વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 308 ) એક પરાક્રમી મહિલા સાહ્સિકા ૬૪ વર્ષીય ડાયના ન્યાડ ( Diana Nyad ) ની અજબ ધ્યેયનિષ્ઠા

Diana Nyad in August, 2013

Diana Nyad in August, 2013

સોમવાર તારીખ ૨ જી સપ્ટેમ્બરના રોજ ૬૪ વર્ષની ઉંમરે ડાયના ન્યાડ (Diana Nyad ) એ  ક્યુબા થી ફ્લોરીડા (Cuba to Florida)

નું લગભગ ૧૧૦  માઈલનું અંતર સફળતાથી તરી જઈને એક નવો વિક્રમ સ્થાપી દીધો .

કોઈ પણ પ્રકારની સ્વિમ ફીન્સ કે શાર્કના પાંજરા જેવી બહારી મદદ લીધા સિવાય એણે સતત બે દિવસ સમુદ્રમાં શાર્ક માછલીનો

ભય રાખ્યા સિવાય તરતા રહી એના પાંચમા પ્રયત્ને સફળતા પ્રાપ્ત કરી .

Diana Nyad - young in 1970s

Diana Nyad – young in 1970s

સૌ પ્રથમ વાર ૧૯૭૮માં એણે આ ક્યુબાથી ફ્લોરીડા ૧૧૦માઇલ તરવા માટેનો પ્રયત્ન કરેલો  .ત્યારબાદ ૨૦૧૧ અને ૨૦૧૨માં

ત્રણ વખત પ્રયત્ન કર્યો  પરંતુ જેલી ફીશના તથા અસ્થમાના હુમલા અને થાકને લીધે એને ચાર વખત  અંતિમ લક્ષ્ય ફ્લોરિડાને

પહોંચવાના થોડા માઈલો  બાકી હતા અને વચ્ચેથી જ એના સાહસને આટોપી લેવું પડ્યું હતું  .

પરંતુ  ડાયના ન્યાડ  એક લોખંડી ઈચ્છા શક્તિ અને અદભૂત શારિરીક અને માનસિક શક્તિ ધરાવતી મહિલા હતી .  

એના લક્ષ્યને પ્રાપ્ત કરવા મનથી કટીબદ્ધ હતી .એણે ૧૯૭૮માં આ અંતર તરવાનું સ્વપ્ન સેવ્યું હતું એમાં ચાર ચાર વખત

મળેલી નિષ્ફળતાઓ પછી પણ એણે એનો પ્રયત્ન છોડી દીધો નહી .

આખરે ૨ જી સપ્ટેમ્બરના દિવસે એના પાંચમા પ્રયત્ને એ પૂરી તાકાતથી ઝઝૂમી અને એનું જે સ્વપ્ન હતું એ સાકાર

કરવામાં એ સફળ રહી .

ક્યુબાથી ફ્લોરીડાનું  ૧૧૦માઇલનું અંતર કોઈ પણ બાહરી સહાય વગર જાતે તરી જનાર પ્રથમ મહિલાનું  સન્માન મેળવ્યું .

ડાયના ન્યાડ ના ૧૯૭૮ થી શરુ કરેલા એના ફરી ફરી પ્રયત્નો અને આખરે ૨૦૧૩માં એણે મેળવેલ સિધ્ધી ઉપરથી

મને આપણા આદ્ય કવિ દલપતરામની નીચેની કવિતા યાદ આવી ગઈ .

કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય

વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય

મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,

પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ.

એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર

પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર

હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર,

ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર

ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત

ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત…

એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત

આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત.

–  દલપતરામ

ફ્લોરિડાના દરિયા કિનારે આટલું લાંબુ અંતર તરીને બહાર નીકળી ત્યારે ડાયના પૂરી થાકી ગયેલી હતી અને સુર્યની ગરમીથી

તથા મોં પરના ઉઝરડાથી ઓળખાય એવી રહી ન હતી .

ફ્લોરિડાના સમુદ્ર કિનારે એનું સ્વાગત કરવા ઉભેલા મોટા ટોળા અને પત્રકારોથી ઘેરાયેલી ડાયનાએ એમની સમક્ષ બોલતાં કહ્યું 

‘The Journey Was Thrilling’

વધુમાં એણે એના સૌ શુભેચ્છકોને જણાવ્યુ કે માંરે આ પ્રસંગે તમોને ત્રણ વાત કહેવી છે .

૧. કોઈ પણ સંજોગોમાં તમારું ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રયત્ન કરવાનું છોડી ન દો .

We should never, ever give up .

૨. કોઈ પણ સ્વપ્નને સાકાર કરવા માટે તમારી ઉંમર આડે આવતી નથી. કોઈ પણ ઉંમરે એ થઇ શકે .

You are never too old to chase your dream .

૩.આ તરવાની રમત એકલ દોકલ વ્યક્તિની ભલે હોય પણ એમાં સફળ થવા માટે સારી ટીમ પણ એટલી જ જરૂરી હોય છે .

It looks like a solitary sport but it takes a team .

ડાયનાના સફળ સાહસને બિરદાવતા શુભેચ્છા સંદેશાઓ દુનીયાભરમાંથી એને મોટી સંખ્યામાં પ્રાપ્ત થયા એમાં

અમેરકાના પ્રેસીડન્ટ બરાક ઓબામાએ પણ એમના ટ્વિટ સંદેશમાં

એમણે લખ્યું : “NEVER GIVE UP ON YOUR DREAMS .”

૬૪ વર્ષની ડાયના ન્યાડના તરવાના આ અદભૂત અને પ્રેરણાત્મક  સાહસને નીચેના બે વિડીયોમાં નિહાળો .

Diana Nyad on Historic Swim: ‘The Journey Was Thrilling’

Diana Nyad INTERVIEW after Swimming 103-Miles from Cuba to Florida

 વિકિપીડીયાની આ લીંક  ઉપર ડાયના ન્યાડ વિષે અંગ્રેજીમાં માહિતી મળી શકશે .

સ્ત્રી શક્તિની મિશાલ જેવી આ અદભૂત  સાહ્સિકા

ડાયના ન્યાડ ને સો સો સલામ .

11 responses to “( 308 ) એક પરાક્રમી મહિલા સાહ્સિકા ૬૪ વર્ષીય ડાયના ન્યાડ ( Diana Nyad ) ની અજબ ધ્યેયનિષ્ઠા

 1. pragnaju સપ્ટેમ્બર 12, 2013 પર 7:19 એ એમ (AM)

   Sorry, this comment could not be posted.

   સ્ત્રી શક્તિની મિશાલ જેવી આ અદભૂત  સાહ્સિકા

  ડાયના ન્યાડ પ્રેરણાદાયી વાત

  ________________________________

  Like

 2. Dilip Gajjar સપ્ટેમ્બર 12, 2013 પર 9:49 એ એમ (AM)

  ડાયેના નું અદ્ભુત સંકલ્પ બળ અને મહિલા સાહસ .પ્રેરક। .સરસ પોસ્ટ

  Like

 3. Anila Patel સપ્ટેમ્બર 12, 2013 પર 11:05 એ એમ (AM)

  A will will find a way. હમ હોંગે કામયાબ મનમે હો વિશ્વાસ, હમ હોંગે કામયાબ.— કહેવતો સચ્ચાઇને પારખીનેજ બનાવવામા આવી છે.

  Like

 4. jjkishor સપ્ટેમ્બર 12, 2013 પર 11:47 એ એમ (AM)

  ગજબની બાઈ !! આટલાં લાંબા સમય સુધી લક્ષ્યને સાચવવું તેય નાની વાત નથી…આતો એને ૬૪ વરસે વીંધી નાખવાની સફળતાની વાત છે !!

  Like

 5. aataawaani સપ્ટેમ્બર 12, 2013 પર 12:17 પી એમ(PM)

  સ્ત્રી શકતી ડાયેના તારો જય જય કાર હો
  તારી પ્રેરણા લઈને ઘણી સ્ત્રી શક્તિઓ હવે મેદાનમાં ઉત રશે। એટલેજ મને સ્ત્રીઓ ઉપર બહુજ માન છે। કોઈ સ્ત્રીને અબલા કહેવી એ સ્ત્રીઓનું અપમાન છે એવું હું માનું છું।

  Like

 6. Dr.Chandravadan Mistry સપ્ટેમ્બર 12, 2013 પર 1:50 પી એમ(PM)

  સ્ત્રી શક્તિની મિશાલ જેવી આ અદભૂત સાહ્સિકા

  ડાયના ન્યાડ ને સો સો સલામ .
  My Salaam too !
  Nice Video Clips !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar !

  Like

 7. kalpana desai સપ્ટેમ્બર 12, 2013 પર 3:30 પી એમ(PM)

  દલપતરામને પણ ખબર નહીં હોય કે, ભવિષ્યમાં એમની પંક્તિઓથી કોઈ વિદેશી મહિલા પણ પ્રરિત થશે!
  અદ્ભૂત સાહસ અને એવું જ અદ્ભૂત મનોબળ!

  Like

 8. અશોકકુમાર દેશાઈ - (દાસ) - 'દાદીમા ની પોટલી' સપ્ટેમ્બર 13, 2013 પર 12:33 એ એમ (AM)

  સ્ત્રી શક્તિ ની મિશાલ – પ્રેરણાદાયી સાહસ અને સંકલ્પ શક્તિ. આપણી ભારતીય નારીઓમાં પણ આવી શક્તિ સુષુપ્ત અવસ્થામાં કોઈને કોઈમાં સમાયેલ છે, પરંતુ તે માટે ની યોગ્ય તક – અવસર અને વાતાવરણ હજુ આપણે આપી શકયા નથી તે દુઃખદાયક છે.!!

  Like

 9. પરાર્થે સમર્પણ સપ્ટેમ્બર 13, 2013 પર 6:04 એ એમ (AM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  સ્ત્રી શક્તિના સાહસને સો સો સલામ

  સરસ ભાવવાહી રચના

  Like

 10. nabhakashdeep સપ્ટેમ્બર 13, 2013 પર 12:05 પી એમ(PM)

  આખરે ૨ જી સપ્ટેમ્બરના દિવસે એના પાંચમા પ્રયત્ને એ પૂરી તાકાતથી ઝઝૂમી અને એનું જે સ્વપ્ન હતું એ સાકાર કરવામાં એ સફળ રહી .
  …………………………
  શ્રી સ્વામી વિવેકાનંદનું પ્રેરક વાક્ય.. Awake , arise and stop not till you reach the goal.
  ખૂબ ખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 11. Pingback: ( 309 ) કૃત્રિમ પગ વડે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા અરુણીમા સિંહા | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: