વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 303 ) રતિલાલ ‘અનિલ’નું જાણવા અને માણવા જેવુ વ્યક્તિત્વ – થોડો વિશેષ પરિચય

Ratilal Anil

૨૩-૨-૧૯૧૯ થી ૨૯-૮-૨૦૧૩

“સહજમાં રહ્યો ને બધે વિસ્તર્યો,

રહ્યો જળ ને પાછો હું જળમાં તર્યો !

કે ‘સ્થિતિ’માં મારી રહી છે ‘ગતિ’

નથી હું મર્યો કે નથી અવતર્યો !”

—  રતિલાલ ‘અનિલ’

આ અગાઉની પોસ્ટમાં ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને ગઝલકાર રતિલાલ ‘અનિલ’ના દુખદ અવસાન સાથે એમનો પરિચય કરાવ્યો છે  .

ત્યારબાદ એમના જીવન અને કવન વિષે વધુ જાણવાની જીજ્ઞાશા થતાં શ્રી સુરેશભાઈના બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચય અને અન્ય વેબ સાઈટોમાં  જેમ જેમ ઊંડા ઉતરીને અભ્યાસ કરતો ગયો એમ એમ રતિલાલ ‘અનિલ’ની જીવન ગાથા અને એમની ગઝલોમાં મને ખુબ રસ પડવા લાગ્યો .

એમના જીવન વિષે અને એમની ગઝલો વિષેની આ માહિતીનું ચયન કરીને આજની પોસ્ટમાં સંકલિત કરી છે  .

સ્વ. રતિલાલ “અનિલ” નો એક અનોખો પરિચય

સ્વ. રતિલાલ અનિલ  ૯૪ વર્ષનું દીર્ઘ જીવન જે રીતે આજીવન કાર્યશીલ રહીને  જીવી ગયા છે

એ સૌને માટે  પ્રેરણારૂપ છે .

એમનું આખું જીવન કેવું સંઘર્ષમય  હતું અને ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે એમણે

કેવું ઉમદા કાર્ય કર્યું હતું એનો શ્રી બીરેન કોઠારીએ એમના બ્લોગમાં સુંદર પરિચય કરાવ્યો છે . 

સ્વ. રતિલાલભાઈનો  એમનાં અવસાન દિને બીરેનભાઈએ કરાવેલ અનોખો પરિચય

એમના આભાર સાથે આ લીંક ઉપર વાંચો .

રતિલાલ ‘અનિલ’ની વિદાય: હું ઝાકળ હતો, પણ ઉજાસ થૈ ગયો છું – બીરેન કોઠારી

__________________________________

 

સ્વ . રતિલાલ અનિલ’ના કેટલાક ચૂંટેલા શેર -મુક્તકો .

અનિલ’ મારા જીવનની પણ કદાચિત્ આ હકીકત છે,

રહી પણ જાય છે પાછળ ને આગળ જાય છે રસ્તો !

નથી એક માનવી પાસે બીજો માનવી હજી પ્હોંચ્યો,

અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો !

**** **** ****

“અસ્તિત્વના પરાક્રમે આ શું કર્યું ‘અનિલ’

દર્પણ બનાવવા જતાં ચહેરો ફૂટી ગયો. “

**** **** ****

હવાને પણ અઢેલી બેસવા દેતી નથી દુનિયા,

મને તું વાંચ, હું શાયર તણા અશઆર જેવો છું.

**** **** ****

તારી શરમની લાલી ગુલમ્હોરમાંય રેલી !

કાં આંગળીઓ આજે પાલવથી ખૂબ ખેલી?

ફૂલો તો શું વસંતે કળિયો છે છકેલી,

સુંદર છે એ ‘અનિલ’, મેં વસ્તુઓ સૌ ચહેલી.

**** **** ****

દેવ ને સંતો,મહંતો,વિક્રમો આવી ગયા,

હર જમાનામાં ‘અનિલ’, આદમ ફક્ત આદમ હતો.

**** **** ****

ક્યારેક તો  મને જ હું ભેદી શક્યો નહીં,

બાકી તો આરપાર હતો! —કોણ માનશે?

**** **** ****

ઓલવાયેલા દીવાઓનું હતું કાજળ એ,

એને હાથોમાં લઇ માનવે ‘ઇતિહાસ’ કહ્યો!

**** **** ****

 સિક્કો બની જવાની તમન્ના નથી કરી,

 કોઇ બીબામાં જાત અમે ઢાળતા નથી.

**** **** ****

રતિલાલ અનિલ એમનાં આપણા મનને ઝંકૃત વધુ વિચારવા પ્રેરે એવાં ચાંદરણાં -ONE LINERS – માટે પણ જાણીતા છે .

કેટલાંક ‘ચાંદરણા’ની ઝલક

• દૂધના પોરા પાણીના પરપોટા કરતાં પોતાને ઊંચા (બ્રાહ્મણ) માને છે.

• માણસના સંયમની પાળ રેતીની બનેલી હોય છે.

• પગ પૂજવાની ના પાડે તેનાં પગરખાં તો પૂજાય જ!

•જવ, યજ્ઞમાં હોમાવાની ના પાડીને સહર્ષ બીયર બને છે.

• મેળાની પીપૂડી ઘર સુધી પહોંચે તો એનું સદ્‌ભાગ્ય!

” દિવાસળી એક જ વાર બોલે છે. ”

સૌજન્ય- ગુજરાત મિત્ર

સૌજન્ય- ગુજરાત મિત્ર

**** **** ****

શ્રી રતિલાલ ‘અનિલ’ ની એક ગઝલ જે મને ખુબ ગમી


હતો  !

મારાથી દૂર હું જ મને ભાળતો હતો,

રણમાં રહીને વીરડો હું ગાળતો હતો !

આવું ઉખાણું કોઈએ શું સાંભળ્યું હશે ?

મારી જ રાખથી મને અજવાળતો હતો !

પાગલપણાની વાત કંઈ એવી બની ગઈ,

હું  જાગતો જ હતો ને મને ઢંઢોળતો હતો !

ખોવા સમું તો મારી કને શું બીજું હતું ?

મારામાં રોજ હું જ મને ખોળતો હતો !

બળતો સૂરજ તો આખો નદીમાં પડીને ન્હાય,

કાંઠે રહીને હું તો ચરણ બોલતો હતો !

કંઈ કેટલીય વાર હું પાષણ થઇ ગયો,

ભીની ક્ષણોમાં તોય મને ઢોળતો હતો !

બરડાની ખોટ એથી નથી સાલતી ‘અનિલ’

અસ્તિત્વની પિછાન સમો સોળ તો હતો !

-રતિલાલ ‘અનિલ’

સૌજન્ય-  લયસ્તરો

લય સ્તરોની આ લીંક   ઉપર  સ્વ . રતિલાલ  ‘અનિલ’ ની આવી બીજી ગઝલોનો પણ આસ્વાદ માણો  .  

_____________________________________________

રતિલાલ અનિલ એક મુશાયરાના માણસ

આજીવન સાહિત્યમાં કાર્યરત રતિલાલ અનિલ એક મુશાયરાના માણસ હતાં . એમની હાજરીથી મુશાયરો

દીપી ઉઠતો  . એમના જીવનના આ પાસાનો પરિચય તમોને રતિલાલ અનિલની 

૯૫મી વર્ષગાંઠે સુરતમાં યોજાયેલ તરાહી મુશાયરો ના નીચેના વિડીયોમાંથી મળી રહેશે .


 

 

 

 

 

 

 

 

One response to “( 303 ) રતિલાલ ‘અનિલ’નું જાણવા અને માણવા જેવુ વ્યક્તિત્વ – થોડો વિશેષ પરિચય

  1. nabhakashdeep સપ્ટેમ્બર 8, 2013 પર 11:24 એ એમ (AM)

    કેટલું સરસ વૈવિધ્ય સભર કવિ હૃદય સાહિત્યને દીપાવી ગયું…આપણા કવિને શ્રધ્ધાંજલિ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: