વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(321 ) કોકિલ કંઠી ભારત રત્ન લતા મંગેશકરના 84મા જન્મ દિવસે એમને હાર્દિક શુભેચ્છાઓ.

ભારત રત્નનો ઈલ્કાબ ધરાવનાર ભારતના સુરસામ્રાજ્ઞી લતા મંગેશકરનો આજે 84મોજન્મ દિવસ છે .ભારતની આ સૌથી ખ્યાતનામ ગાયીકા લતા મંગેશકરનો જન્મ તારીખ  સપ્ટેમ્બર ૨૮, ૧૯૨૯ ના રોજ ઇંદોર ખાતે થયો હતો .

ઉંમરના આંકડાની ગણતરીએ તેઓ ભલે 84 થયા હોય, પરંતુ આજે પણ તેમના ગળામાંથી નીકળતા સુરની મોહિની એવીને એવી અકબંધ છે .

એમના ગળાનું ગળપણ કોઈક પણ નવીન યુવાન ગાયિકા કરતાં જરા ય ઓછું નથી.લતા મંગેશકર પાસે સંગીત સાથે જોડાયેલ ભાગ્યે જ કોઈ એવો એવૉર્ડ હશે જેએમની પાસે ન હોય .

લતા મંગેશકરે એમની નાની ઉંમરે ૧૯૪૨થી સંગીતની આરાધના શરુ કરેલી એ હજુ પણ વણ થંભી ચાલુ છે એ એક મોટું આશ્ચર્ય છે !

તેઓએ અને એમની નાની બેન આશા ભોંસલેએ બોલીવુડમાં પાર્શ્વ ગાયિકા તરીકે હિન્દીફિલ્મ સંગીતના ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે અને જેટલી સંખ્યામાં ગીતો ગાયાં છે એ વિક્રમી છે .

એમણે ફિલ્મી ગીતો ઉપરાંત બીનફીલ્મી ગીતો પણ ઘણાં ગાયાં છે  પણ તેમને ખ્યાતિ તો હિન્દી પાર્શ્વ ગાયિકા તરીકે જ મળી.

લતાજી એ ગુજરાતી ગીતો પણ ઘણાં ગાયાં જેવાં કે ,માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોરે…..હે કાનુડા તોરી ગોવાલણ …દીકરી તો પારકી થાપણ કહેવાય ….વૈષ્ણવ જનતો ….જેવા લોકપ્રીય ગીતો, ભજનો,પ્રભાતિયા વિગેરેનો સમાવેશ થાય છે.

શ્રી અક્ષય આંબેડકરએ એમના બ્લોગની નીચેની લીંક ઉપર લતાજીના જીવન અંગેની

રસસ્પદ માહિતી આપી છે એને એમના આભાર સાથે વાંચો .

 સ્વર સામ્રાજ્ઞી : લતા

નીચેના વિડીયોમાં સૌની માનીતી લતા મંગેશકરએ પાર્શ્વ ગાયિકા તરીકે ગાયેલ ફિલ્મી

ગીતોનો આસ્વાદ લેતાં લેતાં એમના જીવનની ઝલક મેળવો .

Lata Mangeshkar – Melody Queen – Biography

ફિલ્મી સંગીત અને લતા મંગેશકરે એના સુરીલા સુરે ગયેલ ગીતોના શોખીનો યુ-ટ્યુબની

આ લીંક ઉપર ઢગલાબંધ ગીતો સાંભળી શકશે

SONGS OF LATA MANGESHKAR- PLAY LIST

લતાજીના ૮૪ માં  જન્મ દિને અમિતાભ બચ્ચનથી માંડી બૉલીવુડના નાનામાં નાના

કલાકારો પણ લતાને શુભેચ્છા પાઠવવામાંથી બાકાત નથી.

સાદગી, સફળતા અને મહાનતાના પ્રતીક જેવાં

ભારતનું ગૌરવ ,સુરસામ્રાજ્ઞી

લતા મંગેશકરલના 84મા જન્મ દિવસે હાર્દિક શુભેચ્છાઓ.

4 responses to “(321 ) કોકિલ કંઠી ભારત રત્ન લતા મંગેશકરના 84મા જન્મ દિવસે એમને હાર્દિક શુભેચ્છાઓ.

 1. pragnaju સપ્ટેમ્બર 29, 2013 પર 6:47 એ એમ (AM)

  લતાજીના ૮૪ માં જન્મ દિને શુભેચ્છાઓ સાથે માણો
  Lata Mangeshkar – YouTube
  Any account of Indian playback music must start with Lata Mangeshkar. While it is not possible to more than list the most important playback singers, one, be…
  http://www.youtube.com/artist/lata-mangeshkar

  Like

 2. nabhakashdeep સપ્ટેમ્બર 29, 2013 પર 11:23 એ એમ (AM)

  લતાજીના ૮૪ માં જન્મ દિને 84મા જન્મ દિવસે એમને હાર્દિક શુભેચ્છાઓ.

  Ramesh Patel(Aakashdeep)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: