વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(310 ) ભાજપના વડા પ્રધાનના ઉમેદવાર શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન અને શુભેચ્છાઓ

 

જેની રાહ જોવાઈ રહી હતી એની છેવટે આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપનાં વડાપ્રધાન પદના ઉમેદવાર માટે ગુજરાતના 

 મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત કરવામાં આવી છે.

દેશની જનતાનાં મૂડને જોતા વડાપ્રધાન પદના ઉમેદવાર પદે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરવામાં આવી છે.

શ્રી મોદીની વડા પ્રધાન તરીકેના બી.જે.પી.ના ઉમેદવાર તરીકેની જાહેરાત થતાં જ ગુજરાત રાજ્ય તેમ જ દેશ-વિદેશમાં

મોદીના સૌ પ્રસંશકોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે  .

 

વિનોદ વિહાર આ જાહેરાતને આવકારે છે અને શ્રી મોદીને આ પ્રસંગે અભિનંદન તથા આગામી લોકસભાની ચૂંટણીમાં

ભાજપ મોટી બહુમતીથી ચૂંટાય એ માટે શુભેચ્છાઓ પાઠવે છે  .   

વિનોદ પટેલ


——————————————————————–

મુખ્ય વિરોધ પક્ષ ભાજપે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી માટે ભાજપ/એનડીએના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને શુક્રવાર, ૧૨ સપ્ટેંબરે નિયુક્ત કર્યા. એ જાહેરાત સાથે જ દિલ્હી, મુંબઈ, ગુજરાતભરમાં ભાજપના કાર્યકર્તાઓ, મોદીના સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી.

મુખ્ય વિરોધ પક્ષ ભાજપે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી માટે ભાજપ/એનડીએના વડા પ્રધાન પદના
ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને શુક્રવાર, ૧૨ સપ્ટેંબરે નિયુક્ત કર્યા. એ જાહેરાત સાથે જ દિલ્હી,
મુંબઈ, ગુજરાતભરમાં ભાજપના કાર્યકર્તાઓ, મોદીના સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી.

મોદી ભાજપના PM ઉમેદવાર ઘોષિત

સૌજન્ય- આભાર – ચિત્રલેખા | 13/09/2013 |

નવી દિલ્હી – પીઢ નેતા એલ.કે. અડવાણીના વિરોધ છતાં દેશના મુખ્ય વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના મુખ્ય પ્રધાન અને દેશના સૌથી

લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીને લોકસભાની આગામી વર્ષે નિર્ધારિત ચૂંટણી માટે તેના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે વિધિવત્ ઘોષિત કરી દીધા છે. તે

જાહેરાત સાથે જ મોદીએ લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને જિતાડવાની પ્રતિજ્ઞા પણ લીધી.

પાર્ટીએ મોદીને પીએમ ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા અને આજે સંસદીય બોર્ડની બેઠકે તે નિર્ણયને મંજૂરીની મ્હોર મારી દીધી.

પક્ષપ્રમુખ રાજનાથ સિંહે આ જાહેરાત આજે અહીં પક્ષના સંસદીય બોર્ડની મીટિંગ પૂરી થયા બાદ પાર્ટીના મુખ્યાલય ખાતે બોલાવેલી

પત્રકાર પરિષદમાં કરી હતી.

મોદી અને રાજનાથ સિંહ સાથે નીતિન ગડકરી, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી જેવા પાર્ટીના બીજા અનેક સિનિયર નેતાઓ પણ હાજર હતા. જોકે મોદીના

માર્ગદર્શક મનાતા અડવાણીની ગેરહાજરી ધ્યાન ખેંચતી હતી.

મોદીને પીએમ ઉમેદવાર તરીકે ઘોષિત કરાયા બાદ સિનિયર તથા જૂનિયર સહયોગીઓએ તેમને હાર પહેરાવ્યા હતા, મિઠાઈ ખવડાવી હતી અને

પુષ્પગુચ્છાઓ આપી અભિનંદન આપ્યા હતા.

મોદીની વરણીથી જોકે પાર્ટીના સિનિયર નેતા એલ.કે. અડવાણી નારાજ થયા છે. તેમણે રાજનાથ સિંહને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

રાજનાથ સિંહે કહ્યું કે ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સના તમામ સાથી પક્ષોએ મોદીની ઉમેદવારીને ટેકો જાહેર કર્યો છે. અમને

વિશ્વાસ છે કે મોદીની વરણીથી મતદારો લોકસભાની ચૂંટણીમાં ભાજપને વોટ આપશે.

રાજનાથ સિંહે કહ્યું કે ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સના તમામ સાથી પક્ષોએ મોદીની ઉમેદવારીને ટેકો જાહેર કર્યો છે. અમને

વિશ્વાસ છે કે મોદીની વરણીથી મતદારો લોકસભાની ચૂંટણીમાં ભાજપને વોટ આપશે.

મોદીએ પોતાના ભાષણમાં જવાબદારી સહર્ષ સ્વીકારી લેતા કહ્યું કે પાર્ટીએ મને મોટી જવાબદારી સોંપી છે. એક સામાન્ય પરિવારમાંથી અને નાનકડા

ગામમાંથી આવેલા મારા જેવાને આટલી મહત્વનું દાયિત્વ સોંપ્યું છે તો હું મારી તમામ ક્ષમતાનો ઉપયોગ પાર્ટી માટે કરીશ. લોકસભાની ચૂંટણીમાં

ભાજપ જીતે એ માટે હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ.

મોદીએ કહ્યું કે હાલ દેશ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. મને વિશ્વાસ છે કે મતદારો ભાજપને જિતાડશે. મને ખાતરી છે કે કશ્મીરથી કન્યાકુમાર

સુધીના લોકો લોકસભાની ચૂંટણીમાં કમળના પ્રતિકને વોટ આપશે.

મોદીએ એમ પણ કહ્યું કે મને હંમેશા અટલ બિહારી વાજપેયી અને એલ.કે. અડવાણીના આશિર્વાદ મળતા રહ્યા છે. હું મારી પસંદગી માટે પાર્ટીના

નિમ્ન સ્તરના કાર્યકર્તાઓ પ્રત્યે પણ મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

મોદીની ઉમેદવારીની જાહેરાત થતાં જ દિલ્હી અને મુંબઈમાં ભાજપના કાર્યાલયોમાં તેમજ ગુજરાતમાં ઉજવણી શરૂ કરાઈ છે. ઠેર ઠેર સમર્થકોએ

ફટાકડા ફોડ્યા હતા.

નરેન્દ્ર મોદીની વરણીની જાહેરાતને ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવી

નરેન્દ્ર મોદીની વરણીની જાહેરાતને ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવી

શિવસેનાના વડા ઉધ્ધવ ઠાકરેએ કહ્યું, ચૂંટણીમાં ભ્રષ્ટ કોંગ્રેસને હરાવવા માટે મોદીની પીએમ ઉમેદવાર તરીકેની વરણીને અમે આવકારીએ છીએ.

મોદી આજે બપોરે જ વિમાન દ્વારા અમદાવાદથી નવી દિલ્હી આવ્યા હતા અને પક્ષના હેડક્વાર્ટરમાં સંસદીય બોર્ડની બેઠકમાં હાજરી આપવા ગયા હતા.

રાજકીય નિરીક્ષકોએ મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવાના ભાજપના નિર્ણયને આવકાર્યો છે. તેમનું કહેવું છે કે આજે દેશભરમાં મોદીના

ટેકામાં જોરદાર લોકજુવાળ ઊભો થયો છે.

બિન-પરંપરાગત ભાજપ સમર્થકો પણ મોદી વડા પ્રધાન બને એવું ઈચ્છે છે.

NM-PM-4
Read the latest news with pictures and videos in following links of Shri Narendra Modi’s Blog

I bow to the Karyakartas of the Party & assure that I will leave no stone unturned in working for a BJP victory in the 2014 Lok Sabha elections -Narendra Modi

http://www.narendramodi.in/narendra-modi-announced-bjp%e2%80%99s-pm-candidate%e2%80%a6-send-in-your-good-wishes/

Grand welcome for Narendrabhai Modi at Ahmedabad airport

http://www.narendramodi.in/grand-welcome-for-narendrabhai-modi-at-ahmedabad-airport/

——————————–
N.M.-P.M.-1

ચા વેચનારમાંથી બન્યા વડા પ્રધાન પદના ઉમેદવાર

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર નામના ગામના પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીની કારકિર્દીની વિગતો નીચે મુજબ છે:

૧૯૫૦નો દાયકોઃ ૧૯૫૦ની ૧૭ સપ્ટેંબરે દામોદરદાસ અને એમના પત્ની હીરાબેન મોદીને ત્યાં નરેન્દ્રનો જન્મ. તે છ ભાઈ-બહેનોમાંના એક હતા. પરિવાર ગરીબ અવસ્થામાં હોઈ ૧૪ વર્ષની કિશોર વયે તેમણે એમના પરિવારના ટી સ્ટોલ પર કામ કર્યું હતું. તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને ત્યારબાદ આરએસએસમાં જોડાયા.

વડનગર, નરેન્દ્ર મોદીનું વતન ગામ

૧૯૮૭: દેશભરમાં હિન્દુત્વનો જુવાળ ઊભો થયો હતો ત્યારે મોદી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

૧૯૯૦: ભાજપના નેતા એલ.કે. અડવાણીની અયોધ્યાથી ગુજરાતના સોમનાથ મંદિર સુધીની રામ રથયાત્રાના આયોજનમાં મોદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

૧૯૯૫: મોદીને ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનાવાયા અને તેમને પાંચ રાજ્યોનો હવાલો સોંપવામાં આવ્યો. ત્યારબાદ ૧૯૯૮માં મહામંત્રી તરીકે નિયુક્ત કરાયા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવી અને પાર્ટીમાં મોદીનું કદ વધી ગયું.

૨૦૦૧: ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે મોદીએ કેશુભાઈ પટેલનું સ્થાન લીધું. મોદીને મળેલો આ મોટો બ્રેક હતો.

૨૦૦૨: ફેબ્રુઆરીમાં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાને સળગાવી દેવાતા ૫૯ કારસેવકો ભડથૂં થઈ ગયા. તેને પગલે ગુજરાતભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા જેમાં ૧૦૦૦ જેટલા લોકો માર્યા ગયા જેમાં મોટા ભાગના લઘુમતી કોમના લોકો હતા. મોદી પર આરોપ છે કે તેમણે હુલ્લડખોરોને ઉત્તેજન આપ્યું હતું. જોકે તે આરોપને નકારી ચૂક્યા છે.

૨૦૦૫: ‘ધાર્મિક અસહિષ્ણુતા’નું કારણ આપીને અમેરિકાએ મોદીને ટ્રાવેલ વિઝા આપવાનો ઈનકાર કર્યો.

૨૦૦૭: મોદી ગુજરાતમાં ત્રીજી વાર મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા

૨૦૧૨: મોદી ગુજરાતની ચૂંટણી ફરી જીત્યા અને ચોથી વાર મુખ્ય પ્રધાન બન્યા. ભાજપે ૧૮૨માંથી ૧૧૫ બેઠકો જીતી.

૨૦૧૩: ૯ જૂને ભાજપને મોદીને પાર્ટીની ૨૦૧૪ની ચૂંટણીના પ્રચાર માટેની સમિતિના વડા તરીકે નિમ્યા. મોદીને બઢતી આપવાના વિરોધમાં જનતા દળ (યુનાઈટેડ) પાર્ટીએ ભાજપ સાથેની ૧૭ વર્ષ જૂની દોસ્તી તોડી નાખી. ૧૩ સપ્ટેંબરે મોદીને પાર્ટી અને એનડીએના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે નિયુક્ત કરાયા.

 

 

 

 

 

 

 

 

 

—————-
Source- http://www.chitralekha.com/sub-headlines/bjp-narendra-modi-3/

7 responses to “(310 ) ભાજપના વડા પ્રધાનના ઉમેદવાર શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન અને શુભેચ્છાઓ

 1. Dr.Chandravadan Mistry સપ્ટેમ્બર 15, 2013 પર 6:47 એ એમ (AM)

  ABHINANDAN to MODIJI !
  Hope BJP wins in 2014.
  But…UNITY of BJP is very important.
  Congress will try all the TRICKS to break that Unity.
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  See you gain on Chandrapukar !

  Like

 2. સુરેશ જાની સપ્ટેમ્બર 15, 2013 પર 8:06 એ એમ (AM)

  Good news. Came to know for the first time at VV. Thank you very much.Can’t write in Gujarati; as I am at my son’s place.
  Can you do me a favour?
  Please… please… prepare his Parichay.

  Like

 3. ગોદડિયો ચોરો… સપ્ટેમ્બર 20, 2013 પર 12:52 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,

  છ કરોડ ગુજરાતીઓના હ્દયમાં રમતો આદર્શ ચેહરો એટલે જ મા.મુ.મ. શ્રી નરેદ્ર્ભાઇ મોદી

  એ દિલ્હીનું તખ્ત સર કરે તો સ્વ. મોરારજીભાઇ દેસાઇ પછી બીજો ગુજરાતી નરબંકો હશે.

  શુભેચ્છાઓ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: