વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 331 ) ગુજ. લેક્સીકોનના જનક સ્વ. રતીલાલભાઈ ચંદરયા (રતીકાકા) ને હાર્દીક શ્રદ્ધાંજલી

શ્રદ્ધાંજલી

Ratilal Chanderia

Eternal Ratilal Chandaria

( Oct 24, 1922 – Oct 13, 2013 )

જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત

જ્યાં જ્યાં વસે ગુજરાતીલેક્સિકોન, ત્યાં ત્યાં વસે રતિકાકા

(ફોટો સૌજન્ય- ગુજરાતીલેક્સિકોન )
_________________________________________
સ્વ. રતીલાલભાઈ ચંદરયા ને હાર્દીક શ્રદ્ધાંજલી .
આજે સવારે ઈ-મેલ પેટી ખોલતાં જ સુરતથી શ્રી ઉત્તમભાઈ ગજ્જરના ઈ-મેલથી એક દુખદ સમાચાર જાણ્યા કે
ગુજ. લેક્સિકોનના જનક સમા  પ્રેરણામુર્તી રતીલાલભાઈ ચંદેરીયાએ 
દશેરાના દિવસે ૧૩મી ઓક્ટોબરના રોજ આપણી વચ્ચેથી વિદાય લઇ લીધી છે .
એમનો જન્મ પણ દશેરાના દિવસે તારીખ  ૧ લી ઓક્ટોબર,૧૯૨૨ ના રોજ થયો હતો .
વિશ્વભરમાંથી આજદિન સુધી બે કરોડ કરતા વધારે  લોકોએ
 ગુજ. લેક્સિકોનની વેબ સાઇટ નો લાભ ઉઠાવ્યો છે , રતીકાકાની આ કેટલી મોટી સેવા કહેવાય !

સદેહે ભલે તેઓ આજે હાજર નથી પરંતુ જ્યાં સુધી ગુજ. લેક્સિકોન  જીવીત હશે ત્યાં સુધી

પ્રેરણામુર્તી સ્વ. રતીલાલભાઈના કાર્યો અને એમની યાદ ભાષા પ્રેમીઓના મનમાં હંમેશાં જીવંત રહેશે.

 

સ્વ. રતીલાલ ચંદરયા (રતીકાકા)ના આત્માને પ્રભુ ચીર શાંતિ અર્પે તેવી અભ્યર્થના.

 

ગુજરાતી ભાષા માટેની એક જીવંત ચળવળ સમા સ્વ. રતીલાલ ચંદરયાને 
વિનોદ વિહારની હાર્દિક શ્રધાંજલી
વિનોદ પટેલ 
_______________________________________________________
શ્રી ઉત્તમભાઈ ગજ્જર (સુરત )અને શ્રી બળવંતભાઈ પટેલ (ગાંધીનગર ) એ 
 સ્વ, રતીલાલભાઈની રાહબરી નીચે ગુજ. લેક્સિકોન માટે ખુબ નજીકથી
કામ કર્યું છે એટલે એમના અવસાનથી તેઓને મોટી ખોટ જણાય એ સ્વાભાવિક છે .
સ્વ. રતિલાલભાઈ પ્રત્યેની એમની લાગણી દર્શાવતો એમનો ઈ-મેલ નીચે પ્રસ્તુત છે .
_______________________________________________________
મિત્રો ,
હા, સાચી વાત છે.. હવે રતીભાઈ આપણી વચ્ચે નથી..
ગઈકાલે મોડી રાતે એમની વીદાયના સમાચાર મળતાં જ મેં જે લખ્યું તે નીચે મુકું છું..
૧લી ઓક્ટોબરના એમના જન્મદીવસે રાબતા મુજબ ભાઈ અશોક, મૈત્રી, દેવલ અને હું,
કશી આગોતરી જાણ કર્યા વીના સવારે સાતે પહોંચી, એમને અભીનંદી આશ્ચર્યમાં મુક્યા
હતા. એમનો હસતો ચહેરો જોઈ અમે સૌ રાજી રાજી થયાં હતાં..
તમે કંડારેલી લાગણી સાવ સાચી છે.. રતીભાઈ આપણી વચ્ચે નથી; પણ લેક્સીકોન સૈકાંઓ
સુધી હશે. તે તેમની સતત યાદ આપશે.. ..ઉ.મ..
_______________________________________________
વહાલા રતીભાઈને વીદાય–વંદના..
(જન્મ : દશેરા  – તા. ૧/૧૦/૧૯૨૨  –   નીર્વાણ : દશેરા – તા. ૧૩/૧૦/૨૦૧૩–મુમ્બઈ)
૧૯૯૯ના નવેમ્બરમાં મુમ્બઈના એક અજાણ્યા મુરબ્બીનો એક લામ્બો પત્ર મને મળે છે. પુછાવે છે :
‘ઉંઝાજોડણી શું છે, ત્યાં ‘જોડણીપરીષદ’માં કોણ કોણ હતા, શી શી ચર્ચાઓ થઈ, શા ઠરાવો થયા, તે બધું મને જણાવી, જો કોઈ સાહીત્ય પ્રકાશીત થયું હોય તો તે બધાં પુસ્તકો મને મોકલી આપો, પૈસાની ચીંતા કરશો નહીં…વગેરે..’
અદ્ભુત વળાંકદાર અક્ષરે ટાઈપ થયેલો પત્ર પહેલી જ વાર જોઈ હું મુગ્ધ થયો. આટલી વીનયશીલ શૈલી બહુ ઓછાની જોવા મળે. મેં પણ તેવો જ તેમને લાંબો પત્ર વીગતે લખ્યો અને ‘જોડણીપરીવર્તન’ વીશેનાં બધાં પુસ્તકો પણ તેમને મેં મોકલી આપ્યાં. બસ, તે નવેમ્બર ૧૯૯૯થી આજદીન સુધી આ અજાણ્યા પત્રલેખક નામે રતીલાલ ચંદરયા મારા આદરણીય સ્વજન–મીત્ર અને કેટલી બાબતે તો ગુરુસ્થાને રહ્યા. આ ઉમ્મરે આટલી તીવ્ર સ્મરણશક્તી મેં જોઈ નથી. એક મુલાકાતમાં, મારો તે પ્રથમ પત્ર મને એમણે જોવા આપ્યો અને એમ કહીને પીઠ થાબડી કે, ‘આ પત્રથી હું તમારા પ્રેમમાં પડેલો.’ તાજ્જુબ !
ભાષા એમનો વીષય જ નહીં, એમનું ક્ષેત્ર પણ નહીં અને ગુજરાતી વીના એમનું કશું અટકે એવુંયે નહીં; પણ શી ખબર દીલમાં એવો આતશ જલે કે બસ, ગુજરાતી માટે કશુંક કરવું છે. અન્ય મીત્રોની જેમ પછી તો હુંયે જોડાયો તેમની સાથે તેમના આ યજ્ઞકાર્યમાં સહાયભુત થવા. પછી ગાંધીનગરના મારા મીત્ર બળવંતભાઈ પટેલ પણ આ યજ્ઞમાં જોડાયા અને અમે એમની સાથે ખુબ ઘડાયા. આ તેર–ચૌદ વર્ષ કામ કરવાની જે મઝા આવી છે એમની સાથે !
પુરાં પચીસ વરસની અવીરત તપશ્ચર્યા પછી તેમણે શું હાંસલ કર્યું, ‘લેક્સીકોન’ મારફત ‘માગુર્જરીને’ તેમણે કેવી સમૃદ્ધ કરી, આજે તે ‘ગુજરાતીલેક્સિકોન’ ગુજરાતીઓની કેવી સેવા કરે છે, તે બધું હવે સૌ જાણે છે. ગુજરાતી કોશને હાથ ન અડાડનાર ગુજરાતી, હવે રોજના દસ હજારની સંખ્યામાં આ વેબસાઈટની મુલાકાત લે છે અને તે જ એનું સાર્થક્ય સીદ્ધ કરે છે.
તેઓ ‘ઉંઝાજોડણી’ના ખુલ્લા સમર્થક હતા. એમનું બેવડું વ્યક્તીત્વ નહોતું. સમયે સમયે તેમણે આ કામને પ્રોત્સાહન અને મદદેય કરી છે. નવ વરસથી ‘ઉંઝાજોડણી’માં ચાલતી ‘સન્ડે ઈ–મહેફીલ’ના સમ્પાદકોમાં એમનું નામ પ્રથમ હોય છે.
આજથી હવે એ રતીભાઈ આપણી વચ્ચે નથી એવું લખતાં આંગળીઓ કાંપે છે. પણ હકીકત છે. મનેયે ૭૮મું ચાલે. અમારી મંડળીમાં વીપુલભાઈ કલ્યાણી, મનસુખભાઈ શાહ, બળવંતભાઈ સૌ ૭૫ કે ૮૦ની આસપાસના છીએ. ભાઈ અશોક, બહેન મૈત્રી, શ્રુતી, દેવલ જેવાં જુવાનીયાંઓ એમણે જલાવેલી આ ભાષાજ્તયોતને પ્રકાશીત રાખવા આગળ આવે એવી અપેક્ષા રહે છે.
‘લેક્સીકોન’ને ચાહનારા આપણે સૌ, રતીભાઈના લાડકા સંતાન સમા ‘લેક્સીકોન’નું રખોપું કરી એના સંવર્ધન માટે મથીશું એવો નીર્ધાર કરીએ તો જ રતીભાઈને સાચી અંજલી અર્પી શકીએ..
.
.ઉતમ અને મધુ ગજ્જર..સુરત                              ..બળવંત અને ભાનુ પટેલ..ગાંધીનગર
૧૩/૧૦/૨૦૧૩
__________________________________________________

સ્વ. રતીલાલ ચંદરયા (રતીકાકા)ના સન્માનનો વીડીયો

વેબગુર્જરી અને ગુજરાતી વિકિપીડિયાના સંયુક્ત ઉપક્રમે શ્રી રતીલાલા ચંદરયા (રતીકાકા)નું

સન્માન કરેલ એ પ્રસંગનો વિડીયો (6 એપ્રિલ, 2013 )

રતીકાકાની હયાતીમાં જ એમનું સન્માન કરીને આ બે સંસ્થાઓએ એક પુણ્ય કામ કર્યું  છે  .  

એ બદલ એમને ધન્યવાદ  .

 More than 2 Crore people across the globe have utilized the online

Gujarati Language Resources portal

CLICK HERE

and do visit immortal Ratilal Chandariya’s legacy GujaratiLexicon.

22 responses to “( 331 ) ગુજ. લેક્સીકોનના જનક સ્વ. રતીલાલભાઈ ચંદરયા (રતીકાકા) ને હાર્દીક શ્રદ્ધાંજલી

 1. pragnaju ઓક્ટોબર 15, 2013 પર 4:43 એ એમ (AM)

  આપણા સૌના આદરણીય મુ. રતિકાકાને સાહિત્ય-વિશ્વને એક મોટી ખોટ…
  …મૂક સ્મરણાંજલી અને શિવમાં ભળેલ જીવની શાંતિ માટે પરમ પ્રાર્થના…

  Like

 2. pravina Kadakia ઓક્ટોબર 15, 2013 પર 5:23 એ એમ (AM)

  Very sorry to hear sad news. We will miss him.

  God bless him.

  Like

 3. P.K.Davda ઓક્ટોબર 15, 2013 પર 5:26 એ એમ (AM)

  પૂ. રતિકાકાના આત્માને પ્રભુ ચિર શાંતિ આપે એવી પ્રાર્થનામાં બધા ગુજરાતીઓ સાથે હું પણ સામિલ થાઉં છું. એમની ખોટ પૂરાય એવી નથી.

  Like

 4. Anila Patel ઓક્ટોબર 15, 2013 પર 5:44 એ એમ (AM)

  ઇશ્વર એમના દિવંગત આત્માને ચિર શાંતિ બક્ષે.એમનુ ભગિરથ કાર્યતો હમ્મેશા સુવાસ ફેલાવતુજ રહેવાનુ.
  સાહિત્યબાગમા ખિલેલુ સાક્ષર અને શાશ્વત સુમન.

  Like

 5. Vinod R. Patel ઓક્ટોબર 15, 2013 પર 6:11 એ એમ (AM)

  E-mail comment from Attaaji

  રતિલાલ ચંદેરીયા જેવા મહાન વિજ્ઞાનીના પરલોક જવાથી મોટી ખોટ કહેવાય.

  એમના આત્માને પ્રભુ શાંતિ આપે -આતા

  Ataai~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

  Like

 6. Vinod R. Patel ઓક્ટોબર 15, 2013 પર 9:03 એ એમ (AM)

  Ratilal Chandaria giving speech ( Thanks -ગુજરાતી પ્રતિભા પરિચય – શ્રી સુરેશ જાની )

  Like

 7. deejay ઓક્ટોબર 15, 2013 પર 10:34 એ એમ (AM)

  પ્રભુ મુશ્રીના આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.

  Like

 8. hirals ઓક્ટોબર 15, 2013 પર 10:39 એ એમ (AM)

  Just read news about rati kaka. Feeling very sad. I had wish to meet him this time when I go to ahmedabad. While working on EV, many a times he came into my mind, and inspired me indirectly.
  પૂ. રતિકાકાના આત્માને પ્રભુ ચિર શાંતિ આપે એવી પ્રાર્થનામાં બધા ગુજરાતીઓ સાથે હું પણ સામિલ થાઉં છું. એમની ખોટ પૂરાય એવી નથી.

  Like

 9. Ramesh Patel ઓક્ટોબર 15, 2013 પર 11:23 એ એમ (AM)

  મુરબ્બી રતિકાકા સાચે જ ગુર્જરી ભાષાના આધુનિક રૂપના ઘડવૈયાના પ્રણેતા હતા…આ દુખદ સમાચારથી આઘાત અનુભવી શ્રધ્ધાંજલિ દેતાં , સૌનું હૈયું ભરાઈ જાય છે.
  કેવા દીર્ઘદૃષ્ટા…ગુજરાતી ભાષાને એક મજબૂત પાયો દઈ , ભવિષ્યની શ્રેષ્ઠ ઈમારતનો નકશો કંડારી દીધો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 10. mdgandhi21, U.S.A. ઓક્ટોબર 15, 2013 પર 3:13 પી એમ(PM)

  હું તો જ્યારે પણ “ગુજરાતી”માં લખું ત્યારે સમજોને કે “ગુજરાતી lexicon”નો ઉપયોગ કરવોજ પડે, તેવી જરૂરિયાત શ્રી રતિકાકાએ ઉભી કરી છે. તેમની “ગુજરાતી”ઓ માટેની સેવા તો કદી ભુલાવાની નથી….પૂ. રતિકાકાના આત્માને પ્રભુ ચિર શાંતિ આપે એવી પ્રાર્થનામાં બધા ગુજરાતીઓ સાથે હું પણ સામિલ થાઉં છું. એમની ખોટ પૂરાય એવી નથી. …મૂક સ્મરણાંજલી અને શિવમાં ભળેલ જીવની શાંતિ માટે પરમ પ્રાર્થના…

  Like

 11. ગોવીન્દ મારુ ઓક્ટોબર 15, 2013 પર 3:20 પી એમ(PM)

  Reblogged this on અભીવ્યક્તી and commented:
  સ્મરણાંજલી…

  Like

 12. kalpana desai ઓક્ટોબર 15, 2013 પર 3:23 પી એમ(PM)

  ગુજરાતીઓ માટે લીલી વાડી મૂકી જનાર મુ. રતિકાકાની ખોટ લેક્સિકોન જ પૂરશે.
  હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલિ.

  Like

 13. Rajul Shah ઓક્ટોબર 15, 2013 પર 8:19 પી એમ(PM)

  શ્રી રતીલાલ ચંદેરિયાને ક્યારેય ન મળીને લેક્સીકોન દ્વારા હંમેશા મળતા જ રહ્યા હોય એવી સતત અનુભૂતિ અનુભવી છે.
  નેટ જગત માટે લેક્સીકોન એમનુ શ્રેષ્ઠ વરદાન છે. ગુજરાતી ભાષા પ્રેમીઓને એમનુ આ ઋણ અનંત કાળ સુધી યાદ રહેશે.
  શ્રી રતીલાલ જાણે આપણી વચ્ચે જ છે , લેક્સીકોન થકી એ અમરત્વ જ પામ્યા છે.

  Like

 14. ગાંડાભાઈ વલ્લભ ઓક્ટોબર 15, 2013 પર 8:31 પી એમ(PM)

  આદરણીય પુજ્ય રતિકાકાને હાર્દીક શ્રદ્ધાંજલી.

  Like

 15. Sanjay-Smita Gandhi ઓક્ટોબર 16, 2013 પર 1:49 એ એમ (AM)

  “PERMAATMAA EMNAA AATMAA NE SHANTI AAPE” … GUjrat ane Gujrati will definitely miss his Wisdom of Gujarati Bhasha.

  Like

 16. vkvora Atheist Rationalist ઓક્ટોબર 17, 2013 પર 2:44 એ એમ (AM)

  નેટ અને વેબ હશે ત્યાં સુધી ગુજરાતીલેક્ષીકોન જોઈ રતીકાકા યાદ રહેશે….રોજે રોજ..

  Like

 17. Pingback: રતિલાલ ચંદેરીયા, એક મહા આત્મા ! | ચંદ્ર પુકાર

 18. Dr.Chandravadan Mistry ઓક્ટોબર 18, 2013 પર 6:29 એ એમ (AM)

  I was on your Blog earlier…Read the Post then.
  I wrote a Poem & a Post on Ratilalbhai….& posted @ Chandrapukar.
  One can read that @

  http://chandrapukar.wordpress.com/2013/10/17/%e0%aa%b0%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2-%e0%aa%9a%e0%aa%82%e0%aa%a6%e0%ab%87%e0%aa%b0%e0%ab%80%e0%aa%af%e0%aa%be-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be-%e0%aa%86%e0%aa%a4/
  Hope to see you all.
  Vinodbhai,
  A very nice informative Post with the ANJALI.
  My Vandan to Ratikaka !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 19. ગોદડિયો ચોરો… ઓક્ટોબર 25, 2013 પર 3:27 એ એમ (AM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા
  ગુજરાતી લેક્સીકોનના જનક સ્વ. રતીલાલભાઈ ચંદરયા (રતીકાકા)
  ને ભાવ ભરી શ્રદ્ધાંજલી

  Like

 20. Gujaratilexicon નવેમ્બર 29, 2013 પર 11:33 પી એમ(PM)

  આપ સૌ આદરણીય સ્વજનશ્રી,

  અમારી આ ભારે મુશ્કેલીઓની પળ વેળા તમારા દિલસોજીના સંદેશાઓએ અમને પારાવાર બળ આપ્યું છે. અમે સહૃદય આભારી છીએ. સમગ્ર ગુજરાતીલેક્સિકોન પરિવાર તેમ જ આંદોલન માટે રતિકાકા ઉત્સાહ અને પ્રેરણાના સ્રોત હતા. એમને પિછાણનાર દરેકના હૃદયને એમણે જીતી લીધા હતા. એમની ખોટ સદાય રહેશે, અને તે પૂરવી અસંભવ થવાની છે.
  આ વસમા સમયે તમારા વિચારોમાં અમને સામેલ રાખ્યા તેમ જ અમારી પડખે તમે સતત ઊભા રહ્યા તેથી અમને ખૂબ રાહતકારી લાગ્યું છે.

  ઓશિંગણભાવ,
  ગુજરાતીલેક્સિકોન ટીમ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: