વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 339 ) ગુજરાતના સપૂત અને ભારતના ભાગ્ય નિર્માતા લોખંડી સરદાર વલ્લભભાઈ પટેલને હાર્દિક શ્રધ્ધાંજલિ

.Sardar-2-4

સરદાર વલ્લભભાઈ પટેલ

(૩૧ ઓક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦)

તારીખ ૩૧મી ઓક્ટોબર ૨૦૧૩ એટલે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૩૮મી જન્મજ્યંતિ .

આ દિવસે અખંડ ભારતના નિર્માતા અને ગુજરાતના એક ખેડૂત પુત્ર સરદાર પટેલના જીવન અને

કાર્યોને યાદ કરીને  એમને હાર્દિક શ્રધ્ધાજંલિ પાઠવીએ.

ગુજરાતે ભારત દેશને મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલ જેવા બે સુપુત્રો આપ્યા છે જેમણે દેશ

માટે આજીવન ભોગ આપ્યો હતો જે માટે દેશ સદા એમને યાદ કરતો રહેશે .

આ બે ભારતના ઘડવૈયા નેતાઓ માટે ગુજરાત વ્યાજબી ગૌરવ લઇ શકે એમ છે .

જેમને લોકો ભારતના હવે પછીના વડાપ્રધાન તરીકે જોવા ઉત્સુક છે એવા ગુજરાતના મુખ્ય પ્રધાન

શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈને એમના જન્મ દિવસે એમના બ્લોગમાં સુંદર અંજલી આપી

છે એને નીચે ક્લિક કરીને વાંચો . 

ગુજરાતનાં મહાન સપૂત અને ભારતનાં વિરાટ નેતા સરદાર પટેલને હાર્દિક શ્રધ્ધાંજલિ

સરદાર પટેલની વિરાટ પ્રતિમાની યોજના

શ્રી મોદી એમના લેખમાં કહે છે એમ એ વિધિની વક્રતા છે કે જે કોંગ્રેસ પક્ષ માટે સરદાર પટેલે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખ્યું અને ગાંધીજીના અદના અનુયાયી તરીકે પોતાના આખરી શ્વાસ સુધી એમના શિસ્તબધ્ધ સૈનિક બનીને એમની વડા પ્રધાનના પદનો ભોગ આપેલો એ જ પક્ષે તેમની યોગ્ય કદર ન કરી. સરદાર પટેલને છેક ૧૯૯૧ માં એમના મૃત્યુનાં ૪૧ વર્ષ વીતી ગયા બાદ  ભારત રત્નનું સન્માન આપવામાં આવ્યું,

એ આનંદની વાત છે કે  આધુનિક ભારતના શિલ્પી ગુજરાતના સપૂત અને ભારતના આ મહાપુરુષ સરદાર પટેલની સ્મૃતિ હમ્મેશ માટે તાજી રહે એ માટે શ્રી મોદીની રાહબરી નીચે ગુજરાતમાં નર્મદા કાંઠે સરદાર પટેલની વિશ્વમાં ઉંચામાં ઉંચી ૧૮૨ મીટરની વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’ના  નિર્માણની યોજના સૌના સહકારથી આકાર લઇ રહી છે  .

આ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’ નું ખાત મુહુર્ત સરદાર પટેલની 138 મી જન્મ જયંતીએ શ્રી મોદીના હસ્તે થઇ રહ્યું છે  .આ યોજના જલ્દી સફળતા પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ  .

સરદાર પટેલની આ વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’ ની વિગતો નીચેના વિડીયોમાં નિહાળો .

Statue of Unity

“કોંગ્રેસી શાસકોએ સરદાર પટેલની ઘોર અવગણના જ કરી સરદાર આજે હોત તો? સરદાર સાહેબની

દિશા-નકશે કદમ ઉપર દેશ ચાલતો હોત તો દેશની દુર્દશા ના થઇ હોત !”

—શ્રી નરેન્દ્ર મોદી

મારા મિત્ર કરોના , કેલીફોર્નીયા નિવાસી ,શ્રી રમેશ પટેલએ એમના બ્લોગ આકાશદીપમાં એક 

કાવ્ય રચના દ્વારા સ્વ. સરદાર પટેલને એક નરબંકા તરીકે સુંદર કાવ્યાંજલિ આપી છે .

આ રચનાને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે .

અડિખમ ઐક્ય પ્રતિક તું નરબંકો….રમેશ પટેલ(આકાશદીપ) 

તૂટ્યા  બંધન ગુલામી  જ  ભાગી

 પડ્યા  ભાગલા   દેશ   બહુદુઃખી

 અલગ  જ પાંચસો સાઠ રજવાડાં

 ભિન્ન  જ  ધર્મ  જાણે  સૂર નોંખા

 

 સ્વપ્ન  જ  ભવ્ય  રે વલ્લભ તારું

 અખંડ ભારત  જ  વિશ્વ અજવાળું

 કુશળ  વહીવટી   સ્વમાન   સોટી

 ધન્ય  જ   મુત્સદી  ઝીલી કસોટી

 

 દ્રષ્ટા  અમર  શિલ્પી   હો  વધાઈ

 વતનનું  વ્હાલ  એ  મૂડી  સવાઈ

 ગજગજ  ફૂલતી  છાતી  જ  છત્રી

 નમું  અખંડ  મા  ભારત  જ મૂર્તિ

 

  હર  ઉર   રંગ  ત્રિરંગ  નવ જશ્ન

  ગુર્જર  લાલ  તું  ભારત  જ રત્ન

  યુગ  ગાંધી  તણો ઉજ્જવલ  ડંકો

  અડીખમ ઐક્ય પ્રતિક તું નરબંકો

રમેશ પટેલ(આકાશદીપ)

સરદાર વલ્લભભાઈ  પટેલના જીવન અને કાર્યો વિષે નીચેની વિકીપીયાની લીંક

ઉપર વિગતે ગુજરાતીમાં માહિતી મેળવો .

સરદાર વલ્લભભાઈ  પટેલ

Sardar Vallbhbhai- Quote

ગુજરાતના આવા મહાન સપૂત અને ભારતના ભાગ્ય નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલને એમની  

138મી જન્મ જયંતીએ હાર્દીક શ્રધાંજલિ .

9 responses to “( 339 ) ગુજરાતના સપૂત અને ભારતના ભાગ્ય નિર્માતા લોખંડી સરદાર વલ્લભભાઈ પટેલને હાર્દિક શ્રધ્ધાંજલિ

 1. pragnaju ઓક્ટોબર 30, 2013 પર 6:31 એ એમ (AM)

  ખૂબ સુંદર સંકલન
  સરદાર વલ્લભભાઈ પટેલની ૧૩૮મી જન્મજ્યંતિએ અમારા કોતી કોટી વંદન સહીત શ્રધ્ધાંજલી

  Like

 2. nabhakashdeep ઓક્ટોબર 30, 2013 પર 6:33 એ એમ (AM)

  સરદાર પટેલ એટલે દેશનું ગૌરવ…આજની આપની પોષ્ટનું સુંદર સંકલન ખૂબ ગમી ગયું. મને સહભાગી બનાવવા માટે આપનો ખૂબખૂબ આભાર.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. dee35 ઓક્ટોબર 30, 2013 પર 12:15 પી એમ(PM)

  ગુજરાતના સપૂત અને ભારતના ભાગ્ય નિર્માતા લોખંડી સરદાર વલ્લભભાઈ પટેલને હાર્દિક શ્રધ્ધાંજલિ.

  Like

 4. chandravadan ઓક્ટોબર 30, 2013 પર 1:34 પી એમ(PM)

  ગુજરાતના આવા મહાન સપૂત અને ભારતના ભાગ્ય નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલને એમની

  138મી જન્મ જયંતીએ હાર્દીક શ્રધાંજલિ .
  Sardar Patel was a SARDAR (LEADER) in the TRUE SENSE.
  The UNION of BHARAT as the World had seen was NOT POSSIBLE without the FORESIGHT of Vallabhbhai.
  My Vandan to this GREAT PERSON !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

 5. Anila Patel નવેમ્બર 1, 2013 પર 2:52 એ એમ (AM)

  ભારતના સરદારને એમની જ્ન્મજયંતિએ હાર્દિક શ્ર્ધ્ધાંજ્લી.

  Like

 6. પરાર્થે સમર્પણ નવેમ્બર 1, 2013 પર 6:21 એ એમ (AM)

  ૩૧ ઓકટોબરના દિવસને એકતા અખંડિતતા દિન તરીકે ઉજવવો જોઇએ

  “જુઓ મુજ નાવ પર દરિયાના કેટલા બધા ધાવ છે

  દુનિયાભરનાંતોફાનો સામે લડવાનો મરો સ્વભાવ છે.

  નથી મારા દર્દની દુનિયાના હકીમો પાસે દવા

  કેમ કે મારા શર પર એકતા અખંડિતતાનો તાવ છે”

  ( નાવ =શરીર અને દરિયાના=રોગો ને અવસ્થા)

  (૭૨ વર્ષની ઉંમરે રજવાડાઓનું એકત્રીકરણ સંદર્ભમાં)

  Like

 7. pragati patel ડિસેમ્બર 4, 2013 પર 3:57 એ એમ (AM)

  its really very nice i am waiting to watch the statue of unity

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: