર  એ આખા  અમેરિકામાંથી જે વાહન હાથ લાગ્યું એમાં બેસીને એકત્રિત થયેલી ૨૫૦૦૦૦ની જંગી રેલી સમક્ષ એક યાદગાર પ્રવચન કર્યું હતું .

ગાંધીજીની ૧૯૩૧ની દાંડીકુચ  માફક માર્ટીન લ્યુથર કિંગની આગેવાની હેઠળની આ લડત March On Wahington  તરીકે ઇતિહાસમાં વખણાઈ ગઈ .  

આ એકત્રિત જંગી મેદની સમક્ષ આપેલું કિંગનું પ્રવચન ‘આઈ હેવ અ ડ્રીમ (I have a dream)     ના નામે ઇતિહાસમાં અમર થઈ ગયું.

આ પ્રવચનમાં માર્ટીન લ્યુથર કિંગે લિંકન મેમોરીયલના પગથિયેથી લલકાર્યું કે –

“When we let freedom ring, when we let it ring from every village and every hamlet, from every state and every city, we will be able to speed up that day when all of God’s children, black men and white men, Jews and Gentiles, Protestants and Catholics, will be able to join hands and sing in the words of the old Negro spiritual, “Free at last! free at last! thank God Almighty, we are free at last!”

અમેરિકાએ ૪થી જુલાઈ ૧૭૭૬ના દિવસે ડેકલેરેશન ઓફ ઇન્ડીપેન્ડન્સના દસ્તાવેજ અનુસાર પોતાને ‘યુ.એસ. એ’ તરીકે સ્વતંત્ર દેશ ઘોષિત કર્યો.

દેશ સ્વતંત્ર તો બન્યો પરંતુ તે પછી લગભગ બસો વર્ષ સુધી અમેરિકાની અશ્વેત પ્રજા અને ખાસ કરીને દક્ષિણ અમેરિકાનાના રાજ્યોમાં શ્વેત પ્રજા દ્વારા સામાજિક અન્યાય અને રંગભેદની શરમજનક નીતિઓનો અને ઉપેક્ષાઓનો ભોગ બનતી રહી.

ચાર પાંચ દાયકા પહેલાં જ અમેરિકામાં અશ્વેતોની સ્થિતિ સાચા અર્થમાં સુધરતી દેખાઈ.

અમેરિકામાં સિવિલ રાઈટ્સ મુવમેન્ટ માટેની અગત્યની તવારીખો ઉપર નજર નાખીએ તો –

૧૯૫૪-  અમેરિકાની સુપ્રિમ કોર્ટ દ્વારા પબ્લિક સ્કુલોમાં જાંતિભેદ/વર્ણભેદ આધારિત વ્યવસ્થા રેશિયલ   સેગ્રીગેશન (Racial segregation) ને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી.

૧૯૫૫ – દક્ષિણ અમેરિકાના અલબામા રાજ્યમાં અશ્વેત મહિલા રોઝા પાર્કસ (Rosa Parks) સાથેનો વિશ્વવિખ્યાત મોન્ટગોમેરી બસ બનાવ બન્યો. પરિણામે અમેરિકામાં અશ્વેતોની સિવિલ રાઈટ્સ મુવમેંટને વેગ મળ્યો.

૧૯૫૭-અમેરિકન કોંગ્રેસમાં અશ્વેતો માટેનું સિવિલ રાઈટ્સ બિલ પસાર થયું.

૧૯૬૧ – આંતરરાજ્ય વાહનવ્યવહારમાં અશ્વેતો માટેના ‘સેગ્રીગેશન’ સામે લડત શરૂ થઈ.

૧૯૬૮ માં માર્ટીન લ્યુથર કિંગની એક શ્વેત અમેરિકનના હાથે હત્યા થઈ ત્યાં સુધીમાં અશ્વેતો માટેની રંગભેદ નીતિમાં ઉપર જણાવેલ ઘણા સુધારા થઈ ચૂક્યા હતા.

અમેરિકાના કહેવાતા સભ્ય સમાજ માટે અશ્વેત પ્રજાને આટલાં બધાં વર્ષો રંગભેદની શરમજનક ચુંગાલમાં સબડવુ પડે એ કેટલું શરમજનક કહેવાય !

Martin Luther King’s Address at March on Washington

August 28, 1963. Washington, D.C.

I Have a Dream Speech  was ranked the top American speech of the 20th century by a 1999 poll of scholars of public address.

 

તારીખ ૨૮ મી ઓગસ્ટ ૨૦૧૩ ના દિવસે માર્ટીન લ્યુથર કિંગના આ ઐતિહાસિક પ્રવચનને ૫૦ વર્ષ

પુરાં થયાં એની ઉજવણી કરવા માટે ફરી  પાટનગર વોશિંગ્ટન (ડીસી) ખાતે એ જ લિંકન મેમોરીયલની

છાયામાં જ્યાં માર્ટીન લ્યુથર કિંગે યાદગાર પ્રવચન આપેલું ત્યાં જંગી મેદની એકત્રિત થઇ હતી.

આ મેદનીને અમેરિકાના અશ્વેત પ્રેસીડન્ટ બરાક ઓબામાએ સંબોધી હતી .

આ પ્રસંગ  પસાર થયેલાં ૫૦ વરસો દરમ્યાન અમેરિકાની પ્રજાના અશ્વેત લોકો પરત્વેની

માનસિકતામાં આવેલ પરિવતનનું આ સુચક છે  . 

દુનિયાના સુપર પાવર કહેવાતા દેશ અમેરિકાનો  એક અશ્વેત નાગરિક અમેરિકન પ્રેસીડન્ટ બની શકે છે

એ કેટલું આશ્ચર્યજનક કહેવાય ! અમેરિકાની લોકશાહીનો એક ચમત્કાર જ કહેવાય !

President Obama,s  Speech at 50th Anniversary of March on Washington

on 28th August ,2013  (Full )


 

 

 

 

 

The future belongs to those who believe in the beauty of their dreams

~Eleanor Roosevelt