વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 301 ) વિનોદ વિહાર – બે વર્ષની સફરને અંતે

તારીખ સપ્ટેમ્બર ૧ ,૨૦૧૧ના રોજ મારી ૭૫ વર્ષની ઉંમરે આ ગુજરાતી બ્લોગ વિનોદ વિહારની એની   પ્રથમ પોસ્ટમાં જણાવેલ ઉદ્દેશ્યથી શુભ શરૂઆત કરી હતી  .

ત્યારબાદ જોત જોતામાં બે વર્ષની આનંદમય યાત્રા પૂરી કરીને વિનોદ વિહાર આ સપ્ટેમ્બરની ૧ લી તારીખે  ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે .

આ બે વર્ષો દરમ્યાન બ્લોગર તરીકેનો મારો  અનુભવ આનંદદાયક રહ્યો છે .

નેટ જગતના આટલા બધા  બ્લોગોની વણઝારમાં જે સત્વશીલ સાહિત્ય હોય છે એ ટકે છે ,બાકીનું બધું સમયના પ્રવાહમાં વિલીન થઇ જાય છે.

આ બે વર્ષો દરમ્યાન મારી અલ્પબુદ્ધિ પ્રમાણે આ બ્લોગમાં મુકેલ મારા સ્વ-રચિત કે પછી વાચનમાંથી મને ગમ્યું હોય એવું મારી પસંદગીનું પ્રેરણાદાયી સત્વશીલ સાહિત્ય પીરસીને વાચકોને રસમય આનંદ યાત્રા કરાવી સંતોષવાનો શક્ય એટલો બધો મેં પ્રયત્ન કર્યો છે  .

મારા આ પ્રયત્નને વાચક મિત્રો તરફથી જે પ્રોત્સાહન જનક પ્રતિસાત સાંપડ્યો છે એનો મને સંતોષ અને ખુશી છે  .

મેં તો અકેલા ચલા થા ,

જાનીબે મંઝિલ મગર …

લોગ સાથ આતે ગયે .

ઔર કારવાં બનતા ગયા !

 

વિનોદ વિહાર – બે  વર્ષને અંતે- કેટલાંક પ્રગતિસુચક આંકડાઓ

.

1.વિનોદ વિહાર બ્લોગની શરૂઆતથી આજ સુધીના મુલાકાતીઓની સંખ્યા  97200+   સુધી

પહોંચી ગઈ છે .( એક વર્ષને અંતે ૨૩૦૦૦ હતી.)

 

2.બે વર્ષમાં આજદિન સુધી ૩૦૧ પોસ્ટ મુકવામાં આવી છે( એક વર્ષને અંતે ૮૫ પોસ્ટ મૂકી હતી )

 

3. બે વર્ષમાં બ્લોગને ફોલો કરતા મિત્રોની સંખ્યા ૧૯૮ થઈ છે. જે એક વર્ષને અંતે ૫૭ ની જ હતી .

 

સપ્ટેમબર ૨૦૧૧માં વિનોદ વિહારની  શરૂઆત થઇ તે પછી બે વર્ષમાં મહીનાવાર વાચકોની સંખ્યામાં જે

વધારો થયો એ નીચેના ગ્રાફમાં દર્શાવ્યું છે .

શરૂઆતથી આજ સુધીની વિનોદ વિહારની આગેકૂચનો ગ્રાફ …

vv_stat_)

મિત્રોનો અને સ્નેહી જનોનો સાથ,સહકાર, પ્રેમ અને ઉષ્માભર્યો પ્રતિભાવ મારા માટે  લખવા માટેની પ્રેરણા બને છે .

અનેક ખાટા મીઠાં સ્મરણોની વણઝાર પાછળ છોડીને હવે મોટા ભાગની જિંદગી તો વહી ગઈ છે . બહોત ગઈ છે થોડી રહી છે .

હવે જે કઈ જિંદગીના દિવસો બચ્યા છે એમાં બને એટલો મહત્તમ આનંદ કેવી રીતે પ્રાપ્ત કરી લેવો એના રસ્તા શોધીને જિંદગીના દિવસોને સમજીને માણવાના આ દિવસો છે .

બ્લોગની પ્રવૃત્તિ આંતરિક આનંદ સાથે સદ સાહિત્ય વહેંચવા માટેનું ઉત્તમ સાધન છે . એની મારફતે ઘરની ચાર દીવાલો વચ્ચે રહીને પણ અનેક મિત્રો અને સ્નેહીઓના સંપર્કમાં રહી શકાય છે એનો આનંદ અનેરો હોય છે .

બ્લોગીંગમાં જ્યારે ધ્યાન પરોવાય છે ત્યારે એ એક મેડીટેશન બની જાય છે . માંહલો મલકી ઉઠે છે  .

માણસ રોજ નવું નવું શીખતો જ રહે છે.સર્વ દિશાઓથી પ્રાપ્ત થતી એની જ્ઞાનયાત્રા સતત ચાલતી જ રહેતી હોય છે.

અનેક સહૃદયી મિત્રો સાથેનો ઈ-મેલ સંપર્ક તેમ જ એમના બ્લોગોની મુલાકાતો અને વિચાર વિનિમય તેમ જ નેટમાં પરિભ્રમણ કરવાથી જ્ઞાનની વધુ દિશાઓ ખુલી જાય છે .આજ સુધીના વહી ગયેલા જીવન દરમ્યાનના વાંચનથી મનમાં સંગ્રહિત અનુભવના ભાથામાં  સંગ્રહાએલ  વિચારોને બ્લોગના માધ્યમથી સૌમાં વહેંચવાનો આનંદ અનેરો  હોય છે .

આ બ્લોગની બે વર્ષની સફરમાં કોઇ પણ સ્વરૂપે સાથી બનનારા સૌ મિત્રો અને સ્નેહીજનોનો હું હૃદયથી

આભાર માનું છું.મને આશા છે કે આવતા દિવસોમાં પણ એમનો સુંદર સહકાર મળતો રહેશે જ। 

માઈલોના માઈલોનું અંતર ખરી પડે

જ્યાં અંતરના  પ્રેમનો સેતુ નિરંતર.

 

શ્રી સુરેશ જાની ( સહ તંત્રી)

સુરેશ જાની

સુરેશ જાની

 
આ પ્રસંગે , જેમના બ્લોગો વાંચીને મને આ બ્લોગ શરુ કરવાની પ્રેરણા મળી હતી એ વર્ષોના અનુભવી બ્લોગર મિત્ર શ્રી સુરેશભાઈ જાની તરફથી મળેલ પ્રેમભર્યા સહકારને કેમ ભૂલી શકાય .

શ્રી સુરેશભાઈના માર્ગદર્શન અને ટેકનીકલ સહાય હેઠળ પોસ્ટમાં વિડિયો અને ફોટા અપલોડ કરી શકવા જેવી  બ્લોગીંગ માટેની કેટલીક અટપટી ટેકનીકો હું એમની પાસેથી શીખ્યો છું.આ વિદ્વાન મિત્ર સાથે અને અન્ય મિત્રો સાથે મારો ઈ-મેલ વિચાર વિનિમય લગભગ રોજ ચાલતો રહે છે એનો આનંદ અવર્ણનીય છે.

વિનોદ વિહારની બીજી વર્ષ ગાંઠ પ્રસંગે શ્રી સુરેશભાઈ જાનીએ  નીચેનો પ્રેરક સંદેશ મોકલી આપ્યો છે .

વિનોદભાઈ સાથે મારો સંબંધ બહુ આશ્રર્યજનક રીતે શરૂ થયો. તેમણે મને પહેલી વાર ફોન કર્યો; ત્યારે હું એમ જ માનતો હતો કે,અમારા આ જ નામના એક કૌટુમ્બિક મિત્રનો ફોન છે. પણ વાત આગળ ચાલતાં રહસ્યોદ્ઘાટન થયું કે, આ તો બીજા જ કોઈ વિનોદભાઈ છે !

પણ પછી તો એ સંબંધ ગાઢ થતો ચાલ્યો – અલબત્ત રૂબરૂ મુલાકાત વિના જ – મોટા ભાગના નેટ સંબંધોની જેમ વર્ચ્યુઅલ મિત્રતા જ.આશા રાખું કે, કદીક મળવાનું પણ થશે જ.

વિનોદભાઈ સામાન્ય માણસ છે ; અને નથી ! એમને પોતાની સામાન્યતા સહજ પણે સ્વીકાર્ય છે. અને આ જ મારી એમની સાથેની મિત્રતા ટકી રહ્યાનું રહસ્ય છે. સાહિત્યરસિક જીવ; પણ હળવી મજાકનો કોઈ છોછ નહીં. એમની મજાક ઉડાવો , તો પણ એમને માઠું ન  લાગે – એટલા એ સરળ જીવ. ને આમ છતાં એમનો વાંચનરસ ઉચ્ચ કોટિનો રહ્યો છે. ૭૬  વર્ષની ઉમ્મરે પણ એમનો લર્નિંગ કર્વ ઠીક ઠીક ઉપર જતો જાય છે.

બ્લોગિંગનો કક્કો પણ આવડતો ન હોય; એવો આ નિવૃત્ત એકાઉન્ટન્ટ વિડિયો અને ફોટા અપલોડ કરી શકવા જેવી ક્ષમતા હાંસલ કરી શક્યો છે – અને એ પણ એક જ હાથના જોરે – એ એમની અસામાન્યતાનો બીજો પુરાવો છે.

ખેર, આ નવા વર્ષમાં આપણી એમની સાથેની મિત્રતા નવા પરિમાણો હાંસલ કરે; વધારે ગાઢ બને- એવી પરમ તત્વ પાસે અભ્યર્થના. 

સુરેશભાઈની  આવી પ્રેમસભર શુભેચ્છા માટે અને ટેકનીકલ સહાય માટે ખુબ ખુબ આભાર .

———————————————

વિનોદ વિહારના વાચકો ક્યા ક્યા દેશમાં અને કેટલી સંખ્યામાં પથરાયેલા છે એની માહિતી નીચેના દુનિયાના

નકશામાંથી જોઈ શકાય છે .

 

૨૫, ફેબ્રુઆરી-૨૦૧૨ પછી

 

વિનોદ વિહાર – દુનિયામાં

vv_stat_2

————-

૫૦ થી વધારે મુલાકાતીઓ આ દેશોમાં.

Country Views
India FlagIndia 65,209
United States FlagUnited States 19,917
United Kingdom FlagUnited Kingdom 2,075
Canada FlagCanada 1,222
United Arab Emirates FlagUnited Arab Emirates 417
Australia FlagAustralia 328
Oman FlagOman 119
Singapore FlagSingapore 90
Saudi Arabia FlagSaudi Arabia 89
Kenya FlagKenya 75
Tanzania, United Republic of FlagUnited Republic of Tanzania 55
Hong Kong FlagHong Kong 54

વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતી મિત્રો સાથે  બ્લોગના માધ્યમથી માતૃભાષામાં વિચાર વિનિમય થઇ શકે છે એ

કેટલો મોટો આશીર્વાદ કહેવાય.!

 

આમ તો છું એક પરપોટો સમયના હાથમાં

તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં-

– રમેશ પારેખ

 

 

 

 

 

 

 

 

 

 

 

Thanks- Natu Patel , Fremont ,Calif.

Thanks- Natu Patel , Fremont ,Calif.


વાચક મિત્રો તરફથી મળેલ કેટલાંક પ્રેરક પ્રતિભાવો

વાચક મિત્રો તરફથી ઘણા ઉત્સાહ પ્રેરક પ્રતિભાવો મળતા રહે છે એમાંથી તાંજેતરમાં જ મળેલ કેટલાક નીચે મુકું છું .

Himatlal Patel, Sep 1, 2013

Dear Vinodbhai, I am from Khambhat, (Dist.Anand, Gujarat). Searching gujarati readings, in different sights,

I became lucky to have your web, and is attracted to it. I thank you for your service to our mother tongue .

I am of 81 years, and is coming every year to States, to enjoy with my grand children’s.

Here, I pass my time in reading Gujarati Articles. Again thank you….

————————————

Bhogibhai Patel , 2013/08/29

Vinodbhai. Your posts are thought provoking and sometimes thought transcending too. That is why, I always waiting for your email.

I appreciate your thoghts very rich in value. Vinodbhai, just keep it up !

————————————————-

Navin Banker, Houston

માનનીય વિનોદભાઇ,
આજની સવાર સુધરી ગઇ. સૌરભ શાહ લિખિત, કવિ શ્રી. હેમેન શાહની કવિતાઓ વિશેનો લેખ વાંચીને મન તરબતર થઈ ગયું. મોટાભાગની બકવાસ

ઇ-મેઇલો ડીલીટ કરતાં કરતાં, તમારી ઈ-મેઇલ આવતાં, એ ખોલવી જ પડે એ શ્રધ્ધા સાથે કે કંઇક સુંદર, સાહિત્યિક લખાણ હશે. આપ સારી સારી

વસ્તુઓ શોધી શોધીને વહેંચવાનું સ્તુત્ય કાર્ય કરી રહ્યા છો એ બદલ અભિનંદન.

————————————————————–
Pravin Shastri October 25, 2012

વિનોદભાઈ,

આજે આપના બ્લોગ પર કબીરવાણી જગજિત કંઠે માણી. આપના બ્લોગમાં જે વિવિધતા છે તે પ્રસંશાપાત્ર છે. ઉચ્ચ કક્ષાના સામયિકના સંપાદક જેવું આ કામ છે.

સંસ્કાર અને સાહિત્યને વીણી વીણીને તમારા બ્લોગમાં પીરસ્યું છે. વાંચતો રહીશ.

પ્રવીણ શાસ્ત્રી

——————————————

ડો. કિશોરભાઈ

આદરણીય શ્રી. વિનોદભાઈ,

આપના બ્લોગની મુલાકાતથી હું ધન્ય થઈ ગયો સાહેબ,
ખુબ જ સરસ રસદાર બ્લોગ છે,
આપના હકારાત્મક – નિખાલસ વિચારો ખુબ જ પસંદ પડ્યા,

બસ, આમ જ ગુજરાતી સમાજની સેવા કરતા રહો.

——————————-

Happy Anniversary!

You registered on WordPress.com 2 years ago!

Thanks for flying with us. Keep up the good blogging!

22 responses to “( 301 ) વિનોદ વિહાર – બે વર્ષની સફરને અંતે

 1. Vinod R. Patel September 7, 2013 at 10:06 AM

  વિનોદ વિહાર જ્યારે બે વર્ષ પુરા કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો એ પ્રસંગે મને કોમેન્ટ બોક્ષમાં શુભેચ્છાઓ

  પાઠવનાર સૌ સહ યાત્રી મિત્રોનો હૃદયથી આભાર માનું છું .જે મિત્રોએ ઈ-મેલથી પણ શુભેચ્છાઓ પાઠવી

  છે એમનો પણ આભારી છું .હવે પછીના વર્ષોમાં પણ આવો પ્રેમ આપતા રહેશો એવી આશા છે।

 2. Vinod R. Patel September 7, 2013 at 9:54 AM

  E-Mail message from Shri Uttambhai Gajjar from Surat, India

  આમ તો છું એક પરપોટો સમયના હાથમાં

  તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં-

  – રમેશ પારેખ

  છેક ૭૫ વરસની ઉમ્મરે બ્લોગ શરુ કરનાર અને માત્ર બે જ વરસમાં આટલી સીદ્ધી પ્રાપ્ત કરનાર

  વહાલા વીનોદભાઈને અમારા દીલી અભીનંદન..

  હા, ૭૯ વરસની ઉમ્મરે મારો પણ આ જ અનુભવ છે..

  લેપટૉપની સંગમાં હોઉં તે જ મારું ડી……પ મૅડીટેશન છે..

  મારે કોઈ અલાયદું તપ, સેવા, સાધના, ધ્યાન ધરવાની આવશ્યકતા રહેતી નથી..

  કદાચ એને જ કારણે તંદુરસ્તી પણ (–અલબત્ત, ઉમ્મરના પ્રમાણમાં–) બહુ જ સારી રહેતી લાગે છે..

  આ લેખની નીચે તમે બહુ મોટી આંકડા–જાળ બતાડી છે; પણ એમાં તો મને ઝાઝી ગતાગમ નહીં પડે..

  કારણ હું બ્લોગર નથી.. ભાગ્યે જ કોઈ બ્લોગર આ આંકડાની મળેલી ગુગલ–સુવીધાથી લોભાયમાન ન હોય.

  છતાં યાદ રાખીએ કે, ન કરે નારાયણ, ને કાલે એવું ગુગલીય અંક–દર્શન બંધ થઈ જાય કે

  આપણા બ્લોગને સાવ ઓછી ટીક્ક મળે તોયે આટલા જ ઉમંગથી આપણી બ્લોગ –પ્રવૃત્તી

  ચાલુ રાખીએ… કારણ કે, આખરે તો આ નીજાનંદ માટેની જ પ્રવૃત્તી છે ને !!

  તમને પોતાને–નીજને– મળતો આનંદ સદા ટકી રહો તેવી શુભેચ્છા..

  મઝામાં ?

  ..ઉ.મ..

  .સુરત.

 3. Vinod R. Patel September 4, 2013 at 1:54 PM

  Email message –

  From Padmakant Khambhati

  To vinodbhai patel

  CONGRATULATIONS Vinodbhai,
  May God give you more and more success in your work.

  Padmakant k

 4. પરાર્થે સમર્પણ September 3, 2013 at 1:13 PM

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  ત્રીજા વરસ શુભારંભે ખોબલા ભરી ભરીને અભિનંદન
  અમૃત પર્વે અમૃતને વહેંચતા સર્વેના વહાલા વિનોદભાઇ
  વિનોદ વિહાર બ્લોગ સ્વરુપે લાવતા વહાલા વિનોદભાઇ
  સપ્ટેમ્બર પહેલી બેહજાર અગિયારે જ વહાલા વિનોદભાઇ
  દ્વીતિય વર્ષ પુર્ણ ને તૃતિયમાં પ્રવેશતા વહાલા વિનોદભાઇ
  અનુભવો કહાણી જાણવા જેવું પિરસતા વહાલા વિનોદભાઇ
  લાખ જેટલા મુલાકાતીઓને મલકાવતા વહાલા વિનોદભાઇ
  પચાસ દેશોમાં વિનોદ વિહાર વંચાવતા વહાલા વિનોદભાઇ
  તૃતિય વર્ષ પ્રારંભે ૩૦૧ કૄતિ ચમકાવતા વહાલા વિનોદભાઇ
  કરોડો મુલાકાતી આવે એવી ખેવના છે વહાલા વિનોદભાઇ
  ‘સ્વપ્ન’ સાકાર છવાઇ જાવ બ્લોગમાં વહાલા વિનોદભાઇ

  • Vinod R. Patel September 4, 2013 at 4:16 AM

     ફૂલીને ફાળકો થઇ જવાય એવી કવિતા !   આપનો પ્રેમ એ મારા માટેની જીવન જડીબુટ્ટી છે  . આભાર  આપનો ,વ્હાલા ગોવિંદભાઈ  

   ________________________________

 5. Capt. Narendra September 3, 2013 at 6:37 AM

  પ્રિય વિનોદભાઇ,
  આપનો બ્લૉગ તૃતિય વર્ષમાં પ્રવેશ કરે છે તે એક અનેરો પ્રસંગ છે અને અમારા પરિવાર તરફથી આપને અભિનંદન પાઠવીએ છીએ. આ ત્રણ વર્ષમાં આપનો પરોક્ષ પરિચય વધતો જ ગયો અને તેનો સર્વોચ્ચ બિંદુ ત્યારે થયો જ્યારે આપ અૅનાહાઇમ આવ્યા અને મને ટલીફોન ક્રયો. આપની ઋજુતા, સૌજન્ય અને સ્નેહસભર વાત મનને સ્પર્શી ગયા. જાણે વર્ષોથી આપને જાણું છું!

  બે વર્ષના ટૂંકા ગાળામાં આપે તો આભ આંબ્યું! આ નાની સુની સિદ્ધી નથી, અને તેનું કારણ પણ જાણી શકું છું. આપની વૈવિધ્યપૂર્ણ અને સુરુચીપૂેર્ણ વાતો હંમેશા હૃદયસ્પર્શી હોય છે.

  આપની કલમ – ક્ષમા કરશો – આપનું કી-બોર્ડ અવકાશજગત દ્વારા અમને તથા આપના આત્મીય જનોને હંમેશા સંપર્કમાં રાખે એવી શુભેચ્છા.

  • Vinod R. Patel September 4, 2013 at 1:47 PM

   પ્રિય નરેન્દ્રભાઈ    આપના પ્રેમ સભર શુભેચ્છા સંદેશ માટે ખુબ ખુબ આભાર  .   આવી રીતે પ્રોત્સાહિત કરતા રહેશો એવી આશા છે।    સાદર ,   વિનોદભાઈ   

   ________________________________

 6. Vipul Desai September 2, 2013 at 11:25 PM

  સ્નેહી વિનોદભાઈ,
  ખુબ ખુબ અભિનંદન! તમારો બ્લોગ વધુને વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા અને તમે પણ સેંચ્યુરી મારો એવી પ્રાર્થના!

 7. Ramesh Patel September 2, 2013 at 12:49 PM

  આદરણીયશ્રી વિનોદભાઈ

  જય યોગેશ્વર

  આપની આ સફરે ગુર્જરી બ્લોગ જગતમાં યુવાની છાયી દીધી છે અને તેમાં આપનો પુરુષાર્થ છલકે છે. આપને રૂબરુમાં,, શ્રી ગોવિંદભાઈ અને શ્રી આનંદરાય સાથે મળી જે આનંદ મળ્યો છે તેમાં આપના બ્લોગની સફર ઉમેરો કરાવતી જ જાય છે. શ્રી સુરેશભાઈ જાની , આપણને ભેટી ગયા ને સમયના સદોપયોગની ચાવી દઈ સાચા ભૂદેવ થઈ ગયા છે અને હાસ્ય દરબારે ખીલતા મલતા રહે છે. કોણે કહ્યું કે પંચોતેરે પહોંચ્યા? હવે વાયરે આપણે ચડ્યા છીએ..વહેતા રહીએ.ખૂબ ખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 8. dee35 September 2, 2013 at 3:54 AM

  શનિવારે સ્કુલમાં મારા કરતાં પણ વધુ ઉંમરના કોરીયન મિત્ર મળ્યા.તેમણે એકજ વાત કરી “Life is for learning.”

 9. dadimanipotli1 September 1, 2013 at 8:47 PM

  આદરણીય શ્રી વિનોદભાઈ,

  બે વર્ષની મંઝિલ કાપી અને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરવા બદલ અભિનંદન સાથે શુભેચ્છાઓ. આપના બ્લોગમાં સંસ્કાર સિંચન થઇ શકે તે સાહિત્ય પીરસી અને એક ઉત્તમ કાર્ય સમાજ માટે કરો છો. ઈશ્વર આપના આ કાર્ય માં આપને સદા શક્તિ સાથે પ્રેરણા અર્પે તેજ શુભકામના.

 10. mdgandhi21, U.S.A. September 1, 2013 at 6:31 PM

  બ્લોગને બે વર્ષ પુરા થવાને અવસરે આપશ્રીને ખુબ ખુબ અભિનંદન . આ ઉમરે આપ આવી ઉત્તમ કામગીરી કરી શકો છો તે જાણી ખુશી થઇ છે . ઈશ્વર આપને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના અંને સુંદર લેખો બ્લોગ માં લખતા રહો એવી શુભકામનાઓ અંને ભવિષ્યમાં પણ સુંદર, વિશીષ્ટ અને સંસ્કારી સાહિત્ય પીરસતા રહો એજ ભાવના.

 11. ગોવીન્દ મારુ September 1, 2013 at 6:22 PM

  ‘વીનોદ વીહાર’ બે વર્ષ પુર્ણ કરીને ત્રીજા વર્ષમાં સફર શરુ કરવા માટે હાર્દીક અભીનન્દન…. દીલી શુભેચ્છાઓ…

 12. harshendra vinodchandra dholakia September 1, 2013 at 5:17 PM

  માનનીય શ્રી વિનોદભાઈ,

  બ્લોગને બે વર્ષ પુરા થવાને અવસરે આપશ્રીને ખુબ ખુબ અભિનંદન . આ ઉમરે આપ આવી ઉત્તમ કામગીરી કરી શકો છો તે જાણી ખુશી થઇ છે . ઈશ્વર આપને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના . સુંદર લેખો બ્લોગ માં લખતા રહો એવી શુભકામનાઓ. અંને અમને વિશીષ્ટ જાણકારી પીરશતા રહો એવી આશા.

  હર્ષેન્દ્ર વિનોદચંદ્ર ધોળકિયા.

 13. Vinod R. Patel September 1, 2013 at 3:01 PM

  હ્યુસ્ટનથી શ્રી વિજયભાઈ શાહ નો શુભેચ્છા સંદેશ

  To

  Vinod Patel

  અભિનંદન…

  હજૂ ઘણા વર્ષો આ કાર્ય કરો તેવી શુભેચ્છાઓ

  Thanks

  Vijay Shah વિજય શાહ

  Future belongs to those who dare!
  My web site http://www.vijaydshah.com

 14. Arvind Adalja September 1, 2013 at 1:46 PM

  શ્રી વિનોદભાઈ,
  આપના બ્લોગની વર્ષ ગાંઠે હાર્દિક અભિનંદન. ભાઈશ્રી ચીમન પટેલે ” આવો ભાઇ હરખા આપણે બેઊ સરખા.
  એક હાથે, એકલા એકલા (જીવન સાથી વિના), આ દિશામાં આટલી આગેકૂચ અવર્ણીય છે. ” તે વાત સાથે હું 100% સહમત છુ. હું પણ આપની માફક એકલોજ છું અને હું પણ 75 આસપાસ પહોંચ્યો છું.આપણી એકલતા અને ખાલિપા ભ્રર્યા જીવનમાં આ બ્લોગ અને બ્લોગ મારફત મળતા નવા મિત્રો આપણું જીવન ભર્યું ભર્યું બનાવે છે. આપે સુરેશભાઈનો ઉલ્લેખ કર્યો તે ખૂબજ સજ્જન અને મળતાવડા હોઈ અહિં આવેલા ત્યારે સમય કાઢી અમદાવાદથી જામનગર સુધી મને મળવા અને સાથે થોડા કલાકો રહેવા આવેલા તે દિવસ હજુ પણ ક્યારે ક વાગોળી લઉં છું. આપને પરમકંપાળુ પરમાત્મા તંદુરસ્તી સાથે દીર્ઘાયુષ્ય અર્પે અને બ્લોગ જગતને આવનારા દિવસોમાં આપના તરફથી વિવિધ વિષયો ઉપર લેખો મળતા રહે તેવી હાર્દિક શુભેચ્છા સાથે–અરવિંદ

 15. pravinshastri September 1, 2013 at 12:32 PM

  વિનોદભાઈ, આપે નિવૃત્તિની પ્રવૃતિથી આપના બ્લોગ દ્વારા લોકભોગ્ય સંસ્કાર અને સાહિત્યને ચારે દિશામાં પ્રસરાવ્યા છે. આપે મારા જેવા કંઈ કેટલાને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કર્યા છે. આપનો બ્લોગ આગામી અનેક વર્ષો સૂધી ચાલુ રાખવા સમય, સંજોગો અને સ્વાસ્થ્ય જળવાઈ રહે એ જ પ્રભુ પ્રાર્થના. અભિનંદન સહિત પ્રવીણ શાસ્ત્રીના સાદર વંદન.

 16. હિમ્મતલાલ September 1, 2013 at 11:30 AM

  મારા અતિ વહાલા મિત્ર વિનોદભાઈ પટેલ
  તમે કમ્પ્યુટર। માં એકડો ઘુટ્યો એ એક દિવસ હતો અને હવે તમે ક્યાંના ક્યા કમ્પ્યુટર માં પહોંચી ગયા તમારી મિત્રોની મિત્રતા જાળવી રાખવાની આવડત તમે ઘણા મિત્રો મેળવી શક્યા છો। ખુબ ખુબ પ્રગતિ કરતાજ રહેશો એમાં સંદેહ નથી ફક્ત કમ્પ્યુટર ની દુનિયામાં અને બ્લોગ માં પ્રવેશ કર્યે બેજ વરસથયા એટલા સમયમાં તમે ઘણો ચાહક વર્ગ ઉભો કરી શક્ય છો। એનું કારણ તમે ઉત્તમ સાહિત્ય પીરસો છો એ છે। તમને ખુબ સફળતા મળતી રહે આનદ ની સાથે તંદુરસ્ત શરીર અને મન રહે એવી પરમેશ્વર ને મારી પ્રાર્થના જય સ્વામી નારાયણ

 17. P.K.Davda September 1, 2013 at 9:38 AM

  બે વર્ષ પૂરા કરી, બ્લોગ ત્રીજા વર્ષમાં પ્રવેશે છે એ બદલ હાર્દિક અભિનંદન. આપના બ્લોગમાં સંસ્કારી સાહિત્યની સુગંધ છે, પ્રગતિનો પરિચય છે અને અમલમાં મૂકવા જેવી શિખામણો છે. આપનો ચાહક વર્ગ વિશાળ થતો જાય એવી શુભ કામના સાથે
  પી.કે.દાવડા

 18. Dilip Gajjar September 1, 2013 at 9:33 AM

  વિનોદભાઈ આપનાં બ્લોગને બે વર્ષ થયા તે બદલ ખુબ અભિનંદન આપ ભવિષ્યમાં પણ સુમ્દર સાહિત્ય સંસ્કારી માહિતી પીરસતા રહો એજ ભાવના

 19. A P PATEL September 1, 2013 at 9:14 AM

  Vinodbhai,you have done a great service to Gujarati community of the world by serving them the cream of your knowledge,surveys,and personal life experience full of ups,downs,joys, sorrows,and so on.I wish you a very healthy and happy long life.

 20. chaman September 1, 2013 at 7:58 AM

  વિનોદભાઇ,
  આવો ભાઇ હરખા આપણે બેઊ સરખા.
  એક હાથે, એકલા એકલા (જીવન સાથી વિના), આ દિશામાં આટલી આગેકૂચ અવર્ણીય છે.
  માસી,કુસુમ અને નિયંતિકા અત્યારે હોત તો એમના આનંદની કોઇ સિમા ન હોત!
  તમારું મન ચોખ્ખું છે એટલે ઉપરવાળો તમારી સાથે છે આ પ્રગતિમાં
  શુભેચ્છા ઇચ્છતો,

  ચીમન પટેલ ‘ચમન’

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: