શ્રી નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રીના રૂપમાં ગુજરાતની અવિરત વિકાસગાથાના એક શિલ્પી, એક દુરંદેશી રાજકીય નેતા ,
પ્રખર વક્તા અને પક્ષના સંનિષ્ટ કાર્ય કર્તા તરીકે સૌ કોઈ જાણે છે .પરંતુ તેઓમાં એક કવિનું હૃદય પણ ધબકે છે અને સારી કાવ્ય
રચનાઓ પણ કરી શકે છે એનાથી બહું ઓછા લોકો પરિચિત હશે.
સૌ પ્રથમ ,આજે તારીખ ૧૭મી સપ્ટેમબર ૨૦૧૩ એટલે કે શ્રી મોદીના ૬૪ મા જન્મ દિવસે એમને
અભિનંદન – હેપી બર્થ ડે -અને એમના ઉજળા ભવિષ્ય માટે અનેક શુભેચ્છાઓ .
આજની પોસ્ટ દ્વારા એમના જન્મ દિવસને શ્રી મોદીની કેટલીક કવિતાઓનું પઠન તથા વિડીયોમાં એનું ગાન કરીને
એક કવિ તરીકેની એમની નવી પહેચાન કરીને ઉજવીએ .
શ્રી નરેન્દ્ર મોદીની કવિતાઓના પુસ્તક ” આંખ આ ધન્ય છે ”નું મુખ પૃષ્ઠ
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રથમ કાવ્યસંગ્રહ ‘આંખ આ ધન્ય છે’ નું વિમોચન એપ્રિલ ૭,૨૦૦૭
ના રોજ મુંબઈના ભાઈદાસ હોલમાં ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી ભૈરવસિંહ શેખાવતના હસ્તે થયું હતું .
ઈમેજ પબ્લીકેશન,મુંબાઈએ એનું પ્રકાશન કર્યું છે . આ વિમોચન સમારંભમાં શ્રી મોદીની કવિતાઓનું જાણીતા
ગાયકો દ્વારા પઠન ,ગાયન તથા કવિ શ્રી સુરેશ દલાલ અને શ્રી મોદીએ પ્રાસંગિક વક્તવ્યો આપ્યાં હતાં .
નરેન્દ્રભાઈનો આ પ્રથમ કાવ્યસંગ્રહ ૧૩૦ પાનાનો છે અને કુદરતી દ્રશ્યોસભર સચિત્ર રીતે પ્રસિદ્ધ કરેલ એમના
દ્વારા રચાયેલી ૬૨ કવિતાઓ એમાં સંગ્રહિત થયેલી છે .
શ્રી મોદી લિખિત આ કાવ્યસંગ્રહનું નામ “આંખ આ ધન્ય છે ” . આ સંગ્રહમાંના એક કાવ્યમાં તેઓ કહે છે :
સફળ થયા તો ઈર્ષ્યા પાત્ર
નિષ્ફળ થયા તો દયા પાત્ર
સફળ નિષ્ફળની પાર જઈને
ત્રીજે કિનારે ઉભો માત્ર
-નરેન્દ્ર મોદી
” પતંગ ” નામના કાવ્યમાં એ કહે છે :
પતંગ…
મારે માટે ઊર્ધ્વગતિનો ઓચ્છવ
મારું સૂર્ય તરફનું પ્રયાણ
-નરેન્દ્ર મોદી
એમના આ કાવ્ય સંગ્રહનું પ્રથમ કાવ્ય ‘ધન્ય’ જે પુસ્તકના શીર્ષક ” આંખ આ ધન્ય છે” નું કાવ્ય છે એને નીચે માણીએ :
ધન્ય
પૃથ્વી આ રમ્ય છે
આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે.
ને પૃથ્વી આ રમ્ય છે.
આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
હવામાં રંગનાં વર્તુળો દોરતું.
કિયા ભવનું પુણ્ય છે ?!
જિંદગી ધન્ય છે, ધન્ય છે.
સમુદ્ર આ ઉછળે સાવ ઉંચે આભમાં,
કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં!
સભર આ શૂન્ય છે.
પૃથ્વી આ રમ્ય છે.
માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો.
ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.
આ બધું અનન્ય છે.
ને કૈંક તો અગમ્ય છે.
ધન્ય ધન્ય ધન્ય છે.
પૃથ્વી મારી રમ્ય છે.
– નરેન્દ્ર મોદી
ઉપરના કાવ્યને જાણીતા ગાયક ભુપેન્દ્રસિંગના અવાજમાં ગવાતું નીચેના વિડીયોમાં સાંભળો .
VIDEO
લયસ્તરો બ્લોગમાં આ કાવ્યનું સુંદર રસદર્શન કરાવવામાં આવ્યું છે એને અહીં વાંચો.
————————————-
શ્રી નરેન્દ્ર મોદીની આ કવિતા ખીલેલા ફુલોની સાથે વસંત ઋતુને વધાવતી સુંદર ભાવ વાળી કવિતા છે .
અંતમાં આરંભ અને આરંભમાં અંત.
પાનખરના હૈયામાં ટહુકે વસંત.
સોળ વરસની વય, ક્યાંક કોયલનો લય,
કેસૂડાંનો કોના પર ઊછળે પ્રણય?
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત.
પાનખરના હૈયામાં ટહુકે વસંત.
આજે તો વનમાં કોના વિવાહ,
એક એક વૃક્ષમાં પ્રકટે દીવા.
આશીર્વાદ આપવા આવે છે સંત.
પાનખરના હૈયામાં ટહુકે વસંત.
– નરેન્દ્ર મોદી
ભાવનગરના સુરીલા ગાયક કલાકાર શ્રી પાર્થિવ ગોહીલના સ્વરમાં આ કાવ્યને નીચેના વિડીયોમાં માણીએ .
VIDEO
શ્રી નરેન્દ્ર મોદીનાં બીજાં થોડાં કાવ્યો યુ-ટ્યુબની નીચેની બે લીંક ઉપર સાંભળી શકાશે .
VIDEO
https://www.youtube.com/watch?v=vQtZGveoxsY&feature=player_detailpage
—————————————————
નરેન્દ્રભાઈના આ કાવ્યસંગ્રહમાંથી કેટલાક વધુ કાવ્યોનો આસ્વાદ .
મેળામાં મળવા દો
ટોળાનું મેળામાં રુપાંતર કરવું
એ છે મારો જીવનધર્મ,
મારું જીવનકર્મ.
મેળામાં માણસ હળતો હોય છે
મળતો હોય છે
સમયને સોહામણો કરતો હોય છે.
હું છે નો માણસ છું.
નથી નથી પર છેકો મૂકું.
કોઈક ઈમારત પડતી હોય
તો ટેકો મૂકું.
માનવની પાછળ માધવ છે
ને રાઘવ છે.
મારી પાસે વાંસળી છે
ને શિવધનુષ્ય.
ઈશ્વર ને શયતાનની વચ્ચે
હું તો મારે રહું મનુષ્ય.
મનુષ્ય થવું એ જ મોટી વાત.
પૃથ્વીમાં હું જોઉ સ્વર્ગને.
મારી એ જ મિરાત.
ટોળાને ટળવા દો.
મેળામાં મળવા દો.
-નરેન્દ્ર મોદી
—————————————
સમી સાંજની વેળા:
આપણે રમતારામ અકેલા
ઝાંખાપાંખા સ્મરણના દીવા નીકળ્યા
અંધારાને પીવા
નીંદરની ચાદર ઓઢીને સૂતાં રહ્યા
શરીર વીર તમે ઉઠો જાગો કે
ઝળકી રહે ખમીર
-નરેન્દ્ર મોદી
—————————-
અને છેલ્લે એમના આ કાવ્યસંગ્રહ વિશે શ્રી મોદી આ પ્રમાણે જણાવે છે .
મારા ભાવવિશ્વની ઉઘડતી નાનકડી બારીમાંથી
જગતને જેવું જોયું,
જેવું અનુભવ્યું,
જેવું જાણ્યું,
જેવું માણ્યું
તેના પર અક્ષરનો અભિષેક છે…
નીચેના વિડીયોમાં એમના કાવ્ય સંગ્રહના વિમોચન પ્રસંગે શ્રી મોદીએ એક સાહિત્યકારની અદાથી જે
રમુજ મિશ્રિત પ્રવચન આપ્યું હતું એને સાંભળો .
Naredra Modi’s Speech on collection of his poems .
VIDEO
આ કવિ રાજકારણી નરેન્દ્ર મોદીની કાવ્ય રચનાઓની વાત કરીએ ત્યારે એમના ગુરુ જેવા બીજા કવિ રાજકારણી
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન શ્રી અટલ બિહારી બાજપેયીની યાદ તાજી થાય છે .
એમનાં કાવ્યો પણ ખુબ વખણાયાં છે અને ગવાયાં છે .
આ બતાવે છે કે ઉપરથી કઠોર દેખાતા આવા રાજકીય નેતાઓની અંદર પણ મૃદુ કવિ હૃદય ધબકતું હોય છે .
નીચેના સંસ્કૃત શ્લોક પ્રમાણે એમના મનનો તાગ મેળવવો મુશ્કેલ હોય છે .
वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि
लोकोत्तराणां चेतांसि को हे विज्ञातुमर्हति |
ફરી, શ્રી નરેન્દ્રભાઈને જન્મ દિન મુબારક
અને લોકોની એમને ભારતના વડા પ્રધાન તરીકે જોવાની ઈચ્છા
પાર પડે એવી હાર્દિક શુભેચ્છાઓ .
દર વર્ષની જેમ એમના જન્મ દિવસે માતા હીરાબાને મળીને એમના આશીર્વાદ લેતા શ્રી નરેન્દ્ર મોદીની એક તસ્વીર.
Like this: Like Loading...
Related
મધુરી વાતોનું સુંદર સંકલન
સ્વસ્તિ એટલે કલ્યાણની સત્તા, માંગલ્યનું અસ્તિત્વ અને એનું પ્રતીક એટલે સ્વસ્તિક. જયાં-જયાં શ્રી છે શોભા છે, સુસંવાદ છે, પ્રેમ, ઉલ્લાસ, જીવનનું ઔર્ય અને વ્યવહારનું સૌહાર્દ દેખાય છે, ત્યાં-ત્યાં સ્વસ્તિ ભાવના છે.
स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः ।
હે ઇંદ્ર ,જેનું વેદોમાં વર્ણન છે, તે અમારા પર કૃપા કરે.
स्वस्ति नः पूषा विश्ववेदाः ।
હે પૂષા, જે સર્વ લોકનો જાણકાર છે, તે અમારા પર કૃપા કરે.
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः ।
હે નક્ષત્રો, જે શત્રુઓનો નાશ કરે છે,તે અમારા પર કૃપા કરે.
स्वस्ति नो ब्रिहस्पतिर्दधातु
હે બૃહસ્પતિ, જે દેવોના ગુરુ છે, તે અમારા પર કૃપા કરે.
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
ૐ અમને શાંતિ , સર્વદા શાંતિ અને શાશ્વત શાંતિ મળે
LikeLike
Vinodbhai,
Your Post revealing the hidden “Poetic Heart ” of Narendra Modi is a VERY NICE Post.
Congratulations !
I had also published a Post on Chandrapukar on Narendrabhai on 17th September,2013 which was his Birthday. The Readers can read it @
http://chandrapukar.wordpress.com/2013/09/17/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a8%e0%aa%b0%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a8/
HAPPY BIRTHDAY, Naredrabhai !
Congratulations for being selected as the PM Candidate for BJP for 2014 Elections.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you for the New Posts on my Blog.
LikeLike
E-mail message from Shri Uttambhai Gajjar, Surat , Thank you Uttambhai -V.P.
વહાલા વીનોદભાઈ,
તમારી દૃષ્ટી અને મહેનતને સલામ !
બધું વાંચી ને છેલ્લે કવીનું ભાષણ સાંભળીને તો
મન તરબતર થઈ ગયું..
ખુબ ધન્યવાદ..
મીત્રોને માણવા મોકલું છું…
મઝામાં ?
..ઉ.મ..
LikeLike
saras thanks
LikeLike
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,
છ કરોડ ગુજરાતીઓના હ્દયમાં બિરાજમાન મા.મુ.મ. શ્રી નરેદ્ર્ભાઇ મોદીને
જન્મ દિનની ખોબલા ભરી શુભેચ્છાઓ
નવીનતમ વાતો ને કાવ્યોનું સરસ સંકલન આપ દ્વારા માણ્યું…આભાર
LikeLike
wah! shri Vinodbhai…Thanks for sharing .
LikeLike
વિનોદભાઇ. આપેતો આખો પ્રોગ્રામજ રજૂકરી દીધો. આવુ અને આટલુ બધુ અહી અમેરિકામા બેઠા બેઠા સંભળાવવા બદલ. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી નરેન્દ્ર મોદીજીના કાવ્યો જાણીતા કલાકારોના કંઠે સાંભળવાની ખૂબ મજા આવી. સાથે રસિકોને સંગ્રહ કરવા ગીતના શબ્દો પણ અને રસદર્શન પણ, ખરેખર આપેતો ગાગરમા સાગર સમાવી લીધો.
LikeLike
Pingback: ( 327 ) નવરાત્રી એટલે શકિતની ભક્તિનું પર્વ અને ગરબાનો લોક મહોત્સવ | વિનોદ વિહાર
Pingback: “सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा..” — નરેન્દ્ર મોદીનું એમના એક હિન્દી કાવ્યનું