વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 302 ) પ્રસિદ્ધ ગુજરાતી ગઝલકાર રતિલાલ ‘અનિલ’નું દેહાવસાન

 

                                                                            રતિલાલઅનિલ

સુરત – જાણીતા ગુજરાતી સાહિત્યકાર, કવિ, ગઝલકાર અને સ્વાતંત્ર્ય સેનાની રતિલાલ રૂપાવાળા (અનિલ)નું ગુરુવારે, તારીખ 29મી ઓગષ્ટ ,2013 નાં રોજ  અવસાન થયું છે. તે ૯૪ વર્ષના હતા.

ગઝલકાર ‘અનિલે’ ધમરોળે તુલસી, અલવિદા સહિત અનેક ગઝલોના સંગ્રહની રચના કરી હતી.

સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ‘અનિલ’ કાકાસાહેબ કાલેલકરના સંપર્કમાં આવ્યા અને તેમની પાસેથી સાહિત્ય રચનાની પ્રેરણા મેળવી હતી.

‘અનિલે’ ગુજરાતી સાહિત્ય જગતને ૧૦ નિબંધ સંગ્રહની પણ ભેટ આપી છે. ‘આટાનો સુરજ’ નિબંધ સંગ્રહ માટે તેમને વર્ષ ૨૦૦૬નો પ્રતિષ્ઠિ‌ત સાહિ‌ત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

‘અનિલ’ને દિલ્હી સાહિત્ય અકાદમી, વલી ગુજરાતી એવોર્ડ અને કલાપી એવોર્ડથી સમ્માનિત ‘અનિલે’ ચાર દાયકા સુધી ‘કંકાવટી’ નામનું માસિક સ્વખર્ચે ચલાવ્યું હતું.

જાણીતા સાહિ‌ત્યકાર ભગવતીકુમારશર્માએ રતિલાલ અનિલને શ્રધ્ધાંજલિ આપતા કહ્યું હતું કે, સુરત શહેરે એક સારા ગુજરાતી ગઝલકાર ગુમાવ્યા છે.

જાણીતા સંત તથા કથાકાર મોરારિ બાપુએ કહ્યું કે રતિલાલ અનિલે સૌને સાહિ‌ત્યનું દર્શન કરાવ્યું હતું.

 

રતિલાલ ‘અનિલ’ રચિત ગઝલ – પ્રત્યુત્તર:

 

ભાગ્ય કેવું, એક પથ્થર મંદિરે ઇશ્વર થયો,

ને બીજો રસ્તે પડીને રાહની ઠોકર થયો !

કોઇને પામ્યા વિના ના થઇ શક્યું કોઇ મહાન,

કોઇ સરિતાને પૂછો કે શી રીતે સાગર થયો.

તીવ્રતા નો’તી દિલે આઘાત ને આનંદની,

પ્રકૃતિનો સ્પર્શ સાચો તે સમે મન પર થયો.

આંધળો વિશ્વાસ કે શ્રદ્ધા નથી હું રાખતો,

કંઇક વેળા તો મને સંદેહ મારા પર થયો !

આગ ઈર્ષ્યાની દઝાડી કે ન કરમાવી શકે,

પ્રેમની શીતળ સુધાથી માનવી જે તર થયો.

રૂપનાં નિર્મળ પ્રતિબિંબો પડ્યાં વિના રહે ?

મેં જગત સુંદર કર્યું, હું એટલો સુંદર થયો.

જાઉં શું લેવા અનુભવ જિંદગીનો દર-બ-દર ?

એટલો ઓછો નથી, જે કંઈ મને ઘર પર થયો !

એટલે તો મંદ્ર સૂરે ગીત મેં ગાયાં ‘અનિલ’,

જડસમા આ વિશ્વમાં પડઘો જ પ્રત્યુત્તર થયો.

 

સ્વ. રતિલાલ “અનિલ” વિષે વધુ માહિતી નીચે ક્લિક કરી  વાંચો  . 

 

(રતિલાલ રૂપાવાળાનો ખાસ ઈન્ટરવ્યૂ વાંચવા ક્લિક)

 

સૌજન્ય- આભાર – ચિત્રલેખા 

————————————–

મારા સુરત રહેતા મિત્ર ડો.જગદીશભાઈ જોશીના મને ગમતા બ્લોગ જીવન જીવીએ માં તેઓએ

એમની પોસ્ટ ધૂળ ધોયાનું મળ્યું જીવનમાં સ્વ. રતિલાલ -અનિલ ની એક સુંદર રચના મૂકી છે

એને અહીં વાંચો ધૂળધોયાનું મળ્યું જીવન

9 responses to “( 302 ) પ્રસિદ્ધ ગુજરાતી ગઝલકાર રતિલાલ ‘અનિલ’નું દેહાવસાન

 1. chaman સપ્ટેમ્બર 2, 2013 પર 2:50 એ એમ (AM)

  Thanks for sharing.chaman

  with regards,
  Chiman Patel ‘chaman’

  Date: Sun, 1 Sep 2013 14:04:46 +0000
  To: chiman_patel@hotmail.com

  Like

 2. jagdish48 સપ્ટેમ્બર 2, 2013 પર 4:20 એ એમ (AM)

  Reblogged this on જીવન જીવીએ . . . and commented:
  ગમેલી સુંદર રચનાની વાત કરતી વખતે ખબર ન હતી કે આ પોસ્ટ રતિભાઈને અનાયાસે અપાયેલી શ્રધ્ધાંજલી હશે. સાહિત્યની સમજણ નથી પણ શરીરમાંના ધબકતા હૃદયની ઝણઝણાટી ચોક્કસ અનુભવાય છે. વિનોદભાઈએ હૃદયને ઝણઝણાવનાર સંગીતકારનો પરિચય કરાવી આભારી કર્યો છે. તમે પણ આ અલખના ઓળખનારનો પરિચય પામો….. અને જડસમા વિશ્વમાંથી ભીની ભીની લાગણીનો પ્રત્યુત્તર પાઠવો.

  Like

 3. ગોવીન્દ મારુ સપ્ટેમ્બર 2, 2013 પર 8:18 પી એમ(PM)

  સદ્ ગત રતીલાલ અનીલને અશ્રુભરી શ્રધ્ધાંજલી…

  Like

 4. dhavalrajgeera સપ્ટેમ્બર 3, 2013 પર 1:31 એ એમ (AM)

  Now,,,, RatiKaka is in his Gujarati Literature.
  “સહજમાં રહ્યો ને બધે વિસ્તર્યો,
  રહ્યો જળ ને પાછો હું જળમાં તર્યો !
  કે ‘સ્થિતિ’માં મારી રહી છે ‘ગતિ’
  નથી હું મર્યો કે નથી અવતર્યો !”

  Like

  • Vinod R. Patel સપ્ટેમ્બર 3, 2013 પર 4:10 એ એમ (AM)

        “સહજમાં રહ્યો ને બધે વિસ્તર્યો, રહ્યો જળ ને પાછો હું જળમાં તર્યો ! કે ‘સ્થિતિ’માં મારી રહી છે ‘ગતિ’ નથી હું મર્યો કે નથી અવતર્યો !”   પ્રિય રાજેન્દ્રભાઈ  ,   વાહ , આફરીન ,   ઘણા સમય પછી પ્રતિભાવ પેટીમાં આવું સુંદર પોસ્ટને અનુરૂપ અવતરણ લઈને  વિનોદ વિહારમાં    હાજર થવા બદલ આપનો આભાર  .   94 વર્ષનું દીર્ઘ જીવન ખરેખર જીવ્યા પછી સ્વ  . રતિકાકા  ભલે સદેહે અહીં નથી પણ એમની પાછળ    શબ્દોની સૃષ્ટિ જે તેઓ પાછળ મૂકી ગયા છે એથી એ અમર રહેશે  .   કવિઓના શબ્દો ઘણીવાર  આપણા ચેતના તંત્રને હલબલાવી જતા  હોય છે  .   કોઈ એક કવિની આ પંક્તિઓ પણ જુઓ કેટલી સરસ છે  .     પાનખરમાં વસંત થવું મને ગમે છે, યાદો ની વર્ષા માં ભીંજાવું મને ગમે છે, આંખ તો ભીની રેહવાની જીવનમાં, પણ બીજાને હસાવતા રેહવું મને ગમે છે.   આમાં છેલ્લી પંક્તિમાં એક ફેરફાર કરીએ તો કેવું !     હાસ્ય દરબારમાં બીજાને હસાવતા રેહવું મને ગમે છે.   આપના ધર્મપત્ની ગીતાબેનને મારી યાદ    આવી રીતે વિનોદ વિહારમાં આપની હાજરી પુરાવશો એવી આશા રાખું કે  ?   સસ્નેહ ,   વિનોદભાઈ       

   ________________________________

   Like

 5. pravinshastri સપ્ટેમ્બર 3, 2013 પર 1:55 એ એમ (AM)

  મારા સુરત શહેરના જાણીતા કવિઓના કવિસંમેલનો માણાયા છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પ્રમુખપદે હોય. એમાં ‘અનિલ’ ભગવતીકુમાર શર્મા. જયંત પાઠક. ગની દહીંવાલા, મનહર ચોકસી, લલીત શાસ્ત્રી સરસ વાનગીઓ પીરસતા હોય….વિનોદભાઈએ યાદ તાજી કરાવી. સદગતને હાર્દિક સ્મરણાંજલી.

  Like

 6. Ramesh Patel સપ્ટેમ્બર 3, 2013 પર 9:21 એ એમ (AM)

  સુરતીલાલાએ સુરતના જમણ જેવો જ સાજિત્યરસ પીરસ્યો છે….હૈયે વસેલા રહેશે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 7. Dr.Chandravadan Mistry સપ્ટેમ્બર 3, 2013 પર 9:31 એ એમ (AM)

  સુરત – જાણીતા ગુજરાતી સાહિત્યકાર, કવિ, ગઝલકાર અને સ્વાતંત્ર્ય સેનાની રતિલાલ રૂપાવાળા (અનિલ)નું ગુરુવારે, તારીખ 29મી ઓગષ્ટ ,2013 નાં રોજ અવસાન થયું છે. તે ૯૪ વર્ષના હતા………………
  May His Soul rest in Peace.
  Gujarati Sahitya had lost a Great Person.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Vinodbhai…Hope to see you on Chandrapukar soon !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: