વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: સપ્ટેમ્બર 2013

( 323 ) જીવન સંધ્યાનું સ્વાગત લેખિકા-મીરાબેન ભટ્ટ

વ્રુદ્ધાવસ્થા’ શબ્દનો ડર ? ના, ના… મને એવો ડર જરીકે લાગતો નથી. મને આ શબ્દોની લેશમાત્ર બીક નથી, કારણ કે ઘડપણ મારા જીવનનાં બારણાં ખખડાવે તે પહેલાં, તેના સ્વાગતની મેં તૈયારી કરી લીધી છે. કેવી છે આ તૈયારી ?

વ્રુદ્ધાવસ્થા સામે તમે કઈ દ્રષ્ટિએ જુઓ છો, તેનું ખુબ મહત્વ છે. તમારા જીવનના આંગણે તીથી આપીને આવનારો એ મહેમાન, તમારો જીગરજાન દોસ્ત પણ બની શકે; અને તમારો જીવલેણ શત્રુ પણ બની શકે. એનો આધાર તમારા અભીગમ પર છે, તમારા દ્રષ્ટિકોણ પર છે. કોક વહેલી સવારે, અચાનક અરીસામાં જોતાં માથા પર હરતો ફરતો કોઈ સફેદ વાળ તમારા હૃદયમાં હાહાકાર વર્તાવે છે કે હાશકારો કરાવે છે, તેનો આધાર છે તમારા દ્રષ્ટિકોણ પર. તમારી માનસીક તૈયારી થઈ ગઈ હશે, તો તમે એ વ્રુદ્ધાવસ્થાને આવકારવા તત્પર થઈને ઉભા રહેશો. જીવનના મહામુલાં વર્ષો  ખરચીને આગણે આવેલી આ વ્રુદ્ધાવસ્થા તમારા માટે અણમોલ રતન બની જશે.

ગુજરાતના એક સુપ્રસીદ્ધ સ્વર્ગસ્થ લેખકનો આ દાખલો છે. સદગત શ્રી રસિકભાઈ ઝવેરી ઈન્ગ્લેન્ડના પ્રવાસે જાય છે. લંડનની શેરીઓમાં ભટકતાં ભટકતાં એ અલગારી પ્રવાસી એક નાનકડી ગલીમાં પ્રવેશે છે. જ્યાં સામે નજરે પડે છે – એક કેશગુંફન તથા કેશસુશોભનની દુકાન. દુકાનમાં બેઠેલી બહેને એમને બોલાવ્યા એટલે કુતુહલવશ એ ત્યાં ગયા. પેલાં બહેન બોલ્યાં : ‘જુઓ મહાશય, તમારા વાળ ધોળા થઈ ગયા છે. તમે આ ખુરશીમાં બેસો, ઘડીકમાં હું આ તમારા ધોળા વાળને કાળાભમ્મર કરી દઈશ. મુંઝાશો નહીં, આ માટે તમારે કોઈ કિંમત ચુકવવી નહીં પડે. ડેમોન્સ્ટ્રેશન કરવા માટે સામેથી હું તમને વાળ રંગવાની એક શીશી ભેટ આપીશ.’

ખુબી લેખકના જવાબમાં છે. એ સફેદ વાળ હેઠળ એક ગજબનું સ્વસ્થ વ્યક્તીત્વ બેઠેલું છે, તેનું ભાન આ જવાબમાં થાય છે. રસિકભાઈ કહે છે, ‘માવડી મારી, માથાના કાળા વાળને ધોળા કરવા માટે મેં મારી જીંદગીનાં મહામુલાં પચાસ પચાસ વર્ષો ખર્ચ્યાં છે , તે આમ પાણીના મુલે ઘડીકમાં કાળા કરાવી દઉં ! ના માવડી ના !’

કાળા વાળનું સફેદ વાળમાં રુપાંતર એ કેવળ કોઈ સ્થુળ રુપાંતર નથી. આપણા કાન જો સાબદા હોય તો આ રુપાંતર કેવળ વાળનું નથી, આપણી વ્રુત્તીઓનું પણ છે. ભીતર કશુંક બદલાવા માંગે છે. અંદર કોઈ ક્રાંતી સર્જાવાની છે; તેનો આ સળવળાટ છે, પણ આપણે આપણી દોડધામવાળી, કોલાહલભરેલી જીંદગીમાં અંદરના અવાજ, અંદરના સળવળાટ તરફ ધ્યાન આપવા નવરાં જ પડતાં નથી અને પછી ચાલતી રહે છે – ‘વો હી રફતાર બેઢંગી !’

શ્રી રસિકભાઈ ઝવેરીના આ જવાબમાં માનવના જીવનનું એક પરમ સુંદર સત્ય છુપાયેલું છે. વ્રુદ્ધાવસ્થા એ માનવજીવનને ઈશ્વર તરફથી મળેલો અભીશાપ નથી, બલકે વરદાન છે. જીવનની અત્યંત કીંમતી મુડી ખર્ચીને પ્રાપ્ત થતી એ કમાણી છે. એટલી વાત સાચી કે તે ચીંથરે વીંટ્યું રતન છે, પણ મોટા ભાગનાં લોકોનું એ રતન ધુળભેગું થઈ જતું હોય છે. ઘડપણ બહારથી ઉપલક દ્રશ્ટીએ તો, જેમ ચીંથરું જોવું ન ગમે, તેવી જીવનની અણગમતી ચીંથરેહાલ સ્થીતી જ છે. માથાના વાળ ધોળાભખ્ખ, ચામડી લબડી જાય, ઠેર ઠેર કરચલીઓ, મોઢું સાવ બોખલું અને પગ તો જાણે ગરબે ઘુમે ! પણ સવેળા ચેતી જવાયું હોય, અને સમગ્ર જીવન અંગેની સાચી સમજ કેળવાઈ હોય તો ઉપરનાં આ બધાં ચીંથરાં સરી પડે છે અને અંદરનું ઝળહળતું રતન ઝગમગી ઊઠે છે.

દીવસ-રાતના ચોવીસ કલાક, એમાં મોંસુઝણું થાય, આભા પ્રગટે, ઉશા આવે, પ્રભાત પ્રસરે, સુરજ ઉગે, સવાર પડે. સુરજ માથે ચઢે, બપોર થાય, વળી પાછું મધ્યાહ્ન થાય અને સલુણી સંધ્યા અને સમીસાંજ પ્રગટે; અને પછી રાત, મધરાત અને પાછું પરોઢ ! દીવસ-રાતના આ એકએક સમયનું – કાળખંડનું પોતાનું એક આગવું સૌંદર્ય છે!

પ્રત્યેકનો એક આગવો આનંદ હોય છે. આવું જ જીવનનું ! શું શીશુઅવસ્થા, શું બાળપણ, કીશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા કે શું ઘડપણ ! દરેક અવસ્થાને પોતાનું સૌંદર્ય અને પોતપોતાની સમસ્યાઓ હોય છે. સમસ્યાઓ હોવી એ કાંઈ જીવનઘાતી વસ્તુ નથી. એ તો જીવનનો પડકાર છે. સમસ્યાઓને કારણે જીવનના ઉંડાણ અને સૌંદર્યો ખુલતાં હોય છે. વ્રુદ્ધાવસ્થામાં કદાચ સમસ્યાઓ વધારે હશે અને એ સમસ્યાઓના ઉકેલમાં જ એનો આનંદ અને સર્જકતા માટે વધારે અવકાશ ભર્યો પડ્યો છે.

આપણામાંનાં મોટાભાગનાં લોકોએ શ્રી રવીન્દ્રનાથ ટાગોર, શ્રી અરવિન્દ કે વિનોબાને વૃદ્ધાવસ્થામાં જોયા ન હોય, પણ એમની તસ્વીર તો મોટાભાગનાં લોકોએ જોઈ હશે ! ગુરુદેવની એ વયોવૃદ્ધ છબી કેટલી મનોહર છે! માથાના રુપેરી વાળ જાણે એમના સૌંદર્યની વસંત બનીને ફરફરે છે ! એમની આંખોનું તેજ ! ચહેરા પર સ્મીતમાં તો જાણે ત્રણેય ભુવનનો આનંદ ઘુંટાઈ ઘુંટાઈને કાલવાયો ન હોય! ક્યાંથી પ્રગટ્યું આ સૌંદર્ય !

વિનોબાની 85 વર્ષની વયે ચામડી જુઓ, જાણે હમણાં જ તાજા જન્મેલા બાળકની સ્નીગ્ધ સુંવાળી, માખણ જેવી મ્રુદુ ચામડી ! શું આ મહાનુભાવો કોઈ બ્યુટી પાર્લર (સૌંદર્ય પ્રસાધન કેન્દ્ર) માં જઈ કોઈ પાવડર, ક્રીમ કે કોસ્મેટીક લઈ આવતા હશે ? શું છે આ સૌંદર્યનું રહસ્ય ?

રહસ્ય છે – જીવન અંગેની સમજ ! સાચી સમજણમાંથી જ જીવનનું સાચું સૌંદર્ય અને સાચું શીલ પ્રગટી ઉઠે છે ! અને આપણા દેશની ખુબી તો જુઓ ! અંગ્રેજીમાં ઘરડા માણસને કહેશે ‘ધ ઓલ્ડ મેન’ – જુનો માણસ. જ્યારે ભારતીય ભાશા એને કહે છે – ‘વૃદ્ધ !’ આ ખખડી ગયેલા દેહવાળો મનુશ્ય જુનો મનુશ્ય નથી. એ તો વ્રુદ્ધ છે. વ્રુધ્ધી પામેલો અને વળી સતત વ્રુધ્ધી પામનારો, નીત્યનુતન, નીત્યવર્ધમાન વ્રુધ્ધ છે. શું આ વ્રુધ્ધાવસ્થાના ટોપલામાં કેવળ વર્ષોનો ઢગલો જ ભરેલો છે ?

જી નહીં, એમાં તો છે જીવનનો અમુલ્ય અનુભવ ! ભાતભાતના અનુભવોથી સીંચાઈને પ્રાણવંત બનેલા જ્ઞાનના તાણા અને જીવનની આકરી તાવણીમાંથી અણીશુદ્ધ તવાઈ, તવાઈને બહાર નીકળેલા તપના વાણાથી વણાયેલી જીવનની આ ચાદર છે. વ્રુધ્ધના પ્રત્યેક સફેદ વાળમાં અને એના દેહ પર પડતી પ્રત્યેક કરચલીમાં વીતેલાં વર્શોનો એક ઈતીહાસ છુપાયો છે. જીવાયેલા શ્વાસોછ્વાસનો ધબકાર ગોપાયો છે. જીવનમાં કેટલાંક શાશ્વત સત્યોને આત્મસાત કરી પાલવમાં સંતાડીને આ વ્રુધ્ધાવસ્થા આવતી હોય છે. વ્રુધ્ધાવસ્થામાં પ્રગટતી શરીરની ક્ષીણતા એક પલ્લામાં મુકો અને બીજા પલ્લામાં જીવનભરના અનુભવોનું ભાથું મૂકો; તો બીજું પલ્લું નમી જશે.

આમ વ્રુધ્ધાવસ્થા એ તો જીવનની વ્રુધ્ધી સમ્રુધ્ધી અને સીધ્ધીનો સંકેત છે. વ્રુધ્ધાવસ્થા એટલે કેવળ વર્શોનો, ક્ષણોનો સરવાળો નથી, એ તો પશુજીવનમાં પણ થાય છે. પણ માનવીની વ્રુધ્ધાવસ્થામાં તો ક્ષણોની સાથોસાથ જીવનભરના જ્ઞાન, અનુભવ, તપ, સ્નેહ, સેવા અને સુજનતાના સરવાળા થતા હોય છે.

આનો અનુભવ આપણને વનસ્પતી સૃષ્ટિમાં પણ થાય છે. આંબાની જ વાત કરીએ. લીલીછમ્મ કાચી કેરી ખાટી લાગશે. કોઈને માથામાં મારો તો લોહીની ધાર છુટી જાય તેવી સખત હોય છે, પણ એ જ લીલીછમ્મ કેરી જ્યારે પાકટ બનીને સોનેરી થાય ત્યાર પછીના તેના રસની મધુરતાને કોની સાથે સરખાવી શકીશું ? જાણે પ્રુથ્વી પરનું અમૃત! તો આંબો જો વયોવ્રુદ્ધ થઈને આવો અમ્રુતરસ રેલાવી શકે તો મનુશ્યમાં તો વીશેષ ચૈતન્ય પ્રગટે છે ! જીવનના આંબાવાડીયામાં વ્રુધ્ધાવસ્થા આવે તો કેવળ મીઠોમધ મધુર રસ રેલાવવા માટે જ આવે. માણસમાં રહેલ અંધકાર જ્યારે સાવ ગળી જાય છે; ત્યારે તેમાંથી રસસુધા ઝરે છે. આ જ છે માણસનું સત્વ. માણસ એટલે નર્યો દેહ નથી. મન, બુધ્ધી, ચીત્ત, અંત:કરણ એ માનવીનો આંતરદેહ છે. વ્રુધ્ધાવસ્થામાં બહારનો સ્થુળ દેહ ખખડી જાય છે, પણ જીવનભરના તપથી શુદ્ધ થઈ, અગ્નીમાંથી પસાર થયેલા સુવર્ણની જેમ વ્રુધ્ધ માણસનું આંતરીક વ્યક્તીત્વ ઝળહળી ઉઠે છે.

આમ વ્રુધ્ધાવસ્થા અંગેની આવી સાચી, સ્વસ્થ પાકટ સમજ કેળવવી – તે બની જાય છે પુર્વતૈયારી. મોટાભાગના લોકો માટે વ્રુધ્ધાવસ્થા એ પોતાના સમસ્ત જીવનના ફળરુપે, પરીપાકરુપે, આવી મળેલું પરીણામ છે, નીશ્પત્તી છે. પુર્વજન્મનાં કર્મો, ટેવો, વ્રુત્તીઓ, વલણો જેવાં હશે તે મુજબની વ્રુધ્ધાવસ્થા ઘડાતી આવે છે. એટલે જ વ્રુધ્ધાવસ્થાનું સમસ્ત સૌંદર્ય પ્રગટ થાય એ માટે પુર્વજીવનમાં થોડો અભ્યાસ થાય, થોડું ઘરકામ (હોમવર્ક) થાય એ જરૂરી છે. વ્રુધ્ધાવસ્થામાં માથે ચમકતા રુપેરી વાળની પોતાની એક સુંદર અને પવીત્ર સ્રુશ્ટી છે. એ રુપેરી વાળ હેઠળના મસ્તીશ્કમાં એક ભવ્ય હીમાલય સર્જી શકાય છે. જ્યાંથી સૌને પાવન કરનારી પુણ્યસલીલા ગંગા વહી શકે.

– આભાર- મીરાંબેન ભટ્ટ ( જીવન સંધ્યાનું સ્વાગતપુસ્તકમાંથી  ટૂંકાવીને )

  

———————————————————- 

જાણીતા હાસ્ય લેખક શ્રી હરનીશ જાનીની ” ગોલ્ડન એઈજ ” નામની એક

રસિક-રમુજી  રચના એમના આભાર સાથે માણીએ .

                    

                                                                       ગોલ્ડન એઈજ

ઉમ્મર વધે, શરીર કળે. એમ પણ બને.

મનમાં તોય જુવાની ફુટે,  એમ પણ બને.

વાંદરો જેટલો ઘરડો, ગુલાંટ તેટલી મોટી,

બુઢ્ઢો ભોંયે પછડાય, એમ પણ બને.

બરબાદ કરી જવાની જેની પાછળ,

સામી મળે ‘કેમ છો,  બહેન?’ પુછાય, એમ પણ બને.

કરવટેં બદલતે રહે, સારી રાત ભર,

પ્રેમ નહીં; પેટમાં ગેસ હોય, એમ પણ બને. ’

હીયરીંગ એઈડ વાપરો છો?’ ના આપણને ન મળે

‘ ફીયરીંગ એઈડ?’   સંભળાય, એમ પણ બને.

નવાઈની વાત પડોશણ કરતાં પત્ની રુપાળી લાગે

ચશ્માં ન પહેર્યાં હોય, એમ પણ બને.

’ ઓલ્ડ એઈજ ઈઝ ગોલ્ડન‘ કહેનારને

મારવા હાથેય ન ઉંચકાય, એમ પણ બને.

– હરનિશ જાની

પરીચય વાંચવા અહીં ‘ક્લીક’ કરો. 

આભાર-સૌજન્ય- હાસ્ય  દરબાર

———————————————

છેલ્લે થોડું હસી લઈએ ….

તમે રખે માનતા કે વૃદ્ધ જનોમાં રમુજ વૃતિ( Sense of Humor )  હોતી નથી !

કેટલાક  વૃદ્ધ જનો  ભેગા મળી કેવી રમુજ કરે છે અને ટ્રાફિક જામ કરે છે એ ખડખડાટ

હસાવતા નીચેના વિડીયોમાં જુઓ અને હસી લો  .

Epic Old Man – Traffic Jam Prank

( 322 ) સમાજમાં સાસુ – વહુ ના સંબંધો – એક સામાજિક પ્રશ્ન

Husband-wife motherજ્યારે એક વર અને કન્યા લગ્ન સંબંધથી જોડાઈને પ્રભુતામાં- વિવાહિત જીવનમાં પગ માંડે છે ત્યારે બન્ને પક્ષે કુટુંબનું સમીકરણ બદલાઈ જાય છે .

લગ્ન પછી લગ્ન કરનાર છોકરાની માતા સાસુ બની જાય છે અને એક માતાની છોકરી બીજા કુટુંબમાં આવે છે ત્યારે એ વહુ બની જાય છે .

એક મા-બાપ કોડથી મોટી કરેલી પોતાની વ્હાલી પુત્રીને એક નવા જ કુટુંબમાં એ સુખી થશે એ આશાએ વિદાય કરે છે .

લગ્ન પછી લગ્ન કરનાર દીકરાનો માતા પ્રત્યેનો પ્રેમ અને એની પત્ની પ્રત્યેનો પ્રેમ આ બે પાત્રો વચ્ચે વહેંચાઈ જતો હોય છે.

આ બદલાયેલા કૌટુંબિક સમીકરણમાં ઘણીવાર સાસુ અને વહુની પ્રેમ અને કુટુંબમાં આધિપત્યની ખેંચતાણમાં દીકરાની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થતી હોય છે .

આદર્શ કુટુંબમાં તો દીકરાની વહુ પણ એક દીકરી જ છે એવો સાસુ દીકરાની પત્ની-વહુ પ્રત્યે વર્તાવ રાખવો જોઈએ . ઘણાં કુટુંબોમાં એ જોવા મળતો જ હોય છે .

પરંતુ બધાં કુટુંબો આદર્શ ન હોવાને લીધે સમાજમાં સાસુ-વહુના ઝગડાના કિસ્સા ઘણા મોટા પ્રમાણમાં જોવા મળે છે .

પહેલાંના સમયમાં સાસુ તરફથી થતો હીન વર્તાવ અને અપમાનને વહુ સમસમીને સહન કરી લેતી હતી પરંતુ હવે જમાનો બદલાયો છે .

એક આધુનિક વહુ સાસુની બીક રાખ્યા વિના જે સાચું લાગે એ વિના સંકોચ સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે .

આ સાસુ-વહુના સંબંધોના સંદર્ભમાં ,થોડા દિવસ પહેલાં એક મિત્ર તરફથી મને મળેલ કોઈ અજ્ઞાત કવીની આ રમુજી રચના માણવા જેવી છે .

એક આધુનિક વહુ એની સાસુમાને કહે છે ……

ના કરો સાસુમા, દીકરો દીકરો

હવે તો એ હસબંડ મારો છે ..!

જ્યારે પહેરતો હતો બાબા-શુટ

ત્યારે એ ગુડ્ડુ તમારો હતો

હવે તો પહેરે છે ત્રણ-પીસ શુટ

હવે તો એ ડાર્લિંગ મારો છે ..!

જ્યારે પીતો હતો બોટલમાં દૂધ

ત્યારે એ ગગો તમારો હતો

હવે તો પીએ છે ગ્લાસમાં જ્યુસ

હવે તો એ મિસ્ટર મારો છે ..!

જ્યારે લખતો હતો એ એ.બી.સી.

ત્યારે નાનકો એ તમારો હતો .

હવે તો કરે એસ.એમ.એસ.

હવે તો જાનું મારો છે

જ્યારે ખાતો’તો ચોકલેટ આઈસ્ક્રીમ ,

ત્યારે વાવલો તમારો તમારો હતો .

હવે તો ખાય છે પીઝા પાસ્તા

હવે તો હબી એ મારો છે

જ્યારે જતો તો સ્કુલ-હાઈસ્કુલ

ત્યારે એ બાબલો તમારો હતો

હવે તો જાય છે એ ઓફિસમાં

હવે તો ઓફિસર મારો છે

જ્યારે એ માગતો પોકેટ-મની

ત્યારે લાડલો તમારો હતો

હવે લાવે છે એ લાખો રૂપિયા

અત્યારે એ એ.ટી.એમ. મારું છે

માટે, ના કરો સાસુમા દીકરા દીકરા

હવે તો હસબંડ મારો છે … મારો છે !

સાસુ- વહુના સંબંધોના પ્રશ્ન બાબતે મારા મિત્ર શ્રી પી.કે. દાવડાએ એમના ઈ-મેલમાં એક સરસ ઉકેલ બતાવ્યો છે એ એમનાજ શબ્દોમાં નીચે પ્રસ્તુત છે .

“ઘણાં વર્ષોથી એક પ્રશ્ન વણઉકેલ્યો રહ્યો છે; આજે મેં એનો ઉકેલ શોધવાની ચેષ્ટા કરી છે. પ્રશ્ન છે લગ્ન બાદ મા અને પત્ની સાથેના સંબંધ અને હક્કની વહેચણીનો.

લગ્ન બાદ પત્ની પુરૂષના સાનિધ્ય, સમય અને વર્તન ઉપર પોતાનો દાવો કરે છે ત્યારે મા પોતાના હક્કો છોડવા આનાકાની કરે છે. આને લીધે કુટુંબની શાંતિમાં ખલેલ પડે છે અને સાસુ- વહુ ના સંબંધોમાં કડવાસ આવી જાય છે.

આનો એક ઉપાય એ છે કે સમાજના વિચારવંત લોકોએ આ પ્રશ્ન અંગે પુરતી વિચારણા કરી, એક સર્વમાન્ય નિયમાવલી બનાવવી જોઈએ.

લગ્ન સમારંભના એક ભાગ તરીકે સાસુએ પોતાની અમુક સત્તાઓનું વિધીવત હસ્તાંતરણ કરવું જોઈએ. સમારંભમાં સાસુ અને વહુ બન્નેએ જાહેરમાં સોગંદ લેવા જોઈએ કે સમાજે નક્કી કરેલા નિયમોનું હું પાલન કરીશ. બન્નેને એમણે સહીઓ કરેલી સંધીની કોપી આપવી જોઈએ.

સાસુ-વહુ વચ્ચેનો કોઈપણ વિવાદનો નિર્ણય આ સંધીના નિયમોને આધિન હોવો જોઈએ.આ ઉપાયથી ઘરોમાં શાંતિ આવવાનો સંભવ છે.”

શ્રી  દાવડાજીનો આ  સાસુ-વહુના સામાજિક પ્રશ્નનો ઉકેલ તમને ગમ્યો?

તમે આ અંગે શું વિચારો છો એ તમારા પ્રતિભાવમાં જરૂરથી લખશો .

સંબંધો અંગે નીચેની પી.ડી.એફ ફાઈલમાં વાંચશો  .સૌજન્ય- સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસ

Relationship-gujarati-view

વિનોદ પટેલ

(321 ) કોકિલ કંઠી ભારત રત્ન લતા મંગેશકરના 84મા જન્મ દિવસે એમને હાર્દિક શુભેચ્છાઓ.

ભારત રત્નનો ઈલ્કાબ ધરાવનાર ભારતના સુરસામ્રાજ્ઞી લતા મંગેશકરનો આજે 84મોજન્મ દિવસ છે .ભારતની આ સૌથી ખ્યાતનામ ગાયીકા લતા મંગેશકરનો જન્મ તારીખ  સપ્ટેમ્બર ૨૮, ૧૯૨૯ ના રોજ ઇંદોર ખાતે થયો હતો .

ઉંમરના આંકડાની ગણતરીએ તેઓ ભલે 84 થયા હોય, પરંતુ આજે પણ તેમના ગળામાંથી નીકળતા સુરની મોહિની એવીને એવી અકબંધ છે .

એમના ગળાનું ગળપણ કોઈક પણ નવીન યુવાન ગાયિકા કરતાં જરા ય ઓછું નથી.લતા મંગેશકર પાસે સંગીત સાથે જોડાયેલ ભાગ્યે જ કોઈ એવો એવૉર્ડ હશે જેએમની પાસે ન હોય .

લતા મંગેશકરે એમની નાની ઉંમરે ૧૯૪૨થી સંગીતની આરાધના શરુ કરેલી એ હજુ પણ વણ થંભી ચાલુ છે એ એક મોટું આશ્ચર્ય છે !

તેઓએ અને એમની નાની બેન આશા ભોંસલેએ બોલીવુડમાં પાર્શ્વ ગાયિકા તરીકે હિન્દીફિલ્મ સંગીતના ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે અને જેટલી સંખ્યામાં ગીતો ગાયાં છે એ વિક્રમી છે .

એમણે ફિલ્મી ગીતો ઉપરાંત બીનફીલ્મી ગીતો પણ ઘણાં ગાયાં છે  પણ તેમને ખ્યાતિ તો હિન્દી પાર્શ્વ ગાયિકા તરીકે જ મળી.

લતાજી એ ગુજરાતી ગીતો પણ ઘણાં ગાયાં જેવાં કે ,માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોરે…..હે કાનુડા તોરી ગોવાલણ …દીકરી તો પારકી થાપણ કહેવાય ….વૈષ્ણવ જનતો ….જેવા લોકપ્રીય ગીતો, ભજનો,પ્રભાતિયા વિગેરેનો સમાવેશ થાય છે.

શ્રી અક્ષય આંબેડકરએ એમના બ્લોગની નીચેની લીંક ઉપર લતાજીના જીવન અંગેની

રસસ્પદ માહિતી આપી છે એને એમના આભાર સાથે વાંચો .

 સ્વર સામ્રાજ્ઞી : લતા

નીચેના વિડીયોમાં સૌની માનીતી લતા મંગેશકરએ પાર્શ્વ ગાયિકા તરીકે ગાયેલ ફિલ્મી

ગીતોનો આસ્વાદ લેતાં લેતાં એમના જીવનની ઝલક મેળવો .

Lata Mangeshkar – Melody Queen – Biography

ફિલ્મી સંગીત અને લતા મંગેશકરે એના સુરીલા સુરે ગયેલ ગીતોના શોખીનો યુ-ટ્યુબની

આ લીંક ઉપર ઢગલાબંધ ગીતો સાંભળી શકશે

SONGS OF LATA MANGESHKAR- PLAY LIST

લતાજીના ૮૪ માં  જન્મ દિને અમિતાભ બચ્ચનથી માંડી બૉલીવુડના નાનામાં નાના

કલાકારો પણ લતાને શુભેચ્છા પાઠવવામાંથી બાકાત નથી.

સાદગી, સફળતા અને મહાનતાના પ્રતીક જેવાં

ભારતનું ગૌરવ ,સુરસામ્રાજ્ઞી

લતા મંગેશકરલના 84મા જન્મ દિવસે હાર્દિક શુભેચ્છાઓ.

(320 ) ન.મો. એટલે કાદવમાંથી ખીલેલું એક કમળનું ફૂલ

વાચક મિત્રો ,

( એક અગત્યનો સુધારો – આ  પોસ્ટમાં અગાઉ શ્રી નરેન્દ્ર મોદીનો હાથમાં ઝાડું વાળો  જે  ફોટો મુક્યો હતો એ ફોટો શોપ કરેલો ફોટો હતો એવી ખબર પડતા આ પોસ્ટમાંથી એ ફોટો દુર કરવામાં આવ્યો છે.આ માટે મારું ધ્યાન દોરવા  માટે સજાગ વાચક મિત્ર શ્રી મુર્તઝા પટેલનો હું આભારી છું . –વી.પ.)

NM-2-Lotus

ન.મો. કહે છે મારે મન સી.એમ. નો અર્થ  થાય છે કોમન મેન .

ન.મો.એટલે કાદવમાં ખીલેલું જાણે એક કમળનું ફુલ !

ન.મો.અંગેની મારી એક અપદ્યાગદ્ય  રચના

ન .મો .-નરેન્દ્ર મોદી

ન.મો એટલે કાદવમાં ખીલેલું કમળ

ન.મો.એટલે નેતાગીરીની મિશાલ

ન.મો.એટલે સ્વપ્નાંનો સોદાગર

ન.મો.એટલે ગુજરાતનું ગૌરવ

ન.મો.એટલે સાહિત્યનો જીવડો

ન.મો. એટલે ભારતની આશ

ન.મો.એટલે વાણીનો ધોધ

ન.મો.એટલે પ્રજાનો  પ્રહરી

ન.મો.એટલે શાન બાન ને જ્ઞાન

નમો એટલે વિશ્વની ઉજળી આશ

ન.મો.એટલે દુશ્મનોનો તાવ

ન.મો એટલે મિત્રો માટે મિત્ર

ન.મો. કદી જૂઠને ન નમે

ન.મો કદી સત્ય ન છોડે

ન.મો ને વંદન પ્રેમથી કરીએ

ન.મો ચૂંટણીમા જીતે એવું  ઇચ્છીએ

વિનોદ પટેલ

ન.મો.ધારે તો કેવો જાદુ કરી શકે એ આ વિડીયોમાં એમના મુખેથી જ સાંભળો .

( 319 ) How to clean your Liver with 5 natural Liver-cleansing Tips

Your liver is like the maid of your body, cleaning up all the toxins you put into it, and therefore keeping all internal systems running smoothly. The modern diet, environmental pollutants, and our increasing dependence on toxic personal care products have put our livers on serious overtime.
For this reason, it’s important to know how to clean your liver thoroughly and effectively – oh, and naturally.
Your liver works to cleanse the blood and remove toxic substances that we’ve eaten, inhaled, or rubbed on our bodies.
When it is overworked—as it is in many modern adults—or when you are under a significant amount of physical or even mental stress, your liver can struggle to keep up.

“The thousands of enzyme systems that are responsible for virtually every body activity are constructed in the liver,” explains Dr. Karl Maret, M.D. “The proper functioning of the eyes, the heart, the brain, the gonads, the joints, and the kidneys are all dependent on good liver activity. If the liver is impaired from constructing even one of the thousands of enzyme systems the body requires, there is an impairment in overall body function and a resultant greater metabolic stress on the individual.”

How to Clean Your Liver – No Products Required

So, what can you do about it? Well, you could try a quality liver detox supplement, or you could use some items found at your local health food store, your grocery store, or even some that are already in your kitchen. Here is how to clean your liver with 5 common food items.

1. Warm Lemon Water – Warm lemon water is a great way to detox your liver every single morning. This isn’t lemonade, so don’t add sugar or anything else. Just purified water and a healthy dose of fresh lemon juice. Some experts, like author A.F. Beddoe who wrote the book Biological Ionization as Applied to Human Nutrition, also believe that the liver produces more enzymes in response to water with lemon than to any other food.

2. Garlic – Add some garlic to your cooking or thinly slice a clove into your next salad. Garlic contains sulfur compounds that can help activate enzymes in the liver. It contains allicin and selenium, which are both good for liver protection.

3. Avocados – As if you need another reason to add avocados to your diet, a Japanese study found that avocados contain compounds that can protect the liver from damage. When compared with 21 other fruits, avocados had the most promise in protecting the liver from galactosamine, a “powerful” toxin that has been shown to produce a liver damage much like human viral hepatitis.

4. Cilantro – This versatile herb can be added to just about any dish, including salads or smoothies. This herb can help remove heavy metals from the body, something your liver could be struggling with right now.

5. Turmeric – Another powerful spice with a long list of benefits, turmeric is said to not only protect the liver from damage, but also encourage regeneration of liver cells. In addition, it increases natural bile production and aids in keeping the body toxin-free.

Cleansing your liver is crucial, so don’t hesitate to incorporate these liver-cleansing solutions right now. For more on how to clean your liver, check out these 4 natural liver cleansing foods outlined by Anthony Gucciardi.
Source: Natural Society

——————————————————————————-

Thanks- Dr. Rajendra M.Trivedi , Boston

( 318 ) ૯૮ વર્ષના શ્રી ખુશવંતસિંહ કહે છે એમના દીર્ઘાયુષ્યનું રહસ્ય અનુવાદક – શ્રી પી.કે.દાવડા

Khushwant Singh, 98 +

Khushwant Singh, 98 +

જાણીતા પત્રકાર , લેખક , નવલકથાકાર અને કવિતા પ્રેમી શ્રી ખુશવંતસિંહ અને

એમના વિવિધ વિષયો ઉપરના પુસ્તકોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે .

એમનો વિશદ પરિચય વિકિપીડીયાની આ લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

આજે શ્રી ખુશવંતસિંહ એમના પ્રવૃતિશીલ જીવનનાં ૯૮ વર્ષ પુરાં કરી ચૂક્યા હોવા છતાં

માનસિક રીતે એવા જ સજ્જ છે  .

આજસુધીમાં એમણે નાનાં -મોટાં એમની ઉંમર કરતાં વધુ પુસ્તકો લખીને પ્રકાશિત

કર્યાં છે .

એમના ૯૮મા જન્મ દિવસે “Khushwantnama: The Lessons of My Life” નામનું

એમના વિવિધ ક્ષેત્રના અનુભવો આધારિત એક પુસ્તક બહાર પાડ્યું છે જેની પ્રથમ

નકલ એમણે વડા પ્રધાનના પત્ની  શ્રીમતી ગુરશરણ કૌરને અર્પણ કરી હતી એના

વિશેનો લેખ અહીં વાંચો . 

૯૮ વર્ષના આ શ્રી ખુશવંતસિંહે  જાણીતા અખબાર Deccan Herald માં Secret of

my longevity નામનો એક લેખ લખ્યો છે જેમાં એમના દીર્ઘાયુ માટેનું રહસ્ય એમણે

છતું કર્યું છે .

મારા સહયોગી મિત્ર અને વાચકો જેમને બરાબર પહેચાને છે એ શ્રી પી.કે. દાવડાએ

ખુશવંતસિંહના  Secret of my longevity નામના અંગ્રેજીમાં છપાયેલ લેખની નકલ

મને વાંચવા માટે ઈ-મેલમાં મોકલી હતી .અંગ્રેજી ન જાણતા વાચકો પણ આ લેખને

વિનોદ વિહારના માધ્યમથી વાંચવાનો લાભ લઇ શકે એ માટે મેં એમને એનો

ગુજરાતીમાં અનુવાદ કરી મોકલવાની વિનંતી કરી .એમણે એને સહર્ષ સ્વીકારીને  જે

અનુવાદ કરીને મોકલ્યો એને સહેજ સાજ સંપાદિત  કરીને એમના આભાર સાથે

આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે .

વિનોદ પટેલ

——————————————————–

૯૮ વર્ષના શ્રી ખુશવંતસિંહ કહે છે એમના દીર્ઘાયુષ્યનું રહસ્ય   —–   અનુવાદક – શ્રી પી.કે.દાવડા

૯૮ વર્ષની ઉંમરે પણ પ્રવૃતિશીલ રહેતા શ્રી ખુશવંતસિંહ જાણીતા અખબાર Deccan Herald માં પ્રગટ એમના એક લેખ  Secret of my longevity માં કહે છે કે —

મને ૯૮ વર્ષ પુરાં થયાં છે છતાં (પુસ્તકોની રોયલ્ટી અને રોકાણોની આવકમાંથી)  હું યુવાનીમાં જે કમાતો હતો એથી થોડું વધુ કમાઈ લઉં છું.

લોકો મને મારી લાંબી ઉમ્મર સુધી જીવવાની કળા માટેનો નિષ્ણાત માને છે. અગાઉ મેં લખેલું કે લાંબી ઉમ્મર સુધી જીવવાનો રાઝ  મા-બાપના લાંબા આયુષ્યકાળમાં છૂપાયેલો છે, લાંબુ આયુષ્ય ભોગવ્યું હોય એવાં મા-બાપના સંતાનો સાધારણ રીતે લાંબુ જીવતાં હોય છે .પણ હવે આ કારણ અનેકોમાંનું એક કારણ મનાય છે.

ખુશવંતસિંહ વધુમાં કહે છે કે લાંબી ઉમ્મરના કારણોનું પૃથ્થકરણ કરવા કરતાં વૃધ્ધાવસ્થાને સ્વીકારી લઈને એને વશ રહીને કેમ જીવવું એ વધારે અગત્યનું છે.

તેઓ કહે છે કે જેમ જેમ આપણી ઉમ્મર વધે છે તેમ તેમ આપણા શરીરના અંગો નબળા થતા જાય છે .એની શક્તિ ધીમી પડે છે. ઉંમરને લીધે આપણે અવયવોને યોગ્ય કસરત આપી શકતા નથી.એટલા માટે એ જરૂરી છે કે આપણે આ અવયવોને સક્રીય રાખવાના રસ્તા શોધી કાઢવા જોઈએ .

હું ૮૦ વર્ષનો થયો ત્યારે પણ રોજ સવારના ટેનિસ રમતો અને લોધીબાગમા શિયાળામાં રોજ ગોળ ચક્કર લગાવતો .

ઉનાળામાં એક કલાક સુધી તરવા જતો, જો કે હવે એમ કરી શકતો નથી. શરીરને તંદુરસ્ત રાખવાનો સારામાં સારો રસ્તો છે દરરોજ શરીરની મસાજ.માથાથી પગ સુધીની તાલીમ પામેલા હાથની મસાજ. રોજ એક વખતની આવી મસાજથી મને ખૂબ ફાયદો થયો છે એમ મારો અનુભવ છે .

બીજી અગત્યની બાબત છે ખાવા પીવામાં ધરખમ ઘટાડો કરવો . સવારના હું પેરૂનો રસ પીઉં છું, સંતરાના રસ કરતાં એ વધારે તંદુરસ્ત છે અને સ્વાદિસ્ટ પણ છે.

સવારના નાસ્તામાં એક ઈંડા સાથે ટોસ્ટ લઉં છું. બપોરે લંચમાં નરમ ખીચડી, દહીં અને શાક લઉં છું. સાંજે ચા પીતો હતો એ છોડી દીધી છે . રાત્રે ખૂબ ઓછું ખાઉં છું અને એમાં શાકનો સમાવેશ કરૂં છું. જમીને પાચક ચુરણ ખાઉં છું. જમતી વખતે કંઈ પણ બોલવું ન જોઈએ. બોલવાથી ખોરાકને ન્યાય કરી શકાતો નથી. ચાવવાને બદલે ગળી જઈએ છીએ.

હવે હું પંજાબી કે મુઘલાઈ વાનગીઓ ખાતો નથી. મને લાગે છે કે દક્ષિણના ઈડલી-સાંભાર અને નાળીએરની ચટણી પચવામાં સહેલા અને તંદુરસ્તી માટે સારા છે.

ક્યારેય  પણ કબજીઆત ન થાય એનું ખાસ ધ્યાન રાખવું  ખૂબ જ જરૂરી છે.

આપણી હોજરી જ શરીરના બધાં રોગોનું જન્મ સ્થાન છે એમ હું માનું છું . ખાવા પીવા માટેની બેકાળજી અને બેઠાડુ જીવનથી કબજીઆત થાય છે.

જેમ બને એમ  ગમે તે રીતે પેટ સાફ રાખવું જરૂરી છે, એના માટે જુલાબ કે એનીમા લેવાની પણ જરૂર પડે તો લેવી જોઈએ . ગાંધી બાપુ પેટ સાફ રાખવાનું મહત્વ બરાબર સમજતા હતા .

જીવનની દરેક પ્રવૃતિઓમાં શિસ્ત અને સમયની પાબંધી જરૂરી હોય છે. હું રોજ સવારે ૬-૩૦ વાગે નાસ્તો, બપોરે ૧૨-૦૦ વાગે લંચ ,૭-૦૦ વાગે ડ્રીંક અને ૮-૦૦ વાગે રાતનું વાળું કરી લઉં છું.

લાંબું જીવવા માટે માનસિક શાંતિ ખૂબ જરૂરી છે. એના માટે તમારી પાસે પુરતું બેંક બેલેન્સ હોવુ જોઈએ. પૈસાની તંગી માણસને ચિંતા કરાવે છે . જીવવાનો જુસ્સો ઘટાડી દે છે .

હું નથી કહેતો કે કરોડો રૂપિયા ભેગા કરો, પણ તમારી ભવિષ્યની વ્યાજબી જરૂરીયાતો અને માંદગી વગેરેનું ધ્યાન રાખી શકાય એટલા રૂપિયાતો તમારી પાસે રાખો જ  રાખો .

કદીક તમારા વધારાના પૈસા હોય એને બીજાઓ માટે આપતાં શીખો. તમારા બાળકોને આપો, નોકરોને આપો કે કોઈ સારી ધર્માદા સંસ્થાને દાન કરો . આપવાથી તમને સારૂં લાગશે .આપવાનો પણ એક માણવા જેવો આનંદ હોય છે.તમે સાથે કશું લઈને જવાના નથી .

ગુસ્સે થવાનું ટાળો. ગુસ્સો તમારા શરીરને બહુ નુકશાન કરે છે અને તમારા આત્માને ઝંઝોડે છે. ખોટું બોલવાનું ટાળો, આખરે તો સત્યનો જ વિજય થાય છે. તમારા કરતાં વધારે સફળ માણસોની અદેખાઈ કરવાનું ટાળો.

વૃધ્ધ માણસોએ મંદિરમાં જઈ પૂજા પાઠમાં જ સમય વ્યતિત કરવો જોઈએ એમ હું નથી માનતો. એ તો હાર કબૂલ કરવા જેવી વાત છે. એને બદલે બગીચામાં કામ કરો,પાડોશીના છોકરાઓને એમના હોમ વર્કમાં મદદ કરો, તમારી વયના લોકો સાથે ફરવા જાવ.

હું ઘણીવાર મીણબત્તીની જ્યોત સામે નજર માંડીને મારા મનના બધા વિચારને રોકી દઈ, માત્ર ઓમ શાંતિ, ઓમ શાંતિ એમ બોલું છું. આવી રીતે હું પુરા વિશ્વ સાથે શાંતિથી રહેવાની કોશીશ કરૂં છું.

આ સારું કામ કરે છે.હું ફોજાસિંહની જેમ ૧૦૦ વર્ષની ઉમ્મરે મેરેથોનમાં તો નહિં દોડી શકું પણ એમની જેમ ૧૦૦ વર્ષનો થઈશ જરૂર.

મારા બધા જ  ફેન માટે હું તંદુરસ્ત અને લાંબા સુખી આયુષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવું છું .

આ શબ્દો સાથે ખુશવંતસિંહે પોતાનો આ ખાસ લેખ પૂરો કર્યો છે.

ખુશવંતસિંહના મૂળ અંગ્રેજી લેખનો અનુવાદ – શ્રી પી.કે.દાવડા

Source-Secret of my longivity  –  Khushwant Singh .

——————————————————

Shigeaki Hinohara, 102 , is one of the world's longest-serving physicians and educators.

Shigeaki Hinohara, 102 , is one of the world’s longest-serving physicians and educators.

આપણા આ ૯૮ વર્ષીય ખુશવંતસિંહના દીર્ઘાયુના રહસ્યને મળતી આવે એવી કથા જાપાનના જાણીતા લેખક અને દાક્તર  Shigeaki Hinohara ની છે .

 Shigeaki Hinohara ઓક્ટોમ્બર ૪ , ૨૦૧૩મા ના રોજ 101 વર્ષના થશે .

શ્રી દાવડાએ ઉપરનો લેખ મને મોકલ્યો એ જ અરસામાં સાહિત્યમાં પ્રવૃતિશીલ  રહેતાં આદરણીય મિત્ર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસે આ જાપાનના  Shigeaki Hinohara વિશેનો જાપાન ટાઈમ્સમાં એમની ૯૭ વર્ષની ઉમર હતી ત્યારે પ્રગટ એક લેખ મને મોકલ્યો હતો એ એટલો જ રસસ્પદ છે .

જાપાન ટાઈમ્સ અને પ્રજ્ઞાબેનના આભાર સાથે આ રસિક લેખને અંગ્રેજીમાં નીચેની

લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

Author/physician Shigeaki Hinohara

101 વર્ષીય આ અનોખા આદમીએ એની ૭૫ વર્ષની ઉમર પછી ૧૫૦ પુસ્તકો બહાર પાડ્યાં જેમાં એક પુસ્તકનું નામ “Living Long, Living Good”  છે .

Energy comes from feeling good, not from eating well or sleeping a lot. We all remember how as children, when we were having fun, we often forgot to eat or sleep.

I believe that we can keep that attitude as adults, too. It’s best not to tire the body with too many rules such as lunchtime and bedtime.- Shigeaki Hinohara

ટોકીયો ન્યુઝ પત્રમાં પ્રગટ એમણે આપેલ એક ઇન્ટરવ્યુ  ઉપર આધારિત એવો જ

બીજો રસિક લેખ આ લીંક ઉપર ક્લિક કરીને વાંચો  .

આપણે ત્યાં પણ પુ. રવિશંકર મહારાજ , ગુલઝારીલાલ નંદા , વેદાંત વાચસ્પતિ કે.કા.શાસ્ત્રી , અઠંગ ગાંધીવાદી મોરારજી દેસાઈ જેવા કાર્યશીલ રહીને સદી સુધીનું આયુષ્ય ભોગવીને વિદાય થયા હોય એવા બીજા મહાનુભાવો થઇ ગયાં છે .મહાત્મા ગાંધીજીની જો હત્યા ન થઇ હોત તો તેઓ પણ ૧૨૫ વર્ષ જીવવાની આશા રાખતા હતા .

ઉપરના જીવનની સદી સુધી પહોંચેલા મહાનુભાવોના જીવનના અનુભવો અને એમના યમ,નિયમ અને સંયમ ઉપરથી પ્રેરણા લઈને એનો બને એટલો અમલ કરવા કોશિશ કરીશું તો આ પોસ્ટ લખ્યાંનો આશય લેખે લાગશે .