વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(304 ) મૃત્યુ પછી કરવા જેવું એક મહાદાન-દેહ દાન- સંકલન શ્રી વિજય શાહ

હ્યુસ્ટનના સાહિત્યકાર મિત્ર શ્રી વિજયભાઈ શાહે એમના નીચેના ઈ-મેલ શુભેચ્છા સંદેશ સાથે દેહ દાન

વિષેનો જે લેખ મોકલ્યો હતો એ સૌએ વાંચવા યોગ્ય જણાતાં આજની પોસ્ટમાં એમના આભાર સાથે

મુક્યો છે .

——————————————————————-

Re- New post on વિનોદ વિહાર —( 301 ) વિનોદ વિહાર – બે વર્ષની સફરને અંતે

To Vinodbhai patel

અભિનંદન…

હજૂ ઘણા વર્ષો આ કાર્ય કરો તેવી શુભેચ્છાઓ

યોગ્ય લાગે તો દેહદાન વિશે નો લેખ આપના વાચકોમાં પણ પ્રચાર અર્થે મુકશો…

” નિવૃત્તિ વિજ્ઞાન” માં આ લેખ મુક્યોછે

વિજય શાહ
My web site http://www.vijaydshah.com

શ્રી વિજયભાઈ શાહનો ટૂંક પરિચય અને એમની ગ્લોબલ ગુજરાત ન્યુઝ માં વસવાટ વિદેશે

શ્રેણીમાં પ્રગટ વાર્તાઓ નીચેની વેબ સાઈટ ઉપર વાંચો .

http://www.globalgujaratnews.com/ggn-author/vijay-shah/

——————————————————————-

પ્રભુએ માનવ દેહને અનેક ચમત્કારિક શક્તિઓ થી ભરેલો છે. જેનો પુરાવો છે દેહદાન.

સામન્યતઃ મૃત્યુ પછી મૃત દેહને માનભેર સ્મશાન કે કબ્રસ્તાનમાં લઇ જઇ તેને પંચ મહાભૂત માં વિલિન કરાય છે જે અગ્ની સમર્પણ કે ધરતી સમર્પણ સ્વરુપે આરોગ્યની દ્રષ્ટીએ સુરક્ષીત રીતે થતુ હોય છે. એકવીસમી સદીમાં એક વધુ નવુ સ્વરુપ પણ અમલમાં આવ્યું છે અને તે છે દેહદાન. ગત સદીમાં ચક્ષુ દાન, હ્રદય દાન કે કીડની દાન થતુ હતુ પણ હવે શરીરનાં દાન થી ૮ જેટલા માણસો ની જુદી જુદી ક્ષતિઓ પૂર્ણ કરી શકાય છે તેથી મૃત્યુ પછી પણ આપનો દેહ પ્રભુની જેમ અંશતઃ જીવન દાન કરી શકે છે. તબિબ વિજ્ઞાન નાં વિ્દ્યાર્થીઓને અભ્યાસમાં પણ મૃત દેહ ઉપયોગી થતો હોય છે. તેના અનેક કારણોમાંનુ મુખ્ય કારણ છે આ અંગોની છુટક જીવન મર્યાદા ૨૫૦ વર્ષની હોય છે જ્યારે માનવ જીવન ૧૦૦ વર્ષે પુરુ થઇ જાય છે.દેહદાન પછી દેહને પુરા માન સન્માન થી પરત કરાતુ હોય છે કે અંતિમ સંસ્કાર થતા હોય છે.

આ વાતોની વધુ વિગતો આપતા પહેલા આ લેખનો અંક આધાર http://www.organdonor.gov/index.html  આ વેબ સાઇટ છે. અને તે અમેરિકન ગવર્ન્મેંટ હેલ્થ અને હ્યુમન સર્વિસીસ ડીપાર્ટ્મેંટ દ્વારા ચાલતી વેબ સાઈટ છે.

આ દાન શા માટે?.

સૌથી પહેલો પ્રશ્ન જ્યારે પણ દેહ દાન ની વાત આવે છે ત્યારે એજ હોય છે આ દાન શા માટે?.
જેમાં બે બૃહદ પ્રકાર છે એક જીવંત અંગ અનુદાન એટલે એક આંખ, એક કીડની કે એક ફેફસુ કે બોન મેરોની વાત આવે કે જેમાં દાન દેનાર અને દાન લેનાર બંને સર્જરી પછી જીવતા રહે છે. આ સર્જરીમાં દાન લેનારનું શરીર દાનમાં મળેલુ અંગ ના સ્વિકારે તો જોખમી બનતુ હોય છે.અને બંન્ને પક્ષે નુકશાન થતુ હોય છે.

અકસ્માત કે રોગ કે મોટી ઉંમરે મૃત્યુ પામેલ દેહનું દાન માં આ જોખમ ૫૦% ઘટી ગયુ હોય છે એટલે કે દાન દેનાર ને કોઇ તકલીફ નથી પણ દાન લેનાર ને સ્વિકૃતિ કે અસ્વિકૃતિ નું જોખમ તો હોય જ છે. એકવીસમી સદીમાં વિજ્ઞાને આ સર્જરી કરતા પહેલા ઘણા તબિબિ પરિક્ષણોથી નક્કી કરવાનુ હોય છે કે લેનાર શરીર સ્વિકારશે કે નહીં.

અંક સંખ્યા -એક અવલોકન


એક આંકડો જોઇએ..૧૧૯,૩૮૯ માણસો અનુકુળ અંગનાં અનુદાન ની રાહ જુએ છે જેમાં થી૭૯ જેટલા માણસોને અંગ મળે છે. ૧૮ જેટલા માણસો ને દૈનિક રીતે તે અંગ ના મળવા થી મૃત્યુ શરણે જતા હોય છે. એક દેહ દાન આવા અનુકુળ અંગ દાન ની રાહ જોતા ૮ માણસોને બચાવે છે. આ આંકડાઓ ચોંકાવનારા નથી લાગતા? અને આતો સમૃધ્ધ દેશ અમેરિકાનાં છે..અન્ય દેશોમાં કદાચ તે વધુ હશે

ગત વર્ષે ૨૮૦૦૦ કરતા વધુ અંગ દાન થયા અને દસલાખ કરતા વધુ ચક્ષુદાન (કોર્નીયા દાન), ટીસ્યુ દાન, બોન મેરો દાન થયા અને ઘણા રોગોનો જડમૂળથી બદલાવ આવ્યો. પરંતુ તે તો સમસ્યાનો બહુ નાનો અંશ છે હજીયે ઘણા લોકો રાહ જુએ છે અને અંગ મેળવ્યા વિના મૃત્યુ પણ પામે છે.

આ સમસ્યાનું સમાધાન શું?

વિજ્ઞાને તે સર્વ પ્રશ્નોનાં ઉત્તરો શોધ્યા છે પણ અંગ તો પહેલી જરુરિયાત છે..તે મેળવવા કંઇ માણસોને મારી ના નંખાય. હા સમજાવી શકાય. અને આ લેખ દ્વારા તેવિશેની જાગૃતિ વધારવાનો પ્રયત્ન છે.
ચાલો કેટલાક સત્યોને સમજીયે..

(૧)કોણ અંગ દાન કરી શકે?


દરેક જીવંત માણસ –દેહદાન નો નિર્ણય કરી શકે તેમાં ઉંમર , જાતી કે ધર્મ કોઇ બાધક નથી. આમ કરીને તમે કોઇક્નાં જીવનમાં આશાનું નવું કિરણ આપી શકો છો.વળિ આ દાન છે તેથી તે આપવાની કોઇ કિંમત હોતી નથી જ્યારે મેળવનાર માટે તો તે અમુલ્ય હોય છે. ( ક્યારેક આ વ્યવહારમાં પૈસો આવી જય તો તે ઘૃણા જનક ગુનો છે તે કહેવુ અત્યારે અસ્થાને નહીં રહે. અમેરિકામાં પૈસા સાથે અંગ વેચાણ અને લેનાર બંને ને ગુનેગાર માની ને સજા કરે છે.)

પીકી ૧૯ વર્ષની હતી. કોલેજનાં પ્રથમ વર્ષે કાર અકસ્માતમાં મૃત્યુ થયુ ત્યારે તેનો મોટો ભાઇ પ્રતિક જે મેડિકલનાં પહેલા વર્ષમાં હતો તેણે શોકાતૂર માતા પિતાને એક જ વાત કહી..”પીંકી ૮ જણાનાં રોગ મુક્તિનું કારણ બનશે.. કોઇક્ની આંખ, કોઇકનું હ્રદય, કોઇક્ની કીડની તો કોઇક્ને લીવર મળશે..તે સૌની દુઆમાં પીકી જીવતી રહેશે “

આ સમજાવટ ને કારણે પીંકી ૮ દેહની ખોડ પુરી કરી તેમને શારિરિક રીતે સંપૂર્ણ બનાવ્યા…જે ભાઇને આંખ મળી તે તો સર્જન હતા તેમના જીવનમાં આકસ્મિક કારણોથી અંધતા આવી હતી તે દુર થતા ધન્ય ધન્ય થઇ ગયા હતા.

કોમા અને બ્રૈન ડેડ એ વૈજ્ઞાનીક દ્રષ્ટી એ જુદી ઘટના છે. કોમા માં ગયેલ વ્યક્તિ ભાનમાં આવી શકે છે પણ બ્રૈન ડેડ વ્યક્તિ ને મૃત્યુ પામેલો જ ગણાય છે.

(૨)દેહદાન નો નિર્ણય

વ્યક્તિ પોતે જીવતે જીવ કરી શકે તે માટે તેણે પોતાની દેહદાનની ઇચ્છા જાહેર કરવી પડે જે અમેરિકામાં ડ્રાઇવીંગ લાઇસંસ ઉપર કરી શકે કે http://www.organdonor.gov/becomingdonor/stateregistries.html વેબ સાઈટ ઉપર નોંધાવી શકે. પોતાના કુટુંબી જનો ને જણાવવુ અને પોતાના કાય્દાકીય કાગળો જેવાકે વીલમાં આની નોંધ લેવી હીતાવહ છે.

અથવા

વારસદાર મૃત્યુ પછી પણ દેહદાન કરી શકે.

(૩)અજ્ઞાનતા

હું બોનમેરો ડોનેશન ની લાઇનમાં મારો વારો આવે તેની રાહ જોતો હતો ત્યાં એક બહેને પોતાનું અજ્ઞાન જાહેર કરતા કહ્યું “મેં અત્યારે મારું લોહીનૂં સેંપલ આપ્યુ અને ક્યાંક તે મેચ થયુ તો શું?”

લોહી લેતા નર્સ બહેને કહ્યું સરસ તો તમે કોઇક્નું જીવન બચાવવામાં નિમિત્ત બનશો.

એમના જવાબથી અસંતુષ્ટ તે બેન બોલ્યા “પણ મારે તેમને બોન મેરો આપવાનું ને?”
“ હા”
“ ઍટલે મારે પણ સર્જરી કરાવવાની ને?”
“ એ સર્જરી નહીં નાનું ઓપેરેશન જેમાં તમારા હાડકામાં થી બોન મેરો કાઢે”
એ બહેન તો ત્યાં જ રડવા જેવા થઇ ગયા “ ના. મારે તો જાતે પીડા નથી ભોગવવી અને તે પણ અજાણ્યા માણસ માટે..”
પેલા નર્સ બહેન કહે “અત્યારે તે કલ્પના જ નકામી છે.. કારણ કે મેચ મળવી એ લાખે એકાદ કેસ બને.”
“ પણ તે હું નહીં હોઉ તે કેવી રીતે મનાય..ના બાબા ના”
જોકે આ વાત પહેલા પ્રકારનાં અનુદાન ની છે.નર્સે કહ્યુ તે પ્રસંગે તમારે ના અનુદાન કરવુ હોય તો ના કહી શકાય

(૪)આ અજ્ઞાનતા નું નિવારણ ખરુ?

અંગ અને કોષસમુહનાં અનુદાન ની યાદી
હાલમાં મૃત્યુ પછી જે અંગોનું અનુદાન શકય છે તેની યાદી અત્રે આપી છે
કીડની , હ્રદય, ફેફસા, પેન્ક્રીયાસ, લીવર અને આંતરડા ઘણા અંગોનું અર્ધુ અનુદાન જીવતે જીવત પણ થાય છે

કોષસમુહ કે ટીસ્યુ જેનું અનુદાન થાય છે તે છે કોર્નીયા, મધ્ય કાન, ચામડી, હ્રદય્નાં વાલ્વ, બોન મેરો, રક્તવાહીની, કાર્ટીલેજ, ટેંડોન્સ અને લિગામેંટ્સ. આ સર્વ કોષ સમુહ ને સ્ટોર કરાતા હોય છે.
અન્ય પ્રકાર રક્ત અને તેના સ્ટેમ સેલ, પ્લેટલેટ્સ અને રક્તકણો ને શ્વેત કણો નો પણ ઉપયોગ થતો હોય છે.
અત્રે ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આ બધું મૃત્યુ પછીનાં ગણતરીનાં કલાક્માં મૃત દેહમાં થી કાઢી લેવાનું હોય છે.

(૫) જેમને અનુદાન મળ્યુ છે તેઓની વાત

                       

ક્રીસ કેલીફોર્નીયાનો અમેરીકન ફીલીપીનો જે રીનલ ડીસીઝ્નો ભોગ બની ડાયલીસીસ અને કીડની ટ્રાંસ્પ્લાંટ માટે રાહ જોતો દર્દી હતો.. તેની પત્ની અને બાળકો પણ ઘરમાં દવાની દુર્ગંધથી પરેશાન હતા. બે વર્ષ બાદ તેનો નંબર આવ્યો જ્યારે મેચીંગ કીડની મળી.

હવે નવા જન્મમાં દવા ની નિયમિતતા સાથે તેણે દોડવાનું શરુ કર્યુ..અને લોકોને ઇર્ષા આવે તેવા મોટા મોટા મેડલો મેળવ્યા તે કહે છે “Your well-being changes from loss of hope…to hope…to better times ahead.”

 

ચેની આર્નોલ્ડ અને હેરીસન બ્લેક

ચેની (પૌત્રી) જ્યાર ૪ મહીનાની હતી ત્યારે તેનું હ્રદય ધીમુ હતુ..તેને ૧૮મે મહીને નવું હ્રદય મળ્યુ થૉડા સમય બાદ હેરીસન પણ તેજ રોગનો ભોગ બન્યો છ અઠવાડીયા બાદ તેને નવું હ્રદય મળ્યુ બંની દાદા અને પૌત્રી ત્યાર પછી મોટર બાઇક ઉપર ફરેછે અને કહે છે “Two lives in our family were saved because of the selfless gift of organ donation.”

 

મે ચેન માર્શલ આર્ટ્ની શિક્ષિકા હતી.તેને સાહીઠ વર્ષની આસપાસ ઘુંટણમાં દુખાવો થતો ગયો જે સામાન્ય ઉપચારોથી ના મટતા ડોક્ટરે એલોગ્રફ્ટ ટ્રાન્સ્પલાંટ સુચવ્યુ જે સફળ થયુ. ત્યાર બાદ ચીનમાં કેટલીક સ્પર્ધાઓમાં તે વિજયી થઇ અને મેડલો જીતી ને આવી જે તેના હિસાબે તેને જેઓએ કોષ સમુહનૂં દાન કર્યુ હતુ તેમને લીધે હતુ અને આભારી થઇ તે મેડલો તેણે એજન્સી દ્વારા દાતાને અપાવ્યા. May views her new knee as a gift and intends to keep making a difference with it

આવા તો ઘણા અનુભવો અને દાખલાઓ થી વેબ પેજ ભરેલા છે.પણ કહેવાનું તાત્પર્ય છે અંગ દાન થી અભિભુત થયેલ માનવ જીવ તે દાન થી સુખી જ થતો હોય છે. આપ્ણા પુરાણોમાં દધીચી એ પોતાની જાતનું બલિદાન આપી તેના હાડકામાં થી વજ્ર બનવવા દેહ દાન કર્યુ હતુ તે તો સર્વ વિદિત છે. વધુ માહિતી નીચેની લીંક ઉપરથી મળશે

https://www.donatelifetexas.org/wp-content/uploads/2012/03/Texas-AA-23451.pdf

10 responses to “(304 ) મૃત્યુ પછી કરવા જેવું એક મહાદાન-દેહ દાન- સંકલન શ્રી વિજય શાહ

 1. jjkishor સપ્ટેમ્બર 7, 2013 પર 12:05 પી એમ(PM)

  ખૂબ જ ઉપયોગી લેખ છે. આભાર. – જુ.

  Like

 2. P.K.Davda સપ્ટેમ્બર 7, 2013 પર 1:06 પી એમ(PM)

  ખૂબ જ માહિતી સભર અને સમાજને દોરવણી આપનારો લેખ છે, ધન્યવાદ.

  Like

 3. pragnaju સપ્ટેમ્બર 7, 2013 પર 1:57 પી એમ(PM)

  ખૂબ અગત્યના કાર્ય માટે સરળ ભાષામા દોરવણી આપતો લેખ વાંચી આનંદ થયો.
  અમારા સ્નેહી પૅથોલોજીસ્ટ છે અને ઓરગન લઇને આવતા હેલીકોપટરની ખબર આવતા જ ડ્યુટી ન હોય તો પણ આનંદથી હાજર થઇ જાય તેના કામ ઊપરાંત પ્રચાર પણ કરે!
  આ અંગે ડ્રાઈવર્સ લાયસન્સ કે આઇ ડી પર લખાવવાથી કોઇનો વિરોધ ચાલે નહીં.
  ઘણી જગ્યાએ તો દેહદાન કરનારના માનમા તેના ફ્યુનરલમા હોસ્પિટલના ડૉકટરો અને અજાણ્યા પણ જોડાય છે.હજુ પણ આનો વધુને વધુ પ્રચારની જરુર છે

  Like

 4. સુરેશ સપ્ટેમ્બર 8, 2013 પર 2:36 એ એમ (AM)

  દરેક વયસ્કે અનુકરણ કરવા જેવી વાત.

  Like

 5. pravina Avinash સપ્ટેમ્બર 8, 2013 પર 5:53 એ એમ (AM)

  મારો પુત્ર આજે તો કાર્ડિયોલોજીસ્ટ છે જ્યારે કૉલેજના પહેલાં વર્ષમાં હતો ત્યારે .” લાઈફ ગિફ્ટ” માં કામ કરતો

  હતો. અડધી રાતે પ્લેન રેન્ટ કરીને આખા અમેરિકામાં ઘુમતો હતો.

  ત્યારથી ડ્રાઇવર લાઈસન્સ ઉપર આ દાન કરવાનો વિચાર લખાવી રાખ્યો છે.

  Like

 6. nabhakashdeep સપ્ટેમ્બર 8, 2013 પર 11:20 એ એમ (AM)

  નવયુગની આ દાનની ગંગા લોક કલ્યાણી છે. મર્યા પછી પણ અન્ય જીવનનું ભલું કરવાની આ યાત્રામાં જેટલો સહયોગ મળે તેટલો ઓછો છે..સરસ સમાજ ઉપયોગી લેખ .

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 7. Sujata સપ્ટેમ્બર 14, 2013 પર 7:41 એ એમ (AM)

  My father had donated his body, it was his wish and ALL his friends has wish as well. Panel of doctors called us after research that they all SALUTE his body after research, Head of the team said he never so pink heart before, he said it seems your father was not only true gentleman but looking at his heart he seems he must be SAINT. This word was very true for my father – people who knew everybody accepted. I did not know till then that doctor can JUDGE human’s character from his heart. His body was in Pennsylvania, medical hospital.. When he died he was 81, I was asking him that your donation might not be helpful due to age. He said I am sure my skin will be helpful, I am preventing my skin for people who burnt or cancer patients. which really was very true.
  Thank you all for reading this.
  sujata

  Like

 8. Ashok માર્ચ 17, 2014 પર 2:01 પી એમ(PM)

  nice very good ,,artical che. mara snehi chirag patel 40 year’ pasawey.
  in Apolow hospital in ghandhinagar so donet two eyes,tow kideny,
  one liver 11/03/2014 thanks

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: