વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 306 )રિધ્ધિસિધ્‍ધીના દેવ ગણપતિનો જન્મ દિવસ- ગણેશ ચતુર્થી

Gannesh chaturthi -1

 

ગણેશ ચતુર્થી

નો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથના રોજ ગણેશજીના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે.

આ વર્ષે તારીખ ૯મી સપ્ટેમબર,૨૦૧3 ના દિવસે ગણેશ ચતુર્થીનું પર્વ શરુ થાય છે.

શ્રી ગણેશજીને અનેક નામે ભજવામાં આવે છે.એમને એમના શરીરની આકૃતિ ઉપરથી વક્રતુંડ,લંબોદર,મહાકાય,

લંબકર્ણ અને એમને હાથીનું મસ્તક  હોઈ ગજાનન પણ કહેવાય છે.

ગણેશ સ્તુતિ 

વિઘ્નેશ્વરાય વરદાય સુર પ્રિયાય

લંબોદરાય સકલાય જગદ્વિતાય

નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભુતાય

ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે

આ ગણેશ ચતુર્થીના પવિત્ર પ્રસંગે સ્વર કિન્નરી લતા મંગેશકર ને એના સુરેલા સ્વરે શ્રી ગણેશની

આરતી ઉતારતાં અને ગાતાં નિહાળો  . 

Ganpati Aarati- Lata Mangeshkar 

  શ્રી ગણપતિના દરેક અંગો આપણને આપણા જીવનના  ઉત્કર્ષ માટે અનોખો સંદેશ આપે છે.

શ્રી ગણેશજીના શરીરની તમામ લાક્ષણિકતાઓમાં છુપાયેલ કોઈને કોઈ શુભ સંદેશને કોઈ અજ્ઞાત કલાકારે

બનાવેલ એમની નીચેની કલાકૃતિમાં બાખુબી રીતે રજુ કર્યું છે.

અંગ્રેજી ન જાણતા વાચકો માટે એ સંદેશને ગુજરાતીમાં અનુવાદિત  કરીને ગણેશની તસ્વીર નીચે મુકેલ છે .

Ganesh Symbolism- Ganesh Chaturthi

 

WHAT  YOU SHOULD LEARN FROM GANESH

ગણેશની મૂર્તિમાંનાં દરેક અંગો આપણને શું શીખવે છે  ?

મોટું માથું એ શીખવે છે કે તમારા વિચારો મોટા-ઊંચા રાખો .

ઝીણી આંખો એ શીખવે છે કે દરેક વસ્તુ ધ્યાનથી જોવાની ટેવ પાડો .

હાથનું દોરડું એ શીખવે છે કે તમારી જાતને તમારા ઊંચા ધ્યેય સુધી દોરડાની માફક ખેંચીને લઇ જાવ

એક દંતશૂળ એ શીખવે છે કે જે સારું હોય એને પાસે રાખી ખરાબ હોય એને ત્યજી દ્યો .

એક સુંઢ એ શીખવે છે કે એની માફક કાર્યક્ષમતાથી કાર્ય કરો અને સંજોગો પ્રમાણે વર્તવાનું રાખો ..

હાથનો લાડુ એ શીખવે કે જો સાધના કરો તો એના મીઠાં ફળ મળે 

મોટા કાન એ શીખવે છે કે બધાની વાત સારી રીતે અને વધારે સાંભળો  .

હાથમાં પકડેલ પરશુ-કુહાડી  એ શીખવે છે કે તમારા માયાના જે બંધન  હોય એને કાપી  નાંખો

ગણેશનું નાનું સરખું મુખ એ શીખવે કે હંમેશાં ઓછું બોલો પણ કરો બહું .

આશીર્વાદ આપતો હાથ તમારા મોક્ષ મેળવવાના આધ્યાત્મિક માર્ગે  તમારા રક્ષણ માટે જરૂરી આશીર્વાદનું પ્રતિક છે ..

ગણેશજીનું  મોટું પેટ એ શીખવે છે કે તમારી જિંદગીમાં જે સારું હોય કે ખરાબ હોય એને પેટમાં રાખો

અને શાંતિથી પચાવતા શીખો ..

ગણેશના પગ પાસે મુકેલ પ્રસાદ એ શીખવે છે કે આખું વિશ્વ તમારા કદમોમાં  છે .અને તમે જ્યારે માગશો ત્યારે

એ હાજર તૈયાર થઇ જશે .

ગણેશનું વાહન ઉંદર એ શીખવે છે કે તમારી આસક્તિ ને જો તમે કાબુમાં નહી રાખો તો એ તમારા ઉપર

સવાર થઇ જશે . તમને હેરાન પરેશાન કરી મુકશે . તમે કદાપી એમ થવા ન દેશો .

______________________________________________

સપ્ટેમબર ૨૩, ૨૦૧૨ ની વિનોદ વિહારની ગણેશ ચતુર્થી નિમિત્તેની પોસ્ટ નંબર ૯૪ – નીચેની લીંક ઉપર અવશ્ય વાચો . 

(94) ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય– લેખક શ્રી વિનોદભાઈ માછી

_____________________________________

પોસ્ટને અંતે , જાણીતા સ્વરકાર હરીહરન અને સાથીઓએ સુંદર સંગીત અને સુરનાં સાથ સાથે ગાયેલ 

શ્રી ગણેશ વંદનાનો મને ગમતો એક વિડીયો નીચે માણો .

Ganesh Vandana by Hariharan & Sumeet Tappoo

6 responses to “( 306 )રિધ્ધિસિધ્‍ધીના દેવ ગણપતિનો જન્મ દિવસ- ગણેશ ચતુર્થી

 1. pragnaju સપ્ટેમ્બર 9, 2013 પર 6:23 એ એમ (AM)

  Sorry, this comment could not be posted.

  વેગે સહાય કરવા, નિજ ભક્ત કેરી,         નિત્યે જ તત્પર રહો, કરુણા ઘણેરી; હે તાત ! આ જગતમાં સુખશાંતિ સ્થાપો,         પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો

  ________________________________

  Like

 2. chandravadan સપ્ટેમ્બર 10, 2013 પર 12:51 એ એમ (AM)

  HAPPY GANESH CHATIRTHI to You & your Family.
  Happy Ganesh Chaturthi to All !
  May the Blessings of Lord Ganesh be on All.
  Please listen to the Ganesh Vandana…

  http://chandrapukar.wordpress.com/2009/02/23/%e0%aa%9a%e0%aa%82%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%ad%e0%aa%9c%e0%aa%a8-%e0%aa%ae%e0%aa%82%e0%aa%9c%e0%aa%b0%e0%ab%80/
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting All to Chandrapukar !

  Like

 3. Anila Patel સપ્ટેમ્બર 10, 2013 પર 9:24 એ એમ (AM)

  ગણેશ્ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  Like

 4. Vinod R. Patel સપ્ટેમ્બર 10, 2013 પર 2:19 પી એમ(PM)

  Comment in E-mail received from Himatlal Joshi- Attaji

  પ્રિય વિનોદ ભાઈ
  તમે ગણપતિ બાપાના દરશન કરાવ્યા અને લતામન્ગેશ્કરના અવાજમાં આરતી સંભળાવી
  તમારો હું અભાર માનું છું
  અકબરના ગવૈયા તાનસેને ગણપતિ સ્તુતિ ગા ઈ છે એ ના શબ્દો કૈક આવા છે .
  જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જિસકી પાર્વતી પિતા શંકર દેવા

  Like

 5. પરાર્થે સમર્પણ સપ્ટેમ્બર 13, 2013 પર 6:02 એ એમ (AM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  ગજાનન ગણેશા મંગલ મુર્તિના જન્મ દિનની શુભ કામના

  લતા મંગેશ્વર્ની આરતીથી દિલ ડોલી ગયું

  સરસ ભાવવાહી રચના

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: