વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: નવેમ્બર 2013

( 355 ) આભારવશતા એક દિવસ માટે જ નહીં પણ હંમેશાં – એક સુંદર વિડીયો દર્શન

આપણે સૌએ ૨૮મી નવેમ્બરે થેન્ક્સ ગીવીંગ ડે – આભારવશતા

પ્રગટ કરવાનો દિવસ- સૌ સૌની રીતે હળી મળીને,

ખાણી, પીણી અને હસી ખુશીથી પસાર કર્યો  .

શું આપણે આ એક જ દિવસ આભાર માનીને  ચલાવી લેવાનું છે ?

ના રોજે રોજ એવી અનેક કુદરતની બક્ષિસો જગતમાં વિખરાયેલી

પડી છે જેના માટે આપણે આભારીત  થવાનું છે .

સૌથી પ્રથમ તો આપણે રોજ સવારે આંખ ખુલે છે ત્યારે આપણી

આંખોથી મોસમનો જે અદભૂત નજારો આસપાસ જોઈ

શકીએ છીએ એ આંખો માટે આપણે સર્જનહારનો

આભાર માનવો જોઈએ .

કોઈ પણ દેશના મનુષ્યના ચહેરા પાછળ એના જીવનનો

આખો ઇતિહાસ ઢબુરાઈને પડેલો હોય છે .

આવા વિવિધ પ્રકારના હસતા ચહેરા મનને કેટલો

આનંદ આપતા  હોય છે !

આ બધી કુદરતી બક્ષિસો નજરે જોઈને બોલાઈ જાય છે : 

“જ્યાં જ્યાં નજર મારી ઠરે , યાદી ભરી ત્યાં આપની “

“Gratitude takes three forms: a feeling in the heart, an expression in words, and a giving in return.”

– ~John Wanamaker

આજે સવારે ઈન્ટરનેટમાં પરિભ્રમણ કરતાં આભારવશતા

વિષે એક સુંદર પ્રેરક વિડીયો જોયો જેને વાચકોને જોવા

માટે આજની પોસ્ટમાં સહર્ષ રજુ કરું છું .

આરામથી બેસીને સ્પીકર ઓન રાખી નીચેના પ્રેરક વિડીયોમાં

જે સંદેશ છે એને  એક ધ્યાનથી સાંભળીને કશિશ અનુભવો .

THANK YOU GOD FOR ALL THE GIFTS YOU HAVE BESTOWED ON US

Sunset-animation

( 354 ) Think it over – Inspiring Quotes

Just a small message

to keep everyone going for the Day!!!

“Gratitude takes three forms: a feeling in the heart, an expression in words, and a giving in return.”  ~John Wanamaker

There are two primary choices in life: to accept conditions as they exist, or accept the responsibility for changing them.”-~Denis Waitley

“The world suffers a lot. Not because of the violence of bad people, ​ ​ But because of the silence of good people!”- Napoleon​

Abdul Kalam- Difficulties Quote

Stay away from Anger… It hurts only you!

If you are right then there is no need to get angry, and

if you are wrong then you don’t have any right to get angry.

Patience with family is love,

Patience with others is respect,

Patience with self is confidence and

Patience with GOD is faith.

Never Think Hard about the PAST, It brings Tears…

Don’t think more about the FUTURE, It brings Fear…

Live this Moment with a Smile, It brings Cheer.

Every test in our life makes us bitter or better,

Every problem comes to make us or break us,

The choice is ours whether we become victims or victorious.

Search for a beautiful heart not a beautiful face.

Beautiful things are not always good but good things are always

beautiful.

Do you know why God created gaps between fingers?

So that someone who is special to you comes and fills those gaps by

holding your hand forever.

Happiness keeps You Sweet,

Trials keep You Strong,

Sorrows keep You Human,

Failures keeps You Humble,

Success keeps You Glowing,

But Only God keeps You Going!

10 Life Lessons-Einstain

Description: Description: Description: Description: Description: Description: L o v e b e a t s

_________________________________________

Thanks- Mr. Yogesh Kanakia- From his e-mail

(353) થેન્ક્સ ગીવીંગ ડે (આભાર પ્રગટ દિવસ ) મુબારક

Happy Thanksgiving.jpg-2

અમેરિકામાં થેન્ક્સ ગીવીંગ ડે દર વરસે નવેમ્બર મહિનાના ચોથા ગુરુવારે ઉજવવાનો

રીવાજ વર્ષોથી ચાલ્યો આવે છે .

આ દિવસે લોકો પોતાનાં મા -બાપ , કુટુંબી જનો અને સ્નેહી-મિત્રોને હળે મળે છે

અને ખાવા-પીવાની મિજબાનીઓ યોજી રજાનો આનંદ માણે છે.

ક્રિસમસ પહેલાં જ આવતા આ અગત્યના જન ઉત્સવથી અમેરિકામાં

આનંદ પ્રમોદ અને સ્ટોરોમાં જઈને અવનવી ખરીદીનો માહોલ શરુ થઇ જાય છે .

તા. ૨૮ નવેમ્બર, ૨૦૧૩ ના ગુરુવારે આ વર્ષનો થેન્ક્સ ગીવીંગનો દિવસ છે.

આ થેન્ક્સ ગીવિંગ ડે (આભાર પ્રગટ દિવસ ) અને એનો આનંદ સૌને મુબારક હો.

HAPPY THANKSGIVING DAY .

અમેરિકામાં આ થેન્ક્સ ગીવીંગ દિવસ ઉજવવાનું કેવા સંજોગોમાં અને કેવી

રીતે શરુ થયું એનો ઇતિહાસ અમેરિકાના ઇતિહાસ જેટલો જ જુનો પુરાણો છે .

નીચેના વિડીયોમાં આ દિવસના ઈતિહાસની ઝાંખી કરી લો .

The American Thanksgiving Story (English subtitles)

મને ગમતી એક થેન્ક્સ ગીવીંગ દિવસની કોઈ અજ્ઞાત સર્જકની પ્રાર્થના

અંગ્રેજીમાં નીચે પ્રસ્તુત છે .

THANKSGIVING PRAYER

Oh, heavenly Father,

We thank thee for food , and remember the Hungry.

We thank thee for Friends – Relatives, and remember the Friendless .

We thank thee for Freedom, and remember the Enslaved.

May these rememberances stir us to Service,

That thy gifts to us May be used for Others.

— Anonymous

________________________________

આ થેન્ક્સ ગીવીંગ દિવસ(આભાર પ્રગટ દિવસ) ને આનંદથી ઉજવીએ ત્યારે એ

પણ યાદ  કરી લઈએ કે આ દિવસે પરમ કૃપાલુ પરમાત્માએ

આપણને આપેલ એની અગણિત ભેટો માટે એનો આદરથી

આભાર માનવામાંથી આપણે ચુક્યા તો નથી ને ?

આ થેન્ક્સ ગીવીંગ દિવસની ભાવનાઓને ઉજાગર કરતા મને ગમી ગયેલા

એક અંગ્રેજી  રચનાનો  ભાવાનુવાદ કરીને નીચે પ્રસ્તુત કરેલ છે.

આ રચના વિચારવા જેવી અને અમલમાં મુકવા લાયક છે .

____________________

Happy Thanksgiving.jpg-3

પ્રભુનો આભાર માનો કે ………

— પ્રભુનો આભાર માનો કે તમે જે કઈ જીવનમાં ઈચ્છયું હોય એ બધું જ તમને

પ્રાપ્ત થયું નથી. જો તમોને એ બધું જ મળી ગયું હોત તો મેળવવાનુ

બાકી ન રહેતાં મેળવવાનો જે આનંદ હતો એ મળી નહી શકે.

— પ્રભુનો આભાર માનો કે તમે જે કઈ જાણવા માંગો છો એ બધું જ જાણતા

નથી કેમ કે એ તમને જ્ઞાન પ્રાપ્તિ માટેની એક વધુ તક પૂરી પાડે છે.

— તમારા જીવનની મુશ્કેલ પરિસ્થિતિ માટે પ્રભુનો આભાર માનો કેમ કે

મુશ્કેલીઓના સમયમાં જ તમારો સારો અને સાચો વિકાસ થતો હોય છે.

— પ્રભુનો આભાર માનો કે તમારામાં હજુ કેટલીક મર્યાદાઓ રહી ગઈ છે ,

કેમ કે આવી મર્યાદાઓ જ તમને તમારી જાતમાં જરૂરી સુધારો

કરવાની તકો પૂરી પાડે છે .

— તમારા જીવનમાં આવતા દરેક નવા પડકાર માટે પ્રભુનો આભાર માનો,

કેમ કે આવા પડકારો જ તમારામાં નવી શક્તિ અને સાચા

ચારિત્ર્ય(Character)નું ઘડકર કરશે.

— તમારી ભૂલો માટે પ્રભુનો આભાર માનો કેમ કે તમારી ભૂલોમાંથી જ

તમને તમારા જીવન માટેનો અમુલ્ય બોધપાઠ શીખવા મળશે.

— તમે જ્યારે જીવનનો થાક અનુભવો અને અંદરથી ભાંગી પડ્યાની

લાગણી અનુભવો એવે વખતે પ્રભુનો આભાર માનો કેમકે જીવનમાં

સારી વસ્તુઓ પ્રાપ્ત થાય ત્યારે આભારી બનવાનું તો સહેલું હોય છે,

પરંતુ જિંદગીમાં જ્યારે પીછેહઠ કરવાનો સમય આવે ત્યારે જ પ્રયત્નો

કરીને તમારી જે ભાવનામય પૂર્ણતા શક્ય બનાવશો એનો તો

આનંદ જ અનેરો હોય છે.

તમારી આ પ્રકારની પ્રભુ પ્રત્યેની આભારવશતા તમારી સર્વે

નકારાત્મક દ્રષ્ટિ(Negative attitude )ને

સકારાત્મક દ્રષ્ટિ(Positive attitude)માં પલટી નાખશે.

તમારા જીવનની અડચણો અને મુશ્કેલીઓના સમયે

પ્રયત્નશીલ બની પ્રભુના આભારવશ બનવાના બધા જ રસ્તા શોધી કાઢો

અને પછી જુઓ કે તમારા માટે એ છુપો આશીર્વાદ બની રહે છે કે નહી !

______________________________

વિનોદ વિહારના વાચકો, મિત્રો અને સ્નેહી જનોને

એમના આજ દિન સુધીના સહકાર બદલ ખુબ ખુબ આભાર .

Wish you and your family a “HAPPY THANKSGIVING”

વિનોદ પટેલ, સાન ડિયેગો

(352 ) અંતરનો ઉજાસ……….. લેખક ડૉ. આઈ.કે. વીજળીવાળા

અંતરનો ઉજાસઆ અગાઉની પોસ્ટ નંબર 351 માં જાણીતા લેખક ડૉ. આઈ.કે. વીજળીવાળાના ઈન્ટરનેટ પરથી લીધેલ પ્રસંગોના ભાવાનુવાદ પર આધારીત  સુંદર પુસ્તક ‘અંતરનો ઉજાસ’ (મોતીચારો ભાગ-3) માંથી એક ગમતીલો લેખ ”અતિ ખરાબ પણ અંતિમ હોતું નથી ” એ લેખ તમોએ વાંચ્યો .

આ  જ લેખકના એ જ પુસ્તક (મોતીચારો ભાગ-3) માંથી મારી પસંદગીનો એક બીજો સુંદર અને પ્રેરક લેખ ‘અંતરનો ઉજાસ’ લેખકના આભાર સાથે આજની પોસ્ટમાં સાનંદ પ્રસ્તુત છે  .

વી. પ.

____________________________________________

‘અંતરનો ઉજાસ’

ભણવામાં ખૂબ જ હોંશિયાર એવો અતિ શ્રીમંત ઘરનો એક નવયુવક કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. છોકરો પણ ભણવામાં ખૂબ તેજસ્વી હતો.

એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ? એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો.

થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?’

બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ. એ ઉપરાંત એણે સાચા અર્થમાં તનતોડ મહેનત શરૂ કરી દીધી. રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બે ક્ષણ જોઈ લેતો. થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્ર એને રોમાંચિત કરી દેતો. એણે આ અંગે પોતાના મિત્રોને પણ વાત કરી રાખી હતી.

ધારણા પ્રમાણે જ એની પરીક્ષા ખૂબ જ સરસ રહી. યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો. પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી. પછી એ ઘરે જવા નીકળ્યો. જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા. પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પૉર્ટસ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો.

કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે. દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો. એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો.

અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા, આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ !’ એટલું કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા.

પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું. જોયું તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું બાઈબલ હતું. બાઈબલ બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો. એને અત્યંત ગુસ્સો આવ્યો. બાઈબલ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. સ્પોર્ટસ કાર અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું. એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો.

ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો. એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી, સ્પૉર્ટસ કારને બદલે બાઈબલ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું. પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ. એ જ… પ્રણામ.’

ચિઠ્ઠી બાઈબલના બૉક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો. નોકરોએ એને પાછો વાળવાની અને ક્યાં જઈ રહ્યો છે એ જાણવાની ખૂબ કોશિશ કરી જોઈ, પરંતુ વ્યર્થ ! કોઈને કંઈ પણ કહ્યા વિના એ જતો રહ્યો.

વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ અતિ શ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા. પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે આટલા વરસમાં એક સ્પોર્ટસ-કાર જ માગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે સુફિયાણી ફિલૉસૉફી ઝાડવા ફકત બાઈબલ જ આપ્યું, એ યાદ આવતાં જ એનું મન કડવાશથી ભરાઈ જતું.

પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ. વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી. આમેય સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે, ‘અરે ! આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું.

એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણે ‘હેલો !’ કહ્યું. પણ એને નિરાશા સાંપડી. સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો.

નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ કરીને રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા. એટલે તમે આવી જાવ !’ પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો. પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને વલોવી નાખ્યું. પણ હવે શું થાય ? પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું.

ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો. પછી પોતાના રૂમમાં આવ્યો. એની બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. પિતાજી ચોખ્ખાઈ અને સુઘડતાના ખૂબ જ આગ્રહી હતા, એ બરાબર દેખાઈ આવતું હતું. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા બાઈબલ પર પડી, આ એ જ બાઈબલ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી. એણે બાઈબલ હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું:

‘હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે.’

એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો બાઈબલના શબ્દો જેટલા જ મહાન લાગ્યા. એ શબ્દોને ચૂમવા એણે બાઈબલને હોઠે લગાડ્યું. એ જ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના પર તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની….!

કંઈકેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો.

***
ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશું ? કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું. બસ ! એટલું જ!

( 351 ) અતિ ખરાબ પણ અંતિમ હોતું નથી ડૉ. આઈ.કે. વીજળીવાળા

 જાણીતા લેખક ડૉ. આઈ.કે. વીજળીવાળાના ઈન્ટરનેટ પરથી લીધેલ પ્રસંગોના ભાવાનુવાદ પર આધારીત  સુંદર પુસ્તક ‘અંતરનો ઉજાસ’ (મોતીચારો ભાગ-3) માંથી એક ગમતીલો લેખ “અતિ ખરાબ પણ અંતિમ હોતું નથી ” એમના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત છે  .

વી. પ.

____________________________________________

મૃત્યુના મસ્તીભર્યા ગીતો સુણાવી જાય છે,

જિંદગી પણ કયારેક ગેલમાં આવી જાય છે-

એક ધનવાન માણસ હતો. દરિયામાં એકલા ફરવા તેણે બોટ વસાવી હતી. રજાના દિવસે તે પોતાની બોટમાં દરિયો ખુંદવા નીકળ્યો. મધદરિયે પહોંચ્યો ત્યાં દરિયામાં તોફાન આવ્યું. બોટ ડૂબવા લાગી. બોટ બચવાની કોઇ શકયતા ન લાગી ત્યારે એણે લાઇફ જેકેટ પહેરીને દરિયામાં પડતું મૂકયું. બોટ ડૂબી ગઇ. તોફાન પણ શાંત થઇ ગયું.

તરતો તરતો એ માણસ એક ટાપુ પર પહોંચી ગયો. ટાપુ ઉપર કોઇ જ ન હતું.. ટાપુના ફરતે ચારે તરફ ઘૂઘવતા દરિયા સિવાય કંઇ જ નજરે પડતું ન હતું. એ માણસે વિચાર્યું કે મેં તો મારી આખી જિંદગીમાં કોઇનું કંઇ બૂરું કર્યું નથી તો પછી મારી હાલત આવી શા માટે થઇ? તેના મને જ જવાબ આપ્યો કે જે ઇશ્વરે તોફાની દરિયાથી તેને બચાવ્યો છે એ જ ઇશ્વર કંઇક રસ્તો કાઢી આપશે.

દિવસો પસાર થવા લાગ્યા. ટાપુ પર ઉગેલા ઝાડ-પાન ખાઇને એ માણસ દિવસો પસાર કરતો હતો. થોડા દિવસમાં તેની હાલત બાવા જેવી થઇ ગઇ. ધીમે ધીમે તેની શ્રદ્ધા તૂટવા લાગી. ઇશ્વરના અસ્તિત્વ સામે પણ તેને સવાલો થવા લાગ્યા. ભગવાન જેવું કંઇ છે જ નહીં, બાકી મારી હાલત આવી ન થાય.

ટાપુ ઉપર કેટલાં દિવસો કાઢવાના છે એ તેને સમજાતું ન હતું. તેને થયું કે લાવ નાનકડું ઝૂંપડું બનાવી લઉં. ઝાડની ડાળી અને પાંદડાની મદદથી તેણે ઝૂંપડું બનાવ્યું.. એને થયું કે, હાશ, આજની રાત આ ઝૂંપડામાં સૂવા મળશે. મારે ખુલ્લામાં સૂવું નહીં પડે. રાત પડી ત્યાં વાતાવરણ બદલાયું.

અચાનક વીજળીનાં કડાકા-ભડાકા થવા લાગ્યા. ઝૂંપડીમાં સૂવા જાય એ પહેલાં જ ઝૂંપડી ઉપર વીજળી પડી. આખી ઝૂંપડી ભડભડ સળગવા લાગી. એ માણસ સળગતી ઝૂંપડી જોઇ ભાંગી પડયો. ઈશ્વરને મનોમન ભાંડવા લાગ્યો. તું ઈશ્વર નથી, રાક્ષસ છો, તને દયા જેવું કંઇ નથી. તું અત્યંત ક્રૂર છો.

હતાશ થઇને માથે હાથ દઇ રડતો રડતો એ માણસ બેઠો હતો. અચાનક જ એક બોટ ટાપુના કિનારે આવી. બોટમાંથી ઉતરીને બે માણસો તેની પાસે આવ્યા. તેણે કહ્યું, અમે તમને બચાવવા આવ્યા છીએ. તમારું સળગતું ઝૂંપડું જોઇને અમને થયું કે આ અવાવરું ટાપુ પર કોઇ ફસાયું છે. તમે ઝૂંપડું સળગાવ્યું ન હોત તો અમને ખબર જ ન પડત કે અહીં કોઇ છે!

એ માણસની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. ઈશ્વરની માફી માંગી અને કહ્યું કે મને કયાં ખબર હતી કે તેં તો મને બચાવવા માટે મારું ઝૂંપડું સળગાવ્યું હતું!

કંઇક ખરાબ બને ત્યારે માણસ નાસીપાસ થઇ જાય છે.

હેલન કેલરે એક સરસ વાત કરી છે કે, જયારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોઇને બેસી રહીએ છીએ. બીજી તરફ નજર જ નાખતા હોતા નથી.

સમય અવળચંડો છે. ઘણી વખત બધું જ આપણી મુઠ્ઠીમાં હોય એવું લાગે છે, અને ઘણી વખત સાવ ખાલી હાથમાં આપણી રેખાઓ પણ આપણને પારકી લાગવા માંડે છે. સમયમાં જ સમયની વ્યાખ્યા છુપાયેલી છે. ત્રણ અક્ષરનાં સમયને તોડીને બે-બે અક્ષરો કરો તો એક શબ્દ થશે સમ અને બીજો શબ્દ થશે મય. સમ એટલે સરખું અને મય એટલે મગ્ન. જે દરેક સમયને સમ એટલે સરખો સમજીને મય એટલે કે મગ્ન રહે છે તેને સમયનો ડર લાગતો નથી.

પવન કદીયે એક દિશામાં વાતો નથી.

દરિયો કદીયે એક જ કિનારે સ્થિર થતો નથી.

ઝરણું કયારેય અટકી જતું નથી.

તો પછી સમય કેવી રીતે કાયમ એકસરખો જ રહે?

કંઇક ન ગમતું કે ખરાબ બને ત્યારે માણસ કહે છે કે,

કંઇક સારું થવાનું હશે.

રાતની કાળાશની અંતિમ પળ પછી જ સવારના પહેલા કિરણનો જન્મ થતો હોય છે.

આભાર- સૌજન્ય –ડૉ. આઈ.કે. વીજળીવાળા

_______________________________________________

(ડૉ. આઈ.કે. વીજળીવાળાનો આવો જ એક બીજો પ્રેરક લેખ  

 “અંતરનો ઉજાસ ” હવે પછીની પોસ્ટમાં.)

( 350 ) મૃત્યુ પછી સાથે શું શું લઈ જઈ શકીશું… ? – ઉમાશંકર જોશી

કવી સ્વ. ઉમાશંકર જોશીની એક અછાંદસ કાવ્ય રચના 

મૃત્યુ પછી સાથે શું શું લઈ જઈ શકીશું… ?

શું શું સાથે લઇ જઇશ હું ?
શું શું સાથે લઈ જઈશ હું ?
શું શું સાથે લઈ જઈશ હું ?
કહું ?
લઈ જઈશ હું સાથે
ખુલ્લા ખાલી હાથે
પૃથ્વી પરની રિદ્ધિહૃદયભર
વસન્તની મ્હેંકી ઉઠેલી ઉજ્જ્વલ મુખશોભા જે નવતર
મેઘલ સાંજે વૃક્ષડાળીઓ મહીં ઝિલાયો તડકો
વિમળ ઊમટ્યો જીવનભર કો અઢળક હૃદય-ઉમળકો
માનવજાતિ તણા પગમાં તરવરતી ક્રાન્તિ
અને મસ્તકે હિમાદ્રિશ્વેત ઝબકતી શાન્તિ
પશુની ધીરજ, વિહંગનાં કલનૃત્ય શિલાનું મૌન ચિરંતન
વિરહ ધડકતું મિલન સદા મિલને રત સંતન
તણી શાન્ત શીળી સ્મિતશોભા
અંધકારના હૃદયનિચોડ સમી મૃદુ કંપિત સૌમ્ય તારકિત આભા
પ્રિય હૃદયોનો ચાહ
અને પડઘો પડતો જે આહ
મિત્રગોઠડી મસ્ત અજાણ્યા માનવબંઘુ
તણું કદી એકાદ લૂછેલું અશ્રુબિન્દુ
નિદ્રાની લ્હેરખડી નાની-કહો એક નાનકડો
સ્વપ્ન-દાબડો
(સ્વપ્ન થજો ના સફળ બધાં અહીંયા જ)
– અહો એ વસુધાનો રસરિદ્ધિભર્યો બસ સ્વપ્ન સાજ
વઘુ લોભ મને ના
બાળકનાં કંઈ અનંત આશ-ચમકતાં નેનાં
લઈ જઈશ હું સાથે
ખુલ્લા બે ખાલી હાથે
ખુલ્લા બે ખાલી હાથે ?

– ઉમાશંકર જોષી

સતત બઘું એકઠું કર્યા કરતાં માણસે પોતાની જાતને એક પ્રશ્ન પૂછવા જેવો છે કે હું આ જગતમાંથી શું શું સાથે લઈ જઈ શકીશ ? આમ તો કહેવાય છે કે ખાલી હાથે આવ્યા હતાં અને ખાલી હાથે જવાના છીએ.

એક શેર યાદ આવે છે.

અરે, ઓ નગ્નતામાં જન્મનારા,
ફિકર તું કેમ રાખે છે કફનની ?

સાવ ખાલી હાથે આ પૃથ્વી ઉપર આવ્યા હતાં, સાવ નગ્ન જન્મયા હતાં અને માણસો જાણે બઘું જ લઈને જવાના હોય એમ આયોજનો કર્યા કરે છે. પરદેશમાં તો દફન માટે અગાઉથી જગ્યાઓ પણ બુક કરાવી રાખે છે.

ઉમાશંકરભાઈએ ૧૯૫૪ની સાલમાં આ કાવ્ય રચ્યું છે. કવિતાનાં આરંભમાં પોતે પોતાની જાતને પૂછે છે હું શું શું સાથે લઈ જઈશ? અને પછી જાણે આપણને કહેતાં હોય એમ કહે છે કે હું આ સાવ ખાલી ખુલ્લા હાથે પૃથ્વી ઉપરની સમૃદ્ધિ, રિદ્ધિ, પૃથ્વીનો વૈભવ લઈ જઈશ. વસંતની મહેંકી ઉઠેલી ઉજ્જ્વળ મુખશોભા, વરસાદની સાંજે વૃક્ષની ડાળીમાં ઝીલાયેલો તડકો, હૃદયમાં ઉમટેલો શુદ્ધ અઢળક ઉમળકો, માણસો-મનુષ્ય જાતિનાં પગમાં જે ક્રાંતિ તરવરી રહી છે એ ક્રાંતિ અને હિમાલયની શાંતિ હું મારી સાથે લઈ જઈશ.

પશુઓની ધીરજ, પક્ષીઓનાં નૃત્ય, પથ્થરોનું ચિરંતન મૌન, વિરહમાં છૂપાયેલું મિલન, અંધારની અંદર પણ જાણે હૃદયનાં નિચોડ જેવી ચમક્યા કરતી તારાઓની આભા, જે પ્રિય હૃદય છે એ બધાંઓની ચાહના અને જ્યાં જ્યાં દુઃખનો પડઘો પડ્યો છે તે હૃદયો તે સંબંધોનાં સ્મરણો હું મારી સાથે લઈ જઈશ.
ખૂબ પરિચિત મિત્રોની ગોઠડીઓ, કોઈ અજાણ્યાં માનવીની આંખની લૂછેલી ભીનાશ, સપનાંઓનો ખજાનો ભરેલી ઉંઘ એ હું સાથે લઈ જઈશ. અને કવિ છેલ્લે કમાલ કરે છે. નાનાં બાળકોની આંખોમાં જે અનંત આશાઓ ચમકી રહી છે, હું મારી સાથે તે લઈ જઈશ. આમ તો પ્રત્યેક માણસ ખાલી હાથે આવ્યો હોય છે અને ખાલી હાથે જવાનો હોય છે. પ્રત્યેક માણસ ખાલી હાથે જ આ દુનિયામાંથી જાય છે પણ જો તમે હૃદયમાં કોઈનો પ્રેમ, આ પૃથ્વીનું સૌંદર્ય, કોઈને કરેલી મદદનો સંતોષ જો લઈને જાવ છો તો એ હાથ ખાલી નથી રહેતા. હાથ અને હૃદય બંને ભર્યાં-ભર્યાં બની જાય છે.

અમૃત ઘાયલનો શેર યાદ આવે છે.

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના
દુનિયાથી દિલના મારે છેડા ભરી જવાનાં.

ઉમાશંકરની કવિતાઓ વિશે એટલું કહી શકાય કે એમનું કાવ્યવિશ્વ અનેક ભાવવિશ્વથી ભરેલું છે. તેઓ જણાવે છે કે બાળપણમાં એક એક શબ્દ આપણે શીખીએ છીએ. તે આપણી ચેતનાને સતત ઊર્ઘ્વગામી બનાવે છે. બાળપણના એ પ્રથમ ભાષાશિક્ષણનું મૂલ્ય અપાર છે.

તેમની થોડીક પંક્તિઓ અહીં સહજ યાદ આવે છે.

ચારે બાજુ લોકો પૈસા ભેગા કરી-કરીને ઉંચા મહેલો બાંધી રહ્યાં છે જે દુઃખી છે એ લોકોને શોષી રહ્યાં છે પણ એ મહેલો બાંધનારાઓએ ચેતી જવાની જરૂર છે કે જ્યારે એ ભૂખ્યાં માણસો ક્રાંતિ કરશે ત્યારે એ મહેલ ખંડેર બની જશે અને એ પછી એમની ભૂખની આગમાં બઘું જ બળી જશે.

ખંડેરની એક કણી પણ હાથ નહીં લાગે.

ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે,

ખંડેરની ભસ્મકણી ન લાઘશે.

ઉમાશંકરનાં બે મુક્તકોએ મને અનેકવાર જીવાડ્યો છે. આપ સૌને પણ એ પ્રેરણા આપે એવાં છે. ક્યારેક આપણે ખૂબ મોટા માણસોને સાવ ટૂંકા મનનાં, સાવ કલ્પના ન હોય એવું વર્તન કરતાં જોઈએ છીએ. ક્યારેક મોટા માણસો સાવ છીછરા નીકળે છે અને ક્યારેક સાવ નાનો માણસ એક ઉમદા માનવી અને અનેક ગુણોથી સંપન્ન નીકળે છે.

જીવનમાં નિષ્ફળતાઓ તો મળ્યા કરે પણ એનો અર્થ એ નથી કે એ નિષ્ફળતાઓથી નિરાશ થઈ બેસી જવું. નિષ્ફળતાઓ મળ્યા પછી જ ખરા અર્થમાં જીંદગીના પાઠ શીખાતાં હોય છે. નિષ્ફળતા તો સફળતાની જનેતા છે.

કંઈક આ જ સંદર્ભના ઉમાશંકરનાં બે ચિરંજીવ મુક્તકો જોઈએ.

મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,
નાનાની મોટાઈ જોઈ જીવું છું.
*
મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈંક હું જીંદગીમાં.

આભાર- સૌજન્ય- ગુજરાત સમાચાર  .કોમ

UJheader-

દર વર્ષે 21 જુલાઈનો દિવસ ઉમાશંકર જોષીના જન્મદિવસ તરીકે ઊજવવામાં આવે છે.

તા. 21-07-2013ના દિવસે ઉમાશંકર જોષીનો 102મો જન્મદિવસ હતો. તેમના

જીવન વિશેની ટૂંકી માહિતી જાણીએ.

સ્વ. શ્રી ઉમાશંકર જોષી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, લેખક અને સાહિત્યકાર હતા તે ઉપરાંત ઉત્તમ સર્જક, એકાંકીકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, અનુવાદક, સંપાદક તેમજ આજીવન શિક્ષક અને સાહિત્ય પત્રકાર પણ હતા.

ગુજરાતી સાહિત્યના ગૌરવ સમા કવિરાજ સ્વ .ઉમાશંકર જોશી વિષે વધુ જાણો

નીચેની વેબ સાઈટ ઉપર જઈને ……

1. ગુજરાતી પ્રતિભા પરિચય

2 http://umashankarjoshi.in/SvamukheKavita.html