વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 309 ) કૃત્રિમ પગ વડે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા અરુણીમા સિંહા

Arunima Sinha

વિનોદ વિહારની આ અગાઉની પોસ્ટ નંબર ૩૦૮ માં એકલા બે દિવસ સતત સમુદ્રમાં તરીને ૧૧૦ માઈલનું અંતર સફળતાથી પાર કરનાર એક વિશ્વ વિક્રમી અમેરિકન મહિલા ડાયના ન્યાડની ધ્યેય નિષ્ઠા અને પરાક્રમની વાત રજુ કરવામાં આવી હતી .

આ પોસ્ટ અંગે વાચકોના વિવિધ પ્રતિભાવો પ્રાપ્ત થયા છે એમાં બ્રિટન નિવાસી  અને દાદીમાની પોટલી બ્લોગ  ના બ્લોગર મિત્ર ભાઈશ્રી અશોકકુમાર દેશાઈ – (દાસ) એ મોકલેલ નીચેના પ્રતિભાવ તરફ મારું ખાસ ધ્યાન ખેંચાયું .

” સ્ત્રી શક્તિ ની મિશાલ – પ્રેરણાદાયી સાહસ અને સંકલ્પ શક્તિ. આપણી ભારતીય નારીઓમાં પણ આવી શક્તિ સુષુપ્ત

અવસ્થામાં કોઈને કોઈમાં સમાયેલ છે,પરંતુ તે માટે ની યોગ્ય તક – અવસર અને વાતાવરણ હજુ આપણે આપી શકયા  નથી તે દુઃખદાયક છે.”

આ પ્રતિભાવ વાંચીને મારા મનમાં થયું કે અમેરિકન મહિલા ડાયન જેવી ભારતમાં પણ ઘણી પરાક્રમી મહિલાઓ હશે જ તો ચાલો એના વિષે તપાસ કરી જોઈએ .

આના માટે સદાના હાજર જવાબી માહિતીના ભંડાર એવા ગુગલ મહારાજને પૂછતાં એમણે એમના ” ચિત્ર ગુપ્ત “ના ચોપડામાં જોઈને “ગુપ્ત ચિત્ર” બતાવતાં મને કહે : ”  જો વત્સ, આ રહી એવી જ એક પરાક્રમી ભારતીય મહિલા અરુણીમા સિંહા અને એના પરાક્રમની પ્રેરક દાસ્તાન જેણે એના કૃત્રિમ પગ વડે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું .”

આ દ્રઢ મનોબળ ધરાવતી ઉત્તર પ્રદેશ , ભારતની બહાદુર મહિલા અરુણીમા સિંહા (વિકિપીડિયા) ની રસદાયક સાહસ કથાને આજની પોસ્ટમાં ગુગલ મહારાજના આભાર સાથે રજુ કરતાં આનંદ થાય છે  .

તારીખ ૧૧ મી એપ્રિલ ,૨૦૧૧ના રોજ રાષ્ટ્રીય ફુટ બોલ ટીમની એક વખતની ખેલાડી અરુણીમા સિંહા  પદ્માવતી એક્ષ્પ્રેસ્માં લખનૌથી દિલ્હી એક પરીક્ષા આપવા જઈ રહી હતી ત્યારે લુંટારૂઓએ મેરઠ પાસે એને ટ્રેનમાંથી બાજુના રેલ્વે ટ્રેક ઉપર  બહાર ફેંકી દીધી હતી .

એના કમનશીબે એ જ વખતે પસાર થઇ રહેલ એક બીજી ટ્રેન નીચે એનો એક પગ ઢીંચણ નીચેથી બિલકુલ ચગદાઈ ગયો .

દિલ્હીના એમ્સ ટ્રોમા સેન્ટરમાં એનો જીવ બચાવવા માટે ડોક્ટરોને અરુણીમાનો એક પગ કાપવો પડ્યો હતો . એક વખતની રાષ્ટ્રીય ફુટ બોલ ખેલાડી  અરુણીમાને ભારત સરકારની સ્પોર્ટ મીનીસ્ટ્રીએ માત્ર રૂપિયા ૨૫૦૦૦ ( ૪૦૦  ડોલર ) એની ઈજાના વળતર પેટે આપ્યા હતા .ત્યારબાદ એ જ સરકારે અરુણીમાએ એવરેસ્ટ સર કરતા 25 લાખ રૂપિયાનું ઇનામ આપ્યું હતું .

ખેર, એના ઉપર આવી પડેલ આવાં અચાનકના પડકારથી અરુણીમા હિમ્મત ન હારી . આ પડકારને

એણે હસતા મુખે સ્વીકારી લીધો .

અરુણીમાની અથાગ મહેનત અને પરિશ્રમને કારણે ૩ સપ્ટેમબર, ૨૦૧૨ના રોજ એણે એના સાથીદારો સાથે એક પગે ૨૧ હજાર ફુટ ઊંચું ચામસર કાંગરી શિખર સર કરીને વિક્રમ નોધાવ્યો હતો. ત્યારબાદ તારીખ ૨૧ મી મે, ૨૦૧૩ના રોજ  અડગ મનોબળ ધરાવતી અરુણીમા સિન્હાએ એક પગ કૃત્રિમ હોવાં છતાં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બનવાનો વિક્રમ નોધાવ્યો .

એવરેસ્ટ શિખરે વિજયી ધ્વજ  રોપતા પહેલાં અરુણીમાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો .

એના કપાયેલા પગમાંથી સતત લોહી વહી રહ્યું હતું

એમ છતાં પેલી અમેરિકન મહિલા ડાયનની જેમ એણે પણ નાસીપાસ થયા વિના એના પ્રયત્નો જારી રાખીને એવરેસ્ટ સર કરવાનું એના મનનું ઇચ્છિત સ્વપ્ન સાકાર કર્યું હતું .

અડગ મનની આ બહાદુર ભારતીય મહિલા અરુણીમાએ એણે મેળવેલ આ અદભૂત સિદ્ધિથી એ સાબિત કરી દીધું કે —

જિંદગી એક જીંદાદીલીકા નામ હૈ

મુર્દાદિલ ક્યા ખાક જીયા કરતે હૈ  

અરુણીમાના શૌર્ય અને સાહસની આ પ્રેરક દાસ્તાન વિશે એનાં જ મુખે નીચેના વિડીયોમાંથી સાંભળો અને માણો . 

THE FIRST INDIAN WOMAN TO CLIMB  MOUNT EVEREST WITH ARTIFICIAL LEG


 

———————————————————————–

પંગુમ લંગયતે ગિરિમ

એક પગથી એવરેસ્ટ શિખર સર કરનાર અરુણીમાની  ઉપર કહેવામાં આવેલ કથા એ સૂચવે છે કે કોઈ પણ શારીરિક અંગનું ન હોવું એ જિંદગીનો અંત નથી . મનમાં જો અડગ વિશ્વાસ હોય તો  જે કોઈ અંગો સાબુત હોય એનો મહત્તમ ઉપયોગ કરી જિંદગીમાં સફળતા હાંસલ કરી શકાય છે .

જાણીતા લેખક નેપોલિયન હિલએ એના પ્રખ્યાત પુસ્તક Power of Positive Thinking માં એક જગાએ લખ્યું છે કે –

” મારી પાસે પહેરવા માટે સારા બુટ ન હતા એનું દુખ ઓગળી ગયું જ્યારે મારી નજર મારા પડોશી ઉપર પડી જેને બે પગ જ ન હતા .”

આપણે જીવનની નાની નાની વ્યથાઓને પહાડ જેવી બનાવવા માટે ટેવાએલા છીએ . આવામાં જે માણસ પોતાની મોટી વ્યથાઓને ઓગાળી દઈ સફળતા પ્રાપ્ત કરે છે ત્યારે એણે મેળવેલ સિદ્ધિથી થતો આનંદ અનેરો હોય છે . 

વિનોદ વિહારની પોસ્ટ નંબર  ૧૨૪ માં બે પગ ન હોવાં છતાં  પર્વતની ટોચે પહોંચનાર આરોહક સ્પેન્સર વેસ્ટની કથા નીચેની લીંક ઉપર વાંચો .   

  

(124 ) પંગુમ લંગયતે ગિરિમ – બે પગ વિહીન પર્વત આરોહક સ્પેન્સર વેસ્ટની અદભૂત સાહસ કથા.

આ વાત વાંચ્યા પછી ઈશ્વર કૃપાનો આ જાણીતો સંસ્કૃત શ્લોક-પ્રાર્થના  યાદ આવી જાય છે .  

મુકમ કરોતિ વાચાલમ ,પંગુમ  લંગયતે ગિરિમ

યતકૃપા ત્વમહમ વંદે , પરમાનંદમ માધવમ

 

 

 

 

 

2 responses to “( 309 ) કૃત્રિમ પગ વડે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા અરુણીમા સિંહા

 1. Dr.Chandravadan Mistry September 14, 2013 at 10:28 AM

  Congratulations to her.
  India is proud of her !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar !

 2. pragnaju September 14, 2013 at 7:25 AM

  કૃત્રિમ પગ વડે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા અરુણીમા સિંહા
  સલામ્ર પ્રેરણાદાયી
  આડવાત…
  મુકમ કરોતિ વાચાલમ ,પંગુમ લંગયતે ગિરિમ નો ગમ્મ્મતમા વાચાળને મુંગો કરે અને પાંગળા પાસે પર્વત ચઢાવડાવે …કરે તો વ્યાકરણ દ્રુષ્ટીએ બરોબર ગણાય…!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: