સતયુગમાં રામાયણની કથામાં શ્રવણ નામનો એક યુવાન એનાં અંધ માતા અને પિતાને કાવડમાં બેસાડી જાત્રા કરાવવા જંગલમાંથી જતો હતો ત્યારે શિકાર કરવા નીકળેલા રાજા દશરથના હાથે એમની ભૂલથી એમના બાણથી ઘવાઈને મૃત્યું પામે છે .પુત્ર વિહોણાં બની ગયેલાં શ્રવણનાં માતા -પિતા રાજા દશરથને શાપ આપે છે કે અમારી જેમ તારું મૃત્યું પણ તારાં પણ કોઈ સંતાનનું મુખ જોયા વિના થશે વિગેરે.આવું આપણે રામાયણની કથામાં વાંચીએ કે સાંભળીએ છીએ .
હવે આ એકવીસમી સદીમાં કળયુગમાં મધ્યપ્રદેશના હિનોમાબાર ગામનો એક આધુનિક શ્રવણ કૈલાશપુરી છેલ્લા ૧૭ વર્ષથી એની અંધ માતાને કાવડમાં બેસાડીને એમને ચાર ધામની યાત્રા કરાવવા ગામે ગામ ફરતો નીકળી પડ્યો છે એની એક સત્ય કથા આજની પોસ્ટમાં રજુ કરવામાં આવી છે .
મધ્યપ્રદેશના હિનોમાબાર ગામના આ કૈલાશપુરી નાનપણમાં ઝાડ ઉપરથી પરથી પડી જતાં એ ગમ્ભીર રીતે ઘવાયો હતો . પાસે પૈસા ન હોવાથી દાક્તરની સારવાર લેવાની મુશ્કેલી હતી .એ વેળાએ એની પ્રજ્ઞાચક્ષુ માતાએ એ સાજો થાય એ માટે ધાર્મિક સ્થળોની યાત્રા કરવાની બાધા રાખી હતી. આ યુવાનના પિતા એની નાની વયે મૃત્યુ પામ્યા હતા. એ પછી ચમત્કાર થયો હોય એમ એ એની થયેલી ઇજામાંથી તદ્દન સાજો થઇ ગયો હતો .એ પછી પ્રજ્ઞાચક્ષુ માતાની મનોકામના (બાધા) પૂર્ણ કરવાના નિર્ધાર સાથે કૈલાશપુરી એની ૧૬ વર્ષની વયે ઘરેથી કાવડ તૈયાર કરી એક બાજુ અંધ માતાને બેસાડી અને બીજી બાજુના પલ્લામાં જમવાનું બનાવવા, રાત્રી, રોકાણ વિગેરે માટેનો સામાન રાખી ૧૦૦ કિલો વજન ખભે ઉપાડીને ઘરેથી ચારધામની યાત્રાએ નીકળી પડ્યો હતો .
રસ્તામાં કોઈકને કોઈની મદદના સથવારે અંધ માતાને ચારધામની યાત્રાની બાધા પૂરી કરાવીને હાલમાં ૧૭ વર્ષ પહેલાં એણે એની યાત્રાનો પ્રારંભ કર્યો હતો એ પોતાના ગામની આખરી મંઝીલ તરફ આગળ વધી રહ્યો છે .
ચારધામ યાત્રા દરમિયાન રસ્તામાં માતાને લકવાની અસર થઈ અને પોતે પણ વારંવાર બિમાર પડવા છતાં માતૃ ભકિત અને ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રધ્ધા વચ્ચે કૈલાશપુરીએ એનું મિશન ચાલુ રાખ્યું હતું .
પગપાળા ચારધામની યાત્રાના માર્ગમાં બ્રહ્મચારી કૈલાશપુરી આજના યુગના સંતાનોને માતા- પિતાની સેવા કરવા માટે તેઓ વારંવાર વિનંતી કરી રહ્યા છે.
૯૬ વર્ષની હાલ વય ધરાવતાં અંધ માતાની સેવા ચાકરી સાથે ચાર ધામની યાત્રા પૂર્ણ કરાવતા આજના ૨૧ મી સદીના યુગમાં પણ શ્રવણ જેવા માતૃ ભક્ત પુત્ર અસ્તિત્વ ધરાવે છે એનું આ બ્રહ્મચારી કૈલાશપુરી એક જીવંત ઉદાહરણ પુરૂ પાડે છે.
જયારે પ્રજ્ઞાચક્ષુ માતા પણ પોતાના પુત્રની માતૃ ભકિતને બિરદાવતાં જનમોજન્મ કેલાશપુરી જેવો પુત્ર પોતાની કુખે અવતરે એવી પ્રભુ પ્રાર્થના કરે છે.
વર્તમાન યુગમાં કેટલાક દીકરાઓ મા-બાપને માથાનો દુઃખાવો સમજતા હોય છે અને વૃધ્ધાશ્રમમાં મોકલી દેતા હોય છે ત્યારે કૈલાશપુરીની માતૃ ભકિત આવા વ્યકિતઓ માટે દિશા સૂચક કહી શકાય.
ઉપરની સત્ય કથા અને વિડીયોમાં માતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવતા એક આધુનિક શ્રવણની વાર્તા આલેખી છે.
નીચેના વિડીયોમાં એનાથી વિપરીત પુત્ર કમર નીચેથી બે પગે અપંગ થઇ જવાથી એની માતાએ ઘરમાંથી તરછોડી દીધેલા એક રઘુભાઈ નામના યુવાનની જવામર્દીની કથા છે .
માતાના પ્રેમથી વંચિત થયેલો આ યુવાન બીજી ૧૧ ઘરડી માતાઓને અપનાવી લઈને એમને એની હાથથી ચલાવાતી વ્હીલ ચેરમાં બે વખત ખાવાનું ટીફીનમાં પહોંચાડે છે એટલું જ નહી પણ ધાર્મિક સ્થળોએ આ વૃદ્ધાઓને એની વ્હીલ ચેરમાં બેસાડીને ફેરવીને એમના આશીર્વાદ મેળવે છે અને આ વૃધ્ધાઓનો પ્રેમ પ્રાપ્ત કરે છે .
આવા આ આજના બીજા સેવાભાવી શ્રવણ કુમાર વિકલાંગ રઘુભાઈની
વાચકોના પ્રતિભાવ