વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 340 ) સૌ વાચક મિત્રો-સ્નેહી જનોને શુભ દિપાવલી અને સાલ મુબારક

 Happy Diwali and New Year

એક આખા વર્ષનું ચક્કર પુરું કરીને વર્ષો વર્ષ આવે છે એમ દિવાળીનું પર્વ ફરી હાજર થઇ ગયું છે .

આમ તો વર્ષના બીજા દિવસો જેવા  જ આ દિવસો છતાં

દિવાળી અથવા દીપાવલી

એ હિન્દુ ધર્મનો દર વરસે આવતો મહત્વનો તહેવાર ગણાય છે .

બધા હિંદુ તહેવારોમાં દિવાળીને પર્વોનો રાજા પણ કહેવામાં આવે છે.

દીપ એટલે દિવો અને આવલી એટલે હારમાળા. દીપોની હારમાળા એટલે દિપાવલી.

દિવાળી એટલે પ્રકાશનું પર્વ .

અજ્ઞાન રૂપી અંધકારને હટાવીને જ્ઞાન રૂપી દીપકનો પ્રકાશ  ફેલાવવાનું પર્વ .

આત્માને દીપાયમાન કરવાનું પર્વ છે દિવાળી.

ભારતમાં દિવાળી  વાઘબારસથી શરુ કરી ભાઈબીજ સુધી પરંપરાગત રીતે ખુબ જ

ધૂમધામ અને આનંદ-ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.

કવિ દલપતરામનું આ ગીત યાદ આવે છે —  દિવાળીના  દિવસોમાં ઘર ઘર દીવા થાય ,

ફટાકડા તો બહું ફૂટે બાળકો બહું હરખાય

આમ નાના-મોટા સૌ કોઈ ચાલી આવતી પરંપરા મુજબ દિવાળીના દિવસોમાં આનંદ-

ઉલ્લાસ સાથે દિવાળીનું પર્વ ઉજવે છે .

દિવાળીના આ પર્વ નિમિત્તે કવિ ઉમાશંકર જોશી રચિત “છેલ્લી યાચના ” નામનું

પ્રાર્થના કાવ્ય પ્રસ્તુત છે જે પ્રસંગોનુંચિત છે .

છેલ્લી યાચના …કવિ ઉમાશંકર જોશી

આ છેલ્લી યાચના આપ પાસે,

મારા ઉંડા છેક અંતસ્થલેથી

છેદી નાખો ક્ષીણતા સર્વ મારી

પૂરા જોરે ખડગ ઝીંકી પ્રભુજી !

સુખોને ય જીરવી જાણવાની

શક્તિ દેજો દુઃખમાં એહવી કે

દુઃખો મારાં શાંત મોંએ હસીને

પોતે પોતાની જ પામે ઉપેક્ષા.

શક્તિ દેજો ભક્તિની નાથ એવી

જેણે મારા કર્મ સાફલ્ય પામે

જેણે મારાં દુન્યવી સ્નેહ પ્રેમ

મ્હેંકી ઉઠે પુણ્યના પોયણાં શાં,

કંગાલોને જ્ઞાનહીણાં કરું ના,

જાલીમોને પાય ઝૂકી પડું ના,

ઉંચે માથે ક્ષૂદ્રતાની વચાળે

ચાલું એવી શક્તિ આપો, પ્રભુજી !

શક્તિ દેજો આપને પાય નામી

પોતાને હું સ્થિર રાખું સદૈવ.

– ઉમાશંકર જોષી

આ દિવાળીના પર્વ નિમિત્તે  Kate Nowak ના એક અંગ્રેજી કાવ્ય May You Be Blessed

નો એક સુંદર વિડીયો પણ નીચે પ્રસ્તુત કરું છું .

આ વિડીયોમાં જે આખી કાવ્ય રચના અંગ્રેજીમાં છે એ આપને માટે નવા વર્ષ માટે માર્ગ દર્શક

બની રહે એવી શુભેચ્છા .

May You Be Blessed

 

ઉપરના વિડીયોમાં જે અંગ્રેજીમાં કાવ્ય  છે એની કેટલીક પંક્તિઓનો

ગુજરાતી તરજુમો કરીને નીચે આપુ છું .

આ જગતમાં જે પણ કંઇ સારું હોય એની તમને પ્રાપ્તિ થાય .

આકાશમાં રાતે દેખાતા તારાઓની જેમ ગણી ન શકાય એટલી ખુશીઓ તમને પ્રાપ્ત થાય

વિશ્વના બધાજ દરિયા કિનારાની રેતીના કણો  કરતાં એ અધિક તમારા જીવનમાં વિજયો મળે .

તમારા જીવનમાં કોઈ પણ ખોટ ન હોય અને સુંદરતા અને સમૃદ્ધતા

તમારા જીવન સાથે જોડાયેલી રહે .

તમે તમારી જિંદગીનો જે કોઈ પણ રાહ પસંદ કરો એ પવિત્ર ,સુંદર અને આનંદદાયક હો .

તમારા જીવનમાં શંકાઓ અને ભયનું સ્થાન તમારો ઊંડો અને અતુટ વિશ્વાસ લઇ લે .

સદા તમારી જાતની આજુબાજુ સર્વોચ્ચ અને મહા શક્તિશાળી પરમાત્માની

હાજરીની તમે અનુભૂતિ કરો .

જ્યારે તમારી જિંદગીમાં અંધકાર પથરાય અને તોફાનો ચડી આવે એવા સમયે

તમારા અંતરના દીપકથી અજવાળું પથરાતું રહે .

તમને હંમેશાં પ્રતીતિ થતી રહે કે લોકો તમને અમાપ પ્રેમ કરે છે અને આ પ્રેમના

જવાબમાં તમે પણ નિશ્વાર્થ અને બિનશરતી પ્રેમની વર્ષા વરસાવતા રહો .

એક નાનું બાળક માતાની ગોદમાં જે સુરક્ષિતતા અને પ્રેમની અનુભતી કરે છે એમ

તમે જગત નિયંતા પરમેશ્વરના વિશાળ હાથોમાં સુરક્ષિત છો એવી અનુભૂતિ કરો .

તમારા જીવનમાં આવતા દરેક તોફાનો  બાદ તમને મેઘ ધનુષ્યના રંગો નો 

સુંદર નઝારો જોવાનો  અવસર પ્રાપ્ત થાય .

તમારા જીવન દરમ્યાન આવતા દરેક પડકારમાં તમને અનુભવનું ડહાપણ

અને દરેક કસોટીમાં વિજયની અનુભૂતિ થાય .

તમારા જીવનનો દરેક પસાર થતો દિવસ ગઈકાલ કરતાં દરેક રીતે વધુ સમૃદ્ધ

બની રહે અને એ સમૃદ્ધિને તમે બીજાઓને પણ વહેંચતા રહો .

આ બધી તમારા માટેની મારી હૃદયની ભાવનાઓને પ્રભુ પાર પાડે એવી આશા .

Dipavali lamp-aishvariya roy

દિવાળીના પર્વે ઉપરની બે કાવ્ય રચનાઓ
વિનોદ વિહારના વાચક મિત્રો, અને સ્નેહી જનોને
 
નવા વર્ષે માર્ગ દર્શક બને અને પ્રભુની કૃપાના પાત્ર બનાવે એવી ઈચ્છા સાથે
સૌને શુભ દીપાવલી અને નુતન વર્ષાભિનંદન  

 સાલ મુબારક

સર્વે સુખિનઃ સંતુ

સર્વે સંતુ નિરામયા

સર્વે ભદ્રાણી પશ્યન્તુ

મા કશ્ચિદ દુખમાપ્નુંયાત

વિનોદ આર પટેલ ,સાન ડીયેગો

13 responses to “( 340 ) સૌ વાચક મિત્રો-સ્નેહી જનોને શુભ દિપાવલી અને સાલ મુબારક

 1. P.K.Davda November 4, 2013 at 2:08 AM

  આપને, આપના કુટુંબીજનોને અને વિનોદ વિહારના વાચક પરિવારને નવા વર્ષની શુભેચ્છાઓ.

 2. હિમ્મતલાલ November 3, 2013 at 12:33 PM

  પ્રિય વિનોદભાઈ તમને ઘણી બધી દીપાવલી અને નવા વરસની શુભેચ્છાઓ

 3. pravinshastri November 3, 2013 at 5:57 AM

  માનનીય શ્રી વિનોદભાઈ, આપને અને આપના સમગ્ર પરિવારને આગામી વર્ષની શુભકામનાઓ. હું સ્વાર્થી છું. મને આપનો પ્રેમ અને માર્ગદર્શન મળતા રહે એ જ અપેક્ષા.
  પ્રવીણ શાસ્ત્રી.

 4. સુરેશ November 2, 2013 at 11:36 PM

  સરસ સંકલન. ઉ.જો.ની કવિતા બહુ ગમી.
  નૂતન વર્ષાભિનંદન

 5. jjkishor November 2, 2013 at 8:01 PM

  ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભીનંદન !! સાભાર, – જુ.

 6. Mukesh Mehta November 2, 2013 at 7:21 PM

  स्नेही ​ ​मित्र , ​​ ​न​ ​​व ​ ​वर्ष ​ की हार्दिक शुभकामनाए !    नव वर्ष हर्ष नव जीवन उत्कर्ष नव     नव उमंग नव तरंग जीवन का नव प्रसंग     नवल चाह नवल राह जीवन का नव प्रवाह     गीत नवल प्रीति नवल जीवन की रीति नवल जीवन की नीति नवल जीवन की जीत नवल   – हरिवंश राय बच्चन      सप्रेम ,  अल्पा – मुकेश मेहता​  – खुशित -​  

 7. pravina November 2, 2013 at 4:24 PM

  દિવાળીની શુભકામના

  નૂતનવર્ષના અભિનંદન.

 8. Vipul Desai November 2, 2013 at 3:28 PM

  શ્રી વિનોદભાઇ,આપ સર્વેને શુભ દીપાવલી સાથે નુતન વર્ષાભિનંદન.

 9. dee35 November 2, 2013 at 12:13 PM

  શ્રી વિનોદભાઇ,આપ સર્વેને શુભ દીપાવલી સાથે નુતન વર્ષાભિનંદન.

 10. nabhakashdeep November 2, 2013 at 11:43 AM

  આદરણીય વિનોદભાઈ

  શુભ દીપાવલી

  આપને તથા આપના પરિવારમાં સદાય ખુશીઓનાં પુષ્પો લહેરાતાં રહે એવી પરમ શક્તિને પ્રાર્થના.

  નવા વર્ષની ખૂબખૂબ શુભેચ્છાઓ.

  સાદર

  રમેશ પટેલ(આકાશદીપ)

 11. pragnaju November 2, 2013 at 7:05 AM

  આપને તેમજ કુટુંબીજનોને શુભ દીપાવલી કામના સાથે નુતન વર્ષાભિનંદન

 12. ગોદડિયો ચોરો… November 2, 2013 at 6:11 AM

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  આપના નામને સાર્થક એવા કાવ્ય લેખોના વિનોદ અમ દર્શકોને નવા વર્ષમાં કરાવતા રહો

  આપને તેમજ કુટુંબીજનોને શુભ દીપાવલી કામના સાથે નુતન વર્ષાભિનંદન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: