તારીખ સપ્ટેમ્બર ૧ ,૨૦૧૧ના રોજ મારી ૭૫ વર્ષની ઉંમરે આ ગુજરાતી બ્લોગ વિનોદ વિહારની એની પ્રથમ પોસ્ટમાં જણાવેલ ઉદ્દેશ્યથી શુભ શરૂઆત કરી હતી .
ત્યારબાદ જોત જોતામાં બે વર્ષની આનંદમય યાત્રા પૂરી કરીને વિનોદ વિહાર આ સપ્ટેમ્બરની ૧ લી તારીખે ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે .
આ બે વર્ષો દરમ્યાન બ્લોગર તરીકેનો મારો અનુભવ આનંદદાયક રહ્યો છે .
નેટ જગતના આટલા બધા બ્લોગોની વણઝારમાં જે સત્વશીલ સાહિત્ય હોય છે એ ટકે છે ,બાકીનું બધું સમયના પ્રવાહમાં વિલીન થઇ જાય છે.
આ બે વર્ષો દરમ્યાન મારી અલ્પબુદ્ધિ પ્રમાણે આ બ્લોગમાં મુકેલ મારા સ્વ-રચિત કે પછી વાચનમાંથી મને ગમ્યું હોય એવું મારી પસંદગીનું પ્રેરણાદાયી સત્વશીલ સાહિત્ય પીરસીને વાચકોને રસમય આનંદ યાત્રા કરાવી સંતોષવાનો શક્ય એટલો બધો મેં પ્રયત્ન કર્યો છે .
મારા આ પ્રયત્નને વાચક મિત્રો તરફથી જે પ્રોત્સાહન જનક પ્રતિસાત સાંપડ્યો છે એનો મને સંતોષ અને ખુશી છે .
મેં તો અકેલા ચલા થા ,
જાનીબે મંઝિલ મગર …
લોગ સાથ આતે ગયે .
ઔર કારવાં બનતા ગયા !
વિનોદ વિહાર – બે વર્ષને અંતે- કેટલાંક પ્રગતિસુચક આંકડાઓ
.
1.વિનોદ વિહાર બ્લોગની શરૂઆતથી આજ સુધીના મુલાકાતીઓની સંખ્યા 97200+ સુધી
પહોંચી ગઈ છે .( એક વર્ષને અંતે ૨૩૦૦૦ હતી.)
2.બે વર્ષમાં આજદિન સુધી ૩૦૧ પોસ્ટ મુકવામાં આવી છે( એક વર્ષને અંતે ૮૫ પોસ્ટ મૂકી હતી )
3. બે વર્ષમાં બ્લોગને ફોલો કરતા મિત્રોની સંખ્યા ૧૯૮ થઈ છે. જે એક વર્ષને અંતે ૫૭ ની જ હતી .
સપ્ટેમબર ૨૦૧૧માં વિનોદ વિહારની શરૂઆત થઇ તે પછી બે વર્ષમાં મહીનાવાર વાચકોની સંખ્યામાં જે
વધારો થયો એ નીચેના ગ્રાફમાં દર્શાવ્યું છે .
શરૂઆતથી આજ સુધીની વિનોદ વિહારની આગેકૂચનો ગ્રાફ …

મિત્રોનો અને સ્નેહી જનોનો સાથ,સહકાર, પ્રેમ અને ઉષ્માભર્યો પ્રતિભાવ મારા માટે લખવા માટેની પ્રેરણા બને છે .
અનેક ખાટા મીઠાં સ્મરણોની વણઝાર પાછળ છોડીને હવે મોટા ભાગની જિંદગી તો વહી ગઈ છે . બહોત ગઈ છે થોડી રહી છે .
હવે જે કઈ જિંદગીના દિવસો બચ્યા છે એમાં બને એટલો મહત્તમ આનંદ કેવી રીતે પ્રાપ્ત કરી લેવો એના રસ્તા શોધીને જિંદગીના દિવસોને સમજીને માણવાના આ દિવસો છે .
બ્લોગની પ્રવૃત્તિ આંતરિક આનંદ સાથે સદ સાહિત્ય વહેંચવા માટેનું ઉત્તમ સાધન છે . એની મારફતે ઘરની ચાર દીવાલો વચ્ચે રહીને પણ અનેક મિત્રો અને સ્નેહીઓના સંપર્કમાં રહી શકાય છે એનો આનંદ અનેરો હોય છે .
બ્લોગીંગમાં જ્યારે ધ્યાન પરોવાય છે ત્યારે એ એક મેડીટેશન બની જાય છે . માંહલો મલકી ઉઠે છે .
માણસ રોજ નવું નવું શીખતો જ રહે છે.સર્વ દિશાઓથી પ્રાપ્ત થતી એની જ્ઞાનયાત્રા સતત ચાલતી જ રહેતી હોય છે.
અનેક સહૃદયી મિત્રો સાથેનો ઈ-મેલ સંપર્ક તેમ જ એમના બ્લોગોની મુલાકાતો અને વિચાર વિનિમય તેમ જ નેટમાં પરિભ્રમણ કરવાથી જ્ઞાનની વધુ દિશાઓ ખુલી જાય છે .આજ સુધીના વહી ગયેલા જીવન દરમ્યાનના વાંચનથી મનમાં સંગ્રહિત અનુભવના ભાથામાં સંગ્રહાએલ વિચારોને બ્લોગના માધ્યમથી સૌમાં વહેંચવાનો આનંદ અનેરો હોય છે .
આ બ્લોગની બે વર્ષની સફરમાં કોઇ પણ સ્વરૂપે સાથી બનનારા સૌ મિત્રો અને સ્નેહીજનોનો હું હૃદયથી
આભાર માનું છું.મને આશા છે કે આવતા દિવસોમાં પણ એમનો સુંદર સહકાર મળતો રહેશે જ।
માઈલોના માઈલોનું અંતર ખરી પડે
જ્યાં અંતરના પ્રેમનો સેતુ નિરંતર.
શ્રી સુરેશ જાની ( સહ તંત્રી)

સુરેશ જાની
આ પ્રસંગે , જેમના બ્લોગો વાંચીને મને આ બ્લોગ શરુ કરવાની પ્રેરણા મળી હતી એ વર્ષોના અનુભવી બ્લોગર મિત્ર શ્રી સુરેશભાઈ જાની તરફથી મળેલ પ્રેમભર્યા સહકારને કેમ ભૂલી શકાય .
શ્રી સુરેશભાઈના માર્ગદર્શન અને ટેકનીકલ સહાય હેઠળ પોસ્ટમાં વિડિયો અને ફોટા અપલોડ કરી શકવા જેવી બ્લોગીંગ માટેની કેટલીક અટપટી ટેકનીકો હું એમની પાસેથી શીખ્યો છું.આ વિદ્વાન મિત્ર સાથે અને અન્ય મિત્રો સાથે મારો ઈ-મેલ વિચાર વિનિમય લગભગ રોજ ચાલતો રહે છે એનો આનંદ અવર્ણનીય છે.
વિનોદ વિહારની બીજી વર્ષ ગાંઠ પ્રસંગે શ્રી સુરેશભાઈ જાનીએ નીચેનો પ્રેરક સંદેશ મોકલી આપ્યો છે .
વિનોદભાઈ સાથે મારો સંબંધ બહુ આશ્રર્યજનક રીતે શરૂ થયો. તેમણે મને પહેલી વાર ફોન કર્યો; ત્યારે હું એમ જ માનતો હતો કે,અમારા આ જ નામના એક કૌટુમ્બિક મિત્રનો ફોન છે. પણ વાત આગળ ચાલતાં રહસ્યોદ્ઘાટન થયું કે, આ તો બીજા જ કોઈ વિનોદભાઈ છે !
પણ પછી તો એ સંબંધ ગાઢ થતો ચાલ્યો – અલબત્ત રૂબરૂ મુલાકાત વિના જ – મોટા ભાગના નેટ સંબંધોની જેમ વર્ચ્યુઅલ મિત્રતા જ.આશા રાખું કે, કદીક મળવાનું પણ થશે જ.
વિનોદભાઈ સામાન્ય માણસ છે ; અને નથી ! એમને પોતાની સામાન્યતા સહજ પણે સ્વીકાર્ય છે. અને આ જ મારી એમની સાથેની મિત્રતા ટકી રહ્યાનું રહસ્ય છે. સાહિત્યરસિક જીવ; પણ હળવી મજાકનો કોઈ છોછ નહીં. એમની મજાક ઉડાવો , તો પણ એમને માઠું ન લાગે – એટલા એ સરળ જીવ. ને આમ છતાં એમનો વાંચનરસ ઉચ્ચ કોટિનો રહ્યો છે. ૭૬ વર્ષની ઉમ્મરે પણ એમનો લર્નિંગ કર્વ ઠીક ઠીક ઉપર જતો જાય છે.
બ્લોગિંગનો કક્કો પણ આવડતો ન હોય; એવો આ નિવૃત્ત એકાઉન્ટન્ટ વિડિયો અને ફોટા અપલોડ કરી શકવા જેવી ક્ષમતા હાંસલ કરી શક્યો છે – અને એ પણ એક જ હાથના જોરે – એ એમની અસામાન્યતાનો બીજો પુરાવો છે.
ખેર, આ નવા વર્ષમાં આપણી એમની સાથેની મિત્રતા નવા પરિમાણો હાંસલ કરે; વધારે ગાઢ બને- એવી પરમ તત્વ પાસે અભ્યર્થના.
સુરેશભાઈની આવી પ્રેમસભર શુભેચ્છા માટે અને ટેકનીકલ સહાય માટે ખુબ ખુબ આભાર .
———————————————
વિનોદ વિહારના વાચકો ક્યા ક્યા દેશમાં અને કેટલી સંખ્યામાં પથરાયેલા છે એની માહિતી નીચેના દુનિયાના
નકશામાંથી જોઈ શકાય છે .
૨૫, ફેબ્રુઆરી-૨૦૧૨ પછી
વિનોદ વિહાર – દુનિયામાં

————-
૫૦ થી વધારે મુલાકાતીઓ આ દેશોમાં.
વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતી મિત્રો સાથે બ્લોગના માધ્યમથી માતૃભાષામાં વિચાર વિનિમય થઇ શકે છે એ
કેટલો મોટો આશીર્વાદ કહેવાય.!
આમ તો છું એક પરપોટો સમયના હાથમાં
તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં-
– રમેશ પારેખ

Thanks- Natu Patel , Fremont ,Calif.
વાચક મિત્રો તરફથી મળેલ કેટલાંક પ્રેરક પ્રતિભાવો
વાચક મિત્રો તરફથી ઘણા ઉત્સાહ પ્રેરક પ્રતિભાવો મળતા રહે છે એમાંથી તાંજેતરમાં જ મળેલ કેટલાક નીચે મુકું છું .
Himatlal Patel, Sep 1, 2013
Dear Vinodbhai, I am from Khambhat, (Dist.Anand, Gujarat). Searching gujarati readings, in different sights,
I became lucky to have your web, and is attracted to it. I thank you for your service to our mother tongue .
I am of 81 years, and is coming every year to States, to enjoy with my grand children’s.
Here, I pass my time in reading Gujarati Articles. Again thank you….
————————————
Bhogibhai Patel , 2013/08/29
Vinodbhai. Your posts are thought provoking and sometimes thought transcending too. That is why, I always waiting for your email.
I appreciate your thoghts very rich in value. Vinodbhai, just keep it up !
————————————————-
Navin Banker, Houston
માનનીય વિનોદભાઇ,
આજની સવાર સુધરી ગઇ. સૌરભ શાહ લિખિત, કવિ શ્રી. હેમેન શાહની કવિતાઓ વિશેનો લેખ વાંચીને મન તરબતર થઈ ગયું. મોટાભાગની બકવાસ
ઇ-મેઇલો ડીલીટ કરતાં કરતાં, તમારી ઈ-મેઇલ આવતાં, એ ખોલવી જ પડે એ શ્રધ્ધા સાથે કે કંઇક સુંદર, સાહિત્યિક લખાણ હશે. આપ સારી સારી
વસ્તુઓ શોધી શોધીને વહેંચવાનું સ્તુત્ય કાર્ય કરી રહ્યા છો એ બદલ અભિનંદન.
————————————————————–
Pravin Shastri October 25, 2012
વિનોદભાઈ,
આજે આપના બ્લોગ પર કબીરવાણી જગજિત કંઠે માણી. આપના બ્લોગમાં જે વિવિધતા છે તે પ્રસંશાપાત્ર છે. ઉચ્ચ કક્ષાના સામયિકના સંપાદક જેવું આ કામ છે.
સંસ્કાર અને સાહિત્યને વીણી વીણીને તમારા બ્લોગમાં પીરસ્યું છે. વાંચતો રહીશ.
પ્રવીણ શાસ્ત્રી
——————————————
ડો. કિશોરભાઈ
આદરણીય શ્રી. વિનોદભાઈ,
આપના બ્લોગની મુલાકાતથી હું ધન્ય થઈ ગયો સાહેબ,
ખુબ જ સરસ રસદાર બ્લોગ છે,
આપના હકારાત્મક – નિખાલસ વિચારો ખુબ જ પસંદ પડ્યા,
બસ, આમ જ ગુજરાતી સમાજની સેવા કરતા રહો.
——————————-
Happy Anniversary!
You registered on WordPress.com 2 years ago!
Thanks for flying with us. Keep up the good blogging!
વાચકોના પ્રતિભાવ