વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(338 ) વિદાય થયેલ લોકપ્રિય પાર્શ્વગાયક મન્ના ડે ને શ્રધાંજલિ

Manna de 

ચિત્ર સૌજન્ય- ટહુકો.કોમ

હિન્દી સિનેમા જગતમાં લોકપ્રિય પાર્શ્વગાયક મન્ના ડે નો ૬૦ વરસો સુધી ઘર ઘરમાં સતત

ગુંજતો રહેલો શાસ્ત્રીય કંઠ આખરે શાંત થઇ ગયો .

લાંબી માંદગી બાદ તારીખ ૨૪મી ઓક્ટોબર ૨૦૧૩ ના રોજ વહેલી સવારે બેંગાલુરુમાં ૯૪

વર્ષ ની વયે આ આજીવન કલાકારનું નિધન થયું છે.

મન્નાડે લાંબા સમયથી બીમારીના કારણે બેંગાલુરુ ખાતે પોતાની પુત્રીને ત્યાં રહેતા હતા.

કલકત્તા ખાતે  ૧ લી મે ,૧૯૧૯ ના રોજ જન્મેલા પ્રબોધચંદ્ર ડે ઉર્ફે મન્ના ડે એ વર્ષ

૧૯૪૨ માં ફિલ્મ તમન્નાથી ફિલ્મી ગીતો ગાવાની પોતાની કારકિદીની શરૂઆત કરી હતી.

તેઓએ હિન્દી ઉપરાંત બંગાળી, ગુજરાતી, મરાઠી, કન્નડ, ભોજપુરી સહિતની વિવિધ

ભાષાઓમાં ચાર હજારથી વધુ ગીતો ગાયાં છે.

સ્વ.મન્નાડેને ફિલ્મ ,રાજકારણ તથા જાહેર જીવનની અનેક હસ્તીઓ તેમજ દેશ પરદેશમાં

ફેલાયેલા એમના અસંખ્ય ચાહકોએ ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પી છે.

નીચેના ત્રણ વિડીયો દ્વારા સ્વ. મન્ના ડે ને  વિનોદ વિહાર આજની પોસ્ટમાં શ્રધાંજલિ આપે છે .

નીચેના વિડીયો  રજુ કરે છે સ્વ. મન્ના ડે ના જીવનની ઝલક -Biography of Manna Dey

Manna Dey: A legendry figure in Indian Music

નીચેના વિડીયોમાં માણો  સ્વ. મન્ના ડે એ ગયેલા ૧૦ પસંદગીનાં ગીતો

 Top 10  Manna Dey Songs

માનવીના જીવનની આ દાસ્તાન કેટલી અજ્બો ગજબ છે

વહેલો કે મોડો દરેકનો આ નશ્વર દેહ ચાલ્યો તો જાય છે

કિન્તુ જીવન ભર કરેલાં શુભ કર્મો ની યાદો રહી જાય છે

આપણી આ જિંદગી એ એક ન સમજાય એવો એક કોયડો છે . ક્યારેક એ આપણને 

હસાવે છે તો ક્યારેક આપણને રડાવે છે  .હસી અને ખુસીનો આ ખેલ જીવનભેર 

ચાલ્યા કરે છે  .  આપણે આજે અહીં છીએ તો કાલે બીજે ક્યાંક  ઘણા જ દુર !

આ જગતમાં અનેક મુસાફરો આવે છે અને ચાલ્યા જાય છે

પણ પાછળ યાદોની બારાત મુકી  જાય છે .

જીવનની આવી ફિલસુફીને બખૂબી રજુ કરતા હિન્દી ફિલ્મ આનંદમાં ફિલ્મી 

કલાકાર રાજેશ ખન્નાના મુખે  સ્વ. મન્ના ડે એ ગાયેલ 

એક ભાવવાહી  ગીતને નીચેના વિડીયોમાં સાંભળીને આપણે એમને  શ્રધાંજલિ આપીએ .

Zindagi Kaisi Hai Paheli –  Singer -Manna Dey -Film – Anand

મન્ના ડે નો કંઠ મેળવીને અમર થયેલા ગુજરાતી ગીતો – આભાર- ટહુકો.કોમ

હિન્દી ફિલ્મોના Legendary ગાયક – મન્ના ડે નો કંઠ મેળવીને અમર થયેલા આ ચુનંદા ગુજરાતી

ગીતો ટહુકો.કોમ ના આભાર સાથે આ લીંક ઉપર સાંભળો .

1.રામદેવપીર નો હેલો….

2.આ આદિ-અંતની સંતાકુકડી.. – અવિનાશ વ્યાસ

3.ચરર ચરર મારું ચકડોળ ચાલે – અવિનાશ વ્યાસ

4.ગુરુ ચરણોની હું રજકણ છું – કાંતિ અશોક

5.જાગને જાદવા… – નરસિંહ મહેતા

6.સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની… – રમેશ ગુપ્તા

7.લાગી રે લગન – રાજેન્દ્ર શાહ

8.હુ તુ તુ તુ… જામી રમતની ઋતુ.. – અવિનાશ વ્યાસ

9.પંખીઓએ કલશોર કર્યો – નીનુ મઝુમદાર

10.રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ – મરીઝ

11.સમરું સાંજ સવેરા… – રવિરામ

12.જીવનનો માર્ગ – ‘બેફામ’

13.વૈષ્ણવજન – નરસિંહ મહેતા

14.ઝટ જાઓ, ચંદનહાર લાવો… – ચીમનલાલ ભીખાભાઈ જોશી

 

૯૪ વર્ષનું ભરપુર જીવન જીવીને વિદાય થયેલ હિન્દી શાર્સ્ત્રીય

સંગીતના બેતાજ બાદશાહ સ્વ. મન્ના ડે ને

હાર્દીક શ્રધાંજલિ .

પરમ કૃપાલુ પરમાત્મા એમના આત્માને ચીર

શાંતિ આપે એવી પ્રાર્થના .

વિનોદ પટેલ

8 responses to “(338 ) વિદાય થયેલ લોકપ્રિય પાર્શ્વગાયક મન્ના ડે ને શ્રધાંજલિ

 1. pragnaju ઓક્ટોબર 26, 2013 પર 7:02 એ એમ (AM)

  આ સંગીત શ્રેષ્ટતમ મનાય છે
  અમારી શ્રધ્ધાંજલી

  Manna Dey- Teer Bhanga Dheu – YouTube
  http://www.youtube.com/watch?v=uVABygUJCoc Cached
  Enjoy! NOTE: I understand that this isn’t a “video.” This was created to expose more of Manna Dey’s music. RATE AND COMMENT 😀

  Like

 2. mdgandhi21, U.S.A. ઓક્ટોબર 26, 2013 પર 5:26 પી એમ(PM)

  પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના .

  Like

 3. chandravadan ઓક્ટોબર 27, 2013 પર 3:17 એ એમ (AM)

  સંગીતના બેતાજ બાદશાહ સ્વ. મન્ના ડે ને

  હાર્દીક શ્રધાંજલિ .

  પરમ કૃપાલુ પરમાત્મા એમના આત્માને ચીર

  શાંતિ આપે એવી પ્રાર્થના .
  My Vandan to a Great Atma !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 4. dee35 ઓક્ટોબર 28, 2013 પર 2:12 એ એમ (AM)

  પ્રભુ સ્વ.મન્ના ડેના આત્માને શાંતી આપે.

  Like

 5. dhavalrajgeera ઓક્ટોબર 28, 2013 પર 2:37 એ એમ (AM)

  શ્રધ્ધાંજલી. સંગીત શ્રેષ્ટતમને…
  ..

  Like

 6. Vinod R. Patel ઓક્ટોબર 28, 2013 પર 4:03 એ એમ (AM)

  E-mail from

  Himatlal joshi

  To Vinod Patel

  Oct 26 at 9:29 PM

  Priy Vinodbhai ગીતો સાંભર્યા બહુજ સુંદર નૃત્ય પણ જોયો બહુ મજા આવી

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

  Thank you Attaaji -V.P.

  Like

 7. Anila Patel ઓક્ટોબર 30, 2013 પર 6:12 એ એમ (AM)

  અમર્ગીતોના ગાયક શ્રી મન્નાડેના આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે.

  Like

 8. પરાર્થે સમર્પણ નવેમ્બર 1, 2013 પર 6:23 એ એમ (AM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  મન્નાડે જેવો સ્વરનો માણીગર જગતને ક્યારેય નહિ મલે.

  ખુબ સરસ શ્રધ્ધંજલિ કાવ્યોની યાદ પણ મુકી છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: