વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

(324 ) ગાંધી જયંતિ – વિશ્વ માનવ મહાત્મા ગાંધીનો જન્મ દિવસ

મોહનદાસ કરમચંદ ગાંધી (ઓકટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮)

મોહનદાસ કરમચંદ ગાંધી (ઓકટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮)

૨ જી ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ .

એમના જીવન કાર્યો અને જીવન સંદેશને યાદ કરીને એમાંથી પ્રેરણા લેવાનો દિવસ .

ગાંધીજીએ કહેલું કે મારું જીવન એ જ મારો સંદેશ છે .

મહાત્મા ગાંધી એક વિશ્વ માનવ હતા।

વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શોએ મહાત્મા ગાંધી વિષે કહ્યું હતું કે –

“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા,નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિવીધતાઓ લઈને કોઈ નોખા માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે”.

વિશ્વ વિચારક ટોફલર જુઓ ગાંધીજી વિષે શું કહે છે !

“૨૧ મી સદી  ટેકનોલોજીની દ્રષ્ટીએ સેટેલાઈટનો ઉપયોગ કરતી હશે અને  માનવ મુલ્યોની દ્રષ્ટીએ ગાંધીને અનુસરતી હશે .”

ગાંધીજીના  જીવન અને કાર્યોની વિગતે માહિતી વિકિપીડીયાની આ લીંક ઉપર વાચો .

ગાંધીજી એક સાચા વૈષ્ણવ જન  હતા . કવિ નરસિંહ મેહતાનું આ ભજન જે ગાંધીજીને ખુબ પ્રિય હતું અને એમની પ્રાર્થના સભામાં  વારંવાર ગવાતું હતું એ નીચે પ્રસ્તુત છે .

આ ભજનમાં જણાવેલ વૈષ્ણવ જનનાં લક્ષણો દરેક જણમાં હોવાં જોઈએ  .જો હોય તો જ એમને સાચી અંજલી આપી કહેવાય .

વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે  

પર દુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. ॥ધૃ॥

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે  

વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે. ॥૧॥

 સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે  

જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે. ॥૨॥

મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે  

રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે. ॥૩॥

વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે  

ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે. ॥૪॥

-નરસિંહ મહેતા

ગાંધી જયંતિ દિને સાતમા ધોરણમાં અભ્યાસ કરતી કિશોરી રાધા રાજીવ મહેતાએ  ” જો મને ગાંધી મળે તો ” એ વિષય ઉપર જે પ્રભાવિત કરે એવું વક્તવ્ય આપ્યું હતું એને નીચેના વિડીયોમાં સાંભળો . આ સાંભળીને તમે જરૂર તાજુબ થઇ જશો .

Awesome speech on Gandhiji by 7th Standard girl Radha Mehta

JO MANE GANDHI MALE TO

 

_____________________________________________________________________

૨૦૧૨-ગાંધી જયંતિ સપ્તાહ

ગયા  વરસે ગાંધી જયંતિ પ્રસંગે એક સપ્તાહ સુધી મહાત્મા ગાંધીજી વિષે વિવિધ લેખો પ્રગટ કરીને ગાંધી જયંતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી .

આ ગાંધી જયંતિ પ્રસંગે ગાંધીજી અંગેના આ બધાં લેખોને વાચકો એક જગાએ વાંચી  શકે એટલે એ લેખોને નીચે પ્રસ્તુત કરું છું .
(100 ) રજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ-રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ
(101) ગાંધી જયંતિ (ભાગ-૨)- ગાંધીજીનાં પૌત્રી સુમિત્રા ગાંધીની એમના દાદા વિશેની કેટલીક રસપ્રદ વાતો

(102)The last day of Mahatma Gandhi-Friday, January 30, 1948 (ગાંધી જયંતી – ભાગ 3)

(103 ) ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગો – ગાંધી જયંતી ભાગ-4)

ગરીબોના બેલી મહાત્મા ગાંધીની પુણ્યતિથીએ એક ભાવાંજલિ

7 responses to “(324 ) ગાંધી જયંતિ – વિશ્વ માનવ મહાત્મા ગાંધીનો જન્મ દિવસ

 1. Vinod R. Patel October 6, 2013 at 3:54 AM

  વાચક મિત્રો

  વીકી સોર્સ ની નીચેની વેબ સાઈટ ઉપર ગાંધીજીની આત્મકથા – સત્યના પ્રયોગો- સમ્પૂર્ણ -ગુજરાતીમાં વાંચી શકાશે .

  http://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE

 2. kishor m. madlani October 5, 2013 at 8:34 PM

  નાનકડી પણ અદભુત વિચાર અને વાક્છટા ધરાવતી દીકરી રાધાને આ વિડિઓ ફૂટેજમાં માંણી ખુબ જ આનંદ થયો ..અબિનંદન સાથે આ દીકરીને સલામ અને હાર્દિક શુભેચ્છા..

 3. પરાર્થે સમર્પણ October 4, 2013 at 1:01 PM

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  “અહિંસાનો પુજારી અડગ નિશ્ચય ધારી

  આઝાદીનો ઉષાધારી સત્યવ્રત ધારી ”

  પુજ્ય બાપુને કોટી કોટી વંદન

 4. Anila Patel October 4, 2013 at 9:23 AM

  રાધા મહેતાની વક્તૃત્વ છટા અને યાદશક્તિને ખરેખર અભિનન્દન.

 5. nabhakashdeep October 3, 2013 at 4:48 PM

  પ્રેરણાદાયી વીડિયો ને ખૂબ સરસ સંકલન.

  Ramesh Patel(Aakashdeep)

 6. dee35 October 3, 2013 at 11:26 AM

  ચી રાધા મહેતાને હાર્દીક અભિનંદન.

 7. pragnaju October 3, 2013 at 7:51 AM

  ખૂબ સરસ અંકલન
  અને પ્રેરણાદાયી વીડિયો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: