વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

( 343 ) અમેરિકામાં કેપિટલ હિલ ખાતે કોંગ્રેસ અને વાઈટ હાઉસ ખાતે પ્રમુખ ઓબામા દ્વારા કરવામાં આવ્યું દિવાળી સમારોહનું આયોજન

President Obama and Mrs .Obama lighting Diwali Lamp

President Obama and Mrs .Obama lighting Diwali Lamp

હિન્દુઓના અગત્યના તહેવાર દિવાળીના પ્રસંગે આ  વર્ષે કેપિટલ હિલ ખાતે સૌ પ્રથમ વાર દિવાળીના કાર્યક્રમનું આયોજન કરીને ડેમોક્રેટિક અને રિપબ્લિકન કોંગ્રેસ એક સાથે ભાગ લઈને ઉજવ્યો હતો .

આ પ્રસંગનો અંગ્રેજીમાં અહેવાલ આજની પોસ્ટમાં આપ સૌની જાણકારી માટે મુક્યો છે .

વાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીના સમારોહ  આયોજનની પ્રથમ શરૂઆત નાના સ્વરૂપે ૨૦૦૩મા તત્કાલિન પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ  બુશે કરી હતી . આ પરંપરાને રાષ્ટ્પતિ ઓબામાએ પણ યથાવત ચાલુ રાખી છે એટલું જ નહી એમણે સત્તા ધારણ કરી ત્યારબાદ દર વર્ષે અમેરિકામાં રહેતા ભારતીયોને સંબોધીને દિવાળીનો સંદેશ આપવાનું ચુકતા નથી .

દર વર્ષે ઓબામા એમના વહીવટમાં ભારતીય મૂળના સભ્યોને અગત્યના હોદ્દે વધુ સંખ્યામાં નિમણુંક કરતા રહયા હોઈ દિવાળીની ઉજવણીના સમારોહની રોનકમા પણ દર વરસે વધારો થતો રહ્યો છે .

આજે પ્રમુખ ઓબામાના વહીવટી તંત્રમાં અગત્યના હોધ્ધે કામ કરતા ભારતીય મૂળના સભ્યોની વિગતો તમને નીચેની લીંક ઉપરથી જાણવા મળશે .

Indian origin americans in the obama administration.

આજે અમેરિકાના સાઉથ કેરોલીના રાજ્યના ગવર્નર પદે  Nikki Haley  અને લુંઝીયાના રાજ્યના ગવર્નર પદે બોબી ઝીન્દાલ એ બન્ને  (પંજાબી ) ભારતીય મૂળનાં છે એ એક ગૌરવની બાબત છે .

આ બન્ને ગવર્નર ખ્રિસ્તી ધર્મ પાળે છે .

અમેરિકામાં દર વર્ષે વધુ ને વધુ સંખ્યામાં ભારતીયો સ્થાનિક સંસ્થાઓમાં ચૂંટાઈને અમેરિકાના રાજકારણમાં હિસ્સો લઇ રહ્યા છે .

સાન ફ્રાન્સિસ્કો બે એરીયામાંથી ચૂંટાયેલા ભારતીય મૂળના  કોન્ગ્રેમેન Ami Bera  કોંગ્રેસમાં સારું કામ કરી રહ્યાં છે . હવાઈમાંથી ચૂંટાઈ આવેલાં Tulsi Gabbard એ હિંદુ ધર્મ પાળતાં પ્રથમ કોંગ્રેસ વુમન છે .

નીચે  અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતીયોને દિવાળીની શુભકામના પાઠવી એનો વિડીયો અને એમનાં પત્ની મિશેલે પણ એક જુદા દિવાળી સમાંરભનું આયોજન કરીને ભારતીયો સમક્ષ જે ઉદબોધન કર્યું હતું એ પ્રસંગનો વિડીયો મુક્યો છે  એ ઉપરથી આપને અમેરિકાના પ્રમુખના ભારત અને એની પરંપરાઓ પ્રત્યેના ખાસ લગાવનો પરિચય થશે .

ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજી  એમના સત્ય અને અહિંસાના સિધાંતો પ્રત્યે  અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ઓબામાને પુષ્કળ માન છે .

અમેરિકાના અર્થતંત્રના વિકાસમાં આજે મોટી સંખ્યામાં ભારતીય મૂળના નાગરિકો અગત્યનો ફાળો આપી રહ્યા છે .   રાષ્ટ્ર હિતની બાબતમાં ભારત અને અમેરિકા વચ્ચે ભલે ઘણા મતભેદો પ્રવર્તતા હોય એમ છતાં એકંદરે બન્ને દેશોના સંબંધો હંમેશા મજબુત થતા ગયા છે એ નિર્વિવાદ બાબત છે .

આશા રાખીએ ભવિષ્યમાં પણ આ સંબંધો જળવાઈ રહે એટલું જ નહી વધુ ને વધુ મજબુત થતા રહે .

વિનોદ પટેલ

___________________

Capitol Hill Lights Up For Diwali Festival    

WASHINGTON DC, October 2013 (The Hindu): The first -ever Diwali festival was celebrated at the U.S. Congress on Tuesday amidst chanting of Vedic mantras by a Hindu priest. Over two dozen influential lawmakers along with eminent Indian-Americans gathered at the Capitol Hill to lit the traditional “diyas.”

 The event–the first of its kind event at the Capitol Hill–was organised by the two Co-Chairs of the Congressional Caucus on India and Indian Americans,Congressmen Joe Crowley and Peter Roskam in recognition of increasing presence of the Indian-American community.

 “I have come here to say Happy Diwali,” said Nancy Pelosi, Leader of the Democratic Party in the House of Representatives. “United States owes a great debt of gratitude to India. Our civil rights movement was built on the nonviolent movement in India. Martin Luther King studied there, spoke there.

We are blessed not only by that legacy, but also by the presence of so many Indo-Americans in our country,” Pelosi said.

 Roskam said Indian Americans are an example of an enormous diaspora that is incredibly influential. “You have the ability to bring together people from both sides of the isle in ways that are powerful and significant,” he said.

 “When we look at the relationship between the United States and India moving forward it is a wonderful relationship that has a great thing in store,”said Roskam, who along with other lawmakers were welcomed at the historic event with red tilak, jasmine garland. A Hindu priest presented them a traditional shawl amidst chanting of Vedic mantras.

 Congresswoman Tulsi Gabbard, the first Hindu American lawmaker, said, “Diwali is celebration of righteousness.”

 Ami Bera, who is the only Indian American in the current Congress, said this was an incredible Diwali celebration. “It is great to be one Indian American in the Congress, but at our second, fifth Diwali celebration, we want to see more members of the Diaspora elected to the House of Representatives. We want to see deepening of this relationship as we move forward,” Bera said.  

_______________________________

First Lady Michelle Obama Marks Diwali

at the White House

US President Obama’s Diwali Message 2013

10 responses to “( 343 ) અમેરિકામાં કેપિટલ હિલ ખાતે કોંગ્રેસ અને વાઈટ હાઉસ ખાતે પ્રમુખ ઓબામા દ્વારા કરવામાં આવ્યું દિવાળી સમારોહનું આયોજન

  1. ગોદડિયો ચોરો… નવેમ્બર 19, 2013 પર 7:03 એ એમ (AM)

    આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,

    દીપાવલીના દિવડા વાઇટ હાઉઅસ્માં ઓબામા આંગણે પ્રગટ્યા.

    આનંદ ઉલ્લાસ પર્વના અજવાળે ઓબામાજી જગતને અજવાળે તો રંગ રહી જાય.

  2. pushpa1959 નવેમ્બર 13, 2013 પર 3:56 એ એમ (AM)

    obamaji ane temna patni jode white house ma divalini ujavni joine aanada thayo, bhartno festival je divali che, ek dip prgtavine sampurn vatavarnu vibration khushiothi bhryu thank u sir,

  3. Dr.CHANDRAVADAN MISTRY નવેમ્બર 11, 2013 પર 11:07 એ એમ (AM)

    Another nice post @ Vinod Vihar It with thepride to know Diwali @White House….Chandravadan

  4. nabhakashdeep નવેમ્બર 11, 2013 પર 7:21 એ એમ (AM)

    નવા નવા સમાચારોને આપે અત્રે પોષ્ટમાં સરસ રીતે અન્નકૂટની જેમ ધરી…સૌને આનંદિત કરી દીધા.

    રમેશ પટેલ(આકાશદીપ)

  5. mdgandhi21, U.S.A. નવેમ્બર 8, 2013 પર 4:27 પી એમ(PM)

    વિનોદભાઈ .
    દિવાળીની શુભકામના , નૂતનવર્ષાભિનંદન.

    ખૂબ સુંદર રીતે ઉજવાયેલો હિંદુઓનો દિવાળીનો તહેવાર,’વ્હાઈટ હાઉસમાં’. તેની સુંદર વિડિયો મૂકી આપે

    કમાલ કરી. તમારો ખૂબ ખૂબ આભાર. જોઈને અત્યંત આનંદ થયો..

  6. pravina Avinash નવેમ્બર 8, 2013 પર 2:34 પી એમ(PM)

    વિનોદભાઈ . દિવાળીની શુભકામના , નૂતનવર્ષાભિનંદન

    ખૂબ સુંદર રીતે ઉજવાયેલો હિંદુઓનો દિવાળીનો તહેવાર,’વ્હાઈટ હાઉસમાં’. તેની સુંદર વિડિયો મૂકી આપે

    કમાલ કરી. તમારો ખૂબ ખૂબ આભાર. જોઈને અત્યંત આનંદ થયો..

  7. dee35 નવેમ્બર 8, 2013 પર 12:49 પી એમ(PM)

    શ્રીવિનોદભાઈ,
    આપનો ખૂબ ખૂબ આભાર તાજા સમાચાર અને વિડીયો દર્શન કરાવવા માટે.વિડીયો ફેસબુક ઉપર ફોર્વડ કરવા માટે આપની પરવાનગી આપી અભારી કરશો.

  8. pragnaju નવેમ્બર 8, 2013 પર 9:01 એ એમ (AM)

    ‘આ વર્ષે પ્રથમ વખત કેપિટલ હિલમાં દિપાવલી સમારોહમાં યોજવામાં આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી મળતી જાણકારી મુજબ મંગળવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિપાવલી સમારોહનું આયોજન કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે વર્ષ ૨003માં ત્યારના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે વોશીન્ગટનમાં દિપાવલી સમારોહનો યોજવાનો પ્રારંભ કર્યો હતો. જો કે ઓબામાએ આ પરંપરાને જાળવી રાખી છે.’ આશા રાખીએ આ
    ફેરફાર નિયમ બને…

  9. Anila Patel નવેમ્બર 8, 2013 પર 7:30 એ એમ (AM)

    Bhratiyo mate bahu gauravni babat ganay–Aabhar Obamajino ane aapano.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: