વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 7, 2013

( 343 ) અમેરિકામાં કેપિટલ હિલ ખાતે કોંગ્રેસ અને વાઈટ હાઉસ ખાતે પ્રમુખ ઓબામા દ્વારા કરવામાં આવ્યું દિવાળી સમારોહનું આયોજન

President Obama and Mrs .Obama lighting Diwali Lamp

President Obama and Mrs .Obama lighting Diwali Lamp

હિન્દુઓના અગત્યના તહેવાર દિવાળીના પ્રસંગે આ  વર્ષે કેપિટલ હિલ ખાતે સૌ પ્રથમ વાર દિવાળીના કાર્યક્રમનું આયોજન કરીને ડેમોક્રેટિક અને રિપબ્લિકન કોંગ્રેસ એક સાથે ભાગ લઈને ઉજવ્યો હતો .

આ પ્રસંગનો અંગ્રેજીમાં અહેવાલ આજની પોસ્ટમાં આપ સૌની જાણકારી માટે મુક્યો છે .

વાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીના સમારોહ  આયોજનની પ્રથમ શરૂઆત નાના સ્વરૂપે ૨૦૦૩મા તત્કાલિન પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ  બુશે કરી હતી . આ પરંપરાને રાષ્ટ્પતિ ઓબામાએ પણ યથાવત ચાલુ રાખી છે એટલું જ નહી એમણે સત્તા ધારણ કરી ત્યારબાદ દર વર્ષે અમેરિકામાં રહેતા ભારતીયોને સંબોધીને દિવાળીનો સંદેશ આપવાનું ચુકતા નથી .

દર વર્ષે ઓબામા એમના વહીવટમાં ભારતીય મૂળના સભ્યોને અગત્યના હોદ્દે વધુ સંખ્યામાં નિમણુંક કરતા રહયા હોઈ દિવાળીની ઉજવણીના સમારોહની રોનકમા પણ દર વરસે વધારો થતો રહ્યો છે .

આજે પ્રમુખ ઓબામાના વહીવટી તંત્રમાં અગત્યના હોધ્ધે કામ કરતા ભારતીય મૂળના સભ્યોની વિગતો તમને નીચેની લીંક ઉપરથી જાણવા મળશે .

Indian origin americans in the obama administration.

આજે અમેરિકાના સાઉથ કેરોલીના રાજ્યના ગવર્નર પદે  Nikki Haley  અને લુંઝીયાના રાજ્યના ગવર્નર પદે બોબી ઝીન્દાલ એ બન્ને  (પંજાબી ) ભારતીય મૂળનાં છે એ એક ગૌરવની બાબત છે .

આ બન્ને ગવર્નર ખ્રિસ્તી ધર્મ પાળે છે .

અમેરિકામાં દર વર્ષે વધુ ને વધુ સંખ્યામાં ભારતીયો સ્થાનિક સંસ્થાઓમાં ચૂંટાઈને અમેરિકાના રાજકારણમાં હિસ્સો લઇ રહ્યા છે .

સાન ફ્રાન્સિસ્કો બે એરીયામાંથી ચૂંટાયેલા ભારતીય મૂળના  કોન્ગ્રેમેન Ami Bera  કોંગ્રેસમાં સારું કામ કરી રહ્યાં છે . હવાઈમાંથી ચૂંટાઈ આવેલાં Tulsi Gabbard એ હિંદુ ધર્મ પાળતાં પ્રથમ કોંગ્રેસ વુમન છે .

નીચે  અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતીયોને દિવાળીની શુભકામના પાઠવી એનો વિડીયો અને એમનાં પત્ની મિશેલે પણ એક જુદા દિવાળી સમાંરભનું આયોજન કરીને ભારતીયો સમક્ષ જે ઉદબોધન કર્યું હતું એ પ્રસંગનો વિડીયો મુક્યો છે  એ ઉપરથી આપને અમેરિકાના પ્રમુખના ભારત અને એની પરંપરાઓ પ્રત્યેના ખાસ લગાવનો પરિચય થશે .

ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજી  એમના સત્ય અને અહિંસાના સિધાંતો પ્રત્યે  અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ઓબામાને પુષ્કળ માન છે .

અમેરિકાના અર્થતંત્રના વિકાસમાં આજે મોટી સંખ્યામાં ભારતીય મૂળના નાગરિકો અગત્યનો ફાળો આપી રહ્યા છે .   રાષ્ટ્ર હિતની બાબતમાં ભારત અને અમેરિકા વચ્ચે ભલે ઘણા મતભેદો પ્રવર્તતા હોય એમ છતાં એકંદરે બન્ને દેશોના સંબંધો હંમેશા મજબુત થતા ગયા છે એ નિર્વિવાદ બાબત છે .

આશા રાખીએ ભવિષ્યમાં પણ આ સંબંધો જળવાઈ રહે એટલું જ નહી વધુ ને વધુ મજબુત થતા રહે .

વિનોદ પટેલ

___________________

Capitol Hill Lights Up For Diwali Festival    

WASHINGTON DC, October 2013 (The Hindu): The first -ever Diwali festival was celebrated at the U.S. Congress on Tuesday amidst chanting of Vedic mantras by a Hindu priest. Over two dozen influential lawmakers along with eminent Indian-Americans gathered at the Capitol Hill to lit the traditional “diyas.”

 The event–the first of its kind event at the Capitol Hill–was organised by the two Co-Chairs of the Congressional Caucus on India and Indian Americans,Congressmen Joe Crowley and Peter Roskam in recognition of increasing presence of the Indian-American community.

 “I have come here to say Happy Diwali,” said Nancy Pelosi, Leader of the Democratic Party in the House of Representatives. “United States owes a great debt of gratitude to India. Our civil rights movement was built on the nonviolent movement in India. Martin Luther King studied there, spoke there.

We are blessed not only by that legacy, but also by the presence of so many Indo-Americans in our country,” Pelosi said.

 Roskam said Indian Americans are an example of an enormous diaspora that is incredibly influential. “You have the ability to bring together people from both sides of the isle in ways that are powerful and significant,” he said.

 “When we look at the relationship between the United States and India moving forward it is a wonderful relationship that has a great thing in store,”said Roskam, who along with other lawmakers were welcomed at the historic event with red tilak, jasmine garland. A Hindu priest presented them a traditional shawl amidst chanting of Vedic mantras.

 Congresswoman Tulsi Gabbard, the first Hindu American lawmaker, said, “Diwali is celebration of righteousness.”

 Ami Bera, who is the only Indian American in the current Congress, said this was an incredible Diwali celebration. “It is great to be one Indian American in the Congress, but at our second, fifth Diwali celebration, we want to see more members of the Diaspora elected to the House of Representatives. We want to see deepening of this relationship as we move forward,” Bera said.  

_______________________________

First Lady Michelle Obama Marks Diwali

at the White House

US President Obama’s Diwali Message 2013