
P.K.Davda
શ્રી પી.કે.દાવડા વિનોદ વિહારના વાચકોને માટે સુ-પરિચિત છે કેમ કે આ અગાઉ એમના ઘણાં લેખો/કાવ્યો આ બ્લોગમાં પ્રગટ થઇ ચૂક્યા છે .
શ્રી દાવડાજીએ ” હોળંબા હલ્યા નહીં ” એ નામે એમનો એક વધુ લેખ વિ.વિ . માટે ખાસ લખી મોકલ્યો છે, જેને આજની પોસ્ટમાં એમના આભાર સાથે પ્રગટ કરતાં આનંદ થાય છે .
ભૂતકાળની એમની સિવિલ એન્જીનીયર તરીકેની વ્યવસાયિક કારકિર્દી દરમ્યાન એમને થયેલ એક જાત અનુભવનું આ લેખમાં એમણે સુંદર આલેખન કર્યું છે .
શ્રી દાવડા એક રીટાયર્ડ સીવીલ એન્જીનીયર હોવા છતાં એમની ગુજરાતી ભાષા અને સાહિત્ય ઉપરનો રસ સરાહનીય છે .
શ્રી દાવડા સ્વભાવે એક નમ્ર અને નિખાલસ વ્યક્તિ છે .એમના એક તાંજેતરના ઈ-મેલમાં તેઓ આ પ્રમાણે જણાવે છે .
“૨૦૦૯ ના ફેબ્રુઆરી માસથી શરૂ કરી આજ સુધીમાં મેં આસરે ૨૦૦ પોસ્ટ અલગ અલગ બ્લોગમા મૂકી. એમાથી ૫૦ કવિતાઓ હતી અને ૧૫૦ જેટલા લેખ હતા.
મેં કયારે પણ લેખક કે કવિ હોવાનો દાવો કર્યો નથી. શરૂ કર્યું ત્યારથી આજ સુધી મને અહેસાસ છે કે શિક્ષણને નાતે અને વ્યવસાયને નાતે હું એક એંજીનીઅર છું,
અને મારૂં વ્યક્તિત્વ એક આંકડા ગણતા એંજીનીઅરનું છે. સાહિત્ય સાથે મારો દૂર દૂરનો પણ કોઈ સંબંધ નથી. અને મારા કોઈપણ લખાણમાં, ક્યાંયે સાહિત્યની ઝલક નથી.ઈંટ ઉપર ઈંટ મૂકી જેમ મકાનનું ચણતર થાય, તેમ શબ્દો ગોઠવી મેં કવિતા કરી અને લેખ લખ્યા.એમાં અધ્યાત્મ નથી અને શિક્ષણ પણ નથી. વિષય ઉપરછલ્લા છે,એમાં કોઈ ઉંડાણ નથી વિગેરે .—પી.કે.દાવડા
આવી સાફ દિલની કબુલાત કરનાર નિખાલસ વ્યક્તિઓ આજે બહું ઓછી જોવા મળે છે . સામાન્ય રીતે ઘણા લેખકો/કવિઓ કથીરને સોનામાં ખપાવવાની કોશિશ કરતા હોય છે ,પોતાની વાહ વાહ થાય એવી હંમેશા આશા રાખતા હોય છે .
એમના લેખોમાં દાવડાજી કહે છે એવી જો ખામીઓ હોત તો આજ સુધીમાં અલગ અલગ બ્લોગની ૨૦૦ પોસ્ટમાં એમના લેખો /કવિતાઓ પ્રગટ થઇ એ કેવી રીતે બન્યું હોત !
આજની પોસ્ટના એમના લેખમાં કોઈ સંદેશ નથી એવું કેમ કહી શકાય . જે પણ કામ કરતા હોઈએ એમાં સંપૂર્ણતા લાવવી જોઈએ અને “યોગ: કર્મશું કૌશલં ” નો એમાં સંદેશ છે જ .
આપણે આશા રાખીએ કે એમણે એમની ૭૭ વર્ષની ઉંમરે નિવૃતિની પ્રવૃત્તિ તરીકે જે લેખન પ્રવૃત્તિ સ્વીકારી છે એને અન્ય કામો સાથે પણ વણ થંભી ચાલુ રાખે .
આજની પોસ્ટના લેખની માફક એમના જીવનના અનુભવો વિષે કે કોઈ અન્ય વિષય ઉપર લેખ કે કાવ્ય દ્વારા વાચકોને એનો લાભ આપતા રહે .
વિનોદ પટેલ
——————————————————————————-
હોળંબા હલ્યા નહીં ..મારો એક યાદગાર અનુભવ- શ્રી પી.કે. દાવડા
૧૯૬૪ માં હું Larsen & Toubro Ltd. ના Construction Division ECC (Engineering Construction Corporation Ltd) માં કામ કરતો હતો.
મુંબઈના Dock Expansion નું કામ KierSentec (ડેનમાર્ક્ની Kier, યુ. કે. ની Centab અને ભારતની ECC-આ ત્રણ કંપનીઓના જૂથને મળેલું.
આ કામ માટે પ્રોજેક્ટનું pre-investigation, ECC એ કરવાનું હતું, એની ઇન્વેસ્ટિંગ ટીમમાં હું પણ શામિલ હતો.
સમુદ્રમાં કામ હોવાથી કામની ઘણી બધી સામગ્રી દરિયા માર્ગે લઈ જવાની હતી. કેટલીક સામગ્રી ટ્રક દ્વારા કિનારા સુધી લાવી ત્યાર બાદ બાર્જીસથી સમુદ્રમાં લઈ જવાની હતી. શોધખોળ કરતાં મુંબઈ નજીકના Elephanta ટાપુ પર નજર પડી. ટાપુના એક છેડે જગ-પ્રસિધ્ધ ગુફાઓ આવેલી છે,
આ ગુફાઓની ત્રિમુર્તિ તો વિશ્વભરમાં પ્રખ્યાત છે. એના બીજા છેડા પર એક ગુજરાતી વેપારીની ટેકરી જેવી જમીન હતી. આ ટેકરી ખૂબ સારી જાતના પથ્થરની હતી.
સર્વે કરવાથી જાણવા મળ્યું કે અમને જોઈતા પથ્થરની quality અને quantity બન્ને સંતોષકારક હતાં .
વેપારી ભાઈ તો વાજબી શરતોએ પથ્થર કાઢવા દેવા તૈયાર હતા પણ એમણે જણાવ્યું કે નજીકમાં જગ-પ્રસિધ્ધ ગુફાઓ હોવાથી અહીં blasting કરવાની રજા નહિં મળે.
આટલી મોટી quantity માં હાથથી કે મશીનોની મદદથી પથ્થર ખોદવાનું શક્ય ન હતું. આખરે ઘણું બધું Brain Storming કર્યા બાદ અમે પુરાતત્વ ખાતાને જણાવ્યું કે અમે Controlled Blasting કરશું,જેથી ગુફાઓને કંઈ પણ નુકશાન નહીં થાય. તમે ત્યાં ધરતીકંપ માપવાના યંત્રો જેવા યંત્રો લગાડી શકો છો.
પુરાતત્વ ખાતાના અધિકારિઓને ધરતીકંપ માપવાના યંત્રો પર ભરોસો ન હતો. અમે તેમને બીજી કોઈ રીત સુચવાવાનું કહ્યું.ઘણા બધા વિકલ્પો તપાસ્યા પછી નક્કી થયું કે મુખ્ય ગુફામા એક ફ્રેમમાંથી બે ત્રણ હોળંબા લટકાવવામા આવશે.એક છલ્લો-છલ્લ ભરેલો પાણીનો ગ્લાસ ગુફાની વચ્ચો-વચ્ચ રાખવામા આવશે અને એક પાણીથી ભરેલી થાળીમાં 7 Oclock blade ને તરતી રાખવામા આવશે.
બ્લાસ્ટ ને લીધે જો હોળંબા હલશે કે ગ્લાસમાંનું પાણી છલકાશે અથવા બ્લેડ ડૂબી જશે તો પરવાનગી નહિં મળે. ન છૂટકે અમારે એમની શરતો માનવી પડી.
નક્કી થયેલા દિવસે બધી તૈયારી કરી, બ્લાસ્ટના પાવરની નોંધ લઈ, વિસ્ફોટ કરવામાં આવ્યો. સારા નશીબે (અને અમારા Engineering knowledge ને પ્રતાપે )હોળંબા હલ્યા નહિં, પાણી છલકાયું નહિં અને બ્લેડ ડૂબી નહિં. અમને નક્કી થયેલ intensityના બ્લાસ્ટ કરીને પથ્થર કાઢવાની રજા મળી ગઈ.
આ રજા ન મળત તો અમારા ખર્ચમાં લાખો રૂપિયાનો વધારો થઈ જાત.
-પી. કે. દાવડા
—————————————————–
શ્રી પી.કે.દાવડાના આજ સુધીમાં વિનોદ વિહારમાં પોસ્ટ કરવામાં આવેલ
લેખો/કાવ્યો વાંચવા માટે અહીં ક્લિક કરો .
Like this:
Like Loading...
Related
આટલા બધા મિત્રો ઘણા ઓછાના હોય છે
બધાનો આગ્રહને માન આપી કલમ ઉપાડો
કહેવાય છે તલવાર કરતા કલમ વધુ શક્તિશાળી છે
તમારા લેખો કોઇ પણ રીબ્લોગ કરી શકે તે વાત અમને ખૂબ ગમી ગઈ
નક્કી થયેલા દિવસે બધી તૈયારી કરી, બ્લાસ્ટના પાવરની નોંધ લઈ, વિસ્ફોટ કરવામાં આવ્યો. સારા નશીબે (અને અમારા Engineering knowledge ને પ્રતાપે )હોળંબા હલ્યા નહિં,……………………
Yet another Post from P.K.Davdaji’s Email Communications.
Nice info.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting you to read Posts @ chandrapukar !
મનેતો દાવડા ભાઈના લખાણો અને કવિતાઓ ભૂ ગમે છે ઉપરાંત તેનો નિખાલસતા તરવરતો હસમુખ ચહેરો પણ ગમે છે
હરેક વ્યક્તિ ને બે બાજુ હોય છે;
કામ/કાર્ય તરફની વિચાર ધારા
નિષ્ણાત …..
અને
અવલોકિક
સામાજીક
વ્યક્તિત્વ ધારા
આવું અવલોકન અદભુત જોવામળે છે
બહુ જ મજા આવી.
અમારા પ્રોજેક્ટ પર જૂના ટર્બાઈન ફાઉન્ડેશન તોડતી વખતે બ્લાસ્ટિંગ કર્યું હતું – તે વાત યાદ આવી ગઈ. પણ એ કન્ટ્રોલ્ડ બ્લાસ્ટિંગ નહોતું. પણ એના વગર, એ ફાઉન્ડેશન તોડી સકાયા ન હોત.
આદરણીયશ્રી દાવડા સાહેબની કારકિર્દી જ્વલંત રહી છે અને આ પ્રસંગ કથા ..આવું ના બનત તો કેટલો ફરક પડી જાય, તેની વાત કહી જાય છે. ધરતી કંપની વાત નીકળી છે તો ગુજરાતનો એ વિનાશકારી ભૂકંપ ( ૨૬મી જાન્યુઆરી..૨૦૦૧) યાદ આવી ગયો. હું ગાંધી નગરમાં હતો ને એક પછી એક પાવર સ્ટેશનો પ્રોટેક્શન રીલેથી સ્વયં ટ્રીપ થઈ ગયાં. ઈમરજન્સીમાં અમે સૌ સેકશનલ હેડ..ટોર્ચ સાથે રણે ચડ્યા. છતો તૂટી નીચે વેરાયેલી, હાઈ પ્રેસર સ્ટીમના સેફ્ટીવાલ્વ, ખૂલી ચીચીયારી નાખે, અડધે અટકેલી ડીસ્પોઝલ સીસ્ટીમને ચાલુ કરવી એટલે ભાઈ હિમવર્ષામાં પરસેવો છૂટે એવી સ્થિતિ. આમાં ધરતી કંપ બાદ, ફાઇન્ડેશન પર હેવી લોડ ટરબાઈનને ૩૦૦૦ રીવોલુશન પર મિનિટે ફેરવવા , ચકાસણી બાદ પરાવાનગી આપવી, ને સ્થળ પર સામે ઊભા રેહવું, એ સાચે જ મહા જોખમ. કોના બંધિયા કેટલા તૂટેલા કે ઉપરથી સહિસલામત વાત રોટેશન પર શું વાર્તા લખશે..એ સાચે જ ‘બલિયસી કેવલં ઈશ્વરેચ્છા’ લાગે જ. અમારા સદનસીબે આ વિકટ પરિસ્થિતિને અમે કોઈ પણ દુખદ ઘટના વગર સફળતાથી પાર કરી, વૉટર વર્કસથી, હૉસ્પિટલોને ઈમર્જન્સી સેવા માટે વીજ પૂરવઠૉ વહેતો કરી દીધો. સૌના કુટુમ્બીજનો માટે કૂટુમ્બવડા તેમની સાથે હતા ને આફ્ટર શોકની વાતોથી લોકો ઘર બહાર રાત્રે ખૂલ્લી જગ્યામાં બેસી રાતો વીતાવતા , ત્યારે અમે અમારા ફેમિલીને પણ ઉપરવાળાને સોંપી , સતત ઘરે પાછા ફર્યા વગર ફરજ પર કાર્યરત હતા. ઓળંબાની વાતે અમે આ કંપન યાદ આવી ગયું.,
રમેશ પટેલ(આકાશદીપ)
બ્લાસ્ટ ને લીધે હોળંબા હલશે કે ગ્લાસમાંનું પાણી છલકાશે અથવા બ્લેડ ડૂબી જશે તો પરવાનગી નહિં મળે.
આ એક સીધી અને સાદી શરત હતી. મુરબ્બી દાવડાભાઈએ લખેલ જેમણે વાંચ્યું એ બધાએ પોતાને માપવા યંત્રોથી માપવાને બદલે હોળંબો પોતાની પાસે રાખવો જોઈએ.
ધરતીકંપ માપવાના અધ્યતન મશીનોની જગ્યાએ “હોળંબા” મુકવાનો જેમનો પણ આઈડીયા હોય તેને પણ સલામ કરવી જોઈએ….. મતલબ કે જુની ભારતીય પધ્ધતિ વધારે યોગ્ય જણાઈ.
સરસ લેખ છે.
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ પોતે એક ઇતિહાસનૂ અલભ્ય પાનું છે
તેમાન સ્વાનુભવોનાં સંસ્મરણો નવીન સંદેશ સાથે યંત્રોની માહિતિ સાથે
ઉપયોગી કાર્યો વર્ણવે છે.