વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(325 ) ગાંધી જયંતીના દિવસે ” ઈ વિદ્યાલય’ નો મંગલ પ્રારંભ

મિત્રો,

તારીખ ૨ જી ઓક્ટોબર,૨૦૧૩  નાં રોજ ગાંધી જયંતીના પાવન દિવસે  મૂળ અમદાવાદનાં પણ હાલ લન્ડન નજીક રહેતાં શ્રીમતિ હીરલ શાહની એક વર્ષની દીકરી જિનાની નાજુક આંગળીઓએ  ” ઈ વિદ્યાલય’ નો મંગલ પ્રારંભ કર્યો છે અને આ રીતે હીરલબેનનું મનમાં જે એક સ્વપ્ન હતું એ સાકાર બન્યું છે ..

નીચેના લોગો પર ‘ક્લિક’ કરીને ઈ-વિદ્યાલયમાં પહોંચી જાઓ.

EV_LOGO4

વિનોદ વિહાર બ્લોગના કોલમમાં પણ આ લોગો મુકવામાં આવ્યો છે.

કોઈ પણ સમયે એના ઉપર ક્લિક કરીને ઈ-વિદ્યાલયની તાજી પોસ્ટ વાંચી શકશો.

હીરલબેનની બે વર્ષની અથાક મહેનતના પરિપાક રૂપે આજના સ્વરૂપે આકાર પામેલું એમનું આ નવલું નેટ-બાળક બાળકોની અને કિશોર/ કિશોરીઓની સેવા માટે તત્પર છે.

સૌ કોઈ ઘર બેઠે, જ્યારે ચાહો ત્યારે આપનાં ભૂલકાંઓ સાથે નવી પેઢી માટેના જ્ઞાનના ખજાના રૂપ આ  ‘ ઈ વિદ્યાલય’ ની મુલાકાત લઈને એનો લાભ ઉઠાવી શકે છે .

આ રહી ઈ-વિદ્યાલયની કેટલીક દેખીતી વિશિષ્ટતાઓ –

૩૦૦ ઉપરાંત શૈક્ષણિક વિડિયો

પ્રેરક જીવન ચરિત્રો બાળવાર્તાઓ/ બાળગીતો

હોબી વિભાગ

પ્રેરક સુવિચારો

નેટ ઉપર શિક્ષણને લગતી બધી વેબ સાઈટો અંગે માહિતી અને લિન્કો …  વિગેરે ..વિગેરે

આ તો  એક સાવ નાનકડી શરૂઆત જ છે.એના વિકસિત સ્વરૂપનું ભાવી દર્શન વિરાટ બનવાનું છે એમાં કોઈ શંકા નથી .

ઈ-વિદ્યાલયના પ્રારંભિક કાર્યમાં ખુબ જ મદદરૂપ થનાર મિત્ર શ્રી સુરેશ જાનીના બ્લોગ સૂર સાધના ઉપર વધુ માહિતી નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

 ઈ-વિદ્યાલય 

હિરલબેનના ઈ-વિદ્યાલયના આ અનોખા વિચારને વધાવતાં આનંદ થાય છે .આપને પણ એમના આ શુભ કાર્યને વધાવવા માટે નિમંત્રણ છે .

સુ.શ્રી હીરલબેન હિમાલય જેટલું આ મોટું કામ એકલે હાથે ન જ કરી શકે.  તમારી શક્તિ મુજબ એમાં યોગદાન આપવા આપને વિનંતી છે.

વિશ્વ પટાંગણે  ‘ ઈ વિદ્યાલય’ ની આવી મહામૂલી શૈક્ષણિક ભેટ રમતી મુકવા બદલ સુ.શ્રી હીરલબેન અને તેમની ટીમને ખોબલો ભરીને અભિનંદન.

ઈ-વિદ્યાલય દિન પ્રતિ દિન વધુને વધુ પ્રગતિ કરતું રહે એ માટે

મારી હાર્દિક શુભેચ્છાઓ  છે .

વિનોદ પટેલ  

 

 

 

7 responses to “(325 ) ગાંધી જયંતીના દિવસે ” ઈ વિદ્યાલય’ નો મંગલ પ્રારંભ

  1. Ramesh Kshatriya ઓક્ટોબર 3, 2013 પર 11:46 એ એમ (AM)

    congratulation 4 new very important and useful information sight and best regards.

    Like

  2. Dhanesh Bhavsar ઓક્ટોબર 3, 2013 પર 12:39 પી એમ(PM)

    I am much pleased to watch videos of educating kids on various subject. This is amazing efforts of e-vidyalaya.

    Like

  3. Ashok ઓક્ટોબર 3, 2013 પર 12:58 પી એમ(PM)

    fine videos for kids thanks vinodbhai & Hiralben

    usefule sight
    jsk

    Like

  4. Dr.Chandravadan Mistry ઓક્ટોબર 3, 2013 પર 1:18 પી એમ(PM)

    Nice Post with the Info.

    મિત્રો,

    તારીખ ૨ જી ઓક્ટોબર,૨૦૧૩ નાં રોજ ગાંધી જયંતીના પાવન દિવસે મૂળ અમદાવાદનાં પણ હાલ લન્ડન નજીક રહેતાં શ્રીમતિ હીરલ શાહની એક વર્ષની દીકરી જિનાની નાજુક આંગળીઓએ ” ઈ વિદ્યાલય’ નો મંગલ પ્રારંભ કર્યો છે અને આ રીતે હીરલબેનનું મનમાં જે એક સ્વપ્ન હતું એ સાકાર બન્યું છે ..
    Thanks !
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Gandhi Jayanti & E-Vidhyalaya being started !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you @ Chandrapukar !

    Like

  5. nabhakashdeep ઓક્ટોબર 3, 2013 પર 4:44 પી એમ(PM)

    ઈ-વિદ્યાલય દિન પ્રતિ દિન વધુને વધુ પ્રગતિ કરતું રહે એ માટે

    મારી હાર્દિક શુભેચ્છાઓ છે .

    Ramesh Patel(Aakashdeep)

    Like

  6. hirals ઓક્ટોબર 3, 2013 પર 11:15 પી એમ(PM)

    આપ સૌનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર.
    ઇવિદ્યાલય આપણા સૌની શાળા છે. અહિં મારું-તારું કશું નથી. બધું આપણું, આપણા સૌ માટે.

    Like

  7. પરાર્થે સમર્પણ ઓક્ટોબર 4, 2013 પર 1:04 પી એમ(PM)

    આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

    ગાંધી જયંતિના પાવન પર્વે બાલ જીવન વિકાસની નવીનતમ કેડી કંદારતું “ઇવિદ્યાલય”

    સુ.શ્રી હીરલબહેનને ખુબ ખુબ અભિનંદન

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.