ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
(330) સહૃદયી સાહિત્ય મિત્ર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના ૭૫ મા વર્ષમાં પ્રવેશ વેળાએ અભિનંદન / એમનો પરિચય

Mr.and Mrs Pragna Ju. Vyas
નીરવ રવે બ્લોગના બ્લોગર, આદરણીય અને પ્રિય સાહિત્ય મિત્ર, પ્રજ્ઞાબેન વ્યાસ એમના ભાતીગર જીવનનાં ૭૪ વર્ષ પૂરાં કરીને ૭૫ મા વર્ષમાં જ્યારે પગરણ માંડી રહ્યાં છે એ મંગલ પ્રસંગે એમને અભિનંદન અને એમના નિરામય દીર્ઘાયુ માટે હાર્દિક શુભેચ્છાઓ .
૭૫મુ વર્ષ એ જીવનનું અમૃત પર્વ કહેવાય છે .જીવનનો આ એક એવો પડાવ છે જ્યારે વીતેલાં વરસો ઉપર અલપ ઝલપ નજર કરી લઈ હવે પછી આવી રહેલાં ભાવિ જીવનનાં વર્ષો ઉપર મનોમંથન શરુ થઇ જાય છે .
આદરણીય પ્રજ્ઞાબેનના જીવનના આ અમૃત પર્વ પ્રસંગે આજની પોસ્ટમાં વિનોદ વિહારના વાચકો માટે નીચેના શબ્દોમાં એમનો પરિચય લખતાં આનંદ અનુભવું છું .
સુ.શ્રી પ્રજ્ઞાબેનનો સૌ પ્રથમ પરિચય મને હાસ્ય દરબાર બ્લોગમાં એમના વિદ્વતાપૂર્ણ અભિપ્રાયો વાંચીને થયો હતો .ત્યારબાદ ગુજરાતી બ્લોગ જગતના બીજા બ્લોગોમાં પણ એમના પ્રતિભાવો વાંચીને એમની સાહિત્ય રસિકતાની વધુ ઓળખ થઇ હતી .

Paresh Vyas
મને એમના બ્લોગ નીરવ રવે વિષે જ્યારે જાણ થઇ એ પછી એમના તથા ગુજરાતી સાહિત્યમાં એમના લેખો તથા કાવ્યો, નાટકો વિગેરેથી સિદ્ધિ પ્રાપ્ત કરનાર એમના પુત્ર જાણીતા અખબારોના કતાર લેખક શ્રી પરેશ વ્યાસ અને કવિયત્રી પુત્રી યામિની વ્યાસના લેખો વાંચીને આ સાહિત્ય રસિક કુટુંબી જનો દ્વારા પીરસાતા સાહિત્ય રસનો આસ્વાદ લેવાનો લાભ અને પ્રેરણા મને પ્રાપ્ત થઇ હતી .આજે સાહિત્ય ક્ષેત્રે એમનાં આ બે સંતાનો, દીકરી અને દીકરો, જે રીતે હરણફાળ ભરી રહ્યાં છે એ જોઈને આ ઉંમરે પ્રજ્ઞાબેનને ગૌરવની લાગણી જરૂર થતી હશે .

યામિની વ્યાસ
સુ.શ્રી પ્રજ્ઞાબેન સાથે મારે અવાર નવાર થતો ઈ-મેલ સંપર્ક બહું આનંદદાયક અને પ્રેરણાદાયી બની રહે છે . આ વિચાર વિનિમયથી અને શબ્દોના સેતુથી મૈત્રી સંબંધનો સેતુ વધુ નિકટનો બનતો ગયો છે .આજે વિનોદ વિહારમાં મુકાતી પોસ્ટ અંગે સૌ પ્રથમ મળતો પ્રતિભાવ જો હોય તો એમનો હોય છે .
આ માટે અને મારા પ્રત્યેના એમના પ્રેમાળ પ્રતીસાત
બદલ હું એમનો આભારી છું .
ગુજરાતી બ્લોગ જગતમાં પ્રજ્ઞાબેન બ્લોગ પોસ્ટના વિષય ઉપર આપેલા એમના અભિપ્રાયો- પ્રતિભાવોથી ખુબ જાણીતાં છે . ભલે એમણે પ્રતિભાવોની સરખામણીમાં લેખો ઓછા લખ્યા હોય પણ એમના પ્રતિભાવો પણ લેખો કરતાં ઘણીવાર ચડી જાય એવા સત્વશીલ અને વિદ્વતાપૂર્ણ હોય છે . મેં નોધ્યું છે કે ઘણી વખત કોઈ એક બ્લોગમાં જે વિષયની પોસ્ટ હોય એના ઉપર મૂળ પોસ્ટને પણ ઝાંખી પાડી દે એવા પોસ્ટ જેટલાજ લાંબા પ્રતિભાવ તેઓ લખતાં હોય છે . આ વાંચીને મને એમના જ્ઞાન અને અભ્યાસ ઉપર આશ્ચર્યની લાગણી થાય છે .
વિનોદ વિહારમાં પણ મેં આવું ઘણીવાર જોયું અને અનુભવ્યું છે .ઘણા નવોદિત બ્લોગરોને એમની પોસ્ટ માટે પ્રતિભાવ આપીને એમણે પ્રોત્સાહિત કર્યાં છે અને પ્રેરણા પૂરી પાડી છે .
બ્લોગનો વિષય ગુજરાતી સાહિત્યનો હોય કે અંગ્રેજી સાહિત્યનો હોય પરંતુ આવા અનેક વિષયો જેવા કે ધર્મ શાસ્ત્ર , ભૂગોળ , મેડીકલ વિજ્ઞાન ,ઇતિહાસ વિગેરે ના ઉપર એમના અભ્યાસપૂર્ણ અને વિદ્વતાપૂર્ણ પ્રતિભાવો વાંચીએ ત્યારે આપણને અચંબો થાય .આ વિદુષી બેન ગુજરાતી ઉપરાંત અંગ્રેજી ,હિન્દી, સંસ્કૃત અને ઉર્દૂ ભાષાઓ ઉપર પણ સારું જ્ઞાન ધરાવે છે એ એમના પ્રતિભાવો ઉપરથી જોવા મળે છે .
નેટ ગુર્જરી અને વેબ ગુર્જરીના સંપાદક અને જાણીતા બ્લોગર મિત્ર શ્રી જુગલકિશોરભાઈ વ્યાસ સુ. શ્રી પ્રજ્ઞાબેન વિષે અને એમના પ્રતિભાવો વિષે આ પ્રમાણે જણાવે છે .
2011/10/28 jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
મેધા અને પ્રજ્ઞા આ બન્ને શબ્દોમાં મેધા શબ્દ નાનો પડે છતાં હીનોપમાનો દોષ વહોરીને કહું તો પ્રજ્ઞાદીદી આપણાં સૌમાં સૌથી વધુ મેધાવાન સાબીત થયાં છે… કોઈ પણ વીષય કેમ ન હોય, તેઓ કોણ જાણે કયા ખજાનામાંથી માહીતી ફંફોળી લાવે છે. ને તેય પાછી અત્યંત ઉંચી કક્ષાનીને એકદમ સાંદર્ભીક. મને તો લાગે છે કે તેઓ પાસે જુના જમાનાનો કોઈ અદ્ભુત વીકીપીડીયા પડ્યો છે જે નેટકગત પહેલાંનો જ છે !!આટલા સંદર્ભો અને આટલા વીષયો પરની આટલી ઉંચી કોમેન્ટ્સ મેં તો બીજે ક્યાંય અનુભવી નથી. સુરેશભાઈનું આશ્ચર્ય મારું પણ છે જ. આપણે નસીબદાર કે તેમના ખજાનાનો લાભ મળતો રહે છે. – જુ.
પ્રજ્ઞાબેને એમની આગવી રમુજી શૈલીમાં લખેલ એક ઈ-મેલ પ્રતિભાવનો આ રહ્યું એક ઉદાહરણ .
થોડી મારી વાત …
અમે અહીં(અમેરિકા ) આવ્યા બાદ મારી સ્થિતી કાંઈક આવી હતી.
ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.
ઉપાય સૂચવાયો… જે પણ વિચાર આવે તે લખો પછી સ્નેહીજનો પર મોકલો.
ત્યારે ફોન,ઈન્ટરનેટ સેવાઓ ધીમી અને ખર્ચાળ હતી.અમારા વર્જીનીયાવાળા જંત્રાણીયા એક સી ડી લાવ્યા હતા જેનાંથી ગુજરાતીમા લખાય અને કોમ્પ્યુટરમા સેવ થાય.પણ તેમા ફાવટ આવી નહીં.મારા કાકાશ્રીએ સેંટ જોનથી ઈ-મૅઈલ મોકલ્યો અને ફોન પર કહ્યું કે ઈ-મૅઇલથી ઉતર આપો.અંગ્રજીમા ઈ-મૅઈલ ચાલુ થયા અમારા નોર્થકેરોલીનાના ભત્રીજાના દિકરાની વહુએ ગુજરાતી વાંચવાની પધ્ધતિ બતાવી.શરુઆતમા પ્રતિભાવ અંગેજીમા આપતા.અમને એવી સલાહ આપવામાં આવેલી કે અહીં કોઈ પણ વસ્તુ મફત ન હોય અને અમારા પૌત્રે લયસ્તરોનું સબસ્ક્રીપશન ભર્યું અને અમને ફીકર થઈ કે કેટલો ખર્ચો થશે?પણ પૂછ્યુ તો બધાને હસવું આવ્યું!
ત્યાં સોનલ બ્લોગ કાઢ્વાની વાત લાવી! અમે તો પૂછી જ લીધું કે આમા ખર્ચો કેટલો થાય? તો કહે મ ફ ત અને અમારા ઈ-મેઈલ પ્રમાણે પોસ્ટ મૂકી આપી અને તે ન્યુયોર્કના આખલાને નાથવામા પડી ગઈ…જેમા અમારી ચાંચ ન ડૂબે તેવી ફાઈનાન્સની કામગીરીકરે! શરુઆતમાં જ સૂચના આપેલી કે બોલ્ડમા લખો તે ગુસ્સો કર્યો કહેવાય! આઈ ડી ખાસ સાચવવાની! તમારી સાચી બર્થડેટ તથા ફોટા મૂકવા નહીં. નહીં તો આઈ ડી ચોરાઈ જાય ! આ પોરી પાન વગરની ડાળખીને પાન ખરની બીક બતાવે! પણ ગુરુવચન પાળવાનો પ્રયત્ન કરીએ છીએ.અમારા સ્નેહી જનોમા વિદ્વાનો છે પણ તેઓને કોંપ્યુટરની એલર્જી છે…અને .
મારું ગાંડપણ એવું છે
તમે કેમ છો?ના બોર આપ્યા અને અમે અમારી જાતે કલ્લી …
ચાલો કોલ આવ્યો-વેરીઝ આ આ આ જી! અને તેમના પેટમાંથી હાર્ટમા જવાનો રસ્તો ચાલુ રાખવા જ ઉં છું ત્યારે……
સુ. પ્રજ્ઞાબેન સ્વભાવે નમ્ર, સૌજન્યશીલ , નિખાલસ અને જ્ઞાન પિપાસુ છે .
એમના બ્લોગ નીરવ રવેમાં તેઓ થોડાક જ શબ્દોમાં એમનો પરિચય-About આ રીતે આપે છે .
પ્રજ્ઞા. પ્રફુલચંદ્ર .વ્યાસ
જન્મ-સૂરત હાલ અમેરિકા.
શોખ-વાંચન,રાસ-ગરબા,સંગીત,નાટકો અને રખડવું
આમ છતાં એમના પ્રસંશક મિત્રોએ બને ત્યાંથી માહિતી પ્રાપ્ત કરીને એમના બ્લોગોમાં જુદી જુદી વેબ સાઈટોમાં એમનો પરિચય કરાવવાનો પ્રયત્ન કર્યો છે .
આ રહી એ બધી વેબ સાઈટો જેમાંથી સુ,પ્રજ્ઞાબેનની સાહિત્ય પિપાસાનો વિશદ પરિચય મળી રહે છે .
વિનોદ વિહારમાં આ અગાઉ પોસ્ટ નંબર ( 261 ) માં હાસ્ય હાઈકુ — ઈ-પુસ્તક ” વિલિયમનાં હાસ્ય હાઈકુ – (પ્રસ્તાવના) માં સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના હાઈકુ જ્ઞાનનો પરિચય મેળવવા માટે અહીં ક્લિક કરો .
હાસ્ય દરબાર બ્લોગમાં શ્રી સુરેશભાઈ જાનીએ “પંડિત જોકર ” એ નામથી સુ.શ્રી પ્રજ્ઞાબેનનો એમની જૂની ભૂતકાળની તસ્વીરો સહીત કરાવેલ સુંદર પરિચય જાણવા માટે અહીં ક્લિક કરો .
હાસ્ય દરબાર બ્લોગમાં “હાસ્ય દરબારનાં રત્નો” શ્રેણીમાં સુ. પ્રજ્ઞાબેન ( રત્ન નંબર -૮ ) નો પરિચય વાચવા માટે અહીં ક્લિક કરો .
શ્રીમતી પ્રજ્ઞા બેન ના પતી શ્રી પ્રફુલભાઈ વ્યાસ ના ૮૨મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે એમના નીરવ રવે બ્લોગમાં એમણે તારીખ ૧-૧૦ -2013 નીચેની પોસ્ટ તમે વાંચશો એટલે તમને એમના શબ્દો, શૈલી અને ઊંડા જ્ઞાનનો તમને ખ્યાલ આવી જશે .
એમના ૭૫મા જન્મ દિન પ્રસંગે પ્રજ્ઞાબેને એમના બ્લોગ નીરવ રવે માં પોસ્ટ કરેલી નીચેની ત્રણ બ્લોગ પોસ્ટ વાંચવાથી વાચકોને એમના શબ્દોમાં ઘણી નવી અંગત જીવનની માહિતી અને એમના ચાહકો એમના વિષે શું કહે છે એ જાણી શકાશે .
( નીચેની ત્રણ પોસ્ટ દરેક ઉપર ક્લિક કરીને વાંચો )
ઉપરની માહિતી ઉપરથી જોઈ શકાશે કે સુ.શ્રી પ્રજ્ઞાબેન એક આદર્શ ગૃહિણી , એક આદર્શ માતા ,એક આદર્શ પત્ની અને એક આદર્શ વ્યક્તિત્વ ધરાવતાં બ્લોગર છે .
ગુજરાતી બ્લોગ જગતના મિત્રોના આગ્રહને વશ થઇને સુ.શ્રી પ્રજ્ઞાબેન ગુજરાતી સાહિત્યના એક નજરાણા રૂપ બ્લોગ , જેનો લોગો આ બ્લોગના કોલમમાં મુક્યો છે એ વેબ ગુર્જરી નું પ્રમુખ પદ હાલ તેઓ શોભાવી રહ્યાં છે અને સૌને પ્રેરણા આપી રહ્યાં છે . બ્લોગર મિત્રોના એમના પ્રત્યેના પ્રેમનું આ દ્યોતક છે .
છેલ્લે, સૌને લખવાની પ્રેરણા આપતી સુ. શ્રી પ્રજ્ઞાબેનની નીચેની ગઝલ
રચનાથી એમના વિશેની આ પોસ્ટનું અચ્યુતમ કરીએ .
લખ …લખ ….લખ
ગીત ગઝલ કે ભજન લખ
વાત તો કાંઈ મઝાની લખ
રોજ હથેળી પર એની
મહેંદી વાળી ગઝલ લખ
કાંટા વિષે લખ ચાહે જેટલું
કોઈક વાર ફૂલ માટે લખ
લખ તું અમાસ પણ
પરંતું દિપાવલી લખ
કોઇક હોંઠો પર સ્મિત લખ
અસલી કે પછી નકલી લખ
મૌસમ અજબ મસ્તાની છે
કોઈ ગઝલ નીરાલી લખ
આખો બગીચો ખીલશે
પાનપાન પર ખુશી લખ
તારી કાલની ફિકર ફાંક
આજની ગૌરવકથા લખ
‘જુ દુનિયાથી અલગ લખ
અલગ તારી વાત,તે લખ
-પ્રજ્ઞાબેન વ્યાસ
–
ફરી , સુ.શ્રી પ્રજ્ઞાબેનના જીવનના અમૃત પર્વ પ્રસંગે એમને એમના ૭૫મા જન્મ
દિવસના અભિનંદન અને એમનું ભાવી નિષ્કંટક, સુખ ,શાંતિ અને
સ્વાસ્થ્ય ભર્યું બની રહે અને ગુજરાતી ભાષા માટેની એમની ધગસ છે એવી
ચાલુ રહે એવી એવી પરમ કૃપાલુ પરમાત્માને પ્રાર્થના .
વિનોદ પટેલ
Like this:
Like Loading...
Related
તેઓ અગાધ જ્ઞાન ધરાવે છે . . .
અને જે કોઈ પણ નવોદિત બ્લોગર્સ’ને સુંદર પ્રતિભાવો આપીને તેઓએ પ્રોત્સાહિત કર્યા છે , તેઓમાનો કદાચિત પહેલો હું હોઈશ 🙂
LikeLike
આદરણીયસુશ્રી પ્રજ્ઞાબેનના, ૭૫ વર્ષના આ અમૃત મહોત્સવને, આપે સુંદર બ્લોગ પોષ્ટ વડે વધામણા દઈ અમને સૌને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવાનો લ્હાવો દઈ દીધો..આદરણીય શ્રી વિનોદભાઈ.
પ્રજ્ઞાબેન એટલે જ્ઞાનનું વટવૃક્ષ, જેની ડાળે ડાળેથી, બ્લોગર મિત્રોને માટે મીઠો ટહુકો એવો ટહુકે , કે તેમની વિષય વસ્તુપરના પ્રભુત્ત્વનો લાભ સૌને અહોભાવે ભરી દે. જન્મદિને તેમને સ્વાસ્થ્ય સુખાકારી સાથે, જીવન સંતોષની મહેક આપે , એવી પ્રભુ પ્રાર્થના.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
સરસ સંકલન
LikeLike
પ્રજ્ઞાજુ બહેન
૭૫મી વર્ષગાંઠના હ્રદયપૂર્વકના અભિનંદન. નામ તેવા ગુણોનો ભંડાર.
પ્રવીણા અવિનાશ
મન માનસ અને માનવી
http://www.pravinash.wordpress.com
LikeLike
મુ.પ્રજ્ઞાબેન,
પહેલા તો હું પોસ્ટ મુકું એટલે તરત જ તમે જોઈ નાખી હોય. ત્યારે હું વિચાર કરતો હતો કે આ બેન ચોવીસ કલાક કમ્પ્યુટર ઉપર જ હોય છે કે શું? જો કે પછી બીજી બધી જગ્યાએ એમના વિચારો વાંચીને ખુબ જ આંનદ થયો. એક જગ્યાએ “પોરી” વાંચ્યું ત્યારે મને ખબર પડી કે એ તો અપનેવાલા હૈ! સુરતી માણસ પોરી વાંચે એટલે તરત જ ખબર પડી જાય. વિનોદભાઈએ ખરેખર એમના ૭૫ વર્ષની ઉજવણી માટે એક સુંદર કામ કર્યું. આ શુભ ક્ષણે પરમકૃપાળુ પરમાત્મા એમને લાંબુ આયુષ્ય આપે અને તંદુરસ્ત રાખે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના!
LikeLike
I wish you have blessed and happy life for another 25 years and we celebrate your centuary togather..
LikeLike
૭૪ વર્ષમાં ૧૨૫ વર્ષનું જ્ઞાન એકઠું કરી લીધું છે પ્રજ્ઞાબહેને. કોઈપણ વિષય હોય, પ્રજ્ઞાબહેન પાસે એનું Extension હોય જ. ઉચ્ચ સંસ્કારી લખાણોના માલિક પ્રજ્ઞાબહેનને હાર્દિક શુભેછાઓ.
LikeLike
બ્લોગ દ્વારા મિત્રો સાથે સાહિત્યના સંપર્કમાં રહેવાય છે ..પ્રેરણાદાયી પતિભાવ થી નવા સર્જનની પ્રેરણા મળે, કેટલી ન સમજાયલી વાત સમજ પડે. આવા સાહિત્યમાં રસ હોય તો તેના દ્વારા આધ્યાત્મિક વાંચન તરફ રસ વધે, ઊંડાણમાં ઉતરતા જીવનનું સગુણાત્મક પરીવર્તન શક્ય બને છે. સરસ કામ કરીને આનંદમગ્ન રહી શકવાની આપણી લાક્ષણિકતા વધે, જુદું વિચારી શકવાની અને તેને અમલમાં મૂકી શકવાની આપણી ક્ષમતા વધે અને ગુરૂજનો તરફથી હૂંફાળો સહકાર -મળતો રહે .
બાકી,ખોટા વખાણની ટેવ ન પડે તે ધ્યાન રાખવુ રહ્યું. એમાં પ્રશંસા કેટલી અને ‘પ્રસંગને અનુરૂપ વિવેક કેટલો તે દરેક વાતમાં પ્રમાણભાન જળવાઇ રહે અને લોકોને એકનાં એક પ્રકારનાં વખાણ કે વખાણનો કાન ભાંગી નાખે એવો અતિરેક વેઠવો ન પડે.
આનંદની વાત છે કે અમારા અહ્ંકારની વાત હોય ત્યારે ધ્યાન દોરવામાં આવ્યું છે અને ભૂલો વતાવી છે અમારાથી સુધારી શકાય તે સુધારી છે બાકીની સુધારવામાં મદદ કરી છે.
આવા પ્રેમાળ મિત્રોનો અને ગુરૂજનનો હ્રુદયપૂર્વક આભાર અને સર્વ માટે શુભ કામના
યાદ ર.પા.
હરિ પર અમથુ અમથુ હેત
હુઁ અગૂઠા જેવડી ‘ને મારી વ્હાલપ બબ્બે વેઁત!
LikeLike
શ્રીવિનોદભાઈના બ્લોગ દ્વારાશ્રીપ્રજ્ઞાબહેનના બ્લોગ સુધી પહોંચી શકાયુ.પ્રથમ તો શ્રીપ્રજ્ઞાબહેનને ૭૫મી વર્ષગાંઠ માટે હાર્દીક શુભેચ્છા પાઠવશો.આભાર.
LikeLike
પ્રિય વિનોદ ભાઈ તમારાતરફથી પ્રજ્ઞા બેન વિષે વધુ જાણ્યું
મને પણ એમના જ્ઞાન ખજાનાનો એમને પરિચય કરાવ્યો છે એક વખત મેં અમારી બાજુના કોઈ ગામડાની વાત લખી પ્રજ્ઞા બેને અમારી બાજુના અકેક ગામડાના નામો લખ્યા હું તો આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો એક બારેક ખોરડાનું ગામડું છે એક્લેરું એનું પણ નામ લખ્યું મેં તો એમને કહી દીધું કે તમે તો અમારી બાજુના નીકળ્યા પણ વિનોદભાઈના કહેવાથી ખબર પડી કે તેઓ સુરતમાં જન્મેલા છે તેઓને મારા હૃદયના ઉમળકાથી જન્મ દિવસની વધાઈ તેઓ કોમેન્ટ લખે એ ભરપુર આખું પાનું ભરેલી હોય મનેતો એ ઉર્દુ ગજલનો જવાબ એજ કવિની ઉર્દુ ગજલથી આપે તંદુરસ્તી સાથે ખુબ આનંદ ભર્યું લાબું જીવન જીવો એવી શુભેચ્છાઓ
LikeLike
સ્નેહી પ્રજ્ઞાજીને અભિનંદન અને ખૂબ ખૂબ પ્રેમ – વધાઈ–લોકોને સ્નેહ અને જ્ઞાન પિરસતા રહો.
LikeLike
મને નથી લાગતું કે, હું કોઈક સંપૂર્ણ વ્યક્તિત્વમાં મારા તરફથી કંઈક ઉમેરી શકું. બાકી જ શું રહ્યું છે?
બસ, દિલથી જનમદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
LikeLike
અગાઉની પોસ્ટ હોળંબા પછી રતીકાકાની શ્રદ્ધાજંલી વખતે સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના ૭૫ મા વર્ષમાં પ્રવેશ વેળાએ અભીનંદન આપવાનું રહી ગયેલ.
નીરવ રવેમાં અબાઉટને કલીક કરીએ એટલે પ્રજ્ઞા. પ્રફુલચંદ્ર. વ્યાસ પહેલી લીટી દેખાય. પ્રજ્ઞા અને પ્રફુલચંદ્ર પછીના પુર્ણવીરામ વીશે લખવાનું વીચારતો હતો. ત્યાં પોસ્ટમેન આવ્યો અને કહે અમદાવાદથી પત્ર છે સહી કરો.
સહી કરી ત્યાં હૈદ્રાબાદથી ફોન આવ્યો કે સારો પ્લાન છે રુપીયા રોકો. મેં યુવકને જવાબ આપ્યો કે અત્યાર સુધી તો ઘણાં પ્લાન બનાવ્યા હવે કેટલા પ્લાન બનાવવા? એ યુવકને ખબર પડી કે અજાણ્યા સાથે વાત કરવાથી ઉમર વધે છે એણે કહ્યું થોડાક વરસ મારા આપું છું મે કહ્યું ૨૬,૩૬,૪૬,૫૬ના દસ વરસ ઉમરની ફરકના ચાર ફોટાઓ છે અને હવે ૨૦ વરસના ફરકના ૭૬, ૯૬, ૧૧૬, ૧૩૬ મુકવાના બાકી છે જે જોવા કેટલા આપું?
વીચાર કરતો હતો પુર્ણવીરામ બાબત અને લખાઈ ગયું લાંબુ. બ્લોગ ઉપર પ્રજ્ઞાબેન બધાને મળતા રહે એવી શુભેચ્છાઓ.
LikeLike
જન્મદિને તેમને સ્વાસ્થ્ય સુખાકારી સાથે, જીવન સંતોષની મહેક આપે , એવી પ્રભુ પ્રાર્થના.
LikeLike
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા
આદરણીય વડિલ બહેનશ્રી પ્રજ્ઞાબેનના જીવનના અમૃત પર્વ પ્રસંગે એમને એમના ૭૫મા જન્મદિવસના અભિનંદન એમના જીવન્માં સુખ શાંતિ ને સમૃધિ સાથે સ્વાસ્થ્ય ભર્યું ભાદરું બને ગુજરાતી ભાષા માટેનો
એમનો પ્રેમ ધગશ સમંદર જેમ છલકાતો રહે એવી પરમ કૃપાલુ પરમાત્માને પ્રાર્થના .
LikeLike
Pingback: ( 346 ) દીકરો ગીત છે….. તો દીકરી સંગીત છે — DAUGHTER’S WEEK CELEBRATIONS | વિનોદ વિહાર
Pingback: ( 780 ) ‘બેટી બચાઓ….’ અભિયાન….એક દીકરીની વેદના ….કાવ્ય રચના ..સુશ્રી યામિની વ્યાસ | વિનોદ વિહાર
Pingback: 1082- મળવા જેવા માણસ ….શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ …પરિચય | વિનોદ વિહાર
Pingback: પ્રજ્ઞાજુ વ્યાસ ૮૦મા વર્ષપ્રવેશે…પ્રાર્થુ ભગવત કૃપા અને આપ સૌ વડીલો મિત્રોના શુભાશીસ/શુભેચ્
Pingback: પ્રજ્ઞાજુ વ્યાસ ૮૦મા વર્ષપ્રવેશે…પ્રાર્થુ ભગવત કૃપા અને આપ સૌ વડીલો મિત્રોના શુભાશીસ/શુભેચ્
Pingback: 1311 – કવિયત્રી યામિની વ્યાસ રચિત કાવ્ય/ગઝલ …”રોટલીના લોટમાં”…..રસાસ્વાદ …. ઇલિયાસ શેખ | વિ