વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 322 ) સમાજમાં સાસુ – વહુ ના સંબંધો – એક સામાજિક પ્રશ્ન

Husband-wife motherજ્યારે એક વર અને કન્યા લગ્ન સંબંધથી જોડાઈને પ્રભુતામાં- વિવાહિત જીવનમાં પગ માંડે છે ત્યારે બન્ને પક્ષે કુટુંબનું સમીકરણ બદલાઈ જાય છે .

લગ્ન પછી લગ્ન કરનાર છોકરાની માતા સાસુ બની જાય છે અને એક માતાની છોકરી બીજા કુટુંબમાં આવે છે ત્યારે એ વહુ બની જાય છે .

એક મા-બાપ કોડથી મોટી કરેલી પોતાની વ્હાલી પુત્રીને એક નવા જ કુટુંબમાં એ સુખી થશે એ આશાએ વિદાય કરે છે .

લગ્ન પછી લગ્ન કરનાર દીકરાનો માતા પ્રત્યેનો પ્રેમ અને એની પત્ની પ્રત્યેનો પ્રેમ આ બે પાત્રો વચ્ચે વહેંચાઈ જતો હોય છે.

આ બદલાયેલા કૌટુંબિક સમીકરણમાં ઘણીવાર સાસુ અને વહુની પ્રેમ અને કુટુંબમાં આધિપત્યની ખેંચતાણમાં દીકરાની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થતી હોય છે .

આદર્શ કુટુંબમાં તો દીકરાની વહુ પણ એક દીકરી જ છે એવો સાસુ દીકરાની પત્ની-વહુ પ્રત્યે વર્તાવ રાખવો જોઈએ . ઘણાં કુટુંબોમાં એ જોવા મળતો જ હોય છે .

પરંતુ બધાં કુટુંબો આદર્શ ન હોવાને લીધે સમાજમાં સાસુ-વહુના ઝગડાના કિસ્સા ઘણા મોટા પ્રમાણમાં જોવા મળે છે .

પહેલાંના સમયમાં સાસુ તરફથી થતો હીન વર્તાવ અને અપમાનને વહુ સમસમીને સહન કરી લેતી હતી પરંતુ હવે જમાનો બદલાયો છે .

એક આધુનિક વહુ સાસુની બીક રાખ્યા વિના જે સાચું લાગે એ વિના સંકોચ સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે .

આ સાસુ-વહુના સંબંધોના સંદર્ભમાં ,થોડા દિવસ પહેલાં એક મિત્ર તરફથી મને મળેલ કોઈ અજ્ઞાત કવીની આ રમુજી રચના માણવા જેવી છે .

એક આધુનિક વહુ એની સાસુમાને કહે છે ……

ના કરો સાસુમા, દીકરો દીકરો

હવે તો એ હસબંડ મારો છે ..!

જ્યારે પહેરતો હતો બાબા-શુટ

ત્યારે એ ગુડ્ડુ તમારો હતો

હવે તો પહેરે છે ત્રણ-પીસ શુટ

હવે તો એ ડાર્લિંગ મારો છે ..!

જ્યારે પીતો હતો બોટલમાં દૂધ

ત્યારે એ ગગો તમારો હતો

હવે તો પીએ છે ગ્લાસમાં જ્યુસ

હવે તો એ મિસ્ટર મારો છે ..!

જ્યારે લખતો હતો એ એ.બી.સી.

ત્યારે નાનકો એ તમારો હતો .

હવે તો કરે એસ.એમ.એસ.

હવે તો જાનું મારો છે

જ્યારે ખાતો’તો ચોકલેટ આઈસ્ક્રીમ ,

ત્યારે વાવલો તમારો તમારો હતો .

હવે તો ખાય છે પીઝા પાસ્તા

હવે તો હબી એ મારો છે

જ્યારે જતો તો સ્કુલ-હાઈસ્કુલ

ત્યારે એ બાબલો તમારો હતો

હવે તો જાય છે એ ઓફિસમાં

હવે તો ઓફિસર મારો છે

જ્યારે એ માગતો પોકેટ-મની

ત્યારે લાડલો તમારો હતો

હવે લાવે છે એ લાખો રૂપિયા

અત્યારે એ એ.ટી.એમ. મારું છે

માટે, ના કરો સાસુમા દીકરા દીકરા

હવે તો હસબંડ મારો છે … મારો છે !

સાસુ- વહુના સંબંધોના પ્રશ્ન બાબતે મારા મિત્ર શ્રી પી.કે. દાવડાએ એમના ઈ-મેલમાં એક સરસ ઉકેલ બતાવ્યો છે એ એમનાજ શબ્દોમાં નીચે પ્રસ્તુત છે .

“ઘણાં વર્ષોથી એક પ્રશ્ન વણઉકેલ્યો રહ્યો છે; આજે મેં એનો ઉકેલ શોધવાની ચેષ્ટા કરી છે. પ્રશ્ન છે લગ્ન બાદ મા અને પત્ની સાથેના સંબંધ અને હક્કની વહેચણીનો.

લગ્ન બાદ પત્ની પુરૂષના સાનિધ્ય, સમય અને વર્તન ઉપર પોતાનો દાવો કરે છે ત્યારે મા પોતાના હક્કો છોડવા આનાકાની કરે છે. આને લીધે કુટુંબની શાંતિમાં ખલેલ પડે છે અને સાસુ- વહુ ના સંબંધોમાં કડવાસ આવી જાય છે.

આનો એક ઉપાય એ છે કે સમાજના વિચારવંત લોકોએ આ પ્રશ્ન અંગે પુરતી વિચારણા કરી, એક સર્વમાન્ય નિયમાવલી બનાવવી જોઈએ.

લગ્ન સમારંભના એક ભાગ તરીકે સાસુએ પોતાની અમુક સત્તાઓનું વિધીવત હસ્તાંતરણ કરવું જોઈએ. સમારંભમાં સાસુ અને વહુ બન્નેએ જાહેરમાં સોગંદ લેવા જોઈએ કે સમાજે નક્કી કરેલા નિયમોનું હું પાલન કરીશ. બન્નેને એમણે સહીઓ કરેલી સંધીની કોપી આપવી જોઈએ.

સાસુ-વહુ વચ્ચેનો કોઈપણ વિવાદનો નિર્ણય આ સંધીના નિયમોને આધિન હોવો જોઈએ.આ ઉપાયથી ઘરોમાં શાંતિ આવવાનો સંભવ છે.”

શ્રી  દાવડાજીનો આ  સાસુ-વહુના સામાજિક પ્રશ્નનો ઉકેલ તમને ગમ્યો?

તમે આ અંગે શું વિચારો છો એ તમારા પ્રતિભાવમાં જરૂરથી લખશો .

સંબંધો અંગે નીચેની પી.ડી.એફ ફાઈલમાં વાંચશો  .સૌજન્ય- સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસ

Relationship-gujarati-view

વિનોદ પટેલ

4 responses to “( 322 ) સમાજમાં સાસુ – વહુ ના સંબંધો – એક સામાજિક પ્રશ્ન

 1. pragnaju સપ્ટેમ્બર 30, 2013 પર 6:05 એ એમ (AM)

  શ્રી દાવડાજીનો આ સાસુ-વહુના સામાજિક પ્રશ્નનો ઉકેલ …
  એટલું સહેલું નથી
  વાસ્તવમાં મા-દીકરી જેવો ભાવ બહુ જૂજ સંબંધોમાં જાગતો હોય છે. કારણો
  ૧ આધિપત્ય
  ૨ જીવનશૈલી
  ૩ જનરેશન ગેપ
  ૪લેટ ગો
  ૫ મતભેદ
  ૬ મનભેદ
  ૭ પૂર્વગ્રહ
  ૮ જીદ્દ
  ૯ વ્યક્તિગત ભિન્નતા
  ૧૦ વધતી ઉંમરની તકલીફો

  ઉકેલ સાચી સંવેદના, સન્માન હોય તો સ્નેહ…આ મુદ્દા વિષે વિગતે ચર્ચા કરશો

  Like

 2. vkvora Atheist Rationalist સપ્ટેમ્બર 30, 2013 પર 7:20 પી એમ(PM)

  આ લગ્ન સંબધના કારણે ભારતમાં મહીલાઓ ઉપર થતા અત્યાચાર બાબત ઘણીં ચર્ચા અને વીચારણા પછી લગ્ન, છુટાછેડા, વારસાના કાયદા નવા બન્યા અથવા એમાં ફેરફાર થયા અને ફેમીલી કોર્ટના વકીલોની આવકમાં ભયંકર ઉછાળો થયો. નાના ગામડામાં દાખલ થઈએ અને હનુમાનનું મંદીર જરુર દેખાય. આટલી બધી કોર્ટો…

  અમેરીકા, યુરોપ, એશીયાની બધી કોર્ટમાં નીવેડા કે ચુકાદા આવતા નથી પણ રોજ તારીખ ઉપર તારીખ પડે છે. વકીલને ફી મળતી જાય છે.

  Like

 3. Dr.Chandravadan Mistry ઓક્ટોબર 1, 2013 પર 11:04 એ એમ (AM)

  માટે, ના કરો સાસુમા દીકરા દીકરા

  હવે તો હસબંડ મારો છે … મારો છે !
  AND Davdaji’s Solution….

  લગ્ન સમારંભના એક ભાગ તરીકે સાસુએ પોતાની અમુક સત્તાઓનું વિધીવત હસ્તાંતરણ કરવું જોઈએ. સમારંભમાં સાસુ અને વહુ બન્નેએ જાહેરમાં સોગંદ લેવા જોઈએ કે સમાજે નક્કી કરેલા નિયમોનું હું પાલન કરીશ. બન્નેને એમણે સહીઓ કરેલી સંધીની કોપી આપવી જોઈએ.
  Vinodbhai,
  Read the Post.
  Nice !
  SASU & VAHU.
  If the RELATIONSHIP is that way….OLD way will continue !
  If the Relationship changed to…
  MA= SASU….then VAHU = DIKARI
  If true from the heart then it is the SOLUTION
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to read the NEW Post !

  Like

 4. smdave1940 ઓક્ટોબર 8, 2013 પર 4:58 એ એમ (AM)

  If the wife would love mother-in-law just like she loves her own mother, the mother-in-law would definitely start sooner or later to love her daughter-in-law like her own daughter. Similar is the case with mother-in-law about her daughter-in-law. Some body has to become first to love other. Yes there are some mother-in-law and there are some daughter-in-law who are determined not to love but to control other. But such women are rare and they are gone case. Otherwise also the son is going to face problem from that woman.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: