વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 327 ) નવરાત્રી એટલે શકિતની ભક્તિનું પર્વ અને ગરબાનો લોક મહોત્સવ

Happy Navraatriદર વરસે આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધી નવ દિવસ માટે નવરાત્રી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે .

આ નવરાત્રી પર્વ એટલે આદ્યાશક્તિ જગદંબાની સ્તુતિ – પ્રાર્થના સાથે ગરબાનો લોક મહોત્સવ . શક્તિની ભક્તિ અને ભક્તિની શક્તિનું પર્વ .

સંગીતનાં તાલે નૃત્ય સાથે ગાતાં નર નારીઓ ભક્તિપૂર્વક નવરાત્રીનાં આ લોક પ્રિય  મહોત્સવની ઉજવણી નવ દિવસ કરે છે .

આખું વર્ષ સામાન્ય રીતે શાંત જણાતી રાત્રીઓ આ નવ દિવસ માટે લોકોના ઉત્સાહમય ગરબાના કોલાહલથી જીવતી બની જાય છે .

ગરબો અને ગુજરાત એક બીજાના પર્યાય રૂપ બની ગયાં છે .

હવે તો ગુજરાત બહાર ભારતમાં જ નહી પણ વિદેશોમાં પણ ગરબો પહોંચી ગયો છે .

જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ  ત્યાં ત્યાં જામે છે નવરાત્રીના ગરબાની રમઝટ  .

ગરબામાં નૃત્ય દ્વારા દેવીની આરાધના કરવામાં આવે છે. માતાજીના વિવિધ રૂપોની સ્તુતિમાં અનેક લોક-ગરબાઓ ગવાય છે.

નવરાત્રીની નવે નવ રાત્રીએ  નાનાં મોટાં નાનાં ભૂલકાંઓ સહીત સૌ રંગ બેરંગી ગરબા માટેનો ખાસ અલાયદો પહેરવેશ ધારણ કરીને સંગીતના તાલમાં જે ઉત્સાહ અને ઉમંગથી ગરબા ગાય છે એ મનોરમ્ય ચિત્ર જોવું એ એક લ્હાવો બની જાય છે . ઉત્સાહનો જાણે મહા સાગર ઉમટે છે .

પ્રાચીન ગરબો અને  અર્વાચીન ગરબો એમ ગરબાનાં બે પ્રકાર છે . ગરબા ગાવાની પદ્ધતિમાં સમયે સમયે ફેરફાર થતા ગયા છે .જૂની પરંપરા પ્રમાણે નવરાત્રીમાં કાણાંવાળી મટકીમાં અંદર જ્યોત મુકીને બનાવાતા દીવાઓ ગરબા કહેવામાં આવતા હતા .હવે નવરાત્રી દરમ્યાન માતાજીની સ્તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબા કહે છે.

ગરબામાં જુદા જુદા તાલ  અને પગલાં લેવાતાં થતાં ગુજરાતનો મૂળ  લોક-ગરબો તો જાણે સાવ ખોવાઈ ગયો છે .

નવી પેઢીનાં જુવાનીયાં માટે નવરાત્રી એક ધાર્મિક  ઉત્સવ કમ મનોરંજનનો પ્રસંગ થઇ ગયો છે . ગરબાનો એક નવો પ્રકાર સનેડો ગવાતો થયો છે .

ગરબાના યુવાન ખેલૈયાઓએ બોલિવૂડનાં ગીતો પર તેમના સ્ટેપ અને દાંડીયા સાથે ઝૂમવાનું શરૃ કરી લીધું છે.નવરાત્રી ઉપર ભારતમાંથી જાણીતા ગાયક કલાકારો એમનાં ગ્રુપ સાથે વિદેશોમાં પહોંચી જાય છે અને સારું એવું વિદેશી હૂંડિયામણ ઘર ભેગું કરી લે છે .

” ગાય એનો ગરબો ” – રચયિતા શ્રી નરેન્દ્ર મોદી 

તમને જાણીને નવાઈ લાગશે કે જે કેટલાક કવિઓ અને સંગીતકારોએ આધુનિક ગરબાઓ

રચ્યા છે એમાં કવિ શ્રી નરેન્દ્ર મોદી પણ એક કવિ છે !

અગાઉ વિનોદ વિહારની પોસ્ટ નંબર  312  માં જણાવાયું છે

એ પ્રમાણે શ્રી નરેન્દ્ર મોદી એક વિચક્ષણ રાજકીય નેતા હોવા ઉપરાંત

સારા લેખક અને કવિતાઓ પણ લખી જાણે છે .

શ્રી મોદીએ નવરાત્રી માટે કરેલ એક ગરબાની રચના ને નીચેના વિડીયોમાં

ગુજરાતી લોક કલાકારો દ્વારા તાલીઓના તાલ સાથે ગવાતો સાંભળો .

GARBO PENNED BY NARENDRA MODI – “GAY ENO GARBO “

Source-http://www.narendramodi.in/

બોલિવુડને પણ લાગ્યું ગુજરાતી ગરબાનું ઘેલુ

ગુજરાતની એક ખાસિયત ગણાતા ગુજરાતી ગરબાનું હવે તો બોલિવુડને પણ ઘેલુ લાગ્યું છે

એનો પુરાવો તમને નીચેના વિડીયોમાં જોવા મળશે .

રામલીલા ફિલ્મમાં બોલીવુડના જાણીતા કલાકારો રણબીર કપૂર અને દીપિકા પદુકોણે

ગુજરાતી ગરબાની જે રમઝટ મચાવી રહ્યાં છે એ જોઈને તમને જરૂર આશ્ચર્ય થશે .

આ વિડીયોમાં આપણું આ જાણીતું  ગુજરાતી લોકગીત પણ તમને સાંભળવા મળશે .

લીલી લીમડી રે

લીલો નાગરવેલનો છોડ

પ્રભુ પરોઢિયે રે

મારા ઘેર ઉતારા કરતા જાઓ

ઉતારો નહિ કરું રે   

મારા ઘેર સીતા જુવે વાટ

સીતા એકલાં રે

જુવે રામ લક્ષ્મણ ની વાટ

નવરાત્રીના રંગીન માહોલમાં નીચેના વિડીયોમાં માણો હૃદયને ખુશ કરી દે એવી  સુંદર

ગીત,સંગીત અને ઢોલ-નગારાનાં તાલમાં બોલીવુડના કલાકારોએ મચાવેલી ગુજરાતી

ગરબાની રમઝટ .

Ram Leela movie – Nice Song with Navratri Garba

Dipika Padukune and Ranveer Kapur 

આ નવરાત્રીએ અને હમ્મેશાં આપના ઉપર આદ્યશકિતના આશીર્વાદ ઉતરે,

સાત્વીક શાંતિ સદા સામર્થ્યવાન રહે  એવી અભિલાષા વ્યકત કરું છું .

વિનોદ વિહારના વાચકોને નવરાત્રી મહોત્સવની શુભ કામનાઓ

HAPPY NAVRATRI TO ALL

વિનોદ પટેલ

9 responses to “( 327 ) નવરાત્રી એટલે શકિતની ભક્તિનું પર્વ અને ગરબાનો લોક મહોત્સવ

 1. pragnaju ઓક્ટોબર 7, 2013 પર 6:36 એ એમ (AM)

  જુનામા જુનો ગરબો

  ગગનમંડળની ગાગરડી, ગુણ ગરબી રે,
  તેણી રમિ ભવાની રાસ, ગાઉં ગુણ ગરબી રે;

  દિનમણિ સૂર્ય દીપક, ગુણ ગરબી રે,
  માંહિ ચંદ્ર તણું પરકાસ, ગાઉં ગુણ ગરબી રે;

  પૃથ્વીપાત્ર ત્યાંહા કોડી, ગુણ ગરબી રે,
  વાતી પરવત મેર, ગાઉં ગુણ ગરબી રે;

  સાતિ સાગર તેલ ભર્યું, ગુણ ગરબી રે,
  માંહિ મુગતાફલ ચુફેર, ગાઉં ગુણ ગરબી રે;

  (ભાણદાસજી)

  Like

 2. Anila Patel ઓક્ટોબર 7, 2013 પર 9:35 એ એમ (AM)

  આપને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપેતો બહુજ સરસ બન્ને ગરબા સંભળવ્યા. આપની ખાસિયત મને બહુ ગમે છે તે એકે આપ જે પોસ્ટ રજૂકરો છો તેને અનુરુપ વિડીઓ પણ અવશ્ય મૂકો જ છો. શ્રાધ્ધ સમાપ્ત થાય અને નવરાત્રીની શરુ આતથીજ લોકોમા અનેરુ જોમ અને જુસ્સો આવી જાય છે. મા શક્તિજ આ બળ પ્રદાન કરતી હોય એમ લાગે છે. થોડુ કામનુ ભારણ આવતા થાક વર્તાય અને આખી રાત ગરબે ઘૂમતા જરાય થાકના લાગે અને સતત દસ દિવસના ઉજાગરા છતા ઉંઘનુ નામનિશાન પાસે ના આવે આ એક મા નો ચમ્ત્કારજ સમજવો જોઇએને!

  Like

 3. jjkishor ઓક્ટોબર 7, 2013 પર 12:09 પી એમ(PM)

  એક જ લેખમાં ઘણું બધું પીરસીને સારું સંકલન કર્યું છે. આભાર.

  Like

 4. nabhakashdeep ઓક્ટોબર 7, 2013 પર 5:11 પી એમ(PM)

  નવરંગે મઢી નવરાત્રીની પોષ્ટ..આદરણીયશ્રી વિનોદભાઈ ભવ્ય સંકલન…અભિનંદન…જય માતાજી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. pravina Avinash ઓક્ટોબર 7, 2013 પર 8:07 પી એમ(PM)

  બોલો મોદી મહારાજકી જય
  ===================

  નરેન્દ્ર મોદી અમદાવાદથી આવીઆ અમદાવાદવાળારે

  લાવ્યા જનતા પક્ષમાં જોર અમદાવાદવાળારે

  ગુજરાતની કાયાપલટ જેણે કીધી’રે

  ભ્રષ્ટાચારના ભુક્કા જેણે બોલાવ્યા રે

  મા ભારતીની સે્વા કીધી નિઃસ્વાર્થ અમદાવાદવાળા રે

  સોનિયા ,રાહુલની કીર્તિ ધુળે રગદોળી રે

  મનમોહનના છક્કા જેણે છોડાવ્યા રે

  છે હિમત ભરેલ જેની છાતી રે

  ગુજરાતની આન બાન શાન જેણે વધારી રે

  જુઓ નરેન્દ્ર નામમાં કેવું પાણી રે

  એક બંગાળી બીજો ગુજરાતી રે

  ગાંધી પટેલના આજે ચાલે સિક્કા રે

  ચુંટણીમાં જીતે, પ્રભુને વિનંતી રે

  સાથે મળી વિજયનો પાવો વગાડી રે

  ભારતમાની કકળતી આંતરડી ઠારીએ રે

  પ્રવીણા કડકીઆ

  Like

 6. chandravadan ઓક્ટોબર 9, 2013 પર 1:03 એ એમ (AM)

  આ નવરાત્રીએ અને હમ્મેશાં આપના ઉપર આદ્યશકિતના આશીર્વાદ ઉતરે,

  સાત્વીક શાંતિ સદા સામર્થ્યવાન રહે એવી અભિલાષા વ્યકત કરું છું .

  વિનોદ વિહારના વાચકોને નવરાત્રી મહોત્સવની શુભ કામનાઓ

  HAPPY NAVRATRI TO ALL

  વિનોદ પટેલ
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Vinodbhai,
  In this Post you wish HAPPY NAVRATRI to ALL.
  I and CHANDRAPUKAR Readers accept your NICE thoughts & WISHES.
  I offer my PRAYERS to you & your Family.
  May the BLESSINGS of MATAJI be showered on YOU !
  Nice Post with VIDEOS !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 7. DESHDROHI { Dolatrai Kantilal Dubal } ઓક્ટોબર 11, 2013 પર 11:16 પી એમ(PM)

  HAPPY NAVRTRI – VIJYA DASHMI – DUSHERA TOO ALL HINDUSTHANI

  Like

 8. DESHDROHI ઓક્ટોબર 11, 2013 પર 11:22 પી એમ(PM)

  HAPPY NAVRTRI – VIJYA DASHMI – DUSHERA TO ALL HINDUSTHANI – ALL HINDU ORGANISATION – TRUST. TAAKE WEAPON FOR DESTROYING THEK ENEMIES OF HINDU HINDURELIGION – HINDU CULTURE

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: