વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(333 ) ૨૧મી સદીના શ્રવણ કૈલાશપુરી બ્રહ્મચારીની અજોડ માતૃ ભકિત- એક પ્રેરક સત્ય કથા

અંધ અને વૃદ્ધ માતાને કાવડમાં બેસાડી ૧૭ વર્ષથી ચારધામની યાત્રા કરાવવા પગપાળા નીકળી પડેલ કૈલાસપુરી બ્રહ્મચારી

અંધ અને વૃદ્ધ માતાને કાવડમાં બેસાડી ૧૭ વર્ષથી ચારધામની યાત્રા કરાવવા પગપાળા નીકળી પડેલ કૈલાસપુરી બ્રહ્મચારી

સતયુગમાં રામાયણની કથામાં શ્રવણ નામનો એક યુવાન એનાં અંધ માતા અને પિતાને કાવડમાં બેસાડી જાત્રા કરાવવા જંગલમાંથી જતો હતો ત્યારે  શિકાર કરવા નીકળેલા રાજા દશરથના હાથે એમની ભૂલથી એમના બાણથી ઘવાઈને મૃત્યું પામે છે .પુત્ર  વિહોણાં બની ગયેલાં શ્રવણનાં માતા -પિતા રાજા દશરથને શાપ આપે છે કે અમારી જેમ તારું મૃત્યું પણ તારાં પણ કોઈ સંતાનનું મુખ જોયા વિના થશે વિગેરે.આવું આપણે રામાયણની કથામાં વાંચીએ કે સાંભળીએ છીએ .

હવે આ એકવીસમી સદીમાં કળયુગમાં મધ્યપ્રદેશના હિનોમાબાર ગામનો એક આધુનિક શ્રવણ કૈલાશપુરી  છેલ્લા ૧૭ વર્ષથી એની અંધ માતાને કાવડમાં બેસાડીને એમને ચાર ધામની યાત્રા કરાવવા ગામે ગામ ફરતો નીકળી પડ્યો છે એની એક સત્ય કથા આજની પોસ્ટમાં રજુ કરવામાં આવી છે . 

મધ્યપ્રદેશના હિનોમાબાર ગામના આ કૈલાશપુરી નાનપણમાં ઝાડ ઉપરથી પરથી પડી જતાં એ ગમ્ભીર રીતે ઘવાયો હતો . પાસે પૈસા ન હોવાથી દાક્તરની સારવાર લેવાની મુશ્કેલી હતી .એ વેળાએ એની પ્રજ્ઞાચક્ષુ માતાએ એ સાજો થાય એ માટે ધાર્મિક સ્થળોની યાત્રા કરવાની બાધા રાખી હતી. આ યુવાનના  પિતા એની નાની વયે  મૃત્યુ પામ્યા હતા. એ પછી ચમત્કાર થયો હોય એમ એ એની થયેલી ઇજામાંથી તદ્દન સાજો થઇ ગયો હતો .એ પછી પ્રજ્ઞાચક્ષુ માતાની મનોકામના (બાધા) પૂર્ણ કરવાના નિર્ધાર સાથે  કૈલાશપુરી એની ૧૬ વર્ષની વયે ઘરેથી કાવડ તૈયાર કરી એક બાજુ અંધ માતાને બેસાડી અને બીજી બાજુના પલ્લામાં જમવાનું બનાવવા, રાત્રી, રોકાણ વિગેરે માટેનો સામાન રાખી ૧૦૦ કિલો  વજન ખભે ઉપાડીને ઘરેથી ચારધામની યાત્રાએ નીકળી પડ્યો હતો .

રસ્તામાં કોઈકને કોઈની મદદના સથવારે અંધ માતાને ચારધામની યાત્રાની બાધા પૂરી કરાવીને  હાલમાં ૧૭ વર્ષ પહેલાં એણે એની યાત્રાનો પ્રારંભ કર્યો હતો એ પોતાના ગામની આખરી મંઝીલ તરફ આગળ વધી રહ્યો છે .

ચારધામ યાત્રા દરમિયાન રસ્તામાં માતાને લકવાની અસર થઈ અને પોતે પણ વારંવાર બિમાર પડવા છતાં માતૃ ભકિત અને ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રધ્ધા વચ્ચે કૈલાશપુરીએ એનું મિશન ચાલુ રાખ્યું હતું .

પગપાળા ચારધામની યાત્રાના માર્ગમાં બ્રહ્મચારી કૈલાશપુરી આજના યુગના સંતાનોને માતા- પિતાની સેવા કરવા માટે તેઓ વારંવાર વિનંતી કરી રહ્યા છે.

૯૬ વર્ષની હાલ વય ધરાવતાં અંધ માતાની સેવા ચાકરી સાથે ચાર ધામની યાત્રા  પૂર્ણ કરાવતા આજના ૨૧ મી સદીના યુગમાં પણ શ્રવણ જેવા માતૃ ભક્ત પુત્ર અસ્તિત્વ ધરાવે છે એનું આ  બ્રહ્મચારી કૈલાશપુરી  એક જીવંત ઉદાહરણ પુરૂ પાડે છે.

જયારે પ્રજ્ઞાચક્ષુ માતા પણ પોતાના પુત્રની માતૃ ભકિતને બિરદાવતાં જનમોજન્મ કેલાશપુરી જેવો પુત્ર પોતાની કુખે અવતરે એવી પ્રભુ પ્રાર્થના કરે છે.

વર્તમાન યુગમાં કેટલાક દીકરાઓ મા-બાપને માથાનો દુઃખાવો સમજતા હોય છે અને વૃધ્ધાશ્રમમાં મોકલી દેતા હોય છે ત્યારે કૈલાશપુરીની માતૃ ભકિત આવા વ્યકિતઓ માટે દિશા સૂચક કહી શકાય.  

નીચેના વિડીયોમાં માતૃભક્ત કૈલાસપુરી બ્રહ્મચારીને અંધ માતાને કાવડમાં બેસાડી ચારધામની યાત્રા કરાવતા નજરે નિહાળો .

 Rebirth of Shravan Kumar in Kalyug -Tv9 Gujarat

ઉપરની સત્ય કથા અને વિડીયોમાં માતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવતા એક આધુનિક શ્રવણની વાર્તા આલેખી છે.

નીચેના વિડીયોમાં એનાથી વિપરીત પુત્ર કમર નીચેથી બે પગે અપંગ થઇ જવાથી એની માતાએ ઘરમાંથી તરછોડી દીધેલા  એક રઘુભાઈ નામના યુવાનની જવામર્દીની કથા છે .

માતાના પ્રેમથી વંચિત થયેલો આ યુવાન બીજી ૧૧ ઘરડી માતાઓને અપનાવી લઈને એમને એની હાથથી ચલાવાતી વ્હીલ ચેરમાં  બે વખત ખાવાનું ટીફીનમાં પહોંચાડે છે એટલું જ નહી પણ ધાર્મિક સ્થળોએ આ વૃદ્ધાઓને એની વ્હીલ ચેરમાં બેસાડીને ફેરવીને એમના આશીર્વાદ મેળવે છે અને આ વૃધ્ધાઓનો પ્રેમ પ્રાપ્ત કરે છે .

આવા આ આજના બીજા સેવાભાવી શ્રવણ કુમાર વિકલાંગ રઘુભાઈની 

સંવેદનશીલ કથાને નીચેના વિડીયોમાં નિહાળો .

Shravan kumar of modern age-TV9 GUJARAT –

_______________________________________

મા બાપને ભૂલશો નહી..!

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી..!

અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી..!

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું,

એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહી..!

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા,

એ અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહી..!

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા,

એ કોડના પુરનારના, કોડ પુરવા ભૂલશો નહી..!

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા,

એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહી..!

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,

જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહી..!

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને,

એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહી..!

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,

એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહી..!

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહી..!

પળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહી..!

સંત પુનિત 

Humanity & caring at such a tender age ! Brevo .

Humanity & caring at such a tender age !
Brevo .

8 responses to “(333 ) ૨૧મી સદીના શ્રવણ કૈલાશપુરી બ્રહ્મચારીની અજોડ માતૃ ભકિત- એક પ્રેરક સત્ય કથા

 1. Pingback: ( 473 ) શ્રાવણી …..ટૂંકી વાર્તા….ડો.જગદીશ જોશી/ સફળ સફર / ” કાવડમાં શ્રવણ ” …( સંકલિત ) | વિનોદ વિહા

 2. chandravadan ઓક્ટોબર 25, 2013 પર 1:10 પી એમ(PM)

  હવે આ એકવીસમી સદીમાં કળયુગમાં મધ્યપ્રદેશના હિનોમાબાર ગામનો એક આધુનિક શ્રવણ કૈલાશપુરી છેલ્લા ૧૭ વર્ષથી એની અંધ માતાને કાવડમાં બેસાડીને એમને ચાર ધામની યાત્રા કરાવવા ગામે ગામ ફરતો નીકળી પડ્યો છે એની એક સત્ય કથા આજની પોસ્ટમાં રજુ કરવામાં આવી છે ………………….
  Prabhu is witnessing this !
  Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see all @ Chandrapukar !

 3. hirals ઓક્ટોબર 22, 2013 પર 10:43 પી એમ(PM)

  મા બાપને ભૂલશો નહી..! શ્રવણનું જીવંત ઉદાહરણ. પ્રેરણાદાયી.

 4. સુરેશ જાની ઓક્ટોબર 20, 2013 પર 3:42 પી એમ(PM)

  બહુ જ આનંદ પમાડે તેવી વાત. ગમી ગઈ.

 5. mdgandhi21, U.S.A. ઓક્ટોબર 20, 2013 પર 1:07 પી એમ(PM)

  આજના આ શ્રવણકુમારને વારંવાર વંદન. આવા “શ્રવણ’ ભારતમાતાની કૂખે જ જન્મ લઈ શકે..

 6. pravina ઓક્ટોબર 20, 2013 પર 9:22 એ એમ (AM)

  .આજના આ શ્રવણકુમારને વારંવાર વંદન. આવા “શ્રવણ’ ભારતમાતાની કૂખે જ જન્મ લઈ શકે..

  આ છે આપણા સંસ્કાર. ગર્વથી નામ લેતાં મસ્તક ઉંચુ થાય છે. જે બાળકો માતા પિતાની આંતરડી કકળાવે છે.

  તેમને માટે ખાસ વાંચવા જેવી વાત છે.

 7. pragnaju ઓક્ટોબર 20, 2013 પર 2:41 એ એમ (AM)

  “માતાના પ્રેમથી વંચિત થયેલો આ યુવાન બીજી ૧૧ ઘરડી માતાઓને અપનાવી લઈને એમને એની હાથથી ચલાવાતી વ્હીલ ચેરમાં બે વખત ખાવાનું ટીફીનમાં પહોંચાડે છે એટલું જ નહી પણ ધાર્મિક સ્થળોએ આ વૃદ્ધાઓને એની વ્હીલ ચેરમાં બેસાડીને ફેરવીને એમના આશીર્વાદ મેળવે છે અને આ વૃધ્ધાઓનો પ્રેમ પ્રાપ્ત કરે છે .”

  આવા આ આજના બીજા સેવાભાવી શ્રવણ કુમાર વિકલાંગ રઘુભાઈની ..
  .ડૂમો ભરાય
  ધન્ય ધન્ય
  સાચે જ પ્રેરણાદાયી

 8. હિમ્મતલાલ ઓક્ટોબર 19, 2013 પર 4:39 પી એમ(PM)

  ધનવાદ છે તમને કૈલાસ પૂરી અને રઘુ મકવાણા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: