વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 5, 2013

(326) સમય અને દરિયાનાં મોજાં કોઈનાં રોક્યાં રોકાતાં નથી .

Time passes away..

સમય કોઈની રાહ જોતો નથી ,બસ વહ્યા જ કરે છે .સેકન્ડ,મીનીટ,કલાક ,દિવસ,મહિનો અને વર્ષમાં પસાર થતી સમયની જે ક્ષણો આપણને હાથ તાળી આપીને જતી રહે છે એને પાછી લાવી નથી શકાતી .

જીવનનાં વીતેલાં વર્ષોને પાછાં વાળી નથી શકાતાં .

સમય અને દરિયાનાં મોજાં કોઈનાં રોક્યાં રોકાતાં નથી .

દરરોજ દિવસ ઉગે છે અને આપણા જીવનના ખાતામાં ૨૪ કલાકની મૂડી જમા થઇ જાય છે . આ મૂડીને સારા કામો કરીને એનો સદુપયોગ કરીએ છીએ કે એને નહિ કરવા જેવાં કાર્યોમાં વેડફી મારીએ છીએ એના ઉપર માણસના ચારિત્ર્યનું ઘડતર થતું હોય છે . 

એટલા માટે એ જરૂરી બને છે કે આપણને પ્રાપ્ત થયેલી હર એક પળની ભેટનો મહત્તમ સદુપયોગ કરવો જોઈએ .દિવસની હરએક પળને  જુસ્સાથી જીવવા માટે વાપરવાનો પ્રયત્ન કરવો જોઈએ .જીવનમાં સેવેલાં સ્વપ્નો સાકાર કરવા માટે આપણને જીવનની જે ક્ષણો મળી છે એને વેડફ્યા વિના એનો મહત્તમ લાભ લેવો જોઈએ .

વાણિજ્યની પરિભાષાનો ઉપયોગ કરીને કહીએ તો આપણો ભૂતકાળ એ એક વટાવી નાખેલ ચેક જેવો છે , આપણું ભવિષ્ય જેને જાણી નથી શકાતું એ એક પ્રોમીસરી નોટ જેવું છે અને આપણી પાસે જે વર્તમાનકાળનો સમય  છે એ રોકડ રકમ (Cash) જેવો છે .

આ રોકડનો તમે કેવો ઉપયોગ કરો છો એના ઉપર તમારા જીવનની કિંમત અંકાય છે .

” Yeaterday is a history , tomorrow is a mystery and today is a gift , that’s

why it is called the Present “

Photo to inspire-Time is .......pngઆપણને ઘણીવાર કોઈ કામ કરવાની આળસ અને આજનું કામ કાલ ઉપર ઠેલવાની ટેવ હોય છે . જો સમયનો સારો વહીવટ કરવામાં આવે અને આજ આજ ભાઈ અત્યારેની સુટેવ પાડીએતો ઘણાં કામ પૂરાં થઇ શકે  અને સમયને વેડફી માર્યાથી થતા પસ્તાવામાંથી બચી શકાય .

 લેખક Harvey MacKay એ સાચું કહ્યું છે કે -” સમય આપણને મફતમાં મળે છે એમ છતાં એ અમુલ્ય છે . સમય ઉપર તમારી માલિકી નથી એમ છતાં એને તમે વાપરી શકો છો . તમે સમયને તમારી પાસે રાખી નથી શકતા પણ એને ખર્ચી શકો છો . એકવાર તમારા હાથમાંથી સમય જતો રહે છે એ પછી એ સમય કદી પાછો લાવી શકાતો નથી .”

સમયની અગત્યતા અને એની શું કિંમત છે એના ઉપર નીચે મુકેલ બે વિડીયોમાં સુંદર રીતે

સમજાવવામાં આવ્યું છે .

થોડો સમય કાઢીને આ બે વિડીયો નિહાળી સમયનો સદુપયોગ કરશો એવી આશા છે .

Time Waits for No one   

Time Waits For No One (Lyrics Video) – Freddie Mercury

સમય શું છે ?   કાવ્ય પઠન – કવિ જાવેદ અખ્તર

ફિલ્મી જગતના  જાણીતા કવિ જાવેદ અખ્તરને મુખે ઉર્દૂ જબાનમાં સાંભળો

એમના કાવ્ય ” વક્ત ” નું પઠન 

Ye Waqt Kya Hai | Nazm by Javed Akhtar | Jashn-e-Rekhta 4th Edition