વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(326) સમય અને દરિયાનાં મોજાં કોઈનાં રોક્યાં રોકાતાં નથી .

Time passes away..

સમય કોઈની રાહ જોતો નથી ,બસ વહ્યા જ કરે છે .સેકન્ડ,મીનીટ,કલાક ,દિવસ,મહિનો અને વર્ષમાં પસાર થતી સમયની જે ક્ષણો આપણને હાથ તાળી આપીને જતી રહે છે એને પાછી લાવી નથી શકાતી .

જીવનનાં વીતેલાં વર્ષોને પાછાં વાળી નથી શકાતાં .

સમય અને દરિયાનાં મોજાં કોઈનાં રોક્યાં રોકાતાં નથી .

દરરોજ દિવસ ઉગે છે અને આપણા જીવનના ખાતામાં ૨૪ કલાકની મૂડી જમા થઇ જાય છે . આ મૂડીને સારા કામો કરીને એનો સદુપયોગ કરીએ છીએ કે એને નહિ કરવા જેવાં કાર્યોમાં વેડફી મારીએ છીએ એના ઉપર માણસના ચારિત્ર્યનું ઘડતર થતું હોય છે . 

એટલા માટે એ જરૂરી બને છે કે આપણને પ્રાપ્ત થયેલી હર એક પળની ભેટનો મહત્તમ સદુપયોગ કરવો જોઈએ .દિવસની હરએક પળને  જુસ્સાથી જીવવા માટે વાપરવાનો પ્રયત્ન કરવો જોઈએ .જીવનમાં સેવેલાં સ્વપ્નો સાકાર કરવા માટે આપણને જીવનની જે ક્ષણો મળી છે એને વેડફ્યા વિના એનો મહત્તમ લાભ લેવો જોઈએ .

વાણિજ્યની પરિભાષાનો ઉપયોગ કરીને કહીએ તો આપણો ભૂતકાળ એ એક વટાવી નાખેલ ચેક જેવો છે , આપણું ભવિષ્ય જેને જાણી નથી શકાતું એ એક પ્રોમીસરી નોટ જેવું છે અને આપણી પાસે જે વર્તમાનકાળનો સમય  છે એ રોકડ રકમ (Cash) જેવો છે .

આ રોકડનો તમે કેવો ઉપયોગ કરો છો એના ઉપર તમારા જીવનની કિંમત અંકાય છે .

” Yeaterday is a history , tomorrow is a mystery and today is a gift , that’s

why it is called the Present “

Photo to inspire-Time is .......pngઆપણને ઘણીવાર કોઈ કામ કરવાની આળસ અને આજનું કામ કાલ ઉપર ઠેલવાની ટેવ હોય છે . જો સમયનો સારો વહીવટ કરવામાં આવે અને આજ આજ ભાઈ અત્યારેની સુટેવ પાડીએતો ઘણાં કામ પૂરાં થઇ શકે  અને સમયને વેડફી માર્યાથી થતા પસ્તાવામાંથી બચી શકાય .

 લેખક Harvey MacKay એ સાચું કહ્યું છે કે -” સમય આપણને મફતમાં મળે છે એમ છતાં એ અમુલ્ય છે . સમય ઉપર તમારી માલિકી નથી એમ છતાં એને તમે વાપરી શકો છો . તમે સમયને તમારી પાસે રાખી નથી શકતા પણ એને ખર્ચી શકો છો . એકવાર તમારા હાથમાંથી સમય જતો રહે છે એ પછી એ સમય કદી પાછો લાવી શકાતો નથી .”

સમયની અગત્યતા અને એની શું કિંમત છે એના ઉપર નીચે મુકેલ બે વિડીયોમાં સુંદર રીતે

સમજાવવામાં આવ્યું છે .

થોડો સમય કાઢીને આ બે વિડીયો નિહાળી સમયનો સદુપયોગ કરશો એવી આશા છે .

Time Waits for No one   

Time Waits For No One (Lyrics Video) – Freddie Mercury

સમય શું છે ?   કાવ્ય પઠન – કવિ જાવેદ અખ્તર

ફિલ્મી જગતના  જાણીતા કવિ જાવેદ અખ્તરને મુખે ઉર્દૂ જબાનમાં સાંભળો

એમના કાવ્ય ” વક્ત ” નું પઠન 

Ye Waqt Kya Hai | Nazm by Javed Akhtar | Jashn-e-Rekhta 4th Edition
  

 

 

10 responses to “(326) સમય અને દરિયાનાં મોજાં કોઈનાં રોક્યાં રોકાતાં નથી .

 1. Hemant ઓક્ટોબર 6, 2013 પર 6:27 એ એમ (AM)

  Nice inspirational and Motivational messages , both video are effective and had depth meaning . TIME play crucial role to build up the character of each human being , so value the time and live in present moment for financially as well spiritual growth , Thank you .

  Hemant Bhavsar

  Winnipeg , Canada

  Like

 2. pragnaju ઓક્ટોબર 6, 2013 પર 6:50 એ એમ (AM)

  સ રસ લેખમા અતિ સુંદર વીડિયો…
  સમયની અગત્યતા અને એની શું કિંમત છે એના ઉપર નીચે મુકેલ બે વિડીયોમાં સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે .ફરી ફરી માણવાનું મન થાય તેવી રસાળ….

  Like

 3. nabhakashdeep ઓક્ટોબર 6, 2013 પર 2:43 પી એમ(PM)

  ખૂબ જ સરસ મનનીય આલેખન…આદરણીય શ્રી વિનોદભાઈ..અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 4. P.K.Davda ઓક્ટોબર 7, 2013 પર 2:04 એ એમ (AM)

  સમય સમય બલવાન હૈ, નહિં મનુષ્ય બલવાન,
  કાબે અર્જુન લુંટીયો, યહી ધનુષ યહી બાણ.

  Like

 5. હિમ્મતલાલ ઓક્ટોબર 7, 2013 પર 6:26 એ એમ (AM)

  ખુબ સરસ જાણવા મળ્યું વિડીઓ પણ જોવા મળ્યો વિનોદભાઈ તમારો આભાર

  Like

 6. Vinod R. Patel ઓક્ટોબર 7, 2013 પર 6:38 એ એમ (AM)

  E-mail message from Attaji- Thank you Attaji -V.P.

  From himatlal joshi To vinodbhai patel

  javed akhatar ane shabaana આજમી બંનેને સાંભળ્યા

  તદ્દન સાચી વાત છે કે ગએલો વખત પાછો હાથ આવતો નથી માટે જે વખત હાથ વગો છે

  એનો સદુપયોગ કરી લેવો જોઈએ .

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

  Like

 7. સુરેશ જાની ઓક્ટોબર 7, 2013 પર 8:27 એ એમ (AM)

  સમય ભુલાવે ભાન, એવું કહો છો મારા ભાઇ!
  હતા કદીયે ભાનમાં? તે ભુલીયે પાછા ભાઇ?

  સમય સમય બલવાન છે, તે તો સાચું ભાઇ!
  પણ નિર્બલકે બલ રામ છે, તે પણ સાચું ભાઇ!

  આખી કવિતા આ રહી –
  http://gadyasoor.wordpress.com/2006/07/04/samay/

  A poem of Tennyson –

  There rolls thhe deep, where grew the tree
  O,earth! what changes hast thou seen?

  http://www.recmusic.org/lieder/get_text.html?TextId=15693

  Like

 8. Anila Patel ઓક્ટોબર 7, 2013 પર 9:52 એ એમ (AM)

  સમયનુ ચિંતન અનેક લોકોએ કર્યુ છે, અહીં ઘણુ સરસ જાણવા મળ્યુ. મને બી. આર. ચોપરાએ મહાભારત સીરીયલમા વક્ત વિષે ઘણુ બધુ કહયું છે તે બહુ ગમ્યુ હતુ અને એની મે નોટ પણ બનાવી છે. ” આયખું તો હરણની ફાળ મારા બેલીડા, આયખું તો અવસરની ડાળ”– અહીં આયખું સમયના સન્દર્ભમા સમ્જી શકાય.

  Like

 9. pravinshastri ઓક્ટોબર 12, 2013 પર 9:49 એ એમ (AM)

  વિનોદભાઈ, ધન્યવાદ…ધન્યવાદ…ધન્યવાદ. હંમેશની જેમ એક વધુ વાર મનગમતો લેખ. આપનો બ્લોગ એટલે “અ-મુલ્ય નવનિત”.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: