વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 2, 2013

(325 ) ગાંધી જયંતીના દિવસે ” ઈ વિદ્યાલય’ નો મંગલ પ્રારંભ

મિત્રો,

તારીખ ૨ જી ઓક્ટોબર,૨૦૧૩  નાં રોજ ગાંધી જયંતીના પાવન દિવસે  મૂળ અમદાવાદનાં પણ હાલ લન્ડન નજીક રહેતાં શ્રીમતિ હીરલ શાહની એક વર્ષની દીકરી જિનાની નાજુક આંગળીઓએ  ” ઈ વિદ્યાલય’ નો મંગલ પ્રારંભ કર્યો છે અને આ રીતે હીરલબેનનું મનમાં જે એક સ્વપ્ન હતું એ સાકાર બન્યું છે ..

નીચેના લોગો પર ‘ક્લિક’ કરીને ઈ-વિદ્યાલયમાં પહોંચી જાઓ.

EV_LOGO4

વિનોદ વિહાર બ્લોગના કોલમમાં પણ આ લોગો મુકવામાં આવ્યો છે.

કોઈ પણ સમયે એના ઉપર ક્લિક કરીને ઈ-વિદ્યાલયની તાજી પોસ્ટ વાંચી શકશો.

હીરલબેનની બે વર્ષની અથાક મહેનતના પરિપાક રૂપે આજના સ્વરૂપે આકાર પામેલું એમનું આ નવલું નેટ-બાળક બાળકોની અને કિશોર/ કિશોરીઓની સેવા માટે તત્પર છે.

સૌ કોઈ ઘર બેઠે, જ્યારે ચાહો ત્યારે આપનાં ભૂલકાંઓ સાથે નવી પેઢી માટેના જ્ઞાનના ખજાના રૂપ આ  ‘ ઈ વિદ્યાલય’ ની મુલાકાત લઈને એનો લાભ ઉઠાવી શકે છે .

આ રહી ઈ-વિદ્યાલયની કેટલીક દેખીતી વિશિષ્ટતાઓ –

૩૦૦ ઉપરાંત શૈક્ષણિક વિડિયો

પ્રેરક જીવન ચરિત્રો બાળવાર્તાઓ/ બાળગીતો

હોબી વિભાગ

પ્રેરક સુવિચારો

નેટ ઉપર શિક્ષણને લગતી બધી વેબ સાઈટો અંગે માહિતી અને લિન્કો …  વિગેરે ..વિગેરે

આ તો  એક સાવ નાનકડી શરૂઆત જ છે.એના વિકસિત સ્વરૂપનું ભાવી દર્શન વિરાટ બનવાનું છે એમાં કોઈ શંકા નથી .

ઈ-વિદ્યાલયના પ્રારંભિક કાર્યમાં ખુબ જ મદદરૂપ થનાર મિત્ર શ્રી સુરેશ જાનીના બ્લોગ સૂર સાધના ઉપર વધુ માહિતી નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

 ઈ-વિદ્યાલય 

હિરલબેનના ઈ-વિદ્યાલયના આ અનોખા વિચારને વધાવતાં આનંદ થાય છે .આપને પણ એમના આ શુભ કાર્યને વધાવવા માટે નિમંત્રણ છે .

સુ.શ્રી હીરલબેન હિમાલય જેટલું આ મોટું કામ એકલે હાથે ન જ કરી શકે.  તમારી શક્તિ મુજબ એમાં યોગદાન આપવા આપને વિનંતી છે.

વિશ્વ પટાંગણે  ‘ ઈ વિદ્યાલય’ ની આવી મહામૂલી શૈક્ષણિક ભેટ રમતી મુકવા બદલ સુ.શ્રી હીરલબેન અને તેમની ટીમને ખોબલો ભરીને અભિનંદન.

ઈ-વિદ્યાલય દિન પ્રતિ દિન વધુને વધુ પ્રગતિ કરતું રહે એ માટે

મારી હાર્દિક શુભેચ્છાઓ  છે .

વિનોદ પટેલ  

 

 

 

(324 ) ગાંધી જયંતિ – વિશ્વ માનવ મહાત્મા ગાંધીનો જન્મ દિવસ

મોહનદાસ કરમચંદ ગાંધી (ઓકટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮)

મોહનદાસ કરમચંદ ગાંધી (ઓકટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮)

૨ જી ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ .

એમના જીવન કાર્યો અને જીવન સંદેશને યાદ કરીને એમાંથી પ્રેરણા લેવાનો દિવસ .

ગાંધીજીએ કહેલું કે મારું જીવન એ જ મારો સંદેશ છે .

મહાત્મા ગાંધી એક વિશ્વ માનવ હતા।

વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શોએ મહાત્મા ગાંધી વિષે કહ્યું હતું કે –

“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા,નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિવીધતાઓ લઈને કોઈ નોખા માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે”.

વિશ્વ વિચારક ટોફલર જુઓ ગાંધીજી વિષે શું કહે છે !

“૨૧ મી સદી  ટેકનોલોજીની દ્રષ્ટીએ સેટેલાઈટનો ઉપયોગ કરતી હશે અને  માનવ મુલ્યોની દ્રષ્ટીએ ગાંધીને અનુસરતી હશે .”

ગાંધીજીના  જીવન અને કાર્યોની વિગતે માહિતી વિકિપીડીયાની આ લીંક ઉપર વાચો .

ગાંધીજી એક સાચા વૈષ્ણવ જન  હતા . કવિ નરસિંહ મેહતાનું આ ભજન જે ગાંધીજીને ખુબ પ્રિય હતું અને એમની પ્રાર્થના સભામાં  વારંવાર ગવાતું હતું એ નીચે પ્રસ્તુત છે .

આ ભજનમાં જણાવેલ વૈષ્ણવ જનનાં લક્ષણો દરેક જણમાં હોવાં જોઈએ  .જો હોય તો જ એમને સાચી અંજલી આપી કહેવાય .

વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે  

પર દુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. ॥ધૃ॥

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે  

વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે. ॥૧॥

 સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે  

જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે. ॥૨॥

મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે  

રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે. ॥૩॥

વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે  

ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે. ॥૪॥

-નરસિંહ મહેતા

ગાંધી જયંતિ દિને સાતમા ધોરણમાં અભ્યાસ કરતી કિશોરી રાધા રાજીવ મહેતાએ  ” જો મને ગાંધી મળે તો ” એ વિષય ઉપર જે પ્રભાવિત કરે એવું વક્તવ્ય આપ્યું હતું એને નીચેના વિડીયોમાં સાંભળો . આ સાંભળીને તમે જરૂર તાજુબ થઇ જશો .

Awesome speech on Gandhiji by 7th Standard girl Radha Mehta

JO MANE GANDHI MALE TO

 

_____________________________________________________________________

૨૦૧૨-ગાંધી જયંતિ સપ્તાહ

ગયા  વરસે ગાંધી જયંતિ પ્રસંગે એક સપ્તાહ સુધી મહાત્મા ગાંધીજી વિષે વિવિધ લેખો પ્રગટ કરીને ગાંધી જયંતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી .

આ ગાંધી જયંતિ પ્રસંગે ગાંધીજી અંગેના આ બધાં લેખોને વાચકો એક જગાએ વાંચી  શકે એટલે એ લેખોને નીચે પ્રસ્તુત કરું છું .
(100 ) રજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ-રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ
(101) ગાંધી જયંતિ (ભાગ-૨)- ગાંધીજીનાં પૌત્રી સુમિત્રા ગાંધીની એમના દાદા વિશેની કેટલીક રસપ્રદ વાતો

(102)The last day of Mahatma Gandhi-Friday, January 30, 1948 (ગાંધી જયંતી – ભાગ 3)

(103 ) ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગો – ગાંધી જયંતી ભાગ-4)

ગરીબોના બેલી મહાત્મા ગાંધીની પુણ્યતિથીએ એક ભાવાંજલિ